Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી સ્વામી છું. ગુણોરૂપી મારું ધન આ કર્મરાજાએ દબાવેલું છે. આવૃત કરેલું છે. કર્મરાજાએ ભૌતિક સુખ-દુઃખ અને તેનાં સાધનો મને આપીને તેમાં મારાપણાની બુદ્ધિ કરાવવા દ્વારા મોહલ્પ કર્યો છે.” આવી જ્યારે જ્ઞાનદષ્ટિ ઉઘડે છે. દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા દ્વારા વસ્તુ સ્વરૂપને યથાતથ્યપણે આ જીવ જ્યારે જાણે છે ત્યારે તે જીવનું મન તે કર્મબંધનો તોડીને પોતાના દબાયેલા આત્મધનને સ્વાધીન કરવા તરફ અંદર ને અંદર ઊંડું ઉતરે છે.
તેની પોતાની આંતરિક જ્ઞાનચક્ષુ રૂપી આ દૃષ્ટિ સુગુરુઓ દ્વારા શાસ્રાધ્યયનથી જ્યારે ખીલી ઉઠે છે ત્યારે તેને પોતાને જ બધું સ્વયં સમજાઈ જાય છે. દેખાઈ જાય છે કે રાગ-દ્વેષાદિ કષાયોની પરિણતિથી હું નવાં નવાં કર્મો બાંધું છું. અને ઉદયમાં આવેલાં તે કર્મો મારા ગુણોરૂપી આત્મધનને આવૃત કરે છે. લુંટે છે.અને મને વિવેકશૂન્ય, જડ બનાવે છે. મારા ગુણો એ જ મારુ ધન છે. બાહ્ય પદાર્થો એ મારા નથી. તેના પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ, વિષથી પણ વધુ ભયંકર છે.
રાગાદિ-પરપરિણતિને વશ થયેલો આ જ આત્મા કર્મોનો કર્તા, ભોક્તા છે. આ જીવ જ કર્મ બાંધે છે. જડવસ્તુ કર્મોની કર્તા ભોક્તા કદાપિ હોઈ શક્તિ નથી. વળી આ જ મારો આત્મા રાગાદિ પરિણતિને જો વશ ન થાય અને ક્ષાયોપથમિકભાવજન્ય તથા ક્ષાયિકભાવજન્ય આત્માના ગુણોરૂપી શુદ્ધ સ્વભાવદશામાં જ પરિણમન પામે તો આ જ આત્મા કર્મોનો અકર્તા અને અભોક્તા પણ બની શકે છે. આ રીતે ગુણોમાં રમણતા કરવી એ જ મારૂં કર્તવ્ય છે એમ અંતર્દષ્ટિથી જોતાં પોતાનું મન પોતાના ગુણોને વિકસાવવામાં જ લાગી જાય છે. બહારના બધા જ ભાવો ભ્રામક લાગે છે. સાંસારિક ભાવોમાંથી મન ઉભગી જાય છે.આન્તરિક જીવનમાં વૈરાગ્ય અને બાહ્યજીવનમાં ભોગસુખોનો ત્યાગ અનાયાસે જ આવી જાય છે. આવી આત્મતત્ત્વ તરફ જો દૃષ્ટિ જામી જાય, આત્મા તેમાં રમી જાય તો મન સ્થિર બની જાય છે. આકુળ-વ્યાકુલતા વિનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org