Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત માત્રાવાળા વિવિધ ગુરુઓનાં પ્રવચનો જીવ સાંભળે છે. ઘણીવાર પ્રથમ ઢાળમાં કહ્યા પ્રમાણે કુગુરુઓનો યોગ પણ થઈ જાય છે. આત્માર્થ સાધવાની ભૂખવાળી ભૂમિકા સુધી આવેલો જીવ પાછો પુલાનંદી થયો છતો ધર્મના નામે અધર્મ તરફ પણ ઢસડાઈ જાય છે. ક્યારેક ધર્મવિમુખ પણ બની જાય છે. ધર્મદશા તરફ પ્રયાણ કરતો તે જીવ ચડતી-પડતી પામે છે. છતાં નજીકના કાળમાં જ કલ્યાણ થવાની રહેલી સત્તા (નિયતિ) જ, સાચો ધર્મ જાણવા તરફ અને સાચો ધર્મ જણાવનારા ગુરુની શોધ તરફ પ્રેરણા કર્યા જ કરે છે. તેની અંતર્ગત પ્રેરણાથી જ આ જીવ સોહામણા (યથાર્થ) ધર્મને અને તે ધર્મ સમજાવનારા ગુરુને શોધતો શોધતો ફરે છે.
જેમ જેમ કાળ જાય છે તેમ તેમ તેની ભવ્યતાની પરિપક્વતા વધે છે. અને સુયોગ્ય કાળ આવે છતે જૈનશાસન જયવંતુ હોવાથી સત્ય ધર્મતત્ત્વ સમજાવનારા કોઈ એક સગુનો યોગ આ જીવને થઈ જાય છે. પ્રાપ્ત થયેલા આ સદ્ગુરુ આત્મતત્ત્વના અને આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના ઉપાયોના સાચા જાણકાર અને અનુભવી હોવાથી તથા પરોપકાર પરાયણ હોવાથી સંસારમાં ડુબેલા જીવને તારવાની ભાવકરુણા અને સાંભળવા આવેલા જીવની પાત્રતાને ઉચિત ધર્મોપદેશ આપવાનો વિવેક આ બન્ને ગુણો હૃદયમાં લાવીને હવેની ઢાળોમાં કહેવાતો (સમજાવાતો) યથાર્થ ધર્મ તેઓશ્રી આ જીવને જણાવે છે.
પગલાનંદી એવો આ સંસારી જીવ પણ વૈરાગ્ય પ્રાપ્ત કરી પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિને પીલીને સ્વગુણને અને તેના આનંદને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય કરે છે. અને આ રીતે સ્વ-પરનો ભેદ કરી ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા દ્વિબંધક - સકૂબંધક - અપુનબંધક - માર્માભિમુખ
( ૧ સીત્તેર કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફક્ત બે વાર જ બાંધે, પણ વધારે વાર ન બાંધે તેવી યોગ્યતા તેટ્રિબંધક. આ ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત એકવાર જ બાંધે તેવી યોગ્યતા તે સક્રબંધક.જ્યારે આવી ઉત્કૃષ્ટસ્થિતિ એકવાર પણ ન બંધાય, તેવી જે યોગ્યતા તે અપુનબંધક. વીતરાગ પરમાત્માએ બતાવેલા આત્માના હિતકારી સાચા માર્ગ તરફ આત્માનું વળવું. તે માર્ગાભિમુખ માર્ગ ઉપર ચઢવું તે માર્ગપતિત, અને માર્ગ ઉપર ચઢ્યા પછી મુક્તિ તરફ તે માર્ગે આગળ પ્રયાણ કરવું તે માર્ગાનુસારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org