Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ ત્રીજી જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું ! તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું કે ૩-૧ |
આતમ તત્ત્વ વિચારીએ / ૨૨ ગુણઠાણું= ગુણસ્થાનક, ભલું સુંદર,ઉપરનું, તાણ્યું ખેંચવાથી
ગાથાર્થ= જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ (પારમાર્થિક સ્વરૂપ) આ જીવ જાણતો નથી. ત્યાં સુધી ઉપર-ઉપરનું ઉંચું ગુણસ્થાનક તાણવાની (ખેંચવાની) ક્રિયા માત્ર વડે કેમ આવે ? અર્થાત્ ન જ આવે. ને ૩-૧ ||
- વિવેચન= પ્રત્યેક શરીરમાં એક એક “આત્મા” નામનું સૂક્ષ્મ અને અરૂપી દ્રવ્ય છે. અને સાધારણ વનસ્પતિકાયના શરીરમાં એકએક શરીરમાં અનંત-અનંત આત્મદ્રવ્ય હોય છે. આ સર્વે આત્મા શરીરોમાં રહેલા હોવા છતાં શરીરોથી ભિન્ન અને સ્વતંત્ર પદાર્થ છે. અસંખ્ય પ્રદેશ, અનંતસ્વરૂપી, સૂક્ષ્મ, અતીન્દ્રિય અને સિદ્ધ પરમાત્માની જેમ અનંત અનંત જ્ઞાનાદિ ગુણમય દ્રવ્ય છે. કાદવથી ખરડાયેલા સ્ફટિકની જેમ જો કે સંસારી આત્મા કર્મમલથી ખરડાયેલા છે. છતાં સ્ફટિકની જેમ પોતાની શુદ્ધતાવાળા છે. પોતાની શુદ્ધતા ચાલી જતી નથી. આ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી તો જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મોનો કર્તા છે. અને વ્યવહારનયથી ગૃહાદિ પૌદ્ગલિક ભાવોનો તથા દ્રવ્યકર્મોનો કર્તા છે. પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોના ઉદયથી થયેલું ઔદયિકભાવનું સ્વરૂપ, આ આત્મામાં રાગ-દ્વેષની પરિણતિનું કારણ બનતું હોવાથી બાધક સ્વરૂપ છે. ક્ષયોપશમભાવથી થયેલું ગુણોના આંશિક આવિર્ભાવાત્મક સ્વરૂપ, અને સાયિકભાવથી થયેલું પરિપૂર્ણ ગુણોની પ્રાપ્તિવાળું સ્વરૂપ એ સાધ્ય સ્વરૂપ છે. આ આત્મા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. શરીરથી ભિન્નભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org