Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી
૩૭ ભાવથી પ્રગટ થતા જ્ઞાનાદિ ગુણો એ જ આત્માનું ધન છે. એમ સમજી તેની જ શુદ્ધિ-વૃદ્ધિનું લક્ષ્ય જામવું અને ગુણોની પ્રગટતા અને ગુણોમાં જ રમવાનો આનંદ થવો એ જ સાચો ધર્મ છે. આવો ધર્મ નિજારમાં (પોતાના આત્મામાં) જ હોય છે. વળી તે મહાનુભાવ ! પરઘરમાં (પરદ્રવ્યમાં) ધર્મ છે. એવું સમજે છો. એટલે કે પૈસા ખરચીએ તો ધર્મ થાય છે. તીર્થે જઈએ તો ધર્મ થાય છે. એમ સમજીને તમે જ્યાં ત્યાં કસ્તુરીયા મૃગની જેમ ફરો છો. પરંતુ તે સાચું નથી. ધન ઉપરની મૂચ્છ-સ્પૃહા કરી આ ધન મારું છે એમ જે માન્યું છે. તે પરપરિણતિનો ત્યાગ કરવો, તે ધર્મ છે. જે પરપદાર્થોની ત્યાગબુદ્ધિ છે. તે જીવનો ધર્મ હોવાથી જીવમાં જ છે. તેવી જ રીતે તીર્થે જઈને સંસાર ભૂલવાની જો બુદ્ધિ હોય, તો તે સ્વપરિણતિ હોવાથી મોહના ત્યાગરૂપ પરિણતિને ધર્મ કહેવાય છે. જે પરિણતિ જીવમાં પોતાનામાં જ છે. ભમરાની જેમ તમે જ્યાં ત્યાં શા માટે ફરો છો ! ધર્મ પણ જીવમાં જ છે અને અધર્મ પણ જીવમાં જ છે. તે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારા દ્વારા સમજાવાતું ધર્મનું આ સ્વરૂપ તમે સાવધાનીથી સાંભળો. (ભૂલચૂક હોય તો સુધારો. અને સાચું હોય તો સાક્ષીભૂત બનો) એવા સેવકના હૃદયના ભાવ છે. તે ૨-૨ || પરમાર્થદષ્ટિએ અંધ એવા મિથ્યાદષ્ટિ જીવો બહાર ધર્મને શોધે છે. જેમ તે ભૂલો રે મૃગ દશદિશિ (દિશિદિશિ) ફરે, લેવા મૃગમદ ગંધા તેમ જગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યાષ્ટિ રે અંધ / ર-૩ |
- શ્રી સીમંધર સાહિબ સાંભળો || ૧૩ | દિશિદિશિ= દિશાએ દિશાએ, દશદિશિ= દશે દિશાએ, ટૂંઢ= શોધે.
ગાથાર્થ= જેમ બ્રાન્ડ એવો તે કસ્તુરી મૃગ કસ્તુરીની સુગંધ લેવા માટે દશે દિશાએ (દિશાએ-દિશાએ) ફરે છે. તેમ આ જગતમાં પરમાર્થને જોવામાં અંધ એવો મિથ્યાદૃષ્ટિ જીવ બહાર-બહાર ધર્મને શોધે છે. જે ૨-૩ II
વિવેચન= સંસારમાં સર્વે દ્રવ્યો પોતપોતાના ગુણોથી સદા સંયુક્ત જ હોય છે. અને તે તે દ્રવ્યો તે તે ગુણોથી સંયુક્ત હોય તો જ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org