________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
- ૯૩ તેવી જ રીતે પૂર્વબદ્ધ પુણ્ય-પાપની અઘાતી કર્મોની ૪૨+૩૭ પ્રકૃતિઓના ઉદયને આધીન થઈને (તે કર્માનુસરે) આ જીવે સુખસામગ્રી અને દુઃખસામગ્રી મેળવી છે. પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. તેથી શરીર, ઈન્દ્રિય, પુત્રાદિ પરિવાર, ધન-કંચન તથા ગૃહાદિનો કર્તા વાસ્તવિકપણે તો પોતાની ઈચ્છા પ્રમાણે પુણ્ય-પાપકર્મોનો ઉદય જ બનાવનાર છે. જીવ નથી. જીવ તો તે તે કર્મોની આજ્ઞા પ્રમાણે કર્મચારીની જેમ ઉપચારથી (વ્યવહારથી) કર્તા છે. શરીરનું કર્તુત્વ જો જીવનું જ હોત તો સર્વે જીવો સુંદર-રૂપાળું અને સર્વ અંગોથી પરિપૂર્ણ જ શરીર બનાવત. ઈન્દ્રિયોનું કર્તુત્વ જો જીવનું હોત તો અંધાપો કે બહેરાશ મેળવત જ નહીં. એમ સર્વત્ર જાણવું.
પૂર્વે બાંધેલા પુણ્ય-પાપ કર્મો કે જે કાર્મણવર્ગણાના પુદ્ગલદ્રવ્યરૂપ છે. તે સર્વે દ્રવ્યકર્મો કહેવાય છે. તેના ઉદયથી પ્રાપ્ત થયેલાં શરીર, ઈન્દ્રિય, પુત્રાદિ પરિવાર, ધન-કંચન અને ગૃહાદિ જે સુખ-દુઃખની સામગ્રી છે. તે સર્વે નોકર્મ કહેવાય છે, અને તે શરીર તથા ઈન્દ્રિયાદિ ઉપર જે રાગ-દ્વેષાદિ પરિણામો થાય છે, તે ભાવકર્મ છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્યકર્મો તથા તદુદયજન્ય શરીરાદિ સામગ્રીરૂપ નોકર્મ આ બને વસ્તુઓ જીવથી તત્ત્વતઃ પર છે. અને પરદ્વારા પ્રાપ્ત થઈ છે. છતાં મોહાન્ય એવો આ જીવ તેને પોતાની માને છે અને તેનું કર્તુત્વ પોતાનું માને છે. આ જ મહા અજ્ઞાન દશા છે. તે આત્મા ! તું આ અજ્ઞાનતાથી પરભાવનું કર્તુત્વ માનીને કર્મો બાંધીને તેની ઘાણીમાં પડે છે. (ફસાય છે.). આ દ્રવ્યકર્મો અને દ્રવ્યકર્મોના ઉદયજન્ય શરીરાદિ સામગ્રીરૂપ નોકર્મનો વ્યવહારનયથી તું કર્તા છે ( ઉપચારથી છે) વાસ્તવિક કર્તા નથી કાર બનાવનાર કર્માચારીઓના કર્તુત્વ જેવું પરાધીનતાએ તારૂં કર્તત્વ છે. વાસ્તવિકપણે એટલે સ્વતંત્ર રીતે તારૂં કર્તૃત્વ નથી. છતાં જેમ જેમ તે તે પદાર્થોનું કર્તુત્વ તું તારું માને છે. તેમ તેમ તેમાં થતા રાગ-દ્વેષાદિ કષાયો દ્વારા કર્મો બાંધીને તું સંસારમાં રખડે છે. કર્મબંધોની ઘાણીમાં પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org