Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થક રાગ અને દ્વેષ રૂપી મેલને ગાળવા માટે ઉપશમભાવ રૂપી જળથી સ્નાન કરો, આત્મ સ્વભાવની પરિણતિને સ્વીકારીને પર-પરિણતિને પીલી નાખો (આત્મામાંથી દૂર જ દૂર ફગાવી દો.) I ૩-૮ ||
વિવેચન= રાગ-દ્વેષ-અને અજ્ઞાનાદિ દુર્ગુણો એ આત્માનો મેલ છે. શરીરનો મેલ દૂર કરવા માટે સરોવર, નદી અથવા તળાવના જળથી જીવો જેમ સ્નાન કરે છે. તેવી રીતે આત્મામાં અનાદિકાળથી જામેલો આ રાગાદિરૂપ ભાવ મેલ દૂર કરવા માટે (પ્રશમભાવ-સમતાભાવ કે જે વીતરાગદશાની પ્રાપ્તિનું પ્રધાનતમ કારણ છે તેવા) ઉપશમભાવરૂપી જળથી તમે સ્નાન કરો. ઉપશમભાવમાં લયલીન બની જાઓ.
ભોગી જીવો મનગમતા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી મોહક વસ્તુઓ પ્રત્યે તથા પોતાના ભોગમાં સહાયક થનારી વ્યક્તિઓ પ્રત્યે રામાન્ય બને છે. અને અણગમતી વસ્તુઓ પ્રત્યે તથા પ્રતિકૂળ વર્તનારી વ્યક્તિઓ પ્રત્યે દ્વેષાન્ય બને છે. તથા સમ્યજ્ઞાન વિનાના મન, વચન, કાયાના શુભયોગ માત્રથી ધર્મક્રિયા કરનારા ધમી જીવો હિંસા-જુઠ-ચોરીઅબ્રહ્મ આદિ પાપક્રિયાઓ પ્રત્યે અને તેવી પાપ ક્રિયા કરનારા જીવો પ્રત્યે તિરસ્કાર ભાવ પૂર્વક પાન્ધ થાય છે. અને દયા, દાન, વ્રત આદિ ધર્મક્રિયાઓ પ્રત્યે અને આવી ધર્મક્રિયાઓ કરનારી વ્યક્તિઓ પ્રત્યે સ્નેહભાવપૂર્વક રાગાન્ધ બને છે. આવા પ્રકારનો આ રાગ અને દ્વેષનો પરિણામ આત્માને લેશમાં, આર્ત-રૌદ્ર ધ્યાનમાં નાખનાર હોવાથી અને પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ, શોક કરાવનાર હોવાથી ભાવમલ કહેવાય છે. અને કર્મ બંધાવનાર બને છે. આત્માના શુદ્ધિકારક એવા ઉપશમભાવથી આત્માને અળગો રાખે છે. તેથી આ રાગાદિ પરિણામ એ આત્મિક-મેલ છે. તે મેલ દૂર કરવા સમભાવરૂપી જળથી તમે સ્નાન કરો.
સાનુકૂળ કે પ્રતિકૂળ પૌદ્ગલિક વસ્તુઓની પ્રાપ્તિ, સુખ કે દુઃખના સંયોગો, આજ્ઞાંકિત કે આજ્ઞાબહિર્મુખ પરિવારની પ્રાપ્તિ, યશ-અપયશ કે માન-અપમાનની પ્રાપ્તિ હે આત્મન્ ! તારા પોતાના પૂર્વકૃત પુણ્ય-પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org