Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮ર
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે આત્માઓ પરભાવદશામાં રક્ત છે. અને તેના કારણે પાપની બહુલતાવાળા થયા છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે. તે આત્માઓ આશારૂપી પાશથી બંધાયા છતા ચાર ગતિરૂપ મહા અરણ્યમાં ભટકે છે.
પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા, તે કાટલું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા, આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં ૨હના.
પરદ્રવ્યોની આશા હંમેશાં નિરાશારૂપ જ છે. આ આશા જ જગતના જીવોને ફસાવનારી જાળ છે. તે જાળને કાપવાનો હંમેશાં પ્રયત્ન કરો, તો જ નિત્ય સુખની સ્થિતિ તમે પામશો.
આ પ્રમાણે પર દ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિરૂપ પર પરિણતિ અનેક પ્રકારના કલેશોનું, કષાયોનું અને દુઃખોનું જ કારણ હોવાથી તેને પીલીને (ત્યજીને) સમભાવ (મધ્યસ્થભાવ) એટલે કે રાગ, દ્વેષરહિત ઉપશમભાવમાં આવીને આત્મપરિણતિને આદરમાન કરનારા થાઓ. જે અનંત સુખ-સંપત્તિનું અને સ્વાધીન સુખનું તથા કલ્યાણનું કારણ છે. ૩-૮ ||
પર-પરિણતિથી આ જીવ જડતાને અનુભવનાર બને છે. તે સમજાવે છે
હું એહનો, એ માહરો, એ હું, એણી બુદ્ધિ ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ ને ૩-૯ છે.
આતમ તત્ત્વ વિચારીએ તે ૩૦ છે. એ હું આ શરીરાદિ તે હું, એણીક આવી, વિમાસે= વિચારે, એ માહરો= આ પરિવારાદિ મારો છે.
ગાથાર્થ= હું આ પુત્રાદિનો પિતા છું, આ પુત્રાદિ મારા છે. આ શરીરાદિ પુદ્ગલ સામગ્રી તે જ હું છું. આવા પ્રકારની મોહમયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org