Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
ગાથા ૨૪માં ઉત્કૃષ્ટ જ્ઞાનદશાને ચારિત્ર કહ્યું છે. અને આ ગાથામાં ઉત્કૃષ્ટજ્ઞાનદશાને સમ્યકત્વ કહ્યું છે. એમ સમજાવીને નિજ શુદ્ધસ્વભાવમાં વર્તવું, નિર્વિકલ્પ (મોહના વિકારો વિનાના) ઉપયોગમાં વર્તવું એ જ ચારિત્ર છે. અને એજ સમ્યકત્વ છે. એમ અભેદનયની દૃષ્ટિએ જ્ઞાન એ જ ચારિત્રાત્મક છે. અને સમ્યકત્વાત્મક છે. આ પ્રમાણે હોવાથી સમ્યગ્દષ્ટિ આત્મા સાંસારિક ઇન્દ્રિયજન્ય પૌદ્ગલિક સુખનો અભિલાષી હોતો નથી. પરંતુ અવિરતિ ભાવવાળા ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સાંસારિક કાર્યોમાં વર્તતો હોય છે. તેથી સાંસારિક સુખોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં થનારા રાગષના પરિણામો રૂપી જે ગ્રંથિ છે. તેને ભેદવાવાળો હોવાથી આત્મશુદ્ધિનો અર્થી હોય છે. પરંતુ સુખનો અર્થી હોતો નથી. અને તેનાથી અન્યથા ભાવવાળા મિથ્યાત્વી આત્માઓ ક્ષણિક અને ઉપચરિત એવા પૌગલિક સુખ-દુ:ખમાં જ અતિશય મુગ્ધ હોય છે. સતત તેમાં જ રચ્યાપચ્યા વર્તે છે. જ્ઞાનસાર અષ્ટકમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે
मन्यते यो जगत्तत्वं, स मुनिः परिकीर्तितः । સંખ્યત્ત્વમેવ તમૌન, નૌન સંખ્યત્વમેવ વા | ૧૩-૧ |
જે મહાત્મા પુરુષ જગતના તત્ત્વને સ્વ-પરના વિવેકપૂર્વક યથાર્થપણે જાણે છે તે જ મુનિ કહેવાય છે. સમ્યકત્વ એ જ મુનિપણું છે. અને મુનિપણું એ જ સમ્યકત્વ છે. આ જ શ્લોકના દ્રવ્યાનુયોગના પ્રખરઅભ્યાસી શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ પોતાની ટીકામાં લખ્યું છે કે
मुनेः निर्ग्रन्थस्य इदं मौनं, एवेति निर्धारणे, तत् सम्यक्त्वं, यत् यथा ज्ञातं तथा कृतमिति, तत्सम्यक्त्वं एव मुनित्वं सम्यक्त्वं वा, पुनः सम्यक्त्वं एव मौनं निर्ग्रन्थत्वम् ॥
આ પાઠોથી સ્પષ્ટ સમજાય છે કે સ્વ-પરના વિવેકપૂર્વક પોતાના આત્મસ્વરૂપને (આત્માના ક્ષાયોપથમિક અને ક્ષાયિકભાવોના ગુણોને) જ સ્વરૂપ માની તેમાં જ પારિણામિક ભાવે પરિણામ પામવું અને ઔદયિક ભાવથી પ્રાપ્ત થતા સુખ-દુઃખાદિના પ્રસંગો, એ પરસ્વરૂપ છે એમ સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org