Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિપાધિકતા સ્વરૂપ આ આત્મધર્મ ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચતુષ્કના ઉદયરૂપ ઉપાધિ ચાલી જવાથી ચોથું ગુણસ્થાનક આવે છે. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયરૂપ ઉપાધિ જવાથી પાંચમું ગુણસ્થાનક આવે છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાનાવરણ રૂપ ઉપાધિ જવાથી છઠું, પ્રમાદાત્મક ઉપાધિ જવાથી સાતમું, સમ્યકત્વ મોહનીયના ઉદયજન્ય શંકા, આકાંક્ષા આદિ અતિચારો રૂપ ઉપાધિ જવાથી આઠમું, હાસ્યષકના ઉદય રૂ૫ ઉપાધિ જવાથી નવમું, સંજવલનત્રિક અને વેદત્રિકના ઉદયરૂપ ઉપાધિ જવાથી દસમું, સંજવલન લોભના ઉદયરૂપ ઉપાધિ જવાથી અગિયારમું-બારમું, જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતકર્મોના ઉદયરૂપ ઉપાધિ જવાથી તેરમું, અઘાતી કર્મોની ત્રીસ પ્રકૃતિઓના ઉદય રૂપ ઉપાધિ જવાથી ચૌદમું, અને શેષ અઘાતીના ઉદયરૂપ ઉપાધિ જવાથી સર્વ કર્મોના ઉદયના નાશની સાથે પૂર્ણપણે નિરુપાલિક્તા મુક્તિમાં પ્રગટ થાય છે.
આ પ્રમાણે ચોથા ગુણસ્થાનકથી આંશિક નિપાધિકતા રૂપ જે ધર્મતત્ત્વની પ્રાપ્તિ થઈ છે. તે જ ઉત્તરોત્તર પુષ્ટિ-(વૃદ્ધિ) પામતાં અધિક અધિક નિરુપાધિકતાથી જ ઉપરનાં ગુણસ્થાનકો પ્રાપ્ત થતાં ચૌદમે ગુણસ્થાનકે અનાશ્રવભાવ-સર્વસંવરભાવ-શૈલેશીક આવવા છતાં ચાર અઘાતી કર્મોનો ઉદય ચાલુ છે. સર્વથા ઔદથિકભાવ ટળ્યો નથી. જ્યારે આ જીવ દેહનો ત્યાગ કરી એક સમયની સમશ્રેણીથી મોક્ષે જાય છે તે વખતે આ આત્મા સર્વકર્મરહિત, ઔદયિકાદિ ત્રણ ભાવ રહિત, માત્ર સાયિક અને પારિણામિકભાવે પરિણમન પામનાર, શુધ્ધ-બુદ્ધ-નિરંજનનિરાકાર, કેવળ જ્યોતિમય સ્વ-સ્વરૂપમાં જ રમણતા કરનારો બને છે. આ જ પૂર્ણ આત્મધર્મ છે. તે ર-૧૦ ||
નિરુપાધિક એવા શુદ્ધ આત્મધર્મમાં જ વર્તવાનો ઉપદેશએમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ પરપરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવિ પડીએ ભવકૂપ ને ર-૧૧ /
શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૨૧ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org