________________
પ્રતિમાશતક ગ્રંથ – મંગલ
॥ सिद्धाचलमंडन ऋषभदेवाय नमः । श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । सिरसा वंदे महावीरं ॥ ॥ ऐं नमः सिद्धम् । ॐ ह्रीँ अर्हं नमः ॥
॥ विजय प्रेम-भुवनभानु - जयघोष - धर्मजित - जयशेखर- अभयशेखरसूरिभ्यो नमः ॥
महामहोपाध्याय श्रीयशोविजयवाचकनिर्मितस्वोपज्ञवृत्तियुत
'प्रतिमाशतक' ग्रन्थः
गुर्जरभावानुवादयुतः ॥
ऐन्द्रश्रेणिप्रणतश्रीवीरवचोऽनुसारियुक्तिभृतः ।
प्रतिमाशतकग्रन्थ: प्रथयतु पुण्यानि भाविकानाम् ॥ १॥
पूर्वं न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैः, न्यायाचार्यपदं ततः कृतशतग्रन्थस्य यस्यार्पितम् । शिष्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः, सोऽयं ग्रन्थमिमं 'यशोविजय' इत्याख्याभृदाख्यातवान् ॥ २ ॥
अस्य प्रतिमाविषयाशङ्कापङ्कापहारनिपुणस्य । संविग्नसमुदयस्य प्रार्थनया तन्यते वृत्तिः ॥ ३॥
व्याख्यानेऽस्मिन् गिरां देवि ! विघ्नवृन्दमपाकुरु । व्याख्येयमङ्गलैरेव मङ्गलान्यत्र जाग्रति ॥ ४ ॥
1
શ્રી ટીકાકારનું મંગલ વગેરે –
શ્રી વીર ભગવાનની વાણી ઇંદ્રોની હારમાળાથી નમાયેલી છે. અથવા ઇંદ્રોના સમુદાયથી નમાયેલા શ્રી વીર ભગવાનની વાણીને અનુસરનારી જે યુક્તિઓ છે, તે યુક્તિઓથી આ પ્રતિમાશતક ગ્રંથ સુશોભિત છે. તેથી આ પ્રતિમાશતક ગ્રંથ ભવ્યજીવોના પુણ્યનો વિસ્તાર કરનારો થાઓ. ॥ ૧॥
જે યશોવિજય મહારાજને કાશીમાં પંડિતપુરુષોએ પ્રથમ ‘ન્યાયવિશારદ’ એવું બિરુદ આપ્યું હતું. અને સો ગ્રંથની રચના કર્યા બાદ ‘ન્યાયાચાર્ય’ એવું બિરુદ આપ્યું હતું. તથા જે યશોવિજય મહારાજ નવિજય વિબુધના શિષ્ય હતા. તે યશોવિજય મહારાજે શિષ્યોની પ્રાર્થનાથી આ ગ્રંથ રચ્યો છે. ॥ ૨ ॥
પ્રતિમાઅંગેની શંકારૂપ કીચડને દૂર કરવામાં નિપુણ=સમર્થ આ ગ્રંથની સંવિગ્નસમુદાયની પ્રાર્થનાથી ટીકા 113 11
હે સરસ્વતી દેવી ! આ વ્યાખ્યા કરવામાં આવતા વિઘ્નના સમુદાયને તું દૂર કર ! વ્યાખ્યેય(=જિનપ્રતિમા અથવા પ્રતિમાશતક મૂળગ્રંથ) સંબંધી મંગલોથી જ આ ટીકારૂપ વ્યાખ્યાનમાં પણ મંગલ જાગૃત=હાજર છે. ॥ ૪॥