Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
૯૫ ગાથાર્થ= આ બન્ને ગાથાઓમાં ગ્રંથકાર શ્રી જુદા જુદા નયોથી જીવનું કર્તુત્વ સમજાવે છે.- તે સમજતાં પહેલાં વ્યવહારનય અને નિશ્ચયનય તથા તેના ભેદોનું કંઈક સ્વરૂપ સમજી લઈએ.
વ્યવહારનય
નિશ્ચયનય
સદ્ભૂત
અસભૂત
અશુદ્ધ
અશુદ્ધ
શુદ્ધ અનુણ્યરિત
ઉપચરિત
સ્વજાતીય વિજાતીય ઉભયજાતીય
આ વિષય સમજવા માટે ઉપર લખેલા શબ્દોના અર્થો પ્રથમ સમજીને પછી તે નયોના અર્થો સમજીએ. ૧. નય= દૃષ્ટિ, વસ્તુનું સ્વરૂપ સમજવાનું લક્ષ્ય, અપેક્ષા, નીતિરીતિ. ૨. વ્યવહારનય= ભેદગ્રાહી દૃષ્ટિ, જે તે દ્રવ્યો અને પર્યાયો જીવથી
ભિન્ન છે, તેને જોનારી જે દૃષ્ટિ, અથવા અભિન્ન હોવા છતાં પણ
વિવક્ષાના વશથી ભિન્ન રીતે જોનારી જે દૃષ્ટિ તે વ્યવહારનય. ૩. નિશ્ચયનય= અભેદગ્રાહી દષ્ટિ. જે તે દ્રવ્યો અને પર્યાયો જીવથી
અભિન્ન છે, તેને અભેદભાવે જોનારી જે દૃષ્ટિ તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org