Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
પૂજ૧૫ હર્ષ-શોકના વિકારો દૂર કરવામાં આવે તો અવશ્ય દેહદુઃખ મહાફળને આપનાર જ છે. (અહીં અરણિકમુનિ, શાલિભદ્ર, ધન્ના અણગાર અને ગજસુકુમાલ મુનિ, આદિનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે) માટે મોહના નાશની બુદ્ધિ રાખીને અંતર્મુખ વૃત્તિએ જ્ઞાનદશા પૂર્વક જે સંયમ પળાય, દેહને દુઃખ અપાય તે જરૂર ઉપકાર કરનાર જ થાય છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કેકોઈ કહે લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ / તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે છે ૧-૧૫ | જો કષ્ટ મુનિ મારગ થાવે, તો બળદ થાએ સારો / ભાર વહે જે તાવડે તપતો, ખમતો ગાઢ પ્રહારો રે / ૧-૧૬
અર્થ= કોઈ પ્રશ્નકાર કહે છે કે- લોચ-વિહારાદિનાં કષ્ટ સહન કરવાં. અને ભિક્ષાવૃત્તિએ જીવન જીવવું. એ જે માર્ગ છે. પરંતુ તે વાત મિથ્યા છે. કારણ કે લોકસંજ્ઞાને અનુસરવું તે માર્ગ ન હોય. I૧-૧પ
જો કષ્ટ સહન કરીએ તે જ માર્ગ હોય. તો બળદને જ સારો કહેવો પડે. કારણકે ભારને ઉપાડતો, તાપમાં તપતો, જે ગાઢ પ્રહાર ખમે છે. ll૧-૧૬/
ઉપરોક્ત સાક્ષીપાઠો જોતાં કેવળ કષ્ટ સહન કરવું તે મુક્તિમાર્ગ નથી. પરંતુ વૈરાગ્યવાસિત હૃદયપૂર્વક, શાસ્ત્રોક્ત સૂક્ષ્મ અર્થબોધ પૂર્વક, શરીરાદિ પરદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ રૂપ પર પરિણતિના ત્યાગ પૂર્વક અને સ્વભાવદશાની પ્રાપ્તિનું લક્ષ્ય રાખવા પૂર્વક જે કષ્ટ સહન કરાય, સંયમ પળાય અને દેહદમન કરાય તે આત્મધર્મ છે. ૩-૬ /
અને તેવી સાધના જ સાચો મુક્તિમાર્ગ છે. આ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે. બાહિર યતના બાપડા, કરતાં દુહવાએ / અંતર જતના જ્ઞાનની, નવિ તેણે થાય છે ૩-૭ |
આતમ તત્ત્વ વિચારીએ / ૨૮ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org