________________
૩૫
વિચારમાં મહાન શક્તિ રહેલી છે, આ વાત સર્વત્ર સ્વીકાર પામેલી છે. છેલ્લાં સો-દોઢ વર્ષથી New Thought movement પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી છે. અને વિચારશકિત વિષે ઘણાં જ પુસ્તકે ત્યાં લખાયેલાં છે. ગુજરાતી સાહિત્યમાં વિશ્વવંદ્યનાં (છોટાલાલ માસ્તરના) વિચારરત્નરાશિ વગેરે પુસ્તકમાં પણ વિચારોની શકિત વિષે ઘણું લખાયેલું છે. આપણું પૂર્વાચાર્યોએ ધ્યાનના સામર્થ્ય વિષે જે વર્ણવ્યું છે તેનું જ આ વિસ્તરણ છે.
ધ્યાનની વાત કેટલીક વાર માણસને ભ્રમણારૂપ અથવા તે મિથ્યા કલ્પનારૂપ લાગે છે. પરંતુ હકીકત જુદી છે. ધ્યાનમાની એ પ્રણાલિકા જ છે. માણસને જેવા થવાની ઈચ્છા હોય તેવા તત્ત્વનું ધ્યાન તેણે કરવું જ જોઈએ. જે પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા હોય તેનું ચિત્ર તેણે સુરેખ રીતે ચિત્તમાં–ચતન્યમાં રાખવું જ જોઈએ. ચૈતન્ય અનંત શકિતઓને ભંડાર છે.
ભારતીય દર્શનશાસ્ત્રોમાં વિજ્ઞાનવાદનું એક દર્શન છે. વિજ્ઞાનવાદના મત પ્રમાણે વિજ્ઞાન જ (ચૈતન્ય જ) અર્થનું રૂપ ધારણ કરે છે. નયચક્રમાં કહ્યું છે કે વિજ્ઞાનવાદ એ ઉપગ-એવંભૂતનયને પ્રકાર છે. દર્શનશાસ્ત્રોના વિજ્ઞાનવાદને અહીં સહેલાઈથી સમજાવી શકાય તેમ નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા, પરમાત્માના ગુણે તથા પરમાત્માની મંગળકારી પાવનશકિતઓને જે આપણે આપણું વિજ્ઞાનને (ચૈતન્યને) વિષય બનાવીએ અને એમાં સતત રમણતા કેળવીએ તે આપણું વિજ્ઞાન (આપણું ચૈતન્ય) જ તે રૂપે પરિણામ પામવાની અદ્દભુત પ્રચંડ શકિત ધરાવે છે. આપણા વિજ્ઞાનને (આપણું ચિતન્યને) તે તે રૂપે કેળવવું એ જ ધ્યાનને વિષય છે. પહેલાં જે Ideal Reality ભાવના સત્યરૂપે સૂકમ અવસ્થામાં હતું તે સતત ભાવનાથી સ્થૂલરૂપે પરિણામ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org