Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧
શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ બીજી
હવે સમજાશે કે સ્વભાવ દશામાં વેતનું પરપ્રેરિણતિનો ત્યાગ કરવો એ જ સાચો ધર્મ છે અને પરને પોતાનું માનીને રાગ-દ્વેષના પરિણામવાળા થવા રૂપ વિભાવદશામાં વર્તવું તે જ સાચો અધર્મ છે. આવા પ્રકારનું ધર્મતત્ત્વ (અને પ્રતિપક્ષપણે અધર્મતત્ત્વ) જ્ઞાની ગીતાર્થ સદ્ગુરુ સંસારી જીવોને આ રીતે સમજાવી રહ્યા છે. / ૨-૮ ||
રાગ અને દ્વેષના પરિણામને (ભલે પ્રશસ્ત હોય તો પણ) ધર્મ ન કહેવાય. આ વાત સમજાવે છેધર્મ ન કહીએ રે નિચે તેહને, જેહ વિભાવ વડવ્યાધિ ! પહેલે અંગે રે એણી પેરે ભાખીયું, કર્મે હોય ઉપાધિ / ર-૯ |
શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૯ વિભાવ= વિભાવદશા, વડવ્યાધિ= મોટો રોગ, ભાખીયું= કહ્યું.
ગાથાર્થ= રાગ અને દ્વેષના પરિણામાત્મક વિભાવદશા રૂપ જે મોટો રોગ છે. મોટી વ્યાધિ છે. તેને નિશ્ચયનયથી ધર્મ કહેવાતો નથી. આ પ્રમાણે આચારાંગ નામના પ્રથમ અંગમાં કહ્યું છે. આ રાગ અને ષના પરિણામ રૂ૫ ઉપાધિ કર્મોના ઉદયથી થાય છે. એટલે વૈભાવિક છે. સ્વાભાવિક નથી. મેં ૨-૯ ||
વિવેચન= આ સંસારમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, ધન અને પરિવારાદિનો વિરહ વગેરે જે કંઈ દુઃખ આવે છે તે સર્વે પૂર્વકૃત પાપકર્મના ઉદયજન્ય છે અને તેમાં જે અણગમા રૂપ દ્રષબુદ્ધિ થાય છે તે મોહનીય કર્મના ઉદયજન્ય છે. એવી જ રીતે ધન, કંચન, કામિનીના સંજોગો, આરોગ્ય, યશ, પ્રતિષ્ઠા આદિ જે કંઈ પણ સુખ આવે છે તે સર્વે પૂર્વકૃત પુણ્યના ઉદયજન્ય છે. અને તેમાં જે સુખબુદ્ધિ થાય છે. તે મોહનીય કર્મના ઉદયજન્ય છે. સારાંશ કે દુ:ખના સંજોગો અને સુખના સંજોગો પૂર્વકૃત પાપ-પુણ્યના ઉદયથી આવે છે અને તે સંજોગો રાગ, દ્વેષ થવામાં કારણભૂત બને છે. તેથી તે સંજોગોને નોકર્મ કહેવાય છે. આ સર્વે જીવના પોતાના નથી, પાપ અને પુણ્ય નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org