Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ત્યાગ કરવો એ ભાવ ચારિત્ર છે. એક કારણ છે, બીજું કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને દ્રવ્યચારિત્રને ચારિત્ર કહેવામાં આવ્યું છે.
ઉપચાર (આરોપ) ક્યાં કરાય ? જ્યાં મુખ્ય વસ્તુનો સંભવ હોય ત્યાં ઉપચાર કરાય, રાજાના પુત્રને રાજા કહેવાય, શેઠના પુત્રને શેઠ કહેવાય. કારણકે કાળાન્તરે અનુક્રમે તે રાજા અને શેઠ બનશે તેવો સંભવ છે. અથવા કોઈક સ્થાને મુખ્યવસ્તુ હોય તો અન્યસ્થાને તેનો સંબંધ બતાવવા માટે ઉપચાર કરાય છે. જેમ સાચી નદી જ્યાં હોય છે ત્યાં તેના કાંઠાના ભાગને પણ નદી કહેવાય છે. વરસાદના પાણીથી ધાન્ય પાકતાં સારા ધંધા ચાલતાં લોકોના ઘરમાં ધન આવે છે તેથી “સોનું વરસે છે” એમ ઉપચાર કરાય છે. સાચો સિંહ જંગલોમાં છે તો જ તેના પુતળામાં સિંહનો ઉપચાર કરાય છે. તેવી રીતે દ્રવ્યચારિત્ર ભાવચારિત્રની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. માટે દ્રવ્યચારિત્રને ચારિત્ર કહેવાય છે. જો તે દ્રવ્યચારિત્ર ભાવચારિત્ર લાવનાર ન બને તો તે અવિરતિ જ છે. એમ જાણવું.
પરપદાર્થોનો ત્યાગ એ દ્રવ્યચારિત્ર છે. અને પરપદાર્થો પ્રત્યેના પ્રીતિ-અપ્રીતિ રૂપ સંબંધોનો ત્યાગ એ ભાવચારિત્ર છે. ભાવચારિત્ર પૂર્વકનું દ્રવ્યચારિત્ર કર્મક્ષયનો હેતુ બનવા દ્વારા મુક્તિપદનો હેતુ બને છે. અને ભાવચારિત્ર વિનાનું દ્રવ્ય ચારિત્ર સદાચારી જીવન હોવાથી પુણ્યબંધનો હેતુ બનવા દ્વારા દેવગતિ આદિનો હેતુ બને છે. આ કારણથી ઉત્તમ આત્માઓ પરદ્રવ્યોના ત્યાગ માત્રથી પુષ્ટિ (આનંદ) પામતા નથી પર પરિણતિના ત્યાગ પૂર્વકની સ્વભાવદશાની પ્રાપ્તિથી પુષ્ટિ (આનંદ) પામે છે. જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે
पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । પરતૃપિસમારોકો, જ્ઞાનિનસ્તન યુથો ૧૦-૫
પુદ્ગલોના પરસ્પર મળવાથી પુદ્ગલો વૃમિને-પુષ્ટિને પામે છે સ્કંધો બને છે. પરંતુ આત્મા તો આત્મભાવ વડે જ (પોતાના ગુણોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org