________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી
૧૦૭
આનંદ-સુખ છે. તે કોઈને પણ આપી શકાતું નથી. કે કોઈનું લઈ શકાતું નથી. પોત પોતાના ગુણોની અને સુખ-આનંદની સત્તા ત્રણે કાળે આપ આપમાં જ રહે છે. અને ધન-ધાન્યાદિ જે કંઈ પણ પુદ્ગલદ્રવ્યો તું બીજાને આપે છે અથવા બીજાની પાસેથી વસ્તુઓ લે છે. તે સર્વે પદાર્થો હે આત્મા ! જીવની માલિકીના નથી. કર્મરાજાની માલિકીના છે. તેથી હે આત્મા ! દાતૃત્વ અને હર્તૃત્વ નિશ્ચયનયથી પર એવા પુદ્ગલદ્રવ્યોનું જીવમાં ઘટતું નથી. ॥ ૪-૨,૩ ॥
આ જ વાત ગ્રંથકારશ્રી વધારે સ્પષ્ટ કરે છે.
ભક્તપાનાદિક પુદ્ગલ પ્રત્યે, ન દીએ છતી વિના પોતે । દાન હરણાદિક પર જંતુને, એમ નવી ઘટે જોતે ॥ ૪-૪ ॥ શુદ્ધ નય અર્થ મન ધારીએ | ૪૦ ॥
ભક્તપાનાદિક= ભોજન પાણી વગેરે, ન દીએ= આપી શકાતાં નથી, છતી વિના= સત્તા વિના, પોતે= પોતાની, પરજંતુને= અન્ય જીવન. ગાથાર્થ= ભોજન પાણી આદિ પૌદ્ગલિક પદાર્થો પોતાની સત્તા (માલીકી) વિનાના છે. તેથી આપવાનું (લેવાનું) ઘટી શકતું નથી. આ પ્રમાણે જોતાં (વિચારતાં) પર પ્રાણી પ્રત્યે દાતૃત્વ અને હર્તૃત્વ વગેરે વ્યવહારો નિશ્ચયનયથી ઘટતા નથી. || ૪-૪ ||
વિવેચન= ઉપર કરેલી ચર્ચાથી ભોજન-પાણી અને આદિ શબ્દથી વસ્ત્ર-પાત્ર-ઘર-અલંકાર તથા શરીર વગેરે પૌદ્ગલિક સર્વે પદાર્થો જીવથી ભિન્ન છે. અને આ જીવ તે સર્વે પદાર્થોથી ભિન્ન છે. આ કારણે આવા પ્રકારના પૌદ્ગલિક પદાર્થોની લેવડ-દેવડ કરતી વખતે પોતે= પોતાની, છતÎ= સત્તા, માલિકીહક્ક, વિના= વિના, અર્થાત્ પોતાના માલિકી હક્ક વિના ન હ્રી= આ જીવ તે પુદ્ગલોનું દાન (હરણ) કરી શકતો નથી. મ નોતે= આ પ્રમાણે દૃષ્ટિપાત કરતાં (વિચારતાં) પરનન્તુને= અન્ય જીવને પૌદ્ગલિક સામગ્રી આપવામાં (અને લેવામાં) વાનદર=િ દાતૃત્વ અને હર્તૃત્વ વગેરે વિ ટે= સંભવી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org