________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
એક રાત અનેક વાત ભવદત્ત મુનિએ વાત્સલ્યભરી આંખો ભવદેવની સ્નેહભીની આંખોમાં પરોવી દીધી.
ભિક્ષા લઈને મુનિરાજ ઘરેથી નીકળ્યા. વિદાય આપવા માટે રેવતી, રાષ્ટ્રકૂટ અને બીજા સ્નેહી-સ્વજનોની સાથે ભવદેવ પણ મુનિરાજની પાછળ પાછળ ચાલ્યો.
ભવદત્ત મુનિના હાથમાં ભિક્ષાથી ભરેલા પાત્રની ઝોળી હતી. ભવદેવે વજનદાર ઝોળી જોઈ કહ્યું :
ગુરુદેવ, મને આ ઝોળી આપવા કૃપા ન કરો? હું ઉપાડી લઈશ.”
ભવદત્ત મુનિએ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના ભિક્ષાપાત્રની ઝોળી ભવદેવને સોંપી દીધી.
સાધુજીવનના નિયમ મુજબ ભિક્ષાપાત્રની ઝોળી ગૃહસ્થને ઉપાડવા ન આપી શકાય... પરંતુ ભવદત્ત મુનિ તો ગીતાર્થ હતા...ગીતાર્થ મુનિને જે કાળે જે ઉચિત લાગે તે નિયમ! ગીતાર્થ મુનિ દીર્ઘદૃષ્ટિવાળા હોય. ગંભીર આશયવાળા હોય. સર્વસાધારણ નિયમો તેમના માટે બંધનકર્તા ન હોય.
શેરીના નાકે પહોંચ્યા એટલે સ્નેહીઓ વંદના કરીને પાછા વળ્યા. ગામના પાદરે પહોંચ્યા એટલે રેવતી-રાષ્ટ્રકૂટ વગેરે સ્વજનો વંદના કરી પાછા વળ્યા.
ભવદેવ મનમાં વિચારે છે : “મુનિરાજે પાછા જવાનું કહ્યું નહીં, છતાં આ બધાં સગા-સંબંધીઓ પાછાં ફરી ગયાં... ભલે, એ પાછાં ગયાં. પરંતુ જ્યાં સુધી ભાઈ-મુનિરાજ મને પાછા ફરવાનું ન કહે ત્યાં સુધી મારાથી પાછા ન જ ફરાય... આ મારા મોટાભાઈ છે. વળી, મેં માંગીને તેમની ઝોળી લીધી છે.... એ પાછી ન માગે ત્યાં સુધી મારાથી ઝોળી પાછી કેમ અપાય? હા, નાગિલા મારી રાહ જોતી હશે... વાંધો નહીં, ભાઈ-મુનિરાજને એમના સ્થાને પહોંચાડીને જલદી પાછો આવી જઈશ.”
ભવદેવ નહોતો જાણતો કે સાધુ કોઈ ગૃહસ્થને પાછા જવાનું ન કહે! વળી, ભવદત્ત મુનિ તો ભવદેવને પોતાની સાથે ગુરુદેવની પાસે લઈ જવા આવ્યા હતા! તેઓ ભવદેવને પાછા ફરવાનું કહે જ શાના!
ભવદેવ, આ એ જ ઊંચાં ઊંચાં વૃક્ષો છે. આપણે બચપણમાં આ વૃક્ષો પર ચઢતા હતા.. યાદ આવે છે?
“હા... અને આ સરોવરમાં આપણે કલાકો સુધી કરતા હતા... એક દિવસ મગરમચ્છ મને પકડવા આવ્યો હતો. ત્યારે આપે મને બચાવી લીધો હતો!
For Private And Personal Use Only