Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી
આત્મતત્ત્વનું અજ્ઞાન (એટલે કે પુદ્ગલદ્રવ્યોમાં અને પોતાના સિવાયના અન્ય જીવદ્રવ્યોમાં થયેલો મારાપણાનો ભ્રમ = મમત્વબુદ્ધિ અભેદબુદ્ધિ) તથા તેનાથી થયેલી રાગ-દ્વેષાદિની કાષાયિક પરિણતિ જીવને અપાર દુઃખ આપે છે. આકુલવ્યાકુલ કરે છે. બેબાકળો બનાવે છે. હાયવોયમાં અને શોકની ગર્તામાં નાખે છે. આ બધું જ દુઃખ વિદ્વાન પુરુષોને “આત્મજ્ઞાન” વડે એટલે ભેદજ્ઞાન વડે નાશ પામે છે. આત્મતત્ત્વના વિજ્ઞાનથી રહિત પુરુષો ગમે તેટલાં તપ આદિ ધર્માનુષ્ઠાનો કરે તો પણ તે દુ:ખ નાશ પામતું નથી.
=
આડોશ-પાડોશમાં રહેતા બે કુટુંબોમાં ઔપચારિક મિલન હોય છે. પરંતુ મમતા હોતી નથી, તેથી એકના સંયોગ-વિયોગે બીજાં કુટુંબ બહુ સુખી-દુ:ખી થતું નથી. તેવી જ રીતે પોતાના શરીરાદિનું આત્મા સાથે ઔપચારિક મિલન માત્ર જ થયું છે. વિયોગ અવશ્ય થવાનો જ છે. કાયમ કંઈ રહેવાનું જ નથી. આ શરીરદિ જીવનું પોતાનું કંઈ છે જ નહીં. આવું સમજનારા જ્ઞાનીને સંયોગ-વિયોગે બહુ સુખ-દુઃખ થતું નથી. અહીં ગજસુકુમાલ મુનિ, ખંધકમુનિના શિષ્યો, અને નમિરાજર્ષિનાં ઉદાહરણો સમજવાં. સંવેગરંગશાળામાં પણ કહ્યું છે કે
ते धन्ना सुकयत्था, जेसिं नियतत्तबोहरुई जाया । ને તત્તવોમોર્ફ, તે પુના સન્નમન્ત્રાળ ॥ ૧ ॥ जेसिं निम्मलनाणं, जायं तत्तसहावभोइत्तं । તે પરમતત્તસુદી, તેસિં નામ પિ સુદુર્ં ॥ ૨ ॥
તે મહાત્મા પુરુષો ધન્ય છે. કૃતપુણ્ય છે. કૃતાર્થ છે. કે જેઓને નિયતત્ત= પોતાના આત્મતત્ત્વની રુચિ પ્રગટ થઈ છે. તેઓ જ આત્મતત્ત્વના જ્ઞાનનો અનુભવ કરનારા છે અને સર્વ ભવ્યજીવોને પૂજનીય છે. ॥ ૧ ॥
આત્મતત્ત્વના શુદ્ધસ્વભાવનો અનુભવ કરાવનારું નિર્મળ જ્ઞાન જેઓને પ્રગટ થયું છે. તે જ મહાત્માઓ પરમ એવું જે તત્ત્વ છે તેના સુખને ભોગવનારા બને છે. અને આ સંસારમાં તેઓનું જ નામ શ્રેયસ્કર છે. ॥ ૨ ॥
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org