Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી - પોતાનામાં જ ધર્મસત્તા સમજાવાથી, દેખાવાથી અને પ્રાપ્ત કરવાની તમન્ના લાગવાથી જે આનંદ થાય છે તે આનંદ કોઈ અદ્ભુત હોય છે શબ્દોથી અવાચ્ય હોય છે. માત્ર અનુભવગોચર જ હોય છે. ર-૬ |
ધર્મ એ જીવના શુદ્ધસ્વભાવાત્મક પદાર્થ છે. તે સમજાવે છેજેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તેમ તે જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ / ર-૭ |
શ્રી સીમંધર સાહેબ સાંભળો | ૧૭ || નિર્મળતા= મેલ રહિતતા, પ્રબળ= તીવ્ર, અભાવ= ન હોવું.
ગાથાર્થ= જેમ સ્ફટિકરત્નની નિર્મળતા એ સ્વાભાવિક છે. તેમ જીવની શુદ્ધ-બુદ્ધ, નિર્મળ અવસ્થા એ સ્વાભાવિક છે. આ સ્વાભાવિક નિર્મળતા પ્રાપ્ત કરવી અને પ્રબળ કષાયોના ઉદયરૂપ મલીનતાનો અભાવ કરવો એ જ સાચો ધર્મ છે. એમ શ્રી વીરપરમાત્માએ ધર્મ પ્રકાશિત કર્યો છે. તે ૨-૭- |
વિવેચન= સ્ફટિક રત્નમાં રહેલી નિર્મળતા પોતાની છે. સ્વતઃ છે. કોઈ પણ અન્યદ્રવ્યની મિશ્રતાથી કરાયેલી નથી. પરંતુ તેની મલીનતા તેના ઉપર લાગેલી માટી-ધૂળ આદિ અન્ય દ્રવ્યોની મિશ્રતાથી જન્ય છે. મલીનતા દૂર કરવા પ્રયત્ન કરવો પડે છે. પરંતુ નિર્મળતા લાવવા પ્રયત્ન કરવો પડતો નથી. મલીનતા જાય એટલે અંદર રહેલી નિર્મળતા આપોઆપ સ્વતઃ જ પ્રગટ થાય છે. એવી જ રીતે સુવર્ણની ચમક (પીળાશ) પોતાની સ્વતઃ છે તેની મલીનતા તેમાં ભળેલા ચાંદી-ત્રાંબા આદિ અન્યદ્રવ્યજન્ય છે. કપડાંની ઉજ્જવલતા સ્વતઃ છે. મલીનતા અન્યદ્રવ્યજન્ય છે. તેવી જ રીતે આપણા બધાના શરીરોમાં ચૈતન્ય ગુણવાનું એક આત્મદ્રવ્ય છે. તેનું અનંતજ્ઞાનાદિ ગુણમય શુદ્ધ-બુદ્ધ નિર્મળ જે સ્વરૂપ છે. તે સ્વરૂપ સ્વાભાવિક છે. કોઈ પણ અન્ય પુદ્ગલાદિ દ્રવ્યજન્ય કે અન્યદ્રવ્યથી મિશ્રિત નથી. પોતાનું નિર્મળ જ્ઞાનાદિ ગુણોમય જે શુદ્ધસ્વરૂપ છે. આત્માનો ધર્મ છે. આ ધર્મતત્ત્વ આત્માનું પોતાનું સ્વરૂપ છે. પોતાનામાં જ રહેલું છે અને ત્યાંથી જ પ્રાપ્ત કરવાનું છે. તથા પ્રાપ્ત કરીને પણ ત્યાં જ રાખવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org