Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પરિણામ થાય છે. એ જ રીતે સુખ, સુખની સામગ્રી અને અનુકૂળતા આ સર્વ પુણ્યના ઉદયજન્ય છે. તેથી તેના ઉપર રાગપરિણામ થાય છે. આ બન્ને પ્રકારનો ઔદયિકભાવ એ કર્મનું સ્વરૂપ હોવાથી જીવનું સ્વરૂપ જ નથી. તેથી આ બન્ને પ્રકારના થયેલા આત્મપરિણામ એ ઉપાધિરૂપ જ છે આત્માને બાંધનાર છે. એક પ્રકારની જાળરૂપ છે. જીવને જકડી રાખનાર છે. કર્મરાજા રૂપ પરદ્રવ્ય કૃત સામગ્રી છે. પોતાની નથી. તેથી તેના પ્રત્યે થતા રાગ અને દ્વેષના પરિણામો એ નિશ્ચયનયથી ઉપાધિ છે તથા તેના કારણભૂત જે દુ:ખ-સુખની સામગ્રીનો સંયોગ છે એ વ્યવહારનયથી ઉપાધિ છે. આ બન્ને ઉપાધિઓ એ જ અધર્મ છે. પાપ છે.
તથા નિશ્ચયનયથી રાગ-દ્વેષના પરિણામરૂપ ઉપાધિનો અને વ્યવહારનયથી દુઃખ-સુખની સામગ્રી રૂપ ઉપાધિનો જેટલા જેટલા અંશે આ જીવ ત્યાગ કરે છે અને ઉપાધિથી દૂર રહીને નિરુપાધિક બને છે તે જ સાચો ધર્મ છે. એટલે જ ગ્રંથકારશ્રી કહે છે કે જેટલા જેટલા અંશે નિરુપાધિકપણું જીવમાં આવે છે તેટલો તેટલો ધર્મ થયો છે એમ જાણવું. ઔદિયકભાવ એ આત્માનું સ્વરૂપ નથી પરંતુ ક્ષાયિકભાવ તથા પોતાના ગુણોમાં પરિણામ પામવા સ્વરૂપ પારિણામિકભાવ આ બે જ ભાવો જીવનું સ્વરૂપ છે અને તેના ઉપાયરૂપે (સાધનભાવપણે) ક્ષાયોપમિક ભાવ, એ પણ વ્યવહારનયથી આત્માનું સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ કરવી એ જ યથાર્થ ધર્મ છે.
સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે કેअस्य स्वलक्षणमिदं, धर्मस्य बुधैः सदैव विज्ञेयम् । सर्वागमपरिशुद्धं, यदादिमध्यान्तकल्याणम् ॥ ३-१ ॥ धर्मश्चित्तप्रभवो, यतः क्रियाधिकरणाश्रयकार्यम् । મતવિમેનૈતત્વનું, પુછ્યામિતેષ વિજ્ઞેયઃ ॥ ૩-૨ ॥ रागादयो मलाः खल्वागमे सद्योगतो विगम एषाम् । તત્ત્વ યિાત ડ્વ હિ, પુષ્ટિઃ શુદ્ધિશ્ન ચિત્તસ્ય ॥ ૩-૩॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org