Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
४८
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા આ આત્મામાં થયેલી પરદ્રવ્ય જન્ય મલીનતા એ અધર્મ છે ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મથી થયેલી મલીનતા એ જીવનું સ્વરૂપ નથી માટે સ્વાભાવિક ન હોવાથી અને વિભાવિક સ્વરૂપ હોવાથી અધર્મ છે. શરીર, પરિવાર, ધન-કંચન, અને મિત્રાદિ બાહ્યભાવોના સંયોગોરૂપ ઔદયિકભાવોની જે પ્રાપ્તિ છે. તે નોકર્મ, પૂર્વબદ્ધ અને બધ્યમાન જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મ કે જે કાર્મણવર્ગણાનું બને છે તે દ્રવ્યકર્મ, અને આત્મામાં થતા રાગ-દ્વેષ-મમતા-મૂચ્છ-કલેશ-અને ક્રોધાદિના પરિણામો આ ભાવકર્મ છે. આ ત્રણે પ્રકારનાં કર્મો આત્મામાં મલીનતા જન્માવે છે. તે જ અધર્મ છે. તેવા પ્રકારના પ્રબળ રાગાદિ કષાયો સ્વરૂપ ભાવકર્મોનો અભાવ કરવો એ જ સાચો ધર્મ શ્રી વીરપરમાત્માએ પ્રકાશ્યો છે.
સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકનાથ, વીતરાગ એવા શ્રી વીરપરમાત્માએ જણાવ્યું છે કે વસ્તુસ્વરૂપે તો આ આત્મતત્ત્વ સ્ફટિકની જેમ અત્યન્ત નિર્મળ-અક્ષય-અરૂપી-સચ્ચિદાનંદમય-અનંતગુણોનો ભંડાર છે. પરંતુ (નોકર્મ-દ્રવ્યકર્મ અને ભાવકર્મ એમ) ત્રિવિધ કર્મના સંયોગે મલીન થયો છતો સંસારમાં જન્મ-મરણ-રોગ-શોક આદિ વિવિધભાવોને પામીને દુઃખી થાય છે. અને સંસારમાં ભટક્યા જ કરે છે. શાશ્વત સુખના અભિલાષી આત્માઓએ ત્રિવિધ કર્મોનો ક્ષય કરી પ્રથમ ક્ષાયોપથમિક ભાવે અને અન્ને ક્ષાયિકભાવે પોતાના ગુણો પ્રાપ્ત કરવા એ જ સાચો ધર્મ છે. પર પરિણતિનો ત્યાગ અને સ્વભાવદશાની પ્રાપ્તિ એ જ યથાર્થ અવિતથ ધર્મતત્ત્વ છે. અને તે આત્મામાં જ છે. બહાર નથી. જ્ઞાનસાર અષ્ટકમાં પૂજ્ય ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કે
निर्मलस्फटिकस्येव, सहजं रूपम्पत्मनः । अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥ ४-६॥
આત્માનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ નિર્મળ સ્ફટિક જેવું છે. એટલે કે શુદ્ધતા પોતાની છે. સહજ છે. પરંતુ પ્રાપ્ત થયેલાં (એટલે કે આત્માએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org