Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જાણે હાથમાં શાસનની સત્તા આવી ગઈ હોય તેવા બન્યા છે. ગૃહસ્થો પાસેથી મનમાન્ય અર્થવ્યય કરાવવાથી અમારા ધારેલા કાર્યની સિદ્ધિ થઈ ગઈ છે. એમ મનમાં માની તેવા ગુરુઓ ફુલાય છે. દ્રવ્યની વધારે ઉપજ કરાવવા દ્વારા પ્રાપ્ત થયેલી પ્રશંસા અને મોટાઈથી અહંકારના પૂરમાં નાચી રહ્યા છે. ગૃહસ્થો પણ વિષયસુખના અને પ્રતિષ્ઠાના અર્થી હતા અને તેઓને તે મળી ગયું. અને ભવાન્તરમાં પણ મળશે જ એવી ગુરુજી પાસેથી આશા બંધાઈ ગઈ. આ રીતે પરસ્પર એકબીજા એકબીજાની પ્રશંસા કરતાં થાકતા જ નથી. પોતાની મોટાઈનાં વાજાં વગડાવવા દ્વારા ધૂમધામ ચાલી રહી છે. બન્ને જીવો માનના ખપ્પરમાં ધીંગામસ્તી કરી રહ્યા છે. મદિરાના નશાની જેમ મોહમાં ચકચૂર બનીને નાચી રહ્યા છે.
હે સીમંધરસ્વામી પ્રભુ ! આ કાળે ભરતક્ષેત્રમાં ધનની જ બોલબાલા છે. જ્ઞાનમાર્ગ તો ઘણો જ દૂર ચાલ્યો ગયો છે. જ્ઞાન ભણવાની, શાસ્ત્રો ફેંદવાની, આત્મતત્ત્વ જાણવાની, આત્માના ગુણરૂપી ધનને મેળવવાની, આત્મા એ શરીરાદિથી ભિન્ન, શુદ્ધ, નિર્મળ દ્રવ્ય છે એવી પવિત્રપરિણતિ પ્રાપ્ત કરવાની, નિશ્ચયષ્ટિ સાધવાની, ભેદજ્ઞાન કરવાની કોઈને કંઈ પડી જ નથી. ગુરુઓને પોતાની કીર્તિ અને માન વધારવાં હતાં તે મળી ગયાં છે અને ગૃહસ્થોને વિષયરસ જોઈતો હતો તે આ ભવમાં મળી ગયો છે અને ભવાન્તરમાં મળવાનો નિર્ણય થઈ ચૂક્યો છે. હવે ત્યાગ અને વૈરાગ્ય મેળવીને પણ શું કરવાનું ? અરસપરસ મેળ સારો મળી ગયો છે. બન્નેનો તાલ બરાબર જામી ગયો છે.
અલિતદશા, નિઃસ્પૃહદશા નિષ્પરિગ્રહતા આદિ મેળવવાની વાત તો દૂર રહો પરંતુ તે જાણવાની પણ કોઈને તમન્ના નથી. લિHદશામાં આવા ગુરુઓ અને તેમના અનુયાયીઓ એવા અંજાઈ ગયા છે કે શુદ્ધ આત્મતત્ત્વની તથા જ્ઞાનદશાની વાતો તો ઘણી જ દૂર રહી ગઈ છે. પરંતુ શુદ્ધ આત્મદશાની યત્કિંચિત્ ઝાંખી થવી પણ ઘણી દૂર થઈ ગઈ છે. હે સીમંધરસ્વામી પ્રભુ ! અમારા ભરતક્ષેત્રની આવી ઘણી બધી વાતો છે, તે વાતો કંઈક તો સાંભળો. / ૧-૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org