________________
મળ્યું નથી અને આજે તે કેમ દાખલ થઈ શકી ? સ્વામિન્ ! જે હકીક્ત હોય તે પ્રગટ કરી મને તે દુ:ખમાં ભાગીયણ બનાવી દુ:ખ કંઇક ઓછું કરે હું આપની અધગના હોવાથી મારી ફરજ છે કે સુખ દુઃખમાં આપની સાથે રહી તેમાં ભાગ લઉં.”
પિતાની પત્નીને કેમળ વચન સાંભળતાં મંત્રીનું હદય વધારે પીગળ્યું છતાં જરા વધારે હિમ્મત બતાવીને તે કહેવા લા –“પ્રિયતમા ! તને જોતાં મારી ચિંતામાં વધારે થાય છે. એક તરફ તારા પ્રેમનો પ્રતિબંધ મને આડે આવે છે અને બીજી બાજુ પુણ્યની પરીક્ષા કરવાને પ્રવાસની પ્રતિજ્ઞા લઈને ચાલ્યા આવું છું, પણ તારી ચિંતા મને ક્ષણભર મુગ્ધ બનાવી દે છે, બેલ પ્રિયા! તારી સંમતિ તે મારે લેવી પડશે ”
સ્વામીના વચનથી તે સમજી ગઈ કે –“પતિને પરદેશ જવાને પ્રસંગ આવ્યો છે, માટે હું તેમાં વિદ્ભકર્તા થઈશ, તે તે ભ ત્સાહ થઈ જશે. માટે તેમને એકદમ હતાશ બનાવવા એ કુલીન કાંતાને ધર્મ નથી. તેમના ઉત્સાહને કંઈક પાણી મળી શકે તેમ મારે અનુકૂળ થઈ જવું એગ્ય છે.” એમ ધારીને વિજયસુંદરી બેલી–“સ્વામિનાથ ! કેઈપણ કાર્યમાં મદદગાર થવાને બદલે હું બંધનરૂપ કે ચિંતારૂપ થાઉં એ શબ્દ સાંભળતાં મારું દિલ દગ્ધ થાય છે. કુલીન કામિનીનું એ કર્તવ્ય નથી કે પોતાના સ્વામીના કાર્યમાં તે વિન્નરૂપ થાય. માટે હવે જે વિચારે તમે સ્વયમેવ બાંધીને ચિંતાને સ્થાન આપ્યું છે તેથી નિવૃત્ત થઈ મને જે કંઈ ફરમાવશે, તે પ્રમાણે વિના વિચાર્યું હું કરવાને તૈયાર છું. આપના કાર્યમાં હું વિન્નરૂપ ન થાઉં તેમ વર્તાવા મારી ઈચ્છા છે.” - પ્રિયતમાના આ બેલથી મંત્રીને ન ઉત્સાહ આવ્યું. તે અંતરમાં બહુજ સંતુષ્ટ થયે. રતિને રતિભાર બનાવે અને રંભાને રેવરાવે તેવી રૂપવતી તથા સરસ્વતીને શરમાવે તેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org