Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આસ્તિકતા એમ પાંચ અને વિશેષ ભેદ સ્વરૂપે ૬૭ બોલવાળા સમ્યક્ત્વગુણને પ્રાપ્ત કરીને યથાતથ્યપણે આત્મતત્ત્વનું જ્ઞાન મેળવવું જ પડશે. અજ્ઞાનતા એ ભવદુઃખનું મૂળ કારણ છે અને જ્ઞાનદશા એ ભવદુઃખના નાશનું પ્રધાન કારણ છે. તે આ પ્રમાણે
૬૪
આ શરીર એ પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુઓનું બનેલું છે. ચૈતન્ય રહિત છે. આ ભવમાં આવ્યા પછી બનાવ્યું છે. અને ભવ પૂર્ણ થતાં અહીં જ રહી જવાનું છે. તેથી શરીરથી આત્મા અને આત્માથી શરીર ભિન્ન પદાર્થો છે. હવે જો શરીર જ ભિન્ન છે. તો તે શરીરથી ઉત્પન્ન થયેલા પુત્રાદિ પરિવાર, ધનાદિ સંપત્તિ અને મિત્રાદિ પરિવાર તો આત્માથી ભિન્ન જ હોય એ વાત સમજાય તેમ છે. છતાં આત્મતત્ત્વનો અજ્ઞાની આ જીવ અજ્ઞાનની પરવશતાથી શરીર એ જ હું અને હું એ જ શરીર એમ સર્વત્ર અભેદ માની લે છે. તેથી શરીરના દુઃખે દુઃખી થાય છે. શરીરમાં રોગ આવ્યો, કાંટો વાગ્યો, પત્થર વાગ્યો, કોઈએ ચપ્પુ-છરી મારી, શરીર થાક્યું, અથવા કદરૂપતાવાળું બન્યું, ઈત્યાદિ શારીરિક દુઃખો આવતાં પોતાના માથે જાણે આભ તુટી પડ્યું હોય એમ માની આ જીવ દુ:ખી-દુ:ખી થઈ જાય છે. શરીરની સાથેની અભેદબુદ્ધિથી આ જીવ દુઃખી-દુઃખી થાય છે.
એવી જ રીતે પરિવાર, ધનસંપત્તિ, મિત્રમંડળી આ સર્વે પણ આત્મદ્રવ્યથી ભિન્ન દ્રવ્યો છે. ઉપરોક્ત દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય આ જીવ પરભવથી સાથે લાવ્યો નથી. પરભવમાં સાથે લઇ જવાનો નથી, જીવનાં છે જ નહીં, મોહના વશથી મારાં છે એમ માની લીધું છે. એટલે જ તેની વૃદ્ધિમાં હર્ષ, સુખબુદ્ધિ, અભિમાનાદિ થાય છે અને તેની હાનિમાં શોક, દુઃખ, બુદ્ધિ અને ભયભીતતા આદિ ભાવો થાય છે. આ રીતે આત્મતત્ત્વનું અજ્ઞાન એ દુઃખનું કારણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કેआत्माऽज्ञानं हि विदुषामात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैस्तत्तु न शम्यते ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org