Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬ ૨
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આવા પ્રકારનું જૈન આગમગ્રંથોમાં કહેલું આત્માનું યથાર્થ લક્ષણ જ્ઞાની ગીતાર્થ સદ્ગુરુઓ પાસેથી તથા આગમ-શાસ્ત્રોના અભ્યાસથી જ્યાં સુધી જાણ્યું નથી. ત્યાં સુધી અધ્યવસાયોની ભાવપરિણતિ નહી બદલાવાના કારણે ઉપર ઉપરનું ઉંચું ગુણસ્થાનક કેમ આવી શકે ? ઉપર ઉપરનાં ગુણસ્થાનકો એ કંઈ ઘટ-પટ જેવી પૌદ્ગલિક વસ્તુઓ નથી કે દોરડે બાંધીને ખેંચવાથી કે સાંકળે બાંધીને ખેંચવાથી આવી જાય. આ ગુણસ્થાનકો તો આત્માનો શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ ભાવપરિણામ છે તે તો મોહદશા દૂર કરીને આત્મહત્ત્વના શુદ્ધ સ્વરૂપને જાણવાથી અને જાણીને તેને પ્રાપ્ત કરવા માટેનો તે તરફ પ્રયાસ કરવાથી આવે છે. આત્મતત્ત્વના અજાણ જીવો આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી.
જેમ હીરા, માણેક, મોતી, સોનું, અને રૂપું આદિ ઝવેરાતની વસ્તુઓના અજાણ પુરુષો હીરા, માણેક આદિ કિંમતી વસ્તુઓની ખરીદ વેચાણ કરી શકતા નથી અને કદાચ ક્યાંયથી મળી જાય તો પણ કાગડાને ઉડાડવામાં ફેંકેલા પત્થરના ટુકડાની માફક સામાન્ય મૂલ્યમાં વેચી નાખે છે. તેમ આત્મતત્ત્વના અજાણ જીવો પૌદ્ગલિક ભાવોના રંગરાગમાં રચ્યા પચ્યા રહ્યા હતા તેમાં જ સુખબુદ્ધિ કરીને નરભવ હારી જાય છે. કિંમતી મળેલી આ સામગ્રી નિરર્થક ગુમાવી બેસે છે. માટે આત્મદ્રવ્ય, તેનાં લક્ષણો અને તેની પ્રાપ્તિના ઉપાયો આત્માર્થી આત્માઓએ અવશ્ય જાણવા જોઈએ અને તે તરફ આદરમાન કરીને તેને મેળવવા સાવધાન બનવું જોઈએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે
आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतः । यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठति ॥ १ ॥ आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् य आत्मनि । તવ તસ્ય ચારિત્ર, તારં ત તનમ્ | ૨ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org