________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
એક રાત અનેક વાત - જંબૂસ્વામીનો મોક્ષ થયો. - તેમનો આત્મા અજર, અમર, અક્ષય બની ગયો. - હવે તેઓ ક્યારેય સંસારમાં જન્મ નહીં લે. - અનંત કાળ... પૂર્ણ સુખ અને પૂર્ણાનંદ અનુભવતા રહેશે.
૦ ૦ ૦ જંબુસ્વામીના નિર્વાણ સાથે કેવળજ્ઞાનીનો યુગ સમાપ્ત થઈ ગયો. જિનશાસનની, અધ્યાત્મ માર્ગની સંપૂર્ણ જવાબદારી પ્રભવસ્વામીએ ઉઠાવી લીધી.
જંબૂ સ્વામીના વિરહની પાર વિનાની પીડા ધીરે-ધીરે ઘટતી ચાલી. રાગનાં બંધન ઢીલાં પડતાં ગયાં. અનેક કર્તવ્યોના પાલનમાં તેમનું મન પરોવવા લાગ્યું.
જંબૂ સ્વામીનું નિર્વાણ સાંભળીને વિંધ્યરાજ પ્રભુ ક્ષણનો ય વિલંબ કર્યા વિના પ્રભવસ્વામી પાસે આવી પહોંચ્યો. ‘ભગવંત, જયપુરને પાવન કરો.” પ્રયોજન શું છે પ્રભુ?”
આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરવાનું પ્રયોજન છે. આપ જયપુર તરફ વિહાર કરો એટલે હું રાજકુમારનો રાજ્યાભિષેક કરી મારી જવાબદારીથી, મુક્ત થાઉં. આપ ત્યાં પધારો એટલે આપનાં ચરણોમાં જીવન સમર્પિત કરું.”
“તારો નિર્ણય ઉચિત છે પ્રભુ, અમે આવતી કાલે જયપુર તરફ વિહાર કરીશું.'
પ્રભુએ પ્રભવ સ્વામીનાં ચરણોમાં ભાવપૂર્વક વંદના કરી, અને તે જયપુર તરફ ઊપડી ગયો.
પ્રભવસ્વામીએ શ્રમણ સમુદાય સાથે વિધ્યપ્રદેશ તરફ વિહાર કર્યો. વિહાર કરતા કરતા તેઓ વિંધ્યાચલની એ તળેટીમાં પહોંચ્યા કે જ્યાં પ૦૦ ડાકુઓની પલ્લી વસેલી હતી. આજે ત્યાં ભવ્ય અને સુંદર જિનમંદિર બની ગયું હતું. પથિકાશ્રમ બની ગયો હતો. નંદનવન જેવું ઉદ્યાન બની ગયું હતું. જિનમંદિરના બાહ્ય પરિસરની એક ભીંત ઉપર બૂસ્વામી અને એમની આઠ પત્નીઓનું મહાભિનિષ્ક્રમણ કંડારાયેલું હતું, તો એની સામેની ભીંત ઉપર પ્રભાવ અને એમના સાથીઓના ભવ્ય ત્યાગનું શિલ્પમાં આલેખન થયેલું હતું. તાદશ પલ્લીનું ચિત્ર અને પ00 ડાકુઓના જીવન પરિવર્તનનું જીવંત દૃશ્ય!
For Private And Personal Use Only