________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪.
એક રાત અનેક વાત જ્યારે રાજગૃહ નગરમાં આ મહાન ઘટનાના સમાચાર પહોંચ્યા ત્યારે હજાર સ્ત્રી-પુરુષો ગુણશીલ ચૈત્ય તરફ દોડવા માંડ્યાં. કુખ્યાત ડાકુઓનું થયેલું ગજબ હૃદયપરિવર્તન અને જીવનપરિવર્તન સહુને આશ્ચર્યમાં ગરકાવ કરનારું બન્યું. થોડા દિવસો પૂર્વે થયેલી જંબૂકુમાર વગેરેની દીક્ષાઓએ રાજગૃહને જ નહીં, સમગ્ર મગધ સામ્રાજ્યને હલબલાવી મૂક્યું હતું. આજે ફરીથી એવો જ જબ્બર આંચકો પ૦૦ ડાકુઓના જીવનપરિવર્તને આપ્યો હતો. અસંભવ જેવી લાગતી વાત સંભવિત બની ગઈ હતી.
પાંચસોય નૂતન મુનિવરો પંક્તિબદ્ધ બેઠા હતા. સહુના મુખ પર અપૂર્વ સમતાભાવ છલકાતો હતો. સહુની આંખોમાં સૌમ્યતા હતી. સહુ પ્રજાજનો એમનાં દર્શન કરીને ગદ્ગદ્ થઈ જાય છે. અહોભાવના ઉદ્દગાર મુખમાંથી સરી પડે છે.
શ્રીમતી શ્રમણા બની ગયા! ડાકુઓ સાધુ બની ગયા!
શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીરના ધર્મશાસનના લોકો મુક્ત કંઠે ગુણ ગાવા લાગ્યા. પેટ ભરીને પ્રશંસા કરવા લાગ્યા. ગુણશીલ ચૈત્યમાં વિરાટ માનવ મહેરામણ ઊભરાયો. આખો દિવસ લોકોની અવરજવર ચાલુ રહી.
સંધ્યા થઈ. સહુ શ્રમણોએ પ્રતિક્રમણ કર્યું. નૂતન શ્રમણોને મોટા શ્રમણોએ પ્રતિક્રમણ કરાવ્યું. તે પછી સહુ નૂતન શ્રમણો ભગવાન સુધર્માસ્વામી પાસે ભેગા થયા. સુધર્મા સ્વામીએ કહ્યું : “હે શ્રમણો, મેં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે સાંભળ્યું હતું કે સાધુજીવનનો પ્રાણ દયાધર્મ છે. માટે તમારે કોઈ પણ જીવને પીડા ન થાય, દુઃખ ન થાય એ રીતે દરેક ક્રિયા કરવાની છે. - નીચે જોઈને ચાલવાનું, કોઈ પણ જીવને પીડા ન થાય, એની કાળજી રાખીને
ચાલવાનું. - વિચારીને બોલવાનું, કોઈ પાપવચન, અસત્ય વચન ન બોલી જવાય, એની
કાળજી રાખીને બોલવાનું. - કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ વસ્તુના માલિકને પૂછીને લેવાની. ભિક્ષા
લેતી વખતે ૪૨ દોષમાંથી એકેય દોષ ન લાગે તેની કાળજી રાખવાની.
૪૨ દોષ તમને સ્થવિર મુનિઓ સમજાવશે. - કોઈ પણ વસ્તુ લેતાં-મૂકતાં કોઈ જીવની વિરાધના ન થઈ જાય, એની
કાળજી રાખવાની.
For Private And Personal Use Only