Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ બીજી
વિવેચન= પૂર્વની ગાથામાં મિથ્યાત્વી જીવનું સ્વરૂપ સમજાવ્યું. જ્યારે આ જીવમાં મિથ્યાત્વ ઢીલું પડે છે ત્યારે જ ધર્મની સત્તા (ધર્મતત્ત્વનું અસ્તિત્વ) પોતાનામાં છે એ વાત સમજાય છે. તેના ઉપર એક ઉપમા આપીને વસ્તુસ્થિતિ ગ્રંથકારશ્રી સમજાવે છે કે જેમ આ જગતમાં જ્યારે સૂર્ય ઉગે છે અને તે સૂર્ય ચારે તરફ જ્યારે પ્રકાશ પાથરે છે. પૂર્વે ફેલાયેલા અંધકારનો તે પ્રકાશ જ્યારે નાશ કરે છે. ત્યારે જ આ જીવ જગતને-(એટલે કે જગતના જીવોને) જગતમાં જ રહેલા પદાર્થોને પોતાની નરી આંખે જોઈ શકે છે. જે ઘટ-પટ આદિ પદાર્થો પહેલાં પોતાની પાસે હોવા છતાં પણ અંધકારના કારણે દેખાતા ન હતા. તે હવે દેખાવા લાગે છે.
તેવી જ રીતે જ્યારે સૂર્ય સમાન સંવિજ્ઞ પાક્ષિક ગીતાર્થ સદ્ગુરુ ભવ્ય જીવોને મળે છે. અને તે ગીતાર્થ ગુરુ શુદ્ધ સાધ્ય-સાધન દાવવાળી નિશ્ચયશુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિથી યુક્ત એવો સૂત્રાનુસારી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. અને તે જ્ઞાનરૂપી પ્રકાશથી જ્યારે મોહરૂપી તિમિર (એટલે કે મિથ્યાત્વ મોહરૂપી અંધકાર) દૂર થાય છે. ત્યારે તે જીવ પોતે જ પોતાનામાં જ રહેલ અનંતગુણમય ધર્મની સત્તા દેખે છે. જે દેખીને સહજ સુખના આનંદથી ભરપૂર થયેલો આ જીવ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે.
૪૫
અંધકારમાં ઉભેલી એક વ્યક્તિના હાથમાંથી પોતે પહેરેલી લાખોની કિંમતની એક વીંટી ધારો કે પડી જાય છે. ખોવાઈ જાય છે. શોધવા છતાં અંધકાર હોવાથી મળતી નથી. ત્યારે તે જીવ દુ:ખી દુ:ખી થઈ જાય છે. તેવામાં આકાશમાં સૂર્યનો ઉદય થાય. ચારે બાજુ પ્રકાશ પથરાય, અંધકાર નાશ પામે, પોતાના પગની પાસે જ પડેલી વીંટી દેખાય, તે જોઈને વીંટીનો માલિક રાજી રાજી થઈ જાય છે. તેવી જ રીતે સદ્ગુરુરૂપી સૂર્ય મળવાથી, જ્ઞાનરૂપી પ્રકાશ પથરાવાથી, મોહરૂપી અંધકારનો નાશ થવાથી પોતાનામાં જ રહેલા ગુણો રૂપી ધર્મની સત્તા આ સમ્યગ્દષ્ટિ જીવને દેખાય છે. અને તેથી તે જીવ જ્ઞાન-સુખના આનંદથી ભરપૂર બની રાજી રાજી થઈ જાય છે. ચિદાનંદમય બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org