Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી
અનુયાયી વર્ગનો ટેકો મળવાથી આવા ગુરુઓ મદોન્મત્ત થયા છતા નિર્ભયપણે પોતપોતાના નવા મતો આ શાસનમાં થાપે છે. અને જિનેશ્વરના વચનોનો ઉલટો-સુલટો અર્થ કરીને જૈનશાસનને ચાળણીની જેમ ચાળી નાખે છે. છિન્નભિન્ન કરે છે. તે વાત ગ્રંથકાર શ્રી કહે છે
કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે / જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે !
સ્વામી સીમંધરા વિનતિ. | ૧-૮ | કલહકારી કજીયાખોર, થાપતાનું પ્રસ્થાપિત કરતા, અન્યથાર વિપરીત, ઉલટું.
* ગાથાર્થ= કલેશને કરનારા અને કદાગ્રહ (હઠાગ્રહ)થી ભરેલા આવા ગુરુઓ ઢોલ વગાડીને જાણે જાહેરાત કરતા હોય, તેમ જિનવચનને વિપરીત કહીને પોતપોતાના મતો (ચોકાઓ) થાપી રહ્યા છે. | ૮ ||
વિવેચન= કુગુરુઓએ ગૃહસ્થોને ભવાન્તરમાં અનેકગણો લાભ બતાવીને લોભામણિ વૃત્તિથી પોતાના તરફ આકર્ષ્યા છે. અને ગૃહસ્થો તરફથી પ્રાપ્ત થતા અતિશય માનપાન, ધન અને પ્રશંસાદિથી ગુરુઓ ગૃહસ્થો તરફ અંજાયા છે. આમ પરસ્પર સહયોગ મળી જવાથી, જુગલજોડી બની જવાથી અને પોતપોતાના ક્ષેત્રમાં સત્તાવાળા અને અહંકારી બન્યા છે. કોઈ ત્રીજી વ્યક્તિ આ બન્ને વ્યક્તિઓને સાચું કહી શકે તેવી પરિસ્થિતિ રહી નથી. અને જો કોઈ કહેવાની હિમ્મત કરે તો એક-બીજાના ટેકાથી કહેનારી એવી ત્રીજી વ્યક્તિને ઉખેડીને ફેંકી દેવામાં આવે છે. સમાજબહાર-સંઘબહાર જાહેર કરવામાં આવે છે. અતિશય કજીયાનું રૂપ ધારણ કરવામાં આવે છે. આવા પ્રકારના કલહકારી આ જીવો છે.
વળી મારું જ સાચું છે. હું કહું છું તે જ બરાબર છે. ઈત્યાદિ. આગ્રહથી ભરપૂર ભરેલા છે. સાચી વાત સાંભળવા કે સમજવા આ જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org