Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી
૧૦૩ છે સંસારમાં પણ કોઈ વ્યક્તિએ કોઈ સંસ્થામાં અથવા કોઈ દીન-દરિદ્રીને પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા હોય તો આપનાર તે વ્યક્તિ દાન કરનાર = દાતા કહેવાય છે. અને દાતા તરીકેના માનપાનને પામે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિએ કોઈના ઘરમાંથી પાંચ-પચીસ હજાર ઉઠાવ્યા હોય તો તે વ્યક્તિ ચોર કહેવાય છે. અને તેના ફળ રૂપે અપયશ તથા મારપીટ પણ પામે છે. આ વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. જો આ જીવ દાન અને હરણનો કર્તા ન માનીએ તો આ સઘળી વ્યવસ્થા જે જગપ્રસિદ્ધ છે તે ઘટશે નહીં.
આ પ્રશ્નનો ઉત્તર પ્રથમ શુદ્ધનયની દષ્ટિએ અને પછી વ્યવહાર નયની દ્રષ્ટિએ ગુરુજી આપે છે. કારણકે અત્યારે આપણા આત્મતત્ત્વનું સ્વરૂપ શુદ્ધાશુદ્ધ છે. એકલું શુદ્ધ પણ નથી અને એકલું અશુદ્ધ પણ નથી. પૂર્વબદ્ધ કર્મોના ઉદયજન્ય જે ઔદયિકભાવનું સ્વરૂપ છે તે સઘળું અશુદ્ધ છે અને પ્રારંભમાં ક્ષયોપશમજન્ય અને અંતે ક્ષાયિકભાવજન્ય જે સ્વરૂપ છે તે શુદ્ધ છે. એમ હવે સમજાવે છે. || ૪-૧ | ધર્મ નવિ દીએ નવા સુખ દીએ, પર જંતુને દેતો ! આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતો. શુદ્ધo | ૪-ર | જોગવશે જે પુગલ ગ્રહ્યાં, નવિ જીવનમાં તેલ | તેહથી જીવ છે જાજાઓ, વળી જુઓ દેહ છે ૪-૩ |
શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૩૮-૩૯ ! નવિ દીએ= આપી શક્તો નથી, દેતો- આપતો, આપમાં= પોતાનામાં, જોગવશેઃ યોગના વશથી, જુજુઓ= જુદો, દેહ= શરીર
ગાથાર્થ= વસ્ત્રાદિ પર પદાર્થો દીન-દરિદ્રી આદિ અન્ય પ્રાણીને આપતો એવો આ આત્મા અન્ય પ્રાણીને નથી તો ધર્મ આપી શકતો કે નથી તો સુખ (આનંદ) આપી શકતો. ધર્મ અને સુખ આદિ આત્માના ગુણોની સત્તા આત્મામાં જ રહે છે. (તે ગુણો પરમાં અપાતા નથી) એમ હૃદયથી (ભાવથી) જાણો. | ૪-૨ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org