________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
એક રાત અનેક વાત - કુબેરદત્ત સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બન્યો. - તેણે સંસારત્યાગ કર્યો, સાધુ બન્યો. • કુબૈરસેનાને પુત્રપાલન કરવાની જવાબદારી હોવાથી તેણે શ્રાવિકા જીવનનાં
વતો ગ્રહણ કર્યા. - સાધ્વી કુબેરદત્તાએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
“હે પ્રભવ, હવે તું જ કહે કે આ સંસારમાં સંબંધોનું કેવું અને કેટલું મહત્ત્વ છે. એવા સંબંધોમાં જકડાયેલા રહેવું કેટલું ઉચિત છે?”
પ્રભવે કહ્યું : “કુમાર, સંસારના સંબંધોની નિઃસારતા તેં સમજાવી તે મને જચી, પરંતુ તે છતાં, મેં એક વખત રાજ્યસભામાં આવેલા એક વિદ્વાન સંન્યાસીના મુખે સાંભળેલું કે “જેને પુત્ર ન હોય તેની સદ્ગતિ નથી થતી. પુત્ર વિનાના પિતૃઓ મરીને નરકમાં જાય છે. આ દૃષ્ટિએ તારે ગૃહસ્થાશ્રમ માંડવો જોઈએ. પુત્રપ્રાપ્તિ કરવી જોઈએ... ને તે પછી તારે સંન્યાસ લેવો હોય તો લેજે .”
જંબૂકુમારે કહ્યું : “મપુત્રશ્ય તિર્નાસ્તિ’ આ વચનનો અર્થ જે તેં સાંભળ્યો છે તે ભ્રમપૂર્ણ છે. પુત્રો નથી તો પિતૃઓને તારતા કે નથી ડુબાડતા. પ્રભવ, આ વિષયમાં પણ હું તને એક સાચી બનેલી ઘટના સંભળાવું છું કે જે મેં શ્રી સુધર્માસ્વામીજીના મુખે સાંભળી છે.
તાપ્રલિપ્તિ નામની એક નગરી હતી.
તેમાં મહેશ્વરદત્ત નામનો એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેના પિતાનું નામ સમુદ્રદત્ત હતું. અઢળક સંપત્તિ હોવા છતાં એ લોભી હતો. મહેશ્વરની માતાનું નામ બહુલા હતું. બહુલા ખૂબ માયા-કપટ કરનારી હતી. અનેક પાપો કરીને તેણે પોતાનું જીવન વ્યર્થ ગુમાવ્યું હતું. - સમુદ્રદત્તનું મૃત્યુ થયું. તે મરીને એ જ નગરીમાં પાડો થયો. - બહુલાનું મૃત્યુ થયું. તે મરીને એ જ નગરમાં કૂતરી થઈ!
મહેશ્વરદત્તે પોતાનાં માતા-પિતાનું ઉત્તરકાર્ય કર્યું અને પોતાના વ્યાપારમાં મગ્ન બન્યો.
મહેશ્વરની પત્નીનું નામ હતું ગાગિલા.
ગાગિલા પર મહેશ્વરને અપાર પ્રેમ હતો. પરંતુ ગાગિલા વ્યભિચારિણી હતી. જ્યારે જ્યારે મહેશ્વર બહારગામ જતો ત્યારે ગાગિલા એના એક પ્રેમી સાથે વિષયસુખ ભોગવતી.
For Private And Personal Use Only