Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
જ્ઞાનસારાષ્ટકમાં પણ કહ્યું છે કેज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । સ્વયે તૌ વાધે: પસ્તારયિતું ક્ષમ: | ૯-૧ |
જે આત્મા આત્મતત્ત્વનો જ્ઞાની છે. ધર્મક્રિયાયુક્ત છે. સમભાવ દશાવાળો છે. સંસ્કારિત આત્મા છે. ઈન્દ્રિયોના વિષયોને જિતનારો છે. તે જ આત્મા સ્વયં પોતે ભવસાગરને તરે છે. અને બીજાને તારવાને સમર્થ બને છે.
એટલે એકલી બાહ્યયતના (બહારથી પળાતી જીવોની જયણા અર્થાત્ હિંસાના આચરણથી નિવૃત્તિ, જીવને ઉપકારક થતી નથી. પરંતુ આન્તરશુદ્ધિનું કારણ બને તથા મોહદશાને ઢીલી કરવાનું કારણ બને એવા પ્રકારની જ્ઞાનદશાપૂર્વકની બાહ્યયતના જીવનું કલ્યાણ કરનારી બને છે. બાહ્ય જયણા પાળવી અવશ્ય જરૂરી છે. પરંતુ આંતરશુદ્ધિ કરનારી જ્ઞાનદશા પૂર્વકની જો તે હોય તો અલ્પકાળમાં મહાકલ્યાણ કરનારી બને છે.
અહીં જ્ઞાનદશા પણ આધ્યાત્મિક શાસ્ત્રોના અધ્યયન દ્વારા થયેલી આત્મજાગૃતિવાળી સમજવી, સ્કુલ, કોલેજ આદિનું વ્યાવહારિક જ્ઞાન, તથા માત્ર વિદ્વત્તા મેળવવાના આશયથી અથવા યશ-માન કે ધનાદિના આશયથી મેળવેલું ધાર્મિક જ્ઞાન પણ અહીં ન સમજવું. કારણ કે આવા પ્રકારનું વ્યાવહારિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન સ્વભાવદશાની પ્રાપ્તિનું કારણ બનતું નથી. પરંતુ મોહદશાની વૃદ્ધિનું કારણ બને છે. માટે તેવી જ્ઞાનદશા ન લેવી. અંતરશુદ્ધિ કરનારી એવી જ્ઞાનદશા પૂર્વકની બાહ્યયતના આ જીવને અતિશય ઉપકારક બને છે. તે ૩-૭ ||
આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં પૂ. ઉપાધ્યાયજી મ. સાહેબ જણાવે છે કેરાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલો / આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો છે ૩-૮ |
આતમ તત્ત્વ વિચારીએ . ૨૯ || મલ= મેલ, ગાળવા= ઓગાળવા, ઝીલો= લ્હાવો, પીલો= દૂર કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org