Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કોઈ પણ જીવ પૂર્વભવથી મૃત્યુ પામીને જ્યારે ઉત્પત્તિસ્થાનમાં આવે છે ત્યારે પોતાના ગુણો અને પોતાના દોષો જ સાથે લઈને આવે છે અને તે ગુણો તથા દોષો જ સાથે લઈને ભવાન્તરમાં જાય છે. બાકી લેવડ-દેવડ કરી શકાય એવું એક પણ પુદ્ગલદ્રવ્ય આ જીવ સાથે લાવતો નથી અને સાથે લઈને જતો નથી. ઉત્પત્તિસ્થાનમાં આવ્યા પછી કાયયોગ, વચનયોગ અને મનયોગને પ્રથમ પ્રાપ્ત કરીને તે યોગો દ્વારા જીવન જીવવાના સાધનભૂત પુદ્ગલોને ગ્રહણ કરે છે. અને બીનજરૂરી પુગલોને મળ-મૂત્રાદિ રૂપે ત્યજે છે. શરીરાદિ આ સર્વે પુદ્ગલ દ્રવ્યો હે આત્મા! તારાં છે જ નહીં. જીવ તો આ પુદ્ગલદ્રવ્યોથી ભિન્ન છે. શરીર જેવો અત્યન્ત નિકટ વર્તી પદાર્થ કે જે આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીર અને લોહાગ્નિની જેમ મિશ્ર થયેલો છે તે શરીર પણ જીવથી ભિન્ન છે અને શરીરથી જીવ પણ ભિન્ન છે. તો પછી શરીરથી ઉત્પન્ન થયેલ પુત્રાદિ પરિવાર, અને તેના સંરક્ષણાદિ માટે મેળવેલાં ધન-ધાન્યાદિ, હે આત્મા ! તારાં કેમ હોઈ શકે ? આ સર્વ પર પદાર્થોને મોહબ્ધતાથી તેં તારા માન્યા છે એ જ પ્રથમ તારી મોટી ભૂલ છે. કે જેનાથી તને દાતા આદિની અહંકારબુદ્ધિ થઈ છે. અને થાય છે. પરદ્રવ્યના કર્તુત્વપણાની બુદ્ધિનો જે અહંકાર છે. તે અહંકાર પરિણામ જ કર્મબંધ કરાવે છે.
એવી જ રીતે પરવ્યક્તિનાં ધન-ધાન્યાદિની ચોરી કરતાં તે દ્રવ્યો પણ પરવ્યક્તિની માલિકીનાં નથી. તેનું ગ્રહણ કરવામાં તું તેનો “હર્તા” કેમ કહેવાય ? આ રીતે પર પુદ્ગલદ્રવ્યોનું દાતૃત્વ અને હવ નિશ્ચયનયથી આ જીવમાં ઘટતું જ નથી. પરંતુ દાતૃત્વ અને હતૃત્વનો શુભ અને અશુભ એવો મનમાં જે સંકલ્પ (વિચાર વિશેષ) થયો તેનાથી તું બહિર્ભાવમાં ગયો. તારા નિર્મળ શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયો. આ પરપરિણતિ જ= વિભાવદશા જ તને પુણ્ય-પાપ રૂપ કર્મબંધની બેડીમાં જકડનાર બને છે. આ વાત હવે પછીની ગાથાઓમાં સમજાવશે.
વાતનો સારાંશ એ છે કે જીવની પોતાની માલિકીના પોતાની સત્તાવાળા જ ગુણોરૂપ ધર્મો છે. અને સ્વભાવદશાની પરિણતિ રૂપ જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org