Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પણ વધારે દુષ્કરતર છે. દ્રવ્ય ચારિત્ર એ ભાવચારિત્રની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. માટે અવશ્ય આદરણીય છે. પરંતુ વિષયવિકારોથી મનને જીત્યા વિના, યથાર્થપણે વૈરાગ્યવાસિત હૃદય કર્યા વિના, કેવળ એકલા દ્રવ્ય-ચારિત્ર માત્રથી કલ્યાણ થતું નથી. જ્યારે મન ભોગોમાં જ રમતું હોય છે. ત્યારે લોકલજજાથી, લોકભયથી, અથવા ઓઘ અને લોકસંજ્ઞાએ કરી, આ જીવ દ્રવ્યચારિત્ર પાળે, પરંતુ મન તો સતત વિષયભોગોમાં જ ડુબેલું હોય, ત્યારે આવા પ્રકારના જીવનું આ દ્રવ્ય ચારિત્ર ઉપકારક બનતું નથી. પુણ્યબંધ કરાવનાર બને છે. પરંતુ અક્ષયપદ આપનાર બનતું નથી. જે ૩-૧૧ /
અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તોલે . મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે ૩-૧૨ |
આતમ તત્ત્વ વિચારીએ છે ૩૩ | તકુમલ=શરીરનો મેલ,તોલેzતુલ્ય,મમકારાદિક=મમત્વાદિભાવ.
ગાથાર્થ= અધ્યાત્મદશા વિના કરાતી ધર્મક્રિયા મમતાદિનું કારણ બનતી હોવાથી શારીરિક મેલ તુલ્ય છે. એમ જ્ઞાની પુરુષો કહે છે. ૩૧૨
વિવેચન= જે જે આત્માઓએ આત્મશુદ્ધિ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું નથી. અમારો આ આત્મા મોહના દોષો અને વિકારોથી રહિત કેમ બને ? આવા પ્રકારની સાધ્યશુદ્ધિનું લક્ષ્ય આવ્યા વિના જે જે ધર્મક્રિયાઓ આ જીવ કરે છે. તેનાથી તે જીવ મમત્વભાવની વૃદ્ધિ કરે છે. અને અહંકારાદિ ભાવોને પણ પોષે છે.
સાધ્યશુદ્ધિ વિના કરાતાં વ્રત-તપ-જપથી આ જીવ “અમે આ ધર્મકાર્ય કર્યું તે ધર્મકાર્ય કર્યું. એમ ગણતરી કરીને પોતાની જાતની અંદર તેવાં તેવાં વિશેષણો લગાડીને ફોગટ ફુલાય છે અમારા જેવું ધર્મકાર્ય બીજા કોઈ જીવોમાં નથી. બીજા તો તેવા તેવા અપવાદોને સેવનારા છે. શિથિલાચારી છે. ઈત્યાદિ રીતે પોતાના જ આચરણની પ્રશંસા અને મહત્તા ગાતા છતા અભિમાની બનીને પરનિંદામાં જ રચ્યા પચ્યા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org