________________
મૂળ જૈન ધર્મ અને જૈન ધર્મ તે એવા પલટાઓ થવાનું માનતો જ આવ્યો છે અને અમુક અમુક વર્ષના અંતરે મહાન યુગપુરુષ થવાની વાત પણ જૈન શાસ્ત્રોએ સેંકડે નહિ પણ હજાર વર્ષ પહેલાં કરી દીધી છે. અને ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં યુગપલટા થયા હતા.
પાંચમાં આરામાં આજ સુધી જૈન ધર્મની અવનતિ થતી રહી છે. અને આ રીતે જ અવનતિ થતી રહે, ધર્મને પાસ થતો રહે તે તે બીજા એક હજાર વર્ષ પણ જૈન ધર્મ ટકી રહેવાનું અસંભવિત જ ગણાય. એમ બનવાનું જ નથી. ભગવાને કહ્યું છે કે જન ધર્મ આ આરાના અંત સુધી એટલે કે હજુ બીજા સાડા અઢાર હજાર વર્ષ સુધી જૈન ધર્મ ટકવાનું જ છે.
જૈન ધર્મ એટલો લાંબો વખત ત્યારે જ ટકી રહે છે જે તે હાલના કરતાં ઉચ્ચ સ્થિતિએ પહોંચે. તો પછી જનધર્મની ઉન્નતિ કરનાર કોઈ મહાપુરુષ જાગશે એમ નક્કી માની શકાય.
હવે કાળ ધર્મની ઉન્નતિ માટે જ આવશે એવા ચિન્હો વિચારકો, નિરીક્ષક જોઈ શક્યા છે, જોઈ શકે છે. એટલે હવે નજીકના ભવિષ્યમાં કોઈ મહાન આત્મા યુગપુરુષ તરીકે ઉત્પન્ન થશે એમ માની
શકાય છે.
અને એ મહાત્મા યુગપુરુષ હાલ પ્રવર્તતા સર્વસંપ્રદાયને તેમની જુદી જુદી માન્યતાઓમાં રહેલી ભૂલે સિદ્ધાંતની રૂએ સમજાવીને સર્વ સંપ્રદાયોને એક કરશે, સાંપ્રદાયિક માન્યતાઓને નાબુદ કરી એક ફક્ત શુદ્ધ જિન ધર્મની જ પ્રરૂપણ કરશે અને એ રીતે જૈન ધર્મની ઉન્નતિ કરશે એમ સ્વાભાવિક રીતે જ માની શકાય છે..
જ્યાં સુધી સંપ્રદાયો પિતપોતાની માન્યતા સંપૂર્ણ રીતે સત્ય હોવાનું ગુમાન રાખે છે, ત્યાં સુધી જૈન ધર્મની એકતા થવાનું અશકય છે એ વાત સૌ કોઈ સ્વીકારશે જ. અને તેથી યુગપુરુષનું પહેલું કર્તવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org