Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૪
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આંખ સારી થયે છતે ચશ્માં પણ ઉપાધિભૂત હોવાથી ત્યજવાનાં જ હોય છે. ઈત્યાદિ ઉદાહરણોથી સમજાય તેમ છે કે અશુભ કે શુભ જે કોઈ પણ રાગ-દ્વેષના પરિણામ છે તે કાષાયિક પરિણામ છે. તેથી સર્વે ઉપાધિભૂત છે. પરદ્રવ્યજન્ય છે. દ્રવ્યકર્મજન્ય અને નોકર્મજન્ય છે. રાતા અને શ્યામ ફૂલથી સ્ફટિકમાં થયેલી રક્તતા અને શ્યામતાની જેમ આરોપિત છે. જીવનું પોતાનું સ્વરૂપ નથી. પોતાની સાથે તે સામગ્રી આવી પણ નથી અને જવાની પણ નથી. તેથી તેને મારું માનવું આ જ વિભાવદશા છે. વડવ્યાધિ છે. અને અધર્મ છે. રાગ-દ્વેષના પરિણામને ત્યજવા એ જ સાચો ધર્મ છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
परसंगेण बन्धो, मुक्खो परभावचायणे होइ ।। सव्वदोसाण मूलं, परभावाणुभवपरिणामो ॥ १ ॥
પરપદાર્થના સંગ વડે બંધ થાય છે. અને પરભાવદશાના ત્યાગ વડે મોક્ષ થાય છે. પરભાવદશાના અનુભવનો પરિણામ એ જ સર્વદોષોનું મૂલકારણ છે
તેથી અપ્રશસ્તની જેમ પ્રશસ્ત રાગાદિ પરિણામ પણ ઉપાધિભૂત જ છે. અંતે હેય જ છે. નિશ્ચયનયથી અધર્મ જ છે. વીતરાગ થનારા આ આત્માને અંતે તે પણ ત્યજવા યોગ્ય છે. / ર-૯ ||
આખી વાતનો સારાંશ હવેની ગાથાથી સમજાવે છેજે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણી રે ધર્મ | સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવ શર્મ ૨-૧૦ ||
- શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૨૦ | નિરુપાધિકપણું= ઉપાધિરહિતતા, શિવશર્મ= મુક્તિનું સુખ.
ગાથાર્થ= આ આત્મામાં જેટલા જેટલા અંશે નિરુપાધિકદશા આવે છે તેટલા તેટલા અંશે ધર્મપ્રાપ્તિ થઈ છે. એમ જાણવું. અવિરતસમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકથી યાવત્ મુક્તિના સુખની પ્રાપ્તિ સુધી નિરુપાધિકતા રૂપ ધર્મની પ્રાપ્તિ ઉત્તરોત્તર અધિક અધિક જાણવી. છે ૨-૧૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org