Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ બીજી
પપ વિવેચન= સંસારમાં રહેલા સર્વે જીવો દુઃખ અને દુઃખની સામગ્રીને તો ઉપાધિ સમજે જ છે. થોડું પણ જો દુઃખ આવ્યું હોય, માનહાનિ, ધનહાનિ, યશહાનિ, પરિવારહાનિ કે શારીરિક આરોગ્યહાનિ થઈ હોય ત્યારે ઇણનિષ્ટ વસ્તુઓના વિયોગ-સંયોગ કાળે માથા ઉપર દુ:ખના ડુંગરો તૂટી પડ્યા હોય તેમ હૈયામાંથી “હાય” શબ્દ ખરી પડે છે. આ રીતે દુઃખને અને દુઃખની સામગ્રીને ઉપાધિ છે એમ સર્વે જીવો સમજે છે. પરંતુ સુખને અને સુખની સામગ્રીને “આ પણ એક મોટી ઉપાધિ જ છે” એમ જીવો મોહવશ સમજતા નથી. પરંતુ સુખને અને સુખની સામગ્રીને વધારે વધારે મેળવવા પ્રયત્ન કરે છે. તેમાં સુખબુદ્ધિ કરીને લયલીન થવા પ્રયત્ન કરે છે. સુખનો રાગ એટલો બધો વધી જાય છે કે દાન-પુન્યાદિ કોઈ ધર્માનુષ્ઠાન આચરે તો પણ ભવાન્તરમાં દશ ગણું મળશે, પુણ્ય બંધાશે, સ્વર્ગ પ્રાપ્તિ થશે ઈત્યાદિ સાંસારિક સુખની જ આશાઓ અને તમન્ના હૈયામાં રાખે છે અને તેની જ પુષ્ટિ કરે છે. કેટલીકવાર તત્ત્વ નહીં સમજવાના કારણે ધર્મ પણ સંસારસુખ માટે જ કરે છે.
પરંતુ “પાપનો ઉદય” જેમ એક પ્રકારનું બંધન છે. તેમ “પુણ્યનો ઉદય” એ પણ પરદ્રવ્યની પરાધીનતા કરાવનાર હોવાથી અને જીવદ્રવ્યની સ્વતંત્રતાનો વિનાશક હોવાથી એક પ્રકારનું બંધન જ છે. એટલું જ નહીં પરંતુ તીવ્ર બંધન છે. કારણ કે પાપનો ઉદય અને તજજન્ય દુઃખ અનિષ્ટ હોવાથી તેનાથી ભયભીત થઈને પણ જીવો દૂર રહે છે. પરંતુ પુણ્યનો ઉદય અને તજ્જન્યસુખ અત્યન્ત પ્રિય હોવાથી બંધનરૂપ લાગતું જ નથી. આ જીવ તેમાં વધુ ને વધુ જકડાવાનું જ ઇચ્છે છે. સુખસામગ્રી વધારવા ઈચ્છે છે. આ સુખ સામગ્રી પણ આસક્તિ કરાવનાર છે. કર્મ બંધાવનાર છે. વિયોગકાળે દુઃખ આપનાર છે એવું જીવને સમજાતું જ નથી. એટલે પુણ્યનો ઉદય જીવને લલચાવનાર અને વધારે ફસાવનાર છે. માટે તીવ્રબંધન છે.
શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે દુઃખ, દુઃખની સામગ્રી અને પ્રતિકૂળતા આ બધું પાપના ઉદયજન્ય છે. તેથી તેના ઉપર જેમ કેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org