Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ભાવકર્મો થયાં, તેનાથી પુત્રાદિ પરિવાર થયો, આ રીતે કાર્યના કાર્યરૂપે દૂર દૂર રહેલા પદાર્થોમાં મારાપણાનો (ર્તાપણાનો) ઉપચાર કર્યો તેથી ઉપચરિત. પુત્રાદિ એ અન્ય ચેતનદ્રવ્યો છે. પોતાના ચેતન સ્વરૂપ નથી. માટે અસભૂત. અને ભિન્નપણે નિર્દેશ છે.
માટે વ્યવહારનય કહેવાય છે. (૫) વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહારનય= ધન-કંચન, ઘર
અને અલંકારાદિને આ મારા છે. એમ માનવું તે, અહીં બધી હકીકત ઉપરની જેમ જ સમજી લેવી. ફક્ત ધન-કંચન-ધરાદિ
પદાર્થો અચેતન હોવાથી જીવથી વિજાતીય છે. (૬) ઉભયજાતીય ઉપચરિત અસભૂત વ્યવહારનય=નગર, દેશ, અને
રાજ્યાદિ મારાં છે. એમ માનવું તે. નગર-દેશ અને રાજ્યાદિમાં રહેનારા જે જીવો છે. તે સજાતીય છે અને ઘર વગેરે છે તે વિજાતીય છે. એમ
ઉભયનો સમાવેશ હોવાથી ઉભયજાતીય. બાકીનું બધું પૂર્વની જેમ. (૭) અશુદ્ધ નિશ્ચયનય= રાગ, દ્વેષ, અજ્ઞાન અને સંક્લેશાદિ કલુષિત
પરિણામોનો આ જીવ કર્તા છે. એમ જાણવું અને માનવું છે. આ સર્વે પરિણામો જીવમાં જ થાય છે. જડમાં થતા નથી. તેથી અશુદ્ધ એવા પણ જીવના જ પરિણામો છે. પરંતુ નવા નવા કર્મબંધનું કારણ હોવાથી અશુદ્ધ કહેવાય છે. અને જીવ પોતે જ રાગાદિ વિભાવદશા રૂપે પરિણામ પામ્યો છે. તેથી અભેદની પ્રધાનતાએ
નિશ્ચયનય કહેવાય છે. (૮) શુદ્ધ નિશ્ચયનય= કેવળજ્ઞાનાદિ જે જે ક્ષાવિકભાવના ગુણો છે. તે
ગુણોનો કર્તા જીવ છે. અર્થાત્ કેવળજ્ઞાનાદિ ગુણમય જીવ છે. એમ બોલવું તે શુદ્ધ નિશ્ચયનય છે. આ ગુણો ક્ષાયિકભાવના હોવાથી કર્મોદયરહિત છે માટે શુદ્ધ. અને અભેદની પ્રધાનતા હોવાથી નિશ્ચયનય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org