Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી
ઉપરોક્ત ચર્ચાથી હવે સમજાશે કે પુત્રાદિ પરિવાર, ધન-કંચનાદિ, અને નગર, દેશ, રાજ્યાદિ જીવથી ભિન્ન એવા દૂર-દૂર રહેલા પદાર્થોનો આ જીવ કર્તા છે. એમ માનવું તે ઉપચરતવ્યવહારનય છે. પુત્રાદિપરિવાર, ધન-કંચનાદિ અને નગર, દેશ, રાજ્યાદિ વસ્તુઓ પુણ્ય-પાપના ઉદયથી મળી છે. એટલે પુણ્ય-પાપના ફળરૂપ છે. તથા રાગાદિ થવા દ્વારા નવા કર્મબંધમાં કારણ છે. અર્થાત્ અપૂર્વબંધમાં હેતુભૂત છે. એમ દ્રવ્યકર્મોના ફળરૂપ અને ભાવકર્મોના હેતુભૂત હોવાથી તે પુત્ર-પરિવારાદિને નોકર્મ કહેવાય છે. તે પદાર્થોનો આ જીવ કર્યા છે. એમ જે જાણવું તે ઉપરિત વ્યવહારનય છે.
જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ જે કર્મો છે તે કાર્યણવર્ગણાનાં પુદ્ગલોનાં બનેલાં છે. તેથી તે કર્મોને દ્રવ્યકર્મો કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યકર્મોનો આ જીવ જે કર્તા છે તે અનુપરિત વ્યવહારનય છે. પુત્ર-પરિવારાદિ દ્રવ્યકર્મોના ફળ સ્વરૂપ છે અને જીવથી ભિન્ન રૂપે છે. એકમેક સ્વરૂપે નથી અને દ્રવ્યકર્મો આત્માની સાથે એકમેક મિશ્ર થયેલાં છે. દ્રવ્યકર્મો મિશ્ર થયેલાં હોવાથી અનુપચિરત અને ઘરાદિ તથા પુત્રાદિ પરિવાર આત્માની સાથે મિશ્ર થયેલ ન હોવાથી ઉપચિરત એમ બે પ્રકારનો વ્યવહારનય છે. આ બન્ને પદાર્થો ૫૨ દ્રવ્ય છે. તેનું કર્તૃત્વ આત્મામાં લીધું. તેથી તે વ્યવહારનય છે. એમ ૩૫મી ગાથાની પ્રથમપંક્તિ સ્પષ્ટ થઈ કે પુદ્ગલોનો (ઘરાદિનો) અને કર્મોનો (અષ્ટવિધ દ્રવ્યકર્મોનો) આ જીવ જે કર્તા છે તે (અનુક્રમે ઉપચિરત અને અનુપરિત) વ્યવહારનય જાણવો.
૯૯
રાગ, દ્વેષ, કષાયાદિ જે ભાવકર્મો છે તેનો આ જીવ જે કર્તા છે તે અશુદ્ધ નિશ્ચયનય સમજવો. કારણકે રાગાદિ ભાવે આત્મા પોતે જ પરિણામ પામ્યો છે. ભિન્નદ્રવ્ય નથી. માટે નિશ્ચયનય કહેવાય છે અને કલુષિત પરિણતિ છે એટલે અશુદ્ધ કહેવાય છે. આ ૩૫મી ગાથાની બીજી પંક્તિનો અર્થ થયો. ચેતન એવો આ આત્મા કર્મોનો (એટલે કે રાગાદિ ભાવકર્મોનો) જે કર્તા છે તે (અશુદ્ધ) નિશ્ચયનય જાણવો. એમ ઉત્તમ વિચારોથી યથાર્થ સ્વરૂપને જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org