Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી
૧૦૯ અર્થ= હું આત્મા નામનું દ્રવ્ય જ છું. શુદ્ધજ્ઞાન એ જ મારો ગુણ છે. આત્માથી અન્ય કોઈપણ સ્વરૂપે હું નથી, બીજા કોઈ પણ પદાર્થો મારા નથી. આવા વિચારો એ જ મોહરાજાના નાશનું તીવ્રશસ્ત્ર છે. તે ૪-૨ /
હું પૌલિકભાવોનો કર્તા નથી. કરાવનાર નથી. અને અનુમોદનાર પણ નથી. (કારણકે પૌદ્ગલિક ભાવો અને મારો આત્મા ભિન્ન દ્રવ્ય હોવાથી તે બન્નેનો કોઈ સંબંધ નથી) એમ સમજીને શરીરાદિથી ભિન્ન આત્મદ્રવ્ય છે એવા પ્રકારના ભેદજ્ઞાનવાળો આ આત્મા કર્મોથી કેમ લેપાય ? / ૧૧-૨ .
આ સંસારમાં સ્વભાવના લાભથી (આત્માના પોતાના ગુણોને મેળવવા સિવાય) બીજાં કંઈ પણ મેળવવા જેવું છે જ નહીં. એમ સમજીને આત્માના સ્વાભાવિક ઐશ્વર્ય રૂપી ધનસંપત્તિયુક્ત એવા મુનિ પૌલિક સાંસારિક ભાવોમાં નિઃસ્પૃહ બને છે. જે ૧૨-૧ )
આ પ્રમાણે શુદ્ધ નિશ્ચયનયથી વિચારણા કરતાં આત્માના ગુણો રૂપ ધર્મો સિવાય બીજું કંઈ પણ આ આત્માનું પોતાનું છે જ નહીં. કોઈ પણ પુદ્ગલદ્રવ્ય કે કોઈપણ અન્ય જીવદ્રવ્યો હે આત્મા ! તારી માલિકીનાં છે જ નહીં. તેથી તે આત્મા ! તેઓનું સ્વામિત્વ, મમતા, મારાપણાની બુદ્ધિ ત્યજી દે. આ ઘર, ધન, પરિવાર મારાં છે એમ માનવું તે મિથ્યા અભિમાન છે. તારું છે નહીં, તારું થશે નહીં અને તારી સાથે સદા રહેશે નહીં. સૌ સૌનો સમય પૂરો થયે છતે સર્વે ચાલ્યું જશે અને તારો કાળ પૂર્ણ થયે છતે સર્વને મૂકીને તારે પણ ચાલ્યા જ જવાનું છે. માટે પ્રાપ્ત થયેલા ધનાદિ પદાર્થો ઉપર મારાપણાની બુદ્ધિ ન કરે. અને તેનાથી થનારી કર્તાપણાની બુદ્ધિ અને તજ્જન્ય અહંકારાદિ પણ ન કર. તારું પોતાનું જે છે તે તું આપી શકતો નથી. અને જે આપે છે તે તારું પોતાનું છે જ નહીં. આત્માર્થી એવા અત્માઓએ આવા વિચારો કરવા જોઈએ. // ૪-૪ /
પ્રશ્ન- આ રીતે પૌગલિક પદાર્થોથી અને શરીરથી જો આ જીવ ભિન્ન પદાર્થ છે. તથા બાહ્ય સર્વે પદાર્થો જીવની માલીકીના નથી. અને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org