Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સદ્ભત= વસ્તુમાં પોતાનું જ સ્વરૂપ વિદ્યમાન છે. તેને વસ્તુથી ભિન્નપણે જાણવાની જે દૃષ્ટિ તે સદ્ભુત વ્યવહારનય. જેમ મતિજ્ઞાનાદિ ક્ષાયોપથમિકભાવવાળાં ૪ જ્ઞાનો એ જીવના ગુણો છે. અહીં મતિજ્ઞાનાદિ ગુણો જીવના છે અને જીવના જ કહ્યા છે તેથી સદ્દભૂત, અને ષષ્ઠી વિભક્તિથી ભેદ નિર્દેશ કર્યો છે માટે વ્યવહારનય કહેવાય છે. અસદ્ભત= પર વસ્તુમાં વિવલિત વસ્તુના સ્વરૂપપણે જે સ્વરૂપ નથી. અર્થાત્ જે પરનું સ્વરૂપ છે પરંતુ જુદા જુદા સંબંધોને લીધે ઉપચાર (આરોપ) કરીને જે પોતાનું માનવામાં આવે અથવા તો એકમેકતા હોવાથી પોતાનું માનવામાં આવે તે અસક્ત. અનુપચરિત= જેમાં ઉપચાર કરવામાં ન આવે અર્થાત્ વિના
ઉપચારે જે જણાય. ૭. ઉપચરિત= જેમાં ઉપચાર (આરોપ) કરવામાં આવે. જે આરોપથી
જણાય તે. ૮. સ્વજાતીય=જીવ દ્રવ્યમાં જીવદ્રવ્યનો ઉપચાર કરાય તે સ્વજાતીય. ૯. વિજાતીય= અજીવદ્રવ્યમાં જીવદ્રવ્યનો ઉપચાર કરાય તે વિજાતીય. ૧૦. ઉભયજાતીય= સ્વજાતીય એવા જીવદ્રવ્યમાં અને વિજાતીય એવા
અજીવદ્રવ્યમાં એમ ઉભયમાં જીવદ્રવ્યનો ઉપચાર કરાય તે
ઉભયજાતીય. ૧૧. અશુદ્ધ લાયોપથમિક ભાવના જે ગુણો છે કે જેમાં કર્મોનો ઉદય
પણ સાથે હોય છે તે. ૧૨. શુદ્ધ= ક્ષાયિકભાવના જે ગુણો છે તે. કે જેમાં કર્મોના ઉદયનો સંબંધ
નથી, તથા જે ગુણો આવ્યા પછી જવાના જ નથી તે શુદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org