Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૮
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી બાંધેલ) એવાં કર્મોના ઉદયરૂપી ઉપાધિના સંબંધ વાળો જડ (અર્થાત્ અજ્ઞાની-મૂ) એવો આ આત્મા તેમાં મોહબ્ધ બને છે. પારદ્રવ્યજન્ય સ્વરૂપને પોતાનું માની લે છે આ જ વાસ્તવિક અધર્મ છે. મહાન અજ્ઞાનદશા છે. ૨-૭ |
આ જ વાત ગ્રંથકારશ્રી અત્યન્ત સ્પષ્ટ કરે છેજેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ ! પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ | ૨-૮ |
શ્રી સીમંધર સાહિબ સાંભળો / ૧૮ . રાતે ફૂલે= લાલ ફૂલથી, રાતડું= લાલ, શ્યામ ફૂલથી= કાળા ફૂલથી, જગ જીવને= જગતમાં રહેલા જીવને.
ગાથાર્થ= નિર્મળ અને ઉજ્જવલ એવું પણ સ્ફટિક જેમ લાલફૂલના સંપર્કથી લાલ, અને શ્યામફૂલના સંપર્કથી શ્યામ દેખાય છે તેવી જ રીતે નિર્મળ અને શુદ્ધ-બુદ્ધ એવા આ આત્માને સંસારમાં પૂર્વબદ્ધ એવા પુણ્યપાપના ઉદયથી રાગ અને દ્વેષના પરિણામો થાય છે. તે ૨-૮ /
વિવેચન= સ્ફટિકરત્ન સ્વાભાવિકપણે લાલ-લીલું-પીળું કે કાળું નથી. નિર્મળ છે. વલ છે. સફેદ છે. પરંતુ તેની સામે લાલ ફૂલ રાખવામાં આવે તો સફેદ એવું પણ સ્ફટિકરત્ન લાલ દેખાય છે. એવી જ રીતે કાળું-લીલું કે પીળું ફૂલ રાખવામાં આવે તો તે જ સ્ફટિકરત્ન કાળું, લીલું કે પીળું પણ દેખાય છે. આ ઉદાહરણમાં નિર્મળતા અને સફેદ સ્વરૂપ સ્ફટિકરનનું પોતાનું છે અને સહજ છે. તથા લાલ, કાળું લીલું, પીળું સ્વરૂપ તેવા તેવા ફૂલ વગેરે ઉપાધિભૂત અન્યદ્રવ્યોથી થયેલું છે અને તે ઔપચારિક છે. પરદ્રવ્યના સંપર્કથી પ્રતિબિંબિત થયેલું છે. ફૂલના સંપર્ક કાળે લાલ-લીલું, પીળું દેખાતું એવું તે સ્ફટિકરત્ન પોતે તો શ્વેત જ છે.
તેવી જ રીતે જગતમાં રહેલા આ તમામ સંસારી જીવો સ્વાભાવિકપણે તો શુદ્ધ-બુદ્ધ, અનંતજ્ઞાનાદિ ગુણોવાળા અને અત્યન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org