________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮. જબૂસ્વામીનું નિર્વાણ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ થઈ ગયા પછી, ભગવાને જ સ્વયં જેમને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા તે ગણધર શ્રી સુધર્મા સ્વામીએ ધર્મશાસનનું સુકાન સંભાળી લીધું હતું. અલબત્ત, ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી તે કાળે વિદ્યમાન હતા, પરંતુ તેઓ સર્વજ્ઞ-સર્વદર્શી બની ગયા હતા. શાસનનું સુકાન સર્વજ્ઞ-વીતરાગ મહાપુરુષ ન સંભાળી શકે. અનુશાસન માટે રાગ-દ્વેષ આવશ્યક હોય છે. સર્વજ્ઞ-વીતરાગી મહાપુરુષ રાગ-દ્વેષ રહિત હોય છે. એટલે શાસનનું સુકાન પાંચમાં ગણધર શ્રી સુધર્મા સ્વામીને સોંપવામાં આવ્યું હતું.
સુધર્મા સ્વામીએ પચાસ વર્ષની ઉંમરે સાધુતા સ્વીકારી હતી. ત્રીસ વર્ષ સુધી તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચરણસેવા કરી. ભગવાનનું નિર્વાણ થયા પછી પણ તેઓ બાર વર્ષ સુધી છદ્મસ્થ રહ્યા. એ અરસામાં શ્રી જંબૂસ્વામી અને પ્રભવ સ્વામીની દીક્ષાઓ થઈ. બાણું વર્ષની ઉંમરે શ્રી સુધર્મા સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ વીતરાગસર્વજ્ઞ બની ગયા. તેમણે પોતાના ઉત્તરાધિકારી શ્રી જંબૂ સ્વામીને ઘોષિત કર્યા હતા. એટલે તત્કાલીન જિનશાસનના તેઓ સુકાની બન્યા.
સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સુધર્માસ્વામી નિર્વાણ પામ્યા. સમગ્ર ભારતમાં શોક છવાઈ ગયો. મગધ દેશ તો શોકસાગરમાં ડૂબી ગયો. અનેક શ્રમણોએ અને શ્રમણીઓએ અનશન કરી દીધાં. અનેક શ્રાવક-શ્રાવિકાઓએ સંસારવાસ ત્યજી દઈ શ્રમણજીવન અંગીકાર કર્યું.
સૌથી વધારે વેદના અનુભવી શ્રી જંબુસ્વામીએ. ગુરુદેવના વિરહથી તેઓ ખૂબ વ્યાકુળ બની ગયા. અત્યંત વ્યથિત થઈ ગયા. પરંતુ શ્રી પ્રભવ સ્વામીએ તેમને જ્ઞાનગર્ભિત આશ્વાસન આપી ધીરે ધીરે સ્વસ્થ કર્યા.
હજારો સાધુ-સાધ્વીઓના યોગક્ષેમની મોટી જવાબદારી શ્રી જંબૂ સ્વામીના શિરે આવી. લાખો-કરોડો જૈનોના તેઓ શ્રદ્ધેય બન્યા. તેઓ વિશિષ્ટ જ્ઞાની હતા. મહાનૂ પુણયબળના સ્વામી હતા. સમગ્ર ચતુર્વિધ સંઘે તેમને પોતાના શિરચ્છત્ર માન્યા હતા.
તેમને પ્રભવસ્વામી જેવા સમર્પિત મેધાવી શિષ્ય મળ્યા હતા. પ્રભવ સ્વામીને શ્રી જંબૂસ્વામી પ્રત્યે અગાધ પ્રેમ હતો. પહેલી જ મુલાકાતમાં એ બન્ને વચ્ચે
For Private And Personal Use Only