________________
મૂળ જૈન ધર્મ અને
સમજવા ઇચ્છતા જ નથી. પણ સામાન્ય સંપ્રદાયવાદી સત્ય સમજવાને ઇંતેજાર હોય છે અને સત્ય જલ્દી સમજી પણ શકે છે.
કદર સંપ્રદાયવાદીઓ મારા લેખેથી રોષે ભરાઈ અને વિરોધી ગણે છે જેમ સ્થાનકવાસી શ્રી રતનલાલજી ડોશીએ મને વિરોધી ગો છે તેમ. પરંતુ મારા માટેની તેમની સમજણમાં મોટી ભૂલ એ છે કે હું કોઈપણ સંપ્રદાયનો વિરોધી નથી પણ તે સંપ્રદાયમાં જે કંઈટી માન્યતા પ્રવર્તતી હોય તેને વિરોધી છું..
જૈન ધર્મને એક મહાન સિદ્ધાંત એ છે કે ભૂલ કરી હોય તેની ખબર પડે કે તરત તેની માફી માગવી જોઈએ. ભૂલની માફી ન માગે તે સાચે જૈન જ કહેવાય નહિ. અનુભવ કહે છે કે જેના નામધારી કોઈપણ સંપ્રદાય ભૂલની માફી માગવામાં ધર્મ માનતો જ નથી. એટલું જ નહિ પણ કરેલી ભૂલને કોઈપણ રીતે સાચી ઠરાવવામાં જ ધર્મ માને છે.
ખોટી માન્યતા એ પણ એક જાતની ભૂલ જ છે. સમજદાર માણસનું કર્તવ્ય એ જ ગણાય કે-(૧) કાંતો બતાવેલી ભૂલ બેટી છે એટલે કે ભૂલ જ નથી એમ દાખલા દલીલથી સાબિત કરવું અથવા (૨) બતાવેલી ભૂલ ખરેખર ભૂલ જ હોય તે તેને સુધારવાને પ્રયત્ન કરો.
મારા લખાણથી જેઓને સેવ ઉત્પન્ન થાય તેમને પણ મારી એજ વિનંતિ છે કે મારી લખેલી કોઈપણ વાત તેમને બેટી લાગતી હોય તે તેમણે તેને બેટી તરીકે સાબિત કરી દેવી અને મારી વાત સાચી હેય તે મારા ઉપર રોષ કરવાને બદલે તે ભૂલ સુધારવા યથાશક્તિ પ્રયત્ન કરવા લાગી જવું તે લાભકારક થશે.
આ વાત વાંચક શ્રાવક, શ્રાવિકા તેમજ સાધુ સાધ્વી દરેકને લાગુ પડે છે. ખરું કહીએ તે સંપ્રદાયવાદ ઉત્પત્તિ કરનાર સાધુઓ જ છે. તેમજ શ્રાવકોને સંપ્રદાયવાદમાં પ્રેરનાર અને શ્રાવકોને કદર સંપ્રદાયવાદી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org