________________
પણ એના વિષે જૈન સંસ્કૃતિ પૂરતા જ સીમિત નથી. તે સાર્વજનિક છે. સર્વોપગી છે, માત્ર જેનના વાડામાં તેને બાંધી શકાય નહીં. તે એટલા માટે કે જૈન સાહિત્યનું જે મુખ્ય લક્ષણ કે ધ્યેય છે કે તે આત્માને કર્મથી મુક્ત થવામાં સહાયક બને જ. આ લક્ષણ આ પ્રકારના લૌકિક સાહિત્યમાં મળતું નથી તેથી તેને જૈન સાહિત્યની અંતર્ગત કરવું આવશ્યક નથી. માત્ર વિદ્વાનોની તે તરફ ઉપેક્ષા છે તેના નિવારણ અર્થે તેને પરિચય જૈન સાહિત્યમાં અપાય તો તે ઉચિત જ છે.
પ્રસ્તુત વ્યાખ્યાનમાં જૈન સાહિત્યની જે નિષ્ઠા છે તેને આછા પરિચય આપવા પ્રયત્ન છે. આ કાંઈ આખરી શબ્દ નથી. વિચારકે વિશેષ ચર્ચા-વિચારણા કરે અને નિર્ણય ઉપર આવે એવી વિનંતી કરું તો અસ્થાને નથી.
આટલું વિચારવા માટે મને સમારોહના સંચાલકોએ જે અવકાશ આપ્યો અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌને અત્યંત આભારી છું.
(મહુવાના જૈન સાહિત્ય સમારોહમાં પ્રમુખપદેથી કરેલું પ્રવચન તા. ૨-૨–૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org