Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-બીજી
સત્ય ધર્મ સમજાવનારા સગુરુની શોધ કરતાં કરતાં જ્ઞાની ગુરુની પ્રાપ્તિ
એમ ટૂંઢતાં રે ધર્મ સોહામણો, મિલીઓ સદ્ગુરુ એક તેણે સાચો રે માર્ગ દાખવ્યો, આણી હૃદય વિવેક ૨-૧
શ્રી સીમંધર સાહેબ સાંભળો ૧૧ | ઢંઢતાં શોધતાં, સોહામણો સુંદર, મિલીઓ મળ્યા, તેણે= તેઓએ.
ગાથાર્થ= આ પ્રમાણે સોહામણા (સુંદર યથાર્થ-સત્ય) ધર્મને શોધતાં શોધતાં એક જ્ઞાની સદ્ગુરુ પ્રાપ્ત થયા. તે મહાત્માએ હૃદયમાં વિવેક લાવીને સર્વત્ર અવિશ્વાસુ (સંભ્રમવાળા) થયેલા જીવને સાચો માર્ગ દેખાડ્યો. હે સીમંધરસ્વામી પ્રભુ ! અમારી વાત સાંભળો. || ૨-૧
વિવેચન= અનાદિ કાળથી સર્વે જીવો હિંસા, જુઠ-ચોરી, મૈથુન વગેરે પાપોમાં જ પ્રવર્તે છે. મારું-તારું કરીને કલેશ-કંકાસથી જ જીવન પૂર્ણ કરે છે. તેવા પ્રકારનું મોહમય અને કલેશમય જીવન જીવતાં જીવતાં તથાભવ્યત્વનો કાલ પરિપાક જેનો થાય છે તે જીવ પંચેન્દ્રિયત્વમનુષ્યત્વ-આર્યદેશ-ઉત્તમકુલ-જૈનત્વ વગેરે ધર્મસામગ્રી પામે છે. ત્યાં પણ મોહરાજાના સૈનિકો તેને પકડવા અને મોહબ્ધ કરવા પ્રયત્ન કરે છે. જીવ તેમાં ફસાય પણ છે. તેમ કરતાં કરતાં ક્યારેક ઉપર આવવાનો કાળ પરિપક્વ થાય, ત્યારે પાપકાર્યો પ્રત્યે જુગુપ્સા ઉપજે છે. પાપકાર્યો કરવાની તીવ્રતા મોળી પડે છે. મધ્યસ્થભાવ (નિર્ધ્વસપણાનો અભાવ) આવે છે. આત્માર્થ સાધક ધર્મતત્ત્વ જાણવાની ભૂખ લાગે છે.
નિર્દભ ભાવ રાખી ધર્મગુરુઓનાં પ્રવચન સાંભળવા આ જીવ ઉદ્યમી બને છે. ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા અને હિનાધિક જ્ઞાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org