Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પ્રિયદર્શન
夫人人
એક રાત અનેક વાત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દાતા અનેક વાત
શ્રી પ્રિયદર્શન
[આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા
તૃતીય આવૃત્તિ વિ.સં. ૨૦૩૫, ૩૧ ઑગસ્ટ ૨૦૦૯
મંગલ પ્રસંગ રાષ્ટ્રસંત શ્રતોદ્ધારક આચાર્યદેવશ્રી પધસાગરસૂરિજીનો
૭પમો જન્મદિવસ. તિથિ : ભાદરવા સુદ-૧૧, તા. ૩૧-૮-૨૦૦૯, સાંતાક્રુઝ – મુંબઈ)
મૂથ પાકુ પેઠું ઃ રૂ૧૪૧.૦૦ કાચુ પુડું : રૂ. ૩૧.૦૦
આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
usleLS શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨પ૨
email : gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ – ૯૮૨૫૫૯૮૮પપ ટાઈટલ ડીઝાઈન : આર્ય ગ્રાફિક્સ - ૯૯૨૫૮૦૧૯૧૦
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखलती जवानी में १८ बरस की उम्र में वि.सं.२००७, महावद ५के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता.४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે. - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પાસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી, અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિચકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. - વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુન:પ્રકાશનના બધાજ અધિકાર સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જેને આરાધના કેન્દ્ર સંસ્થાના કૃતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી એક રાત અનેક વાત ગ્રંથને પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની
-
-
--
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે.
આ આવૃત્તિનું પ્રફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ પ્રૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, શ્રી આશિષભાઈનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કયૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ, શ્રી સંજયભાઈ ગુર્જર તથા બાલસંગભાઈ ઠાકોરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી.
અન્ત, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે..
ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પ્રવેશ કરે રાજગૃહ નગરના ગુણશીલ ચૈિત્યમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા. દેવોએ વિશાળ સુશોભિત સમવસરણ રચ્યું હતું. સમવસરણમાં બેસીને ભગવંત ધર્મદિશના આપતા હતા. સમવસરણમાં દેશના સાંભળવા દેવો આવ્યા હતા, મનુષ્યો આવ્યા હતા, પશુ અને પક્ષી આવ્યાં હતાં. ભગવંત અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હતા, પરંતુ સાંભળનારાં સહુ પોતપોતાની ભાષામાં સમજતાં હતાં. દેશનાનો પવિત્ર પ્રવાહ અનવરત વહી રહ્યો હતો. ત્યાં એક તેજસ્વી દેવ આવ્યો, તેણે ભગવંતને ભાવપૂર્વક વંદના કરી. તે હર્ષવિભોર બનીને યોગ્ય સ્થાને બેસી ગયો. દેશના પૂર્ણ થઈ, ત્યાં મગધસમ્રાટ શ્રેણિકે ઊભા થઈ, ભગવંતને વંદના કરી પ્રશ્ન પૂછ્યો : હે કરુણાનિધિ, આ ભરતક્ષેત્રમાં અંતિમ કેવળજ્ઞાની કોણ હશે?' ભગવંતે કહ્યું : શ્રેણિક, હમણાં જ જે દેવે આવીને મને વંદના કરી, હર્ષવિભોર બનીને બેઠો છે, તે વિદ્યુમ્ભાલી દેવ આ ભરતક્ષેત્રમાં અંતિમ કેવળજ્ઞાની બનશે!” સમવસરણામાં બેઠેલાં સહુએ વિદ્યુમ્નાલી સામે જોયું. વિદ્યુનાલીએ બે હાથ મસ્તકે લગાડી, પ્રભુને નમન કર્યું. ભગવંતે કહ્યું : “શ્રેણિક, આ દેવનું સાત દિવસનું આયુષ્ય બાકી છે. આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકથી તેનું ચ્યવન થશે. તેની સાથે તેની ચાર દેવીઓનું આયુષ્ય પણ પૂર્ણ થશે. તે પાંચેય તારા આ રાજગૃહ નગરમાં જન્મ લેશે!” “પ્રભો! રાજગૃહ નગર ધન્ય બની જશે!' હા, શ્રેણિક! ચરમશરીરી આત્માઓથી તે તે નગર અને તે તે કુલ ધન્ય બને છે. આ નગરના શ્રેષ્ઠી ઋષભદત્તના ઘરમાં વિદ્યુમ્માલી દેવ પુત્રરૂપે જનમશે. તેનું નામ “જંબૂકુમાર' રાખવામાં આવશે, તે અંતિમ કેવળજ્ઞાની બનીને મોક્ષમાં જશે.” ભગવંતની વાત સાંભળીને, સમવસરણમાં બેઠેલો એક દેવ ઊભો થઈને નાચવા લાગ્યો...! સમવસરણમાં બેઠેલા દેવો અને મનુષ્યો આશ્ચર્યથી એ દેવને જોઈ રહ્યા. For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકે ભગવંતને પૂછ્યું : ‘હે નાથ, આ દેવ હર્ષના અતિર્રકથી શા માટે નાચી
રહ્યો છે?’
ભગવંતે કહ્યું : ‘શ્રેણિક, આ નગરમાં ગુપ્તમતિ નામના એક શ્રેષ્ઠી હતા. તેમના બે પુત્રો : એક ઋષભદત્ત અને બીજો જિનદાસ.'
પેલો દેવ પોતાની જગાએ બેસીને ભગવંતની વાત એકાગ્રતાથી સાંભળવા લાગ્યો.
‘બે ભાઈઓ વચ્ચે મોટું અંતર હતું. ઋષભદત્ત અમૃત તો જિનદાસ વિષ! મોટો ન્યાયનિષ્ઠ, નાનો ઘોર અન્યાયી. મોટો સદાચારી, નાનો વ્યસની.
ગુપ્તમતિ શ્રેષ્ઠીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. મોટોભાઈ ઋષભદત્તે જિનદાસને વ્યસનો છોડી દેવા, અન્યાય-અનીતિ છોડી દેવા ખૂબ સમજાવ્યો, પરંતુ જિનદાસ ન સમજ્યો. રોજ રોજ જિનદાસનાં તોફાનોની ફરિયાદો આવવા માંડી. ઋષભદત્ત બધું સહન કરે છે, પરંતુ એક દિવસે કંટાળીને ઋષભદત્તે જિનદાસને ઘરમાંથી કાઢી મૂક્યો.
જિનદાસને જુગા૨ ૨મવાનું વ્યસન હતું. તેની પાસે પૈસા ન હતા, છતાં જુગારીઓના અડ્ડામાં જઈને જુગાર રમવા માંડ્યો. એક પછી એક દાવ તે હારતો ગયો. જુગારીઓએ પૈસા માંગ્યા... જિનદાસ ક્યાંથી પૈસા આપે? જુગારીઓએ તેને મારવા માંડ્યો... ખૂબ માર્યો... જિનદાસ મરણતોલ થઈ ગયો.
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો જિનદાસ રસ્તા પ૨ તરફડે છે... તેના સ્વજનોએ જિનદાસની આ હાલત જોઈ... તેઓ ઋષભદત્ત પાસે દોડતા પહોંચ્યા. તેમણે ઋષભદત્તને કહ્યું :
‘હે મહાનુભાવ, જિનદાસ ગમે તેવો છે, છતાં તારો નાનો ભાઈ છે. તેને મારવામાં આવ્યો છે.. રસ્તા વચ્ચે લોહીલુહાણ હાલતમાં તે પડ્યો છે, જીવનમૃત્યુ વચ્ચે ઝોલાં ખાય છે. હે ઋષભ, તું દયાળુ છે. દુઃખી જીવ દયાપાત્ર હોય છે... આ તો તારો સહોદર છે... દુઃખના સમયે દુઃખીના અવગુણ ના જોવાય...'
ઋષભદત્તની આંખોમાં આંસુ આવી ગયાં. તરત જ તે દોડ્યો... જ્યાં જિનદાસ પડ્યો હતો, ત્યાં પહોંચ્યો. જિનદાસનું મસ્તક પોતાના ખોળામાં લઈ... વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવતાં તેણે કહ્યું : ‘મારા વહાલા ભાઈ, તું ચિંતા ન કર. સ્વસ્થ થા. હું હમણાં જ તને વૈદ્ય પાસે લઈ જાઉં છું...'
જિનદાસે આંખો ખોલી. એણે આંસુ સારતા ઋષભદત્તને જોયો... તેણે મંદ સ્વરે... તૂટતા અવાજે કહ્યું : ‘મોટાભાઈ, મારા અપરાધ માફ કરો... મને ક્ષમા આપ્યું... હું દુરાચારી... હવે મારે જીવવું નથી. જીવવાની જરાય ઇચ્છા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી... મારા ભાઈ... મને અનશન કરાવો... મને ધર્મ સંભળા... મારો પરલોક સુધરે... બસ...'
ઋષભદત્ત ચોધાર આંસુએ રડી પડ્યો. તેણે જિનદાસને અનશન કરાવ્યું.. અને કહ્યું : “મારા વહાલા ભાઈ, તું સંસારની બધી મમતા ત્યજી દે... શરીરને પણ ભૂલી જા... એક માત્ર અરિહંત પરમાત્માને જો.. એમનું શરણ લઈ લે... ભાઈ, તું પ્રકાશ તરફ પ્રયાણ કરીશ.'
ઋષભદત્ત અંતિમ આરાધના કરાવતો રહ્યો... અને ત્યાં જ જિનદાસનું સમાધિપૂર્ણ મૃત્યુ થયું.
મરીને એ દેવયોનિમાં ઉત્પન્ન થયો. જંબૂદ્વીપનો સ્વામી બન્યો, એ જ આ “અનાઢી” દેવ છે... કે જે હમણાં નાચી રહ્યો હતો. પોતાને સદ્ગતિ પમાડનાર મોટાભાઈ ઋષભદત્તના ઘરમાં અંતિમ કેવળજ્ઞાની થનાર આત્મા અવતરશે.. એ જાણીને તે હર્ષવિભોર બનીને નાચવા લાગ્યો.!”
મગધસમ્રાટે અનાઢી દેવ સામે જોયું. બે હાથ જોડી પ્રણામ કર્યા. તે પછી વિન્માલી દેવ સામે જોઈ પ્રણામ કર્યા. વિદ્યુમ્માલી દેવનું તેજ , ઓજસ અને સૌભાગ્ય જોઈ શ્રેણિકે પુનઃ ભગવંતને પૂછ્યું :
હે તારણહાર! આ વિદ્યુમ્માલી દેવને જોઉં છું.... ને મને ખૂબ પ્રેમ જાગે છે. મીઠો લાગે છે આ દેવી અને પ્રભો, એનું તેજ કેવું ઝળહળે છે? હજારો દેવોમાં આવો દેવ તો એક વિદ્યુમ્માલી જ જોયો. હે નાથ, આ દેવે એના પૂર્વજન્મમાં એવી કેવી ધર્મ આરાધના કરી હશે? કેવાં વ્રત પાળ્યાં હશે? કેવું ઉત્કૃષ્ટ પુણ્યકર્મ બાંધ્યું હશે? પ્રભો, આ બધું જાણવાની મારી તીવ્ર જિજ્ઞાસા છે.”
આ પ્રશ્નના ઉત્તરમાં મળે છે જે બૂકમારના પૂર્વજન્મોની રોમાંચક અને રસપૂર્ણ વાર્તા. વાર્તા કહેનારા છે સર્વજ્ઞ-વીતરાગ ભગવાન મહાવીર.
સાંભળનારા હતાં સમવસરણમાં બેઠેલાં દેવો, મનુષ્યો અને પશુપક્ષીઓ. એ બધાંમાં મુખ્ય શ્રોતા હતા મગધ સમ્રાટ શ્રેણિક.
મેં આ વાર્તા વાંચી મહાકાવ્યની ભાષામાં. મહાકાવ્યની રચના કરનારા હતા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૩૯ માં ખંભાત શહેરમાં આ મહાકાવ્ય રચાયેલું છે.
ચાલો, હવે આ વાર્તા કહું છું ગદ્યની ભાષામાં!
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર્મ, કલા તથા શ્રત-સાઘનાનું આફ્લાદક ધામ
શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલું સાબરમતી નદીથી નજીક સુરમ્ય વૃક્ષોની ઘટાઓથી છવાયેલું કોબા તીર્થ પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. ગચ્છાધિપતિ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા અને યુગષ્ટા રાષ્ટ્રસંત આચાર્ય પ્રવર શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજીના શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ કરવામાં આવી. આચાર્યશ્રીની એવી ઈચ્છા હતી કે અહીં ધર્મ, આરાધના તથા જ્ઞાન-સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહીં, પણ અનેકવિધ જ્ઞાન અને ધર્મપ્રવૃત્તિનો મહાસંગમ થાય, એટલા માટે આચાર્ય શ્રી કેલાસસાગરસૂરીશ્વરજીની ઉચ્ચ ભાવનારૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી નીચેની શાખાઓમાં સતત પ્રયત્નોથી ધર્મશાસનની સેવામાં તત્પર છે.
(૧) મહાવીરાલય: હૃદયમાં અલૌકિક ધર્મોલ્લાસ જગાડનાર પરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો શિલ્પકલાયુક્ત ભવ્ય પ્રાસાદ મહાવીરાલય જોવા લાયક છે. પહેલા માળે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામી વગેરે ૧૩ પ્રતિમાઓના દર્શન અલગ-અલગ દેરીઓમાં કરી શકાય છે તથા ગ્રાઉન્ડ ફલોર પર આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાના દર્શન કરી શકાય છે. તમામ પ્રતિમાઓ એટલી સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવે છે કે જાણે કે સામે દર્શન કરવા બેઠા જ રહીએ!
મંદિરને પરંપરાગત શૈલીથી શિલ્યાંકનોથી રોચક પદ્ધતિથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં પગથિયાંથી શરૂ કરીને શિખરના ગુંબજ સુધી તથા રંગમંડપથી, ગર્ભગૃહનો દરેક પ્રદેશ જોતાં જૈન શિલ્પકલા આધુનિક યુગમાં પુનઃ જીવિત થઈ હોય તેવું લાગે છે. દરવાજા પર કોતરાએલા ભગવાન મહાવીરના પ્રસંગોમાં ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણીઓ, ૧૬ મહાવિદ્યાઓ, વિવિધ સ્વરૂપોથી સજ્જ અપ્સરાઓ, દેવો, કિન્નર, પશુ-પક્ષી તથા લતામંજરી વગેરે આ મંદિરને જૈન શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રમાં એક અપ્રતિમ ઉદાહરણ પૂરું પાડે છે.
મહાવીરાલયની ખાસ વિશિષ્ટતા એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના અંતિમ સંસ્કારનો સમય એટલે કે દર વર્ષે ૨૨ મે ના રોજ બપોરે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે વાગ્યે ને સાત મિનિટે મહાવીરાલયના શિખરમાંથી સૂર્યકિરણ શ્રી મહાવીરસ્વામીના કપાળને સૂર્યતિલકથી ઝગમગાવે એવી અનુપમ તથા અદ્વિતીય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે આ આલાદક પ્રસંગના દર્શન ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બનીને દર્શન કરે છે.
(૨) આચાર્ય શ્રી કેલાસસાગરસુરિ સ્મૃતિ મંદિર (ગુરુમંદિર) : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ પ્રશાંતમૂર્તિ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગમરમરનું નયનરમ્ય કલાત્મક ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્ફટિક રત્નોથી બનાવેલાં આ મંદિરમાં અનન્તલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીની મનોહર મૂર્તિ તથા સ્ફટિકમાંથી જ બનાવેલી ચરણપાદુકા ખરેખર દર્શનીય છે!
(૩) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (જ્ઞાનતીર્થ) : વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાન વારસાના વિશાળતમ સંગ્રહ ધરાવતા અદ્યતન સાધનોથી સંપન્ન શોધ સંસ્થાનના રૂપે પોતાનું નામ જાળવી રાખતું આ જ્ઞાનતીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આત્મા સ્વરૂપે છે આ જ્ઞાનતીર્થ પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામ ધરાવે છે. આચાર્ય શ્રી કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અંતર્ગત નીચે પ્રમાણેના વિભાગો કાર્યરત છે. (અ) દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર (બ) આર્ય સુધર્માસ્વામી શુતાગાર (પ્રિન્ટેડ ગ્રંથોની લાયબ્રેરી) (ક) આર્યરક્ષિત શોધસાગર (કપ્યુટર વિભાગ સાથે) (૩) સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય-આ કલાપૂર્ણ મ્યુઝિયમમાં પુરાતત્ત્વના અધ્યેતા તથા જિજ્ઞાસુ દર્શકો માટે પ્રાચીન ભારતીય શિલ્પકલાની પરમ્પરાના ગૌરવશાળી દર્શન અહીં કરી શકાય છે. પાષાણ તથા ધાતુની મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પર લખેલી સચિત્ર હસ્તપ્રતો, લઘુચિત્રપટ, વિજ્ઞપ્તિપત્રો, કાષ્ઠ તથા હાથીદાંતમાંથી બનાવેલી પ્રાચીન તેમજ અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તેમજ અન્ય પ્રાચીન વસ્તુઓને ખૂબ જ આકર્ષક તથા પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરવામાં આવી છે. (6) શહેર શાખા-પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓના સ્વાધ્યાય, ચિંતન અને મનન માટે જૈનધર્મની પુસ્તકો નજીકમાં જ મળી રહે તે હેતુથી જૈન લોકો જ્યાં વધુ રહે છે તેવા અમદાવાદના પાલડી ટોલકનગર વિસ્તારમાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની એક શહેરશાખા ઈ. સ. ૧૯૯૯ થી શરૂ કરવામાં આવી છે કે જે આજે ચતુર્વિધ સંઘના શ્રુતજ્ઞાનના અધ્યયન માટે સતત સેવા આપી રહી છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) આરાધના ભવન : આરાધકો અહીં ધર્મારાધન કરી શકે એટલા માટે આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ તથા પ્રકાશમય બે ઉપાશ્રયોમાં મુનિ ભગવંતો નિવાસ કરીને પોતાની સંયમ આરાધનાની સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે.
(૫) ધર્મશાળા : આ તીર્થમાં આવતાં યાત્રિકો તેમજ મહેમાનોને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન યાત્રિકભવન અને અતિથિભવન બનાવવામાં આવ્યાં છે. ધર્મશાળામાં વાતાનુકૂલિત (એ.સી.) તથા સામાન્ય એમ બધા મળી ૪૬ રૂમોની સુવિધા છે.
(૭) ભોજનશાળા અને અલ્પાહાર ગૃહ : આ તીર્થમાં પધારેલા શ્રાવકો, દર્શનાર્થીઓ, મુમુક્ષુઓ, વિદ્વાનો તેમજ યાત્રિકોને જૈન સિદ્ધાંતને અનુરૂપ સાત્ત્વિક ભોજન મળી રહે તે હેતુથી વિશાળ ભોજનશાળા અને અલ્પાહારગૃહ (કેન્ટીન)ની સુંદર સુવિધા ઉપલબ્ધ છે.
(૭) શ્રુતસરિતા : આ બુકસ્ટોલમાં વ્યાજબી ભાવે જૈન સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણો જેવા કે કેસેટ, સી.ડી. વગેરે પુરું પાડવામાં આવે છે. અહીં એસ.ટી.ડી. ટેલીફોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રકૃતિના ખોળે શાંત અને સુરમ્ય વાતાવરણમાં આ તીર્થસ્થાનનો વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો લાભ લે છે.
(૮) વિશ્વમૈત્રીધામ-બોરીજતીર્થ, ગાંધીનગર : યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સાધનાનું સ્થળ બોરીજતીર્થનો પુનરુદ્ધાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા તેમજ શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાથે સંલગ્ન વિશ્વમૈત્રી ધામના તત્ત્વાવધાનમાં પ્રાચીન દેરાસરના જીર્ણોદ્વાર રૂપે નવનિર્મિત ૧૦૮ ફૂટ ઊંચા વિશાળ મહાલયમાં ૮૧.૨૫ ઈંચના પદ્માસનસ્થ શ્રી વર્લ્ડમાનસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વર્તમાન મંદિરમાં આ સ્થળ પર જમીનમાંથી નીકળેલી ભગવાન મહાવીરસ્વામી વગેરેની પ્રતિમાઓની પ્રથમ પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવું મંદિર સ્થાપત્ય તેમજ શિલ્પ એ બંને જોવા જેવા છે. અહીં મહિમાપુર (પશ્ચિમ બંગાળ)માં જગત્ શેઠ શ્રી માણિકચંદજી દ્વારા ૧૮ મી સદીમાં કસોટી પથ્થરથી બનાવેલાં ભવ્ય અને ઐતિહાસિક જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને જૈનસંઘની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. નિસંદેહ એમાં આ તીર્થના પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતનાં જૈનશિલ્પનો અભૂતપૂર્વ સંગમ થયેલો છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* અનુક્રમ
=
=
o
o
..........
o
......
o
-
............
.CO
૧. ભવદત. ૨. ભવદેવ............. ૩. વ્યથા હૈયાની... ૪. ભવદત્ત મુનિ ............... પ. નાગિલા . ............ ૬. ઘટનાચક્ર ...
......... ૭. સાગરદત્ત .... ૮. શિવકુમાર ................................................. .............. ૯. વૈરાગીની વેદના ...
............ ૧૦. શિવકુમારના ઉપવાસ ....
.................. ૧૧. કલ્યાણમિત્ર : ધર્મેશ .... ૧૨. સ્વર્ગવાસ .
.................. ૧૩. જંબૂકુમાર ........
............ ૧૪. જંબૂનો વૈરાગ્ય .
......... .... ૯ : ૧૫. લગ્ન નક્કી થયાં.
..... ૧૦૩ ૧૬. પ્રભવ મળે છે!.
.. ૧૧) ૧૭. પ્રભવ-પ્રતિબોધ ............
.... ૧૧૭ ૧૮. સમુદ્રશ્રી અને પદ્મશ્રી ..............
.. ૧૨૬ ૧૯. પાસેના .......
.... ૧૩૪ ૨૦. કનકસેના અને નભસેના ...
................
....૧૪૩ ૨૧. કનકશ્રી અને કમળવતી ૨૨. જયશ્રી
..........
૧૫૭ ૨૩. દીક્ષા. દીક્ષા... દીક્ષા.... .......
૧૬૩ ૨૪. સાચી પ્રીત ........
૧૭૧ ૨૫. પ્રભવ જયપુરમાં ...............................................................૧૭૭ ૨૬. પ્રભુ સાથે પલ્લીમાં ........
.................. ૧૮૪ ૨૭. પ્રભવની દીક્ષા ................
.................૧૯૧ ૨૮. જંબુસ્વામીનું નિર્વાણ ...............
.. ૧૯૭.
.....
૨૨.
શ્રા ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧. ભવદd |
એ કાળે આચાર્યશ્રી મહીધર માગધ ભૂમિને પાવન કરી રહ્યા હતા. માગધ પ્રજા તેઓને તારણહાર માનતી હતી. લાખો જબાનો પર તેમના જ્ઞાનની અને ચારિત્રની પ્રશંસા રમતી હતી.
સુગ્રામ નગરના બાહ્ય ઉદ્યાનમાં તેઓ મુનિર્વાદ સાથે બિરાજ્યા હતા. પ્રતિદિન હજારો નગરજનો તેમનો ધર્મોપદેશ સાંભળી હર્ષ વિભોર બનતા હતા.
મધુ અને શર્કરાથી પણ વધારે મધુર વાણી આચાર્યદેવની હતી. તેમની આંખોમાંથી કૃપાની નિરંતર વર્ષા થતી હતી. તેમની વાણીમાંથી સમતાનું મીઠું અમૃત ઝરતું હતું. શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને વચનામૃતનું પાન કરતા હતા.
એક યુવક નિયમિત આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળવા આવતો હતો. તેનું નામ હતું ભવદત્ત. સુગ્રામના ધનપતિ રાષ્ટ્રકૂટનો એ મોટો પુત્ર હતો. જેવો એ રૂપવાન હતો, તેવો જ ગુણવાન હતો. જેવો એ બુદ્ધિમાન હતો તેવો જ સત્ત્વશીલ હતો.
ખૂબ તન્મય બનીને તે ઉપદેશ શ્રવણ કરતો હતો. શ્રવણ કર્યા પછી ઊંડા ચિંતનમાં ડૂબી જતો હતો. જે દિવસે એણે ઉપદેશમાં સંસારનાં સુખોની આસક્તિનાં ભયંકર પરિણામો સાંભળ્યાં, નરક અને તિર્યંચગતિનાં દુઃખોનું વર્ણન સાંભળ્યું, ક્રોધ-માન-માયા અને લોભના કરુણ અંજામ સાંભળ્યા, તેનું કાળજું કંપી ઊડ્યું. એ ઘેર ગયો પણ ભોજન ન ભાવ્યું. એ પલંગમાં સૂતો પણ નિદ્રા ન આવી.
બીજા દિવસે સવારે સ્નાનાદિથી જલદી પરવારીને તે આચાર્યદેવ પાસે પહોંચ્યો. વિનયપૂર્વક વંદના કરીને ઔચિત્ય જાળવીને તે બેઠો. આચાર્યદેવે તેને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. ભવદત્તે બે હાથ જોડી, મસ્તક નમાવીને કહ્યું:
ગુરુદેવ, ગઈ કાલનો આપનો ધર્મોપદેશ સાંભળીને મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું છે. ઘરનું કોઈ કામ ગમતું નથી, સંસારનું કોઈ સુખ ગમતું નથી.”
મહાનુભાવ, તારા હૃદયમાં વૈરાગ્યનો ભાવ જાગ્રત થયો છે. સંસારના સુખોનું સ્વરૂપ જાણ્યા પછી અને સુખભોગનાં કટુ પરિણામ જાણ્યા પછી હળુકર્મી આત્મામાં વૈરાગ્યનો ભાવ જાગે છે.” આચાર્યદેવે ભવદત્તના ઉદ્દેગને વૈિરાગ્યરૂપે ઓળખાવ્યો.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત
‘પરંતુ ગુરુદેવ, મારો આ વૈરાગ્ય ક્ષણિક તો નહીં હોય ને?' ‘ક્ષણિકને સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંસાર-સ્વરૂપનું પુનઃ પુનઃ ચિંતન-મનન કરવાથી વૈરાગ્યભાવ દૃઢ થાય છે. તું બુદ્ધિમાન યુવક છે. તીર્થંકરોનાં વચનો સાંભળીને, એ વચર્ના પર ચિંતન કરતો રહીશ તો જરૂ૨ તારો વૈરાગ્યભાવ સ્થાયી બનશે,'
‘ગુરુદેવ, મારા મનનું સમાધાન કરવાની આપે મારા પર મહાન કૃપા કરી.'
એ પછી તો અવારનવાર ભવદત્ત આચાર્યદેવની પાસે આવે છે, પ્રશ્ન પૂછે છે, સમાધાન મેળવે છે... અને વિરક્તિના ભાવને પુષ્ટ કરતો જાય છે.
ક્યારેક આત્માના શુદ્ધ સ્વરૂપને સમજે છે, તો ક્યારેક કર્મબદ્ધ આત્માના વૈભાવિક સ્વરૂપને જાણે છે. ક્યારેક સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજે છે તો ક્યારેક સમ્યક્ ચરિત્રના સ્વરૂપને જાણે છે.
તેનો વૈરાગ્ય જ્ઞાનમૂલક બન્યો.
તેણે આંતર નિરીક્ષણ કર્યું : ‘હું સાધુધર્મનું પાલન કરી શકીશ કે નહીં? જીવનપર્યંત મહાવ્રતોનું પાલન કરવાનું મારું સત્ત્વ છે કે નહીં?
તેણે મનોમન સાધુધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો અને એક દિવસ માતા રેવતી અને પિતા રાષ્ટ્રકૂટની આગળ પોતાનો નિર્ણય જાહેર કર્યો.
રેવતી અને રાષ્ટ્રકૂટ સરળ પ્રકૃતિનાં દંપતી હતાં. શીલ અને સંસ્કારોથી સુશોભિત હતાં. તેમને બંને પુત્રો પર સમાન રાગ હતો. ભવદત્તની વાત સાંભળી, બંને રડી પડ્યાં. તેમણે કોઈ જવાબ ન આપ્યો. ભવદત્તે પણ સહજભાવે કહી દીધું :
‘આપ બંને મારા ઉપકારી છો... બંનેનું મારા પર અપાર વાત્સલ્ય છે... આપની અનુજ્ઞા મળશે... ત્યારે જ હું ગૃહવાસનો ત્યાગ કરીશ. મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે પણ આપ મને અનુમતિ જરૂર આપશો જ.'
ભવદત્તના સમગ્ર જીવનવ્યવહાર પર વૈરાગ્યની છાયા આવી ગઈ હતી, છતાં એ ઉચિત કર્તવ્યોનું પાલન કર્યે જતો હતો. રેવતી અને રાષ્ટ્રકૂટ ભવદત્તના વિરક્ત હૃદયને સમજી ગયાં હતાં. ‘હવે આ પુત્ર ઘરમાં રહીને સુખી નહીં રહી શકે. એનું મન વૈયિક સુખોમાંથી ઊઠી ગયું છે.'
ઘણીવાર રેવતી અને રાષ્ટ્રકૂટ આ વિષયમાં વાર્તાલાપ કરતાં હતાં. એક
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદત્ત દિવસ તેમણે ભવદત્તને ચારિત્રમાર્ગે જવાની અનુમતિ આપવાનો નિર્ણય કરી લીધો. તેમણે ભવદત્તને બોલાવીને કહ્યું :
“વત્સ, અમે કેટલાય દિવસોથી જોઈએ છીએ કે તારું મન ગૃહવાસમાં ઠરતું નથી. તારું વિરક્ત મન ચારિત્રધર્મ અંગીકાર કરવા ઉત્સુક બન્યું છે. વિરક્ત આત્મા ગૃહવાસમાં દુઃખ અનુભવે છે. અમે તને દુઃખી કરવા નથી ઇચ્છતાં. અલબત્ત, તને ચારિત્રમાર્ગે જવાની અનુમતિ આપતાં અમારા બંનેનું હૃદય દુઃખ અનુભવે છે. છતાં અમે સમજીએ છીએ કે અમારો રાગ અમને દુઃખી કરે છે... તું પ્રસન્ન ચિત્તે ચારિત્રધર્મ અંગીકાર કરી, તારા આત્માને કર્મનાં બંધનોથી મુક્ત કરવા ઉજમાળ બન...” રાષ્ટ્રકૂટ રડી પડ્યા. રેવતી રડી પડી. નાનો ભાઈ ભવદેવ પણ રડી પડ્યો.
ભવદત્તે માતા-પિતાનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું. તેનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું હતું. તેણે કહ્યું :
તમે મને જન્મ આપીને, લાલન-પાલન કરીને, શિક્ષણ અને સંસ્કારો આપીને તો મહાન ઉપકાર કર્યો જ છે... પરંતુ આજે મને ચારિત્ર-ધર્મ અંગીકાર કરવાની અનુમતિ આપીને તો મહાન ઉપકાર કર્યો છે. જીવનપર્યત હું તમારો ઉપકાર નહીં ભૂલું.. હું ઇચ્છું છું કે મારે આ સંસારમાં ફરીથી જન્મ લેવો પડે તો તારા જેવી માતાની કૂખે જન્મ મળે!”
રેવતીએ પુત્રના માથે પુનઃ પુનઃ આલિંગન આપ્યું. તે બોલી : “વત્સ, વીર બનીને... પરાક્રમી બનીને તું મોક્ષમાર્ગે જાય છે. વીર બનીને ચાલજે. રાગલેષ પર વિજય પ્રાપ્ત કરજે...”
ભવદ, આચાર્યદેવ મહીધરના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. આચાર્યદેવે વિધિવત્ ભવદત્તને શ્રમણ બનાવ્યો અને સુગ્રામ નગરથી વિહાર કરી દીધો.
આચાર્યદેવે ભવદત્ત મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન આપીને કહ્યું : “વત્સ, આ સમિતિ-ગુપ્તિ શ્રમણજીવનની માતા છે. આ માતાનું તું બરાબર પાલન કરજે.'
ગુરુદેવે ભવદર મુનિને મહાવ્રતોનું સ્વરૂપ સમજાવીને કહ્યું : “વત્સ, આ મહાવ્રતનું પાલન, એ જ શ્રમણ જીવન છે. મહાવ્રતોના પાલનમાં જાગ્રત બનીને જીવવાનું છે. પ્રતિદિન મહાવ્રતોની ભાવનાઓમાં રમતા રહેવાનું છે.'
આચાર્યદેવે ભવદત્ત મુનિને સાધુજીવનનાં કર્તવ્યો સમજાવતાં કહ્યું : “વત્સ, ગુરુજનોની સેવા, વૃદ્ધ સાધુ-પુરૂષોની સેવા, બીમાર મુનિઓની સેવા-વૈયાવચ્ચે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત શ્રમણજીવનનું પહેલું અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. આ કર્તવ્યનું પાલન ઉલ્લસિત મનથી કરતો રહેજે. થાક્યા વિના કરતો રહેજે. વિનમ્ર અને વિનીત બનીને કરતો રહેજે.'
આચાર્યદેવે ભવદત્ત મુનિને શ્રમજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું : “વત્સ, દિવસ અને રાત્રિના ૨૪ કલાકમાં ૧૫ કલાક સ્વાધ્યાય કરવાનો છે, ૬ કલાક નિદ્રા લેવાની છે અને બાકીના ત્રણ કલાકમાં આહાર-નિહાર અને વિહાર કરવાનો છે.”
ગુરુદેવે ભવદત્ત મુનિને ભિક્ષાવૃત્તિના નિયમો બતાવતાં કહ્યું : “વત્સ, ૪૨ દોષ ટાળીને ગૃહસ્થોના ઘરોમાંથી ભિક્ષા લેવાની છે અને પાંચ દોષ ટાળીને આહાર કરવાનો છે. માત્ર ચારિત્રધર્મની આરાધનાની દૃષ્ટિએ શરીર ધારણ કરવાનું છે.'
ભવદત્ત મુનિ સુંદર સંયમ ધર્મનું પાલન કરે છે. ગુરુદેવનાં ચરણોમાં બેસીને વિનયપૂર્વક ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે. સૂત્ર અને અર્થગ્રહણ કરી, એના પર અનુપ્રેક્ષા કરે છે.
થોડાં વર્ષોમાં તેઓ વિશિષ્ટ કોટિના વિદ્વાન બન્યા. ગુરુદેવની આજ્ઞાથી બીજા સાધુઓને તેઓ અધ્યયન કરાવે છે.
ખૂબ આનંદ-ઉલ્લાસપૂર્વક તેમની સંયમયાત્રા ચાલી રહી છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨. ભવદેa ]
આચાર્યદેવશ્રી મહીધરસૂરિ વિહાર કરતા કરતા વત્સદેશમાં પધાર્યા. વત્સદેશની રાજધાની હતી કૌશામ્બી. આચાર્યદેવે કૌશામ્બીને પાવન કરી. કૌશામ્બીની પ્રજાએ આચાર્યદેવનું ભવ્ય સ્વાગત કર્યું. આચાર્યદેવે કૌશામ્બીમાં માસકલ્પની સ્થિરતા કરી.
પ્રજા આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળે છે. સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન રહે છે. શ્રમણવૃદમાં એક શ્રમણ વત્સ દેશના છે. કૌશામ્બીની પાસે જ એમની જન્મભૂમિ છે.
જન્મભૂમિના એક સજ્જને આવીને મુનિવર શ્રી પ્રભાસને કહ્યું : “મહાત્મનું, તમે તો સંસારનો ત્યાગ કરી, માનવજીવનને સફળ બનાવનાર ચારિત્રધર્મનું પાલન કરો છો. તમારો નાનો ભાઈ વિલાસ છે ને? તેનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.'
પ્રભાસ મુનિરાજે સમાચાર સાંભળી લીધા. પેલા સજ્જન ચાલ્યા ગયા. મુનિરાજની સ્મૃતિમાં નાનો ભાઈ ઉપસ્થિત થયો... અને વિચારો શરૂ થઈ ગયા.
વિલાસ લગ્ન કરશે? સંસારના બંધનમાં જકડાશે? સંસાર તો દુઃખપૂર્ણ છે.. વૈષયિક સુખોની લાલસામાં ખેંચાઈને... એ મનુષ્યજીવનને વ્યર્થ ગુમાવી દેશે... એનો આત્મા ભવસાગરમાં ડૂબી જશે...?'
મુનિરાજનું હૃદય ભાઈ પ્રત્યેની ભાવદયાથી ઊભરાવા માંડ્યું... “હું અહીં નજીકમાં આવી ગયો છું. હું એની પાસે જાઉં? એને સમજાવું? આમેય એના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવ તો હતો જ. હું એને સંસારની અસારતા સમજાવું... વૈરાગી બનાવું. તેને દીક્ષા આપી સાધુ બનાવું..”
લઘુ ભ્રાતાને ચારિત્રી બનાવવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. તેઓ તરત જ આચાર્યદેવ પાસે ગયા. આચાર્યદેવને વંદના કરીને વિનયથી કહ્યું :
ગુરુદેવ, મારી જન્મભૂમિ નજીકમાં જ છે. મને સમાચાર મળ્યા છે કે મારા લઘુ ભ્રાતાનાં લગ્ન થવાનાં છે... જો આપ મને આજ્ઞા આપો તો ત્યાં જઈને ભાઈને પ્રતિબોધ પમાડું. સંસાર પ્રત્યે વિરક્ત બનાવું. તેને દીક્ષા આપી મોક્ષમાર્ગનો આરાધક બનાવું.”
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત આચાર્યદેવે કહ્યું : “વત્સ, તારી ભાવના ઉત્તમ છે. નાના ભાઈને પ્રતિબોધ પમાડવા તમે જન્મભૂમિમાં જઈ શકો છો.'
પ્રભાસ મુનિ આનંદિત થયા. તેઓ પોતાની જન્મભૂમિ તરફ જવા તૈયાર થયા. ત્યાં ઉપસ્થિત એક મુનિએ આચાર્યદેવને પૂછ્યું :
ગુરુદેવ, પ્રભાસ મુનિરાજ શું એકલા જ વિહાર કરશે?”
હા મહાનુભાવ, પ્રભાસ મુનિરાજ “ગીતાર્થ છે. ગીતાર્થ મુનિ એકલા પણ વિહાર કરી શકે.”
ગુરુદેવ, જે મુનિ ગીતાર્થ નથી, શ્રતધર નથી... પરંતુ તપસ્વી હોય, ચારિત્રવંત હોય, તે શું એકલા વિહાર ન કરી શકે?”
ના, જિનેશ્વર ભગવંતોએ બે જ પ્રકારના વિહાર બતાવેલા છે. એક વિહાર ગીતાર્થનો અને બીજો વિહાર ગીતાર્થની નિશ્રાનો. જે ગીતાર્થ નથી, તેમણે ગીતાર્થની નિશ્રામાં વિહાર કરવો જોઈએ.”
પ્રભો, ગીતાર્થતાનું આટલું બધું મહત્ત્વ શા માટે તીર્થકરોએ બતાવ્યું હશે?” “વત્સ, ગીતાર્થ ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા હોય છે. ક્યા ઉત્સર્ગ-માર્ગનું આલંબન લેવું અને કયા અપવાદ-માર્ગનું આલંબન લેવું - તે ગીતાર્થ જાણતા હોય છે. વિહારમાં ક્યાંક અપવાદ-માર્ગનું આલંબન લેવું પડે! જો ગીતાર્થ ન હોય તો? જે સ્થળે અને જે સમયે જે ઉચિત લાગે તે ગીતાર્થ કરે. ગીતાર્થની પ્રવૃત્તિમાં કોઈ શંકા કે સંદેહ કરવાનો નથી. જિનશાસન એટલે ગીતાર્થનું શાસન!'
મુનિનાં મનનું સમાધાન થયું. ગીતાર્થતાનું ગૌરવ તેના મનમાં અંકિત થઈ
ગયું.
૦ ૦ ૦ પ્રભાસ મુનિ પોતાની જન્મભૂમિમાં પહોંચ્યા. પોતાના સંસારી ઘરે ગયા. “ધર્મલાભના આશીર્વચન સાથે તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. માતા-પિતાએ પુત્રમુનિરાજનાં દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો.
ઘરમાં વિલાસનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. સ્નેહી-સ્વજનોનો મેળો જામેલો હતો. અચાનક પ્રભાસ મુનિરાજને આવેલા જોઈ સહુનાં મન આનંદિત થયાં. મુનિરાજની આંખો વિલાસને શોધતી રહી. વિલાસ પોતાના મિત્રો સાથે વાર્તા-વિનોદ કરી રહ્યો હતો.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
તેણે પ્રભાસ મુનિરાજને જોયા, પરંતુ ન તે ઊભો થયો કે ન તેણે વંદના કરી. છતાં મુનિરાજ તેની પાસે ગયા. વિલાસે જરાય આદર ન આપ્યો. મુનિરાજનું મન ખિન્ન થઈ ગયું. તેમણે વિલાસના મુખ પર પ્રસન્નતા ન જોઈ... એમણે વિચાર્યું : વિલાસને મારું આગમન પણ ગમ્યું નથી. તો પછી એને ઉપદેશ આપવો વ્યર્થ છે. નથી તે વિનય કરતો કે નથી સદૂભાવ પ્રદર્શિત કરતો... ખરેખર, એણે મૂળભૂત યોગ્યતા ખોઈ નાંખી છે. હું એને ઉપદેશ આપીશ... તો પણ તેને નહીં ગમે.. કદાચ મારા પ્રત્યે દ્વેષ થઈ જાય.. ખેર, જેવી એની ભવિતવ્યતા! મારે એને કાંઈ જ કહેવું નથી.” તેઓ તરત જ પાછા વળી ગયા. કૌશામ્બી તરફ પ્રસ્થાન કરી દીધું.
પ્રભાસ મુનિ ગીતાર્થ હતા, કૃતધર હતા. તેમના મનમાં નાના ભાઈ પ્રત્યે કોઈ દુર્ભાવ પેદા ન થયો. તેના પ્રત્યે ભાવકરુણા જ વહેતી રહી. “જ્યારે એની કાળસ્થિતિ પરિપક્વ થશે ત્યારે જ્ઞાનદૃષ્ટિ ખૂલશે.” આત્મસ્થિતિ, ભવસ્થિતિ વગેરેનું ચિંતન-મનન કરતા તેઓ કૌશામ્બી આવી ગયા.
આચાર્યદેવનાં ચરણે આવી વંદના કરી, માતૃભૂમિમાં જે બન્યું તેનું યથાર્થ નિવેદન કર્યું.
આચાર્યદેવની પાસે જ ભવદત્ત મુનિ અને બીજા મુનિવરો ઉપસ્થિત હતા. પ્રભાસમુનિની વાત સાંભળીને ભવદત્ત મુનિ બોલ્યા : “મહાત્મનું, આ તો મોટી દુર્ભાગ્યની વાત કહેવાય. અગ્રજ મુનિ ભ્રાતાને અનુજ બંધુ નમન-વંદન પણ ન કરે ?'
સાચી વાત છે તમારી; પરંતુ સાધુનો સંયોગ પ્રિય લાગવાનો અનુજનો પણ પુણ્યોદય જોઈએ ને? તો મારા કર્તવ્યનું પાલન કર્યું.'
‘ભલે તમે મન મનાવો, પરંતુ કાર્યસિદ્ધિ માટે પ્રબળ પ્રણિધાન જોઈએ. પ્રબળ પ્રણિધાનથી વિઘ્નોનો નાશ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય છે.”
ભવદત્ત મુનિવર, કાર્યની સિદ્ધિમાં માત્ર પુરુષાર્થ જ કારણ નથી ને? કાળ, કર્મ, ભવિતવ્યતા આદિ કારણો પણ અપેક્ષિત હોય છે ને?”
ત્યાં બીજા એક મુનિરાજ, કે જેમને પ્રભાસ મુનિ તરફ સહાનુભૂતિ હતી, તેઓ બોલ્યા :
ભવદત્ત મુનિ પ્રબળ પ્રણિધાન કરીને, તેમના લઘુ બંને પ્રતિબોધ પમાડવા જરૂર જશે અને પ્રતિબોધ પમાડીને તેને દીક્ષા આપશે.!!
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત અવશ્ય!” ભવદત્ત મુનિ મક્કમ સ્વરે બોલ્યા.
મગધમાં ગુરુદેવ વિહાર કરશે, મને આજ્ઞા આપશે તો તમારી આ મનોરથ પૂર્ણ કરીશ. હું કોઈ પણ કાર્ય ચારે બાજુનો વિચાર કરીને કરું છું.'
એક મુનિરાજ બોલ્યા : “એ તો હવે સમય આવ્યે ખબર પડશે! સાધુએ પુખ્ત વિચાર કરીને બોલવું જોઈએ.”
“હું પુખ્ત વિચાર કરીને જ કહું છું... છેવટનો નિર્ણય તો ગુરુદેવે કરવાનો
ચર્ચાનો અંત લાવતાં ગુરુદેવે કહ્યું : “આપણે જ્યારે મગધમાં વિચરીશું ત્યારે આ અંગે વિચારીશું.'
સાધુઓ પોતપોતાની દિનચર્યામાં ગૂંથાઈ ગયા. ભવદત્ત મુનિની કલ્પનાસૃષ્ટિમાં લઘુભ્રાતા ભવદેવ સાકાર થયો.
“મારો નાનો ભાઈ વિનીત છે. મારા પ્રત્યે એનો અપૂર્વ અનુરાગ છે... અમે સાથે રમેલા છીએ, સાથે જંગલોમાં રખડેલા છીએ... તળાવમાં સાથે કરેલા છીએ... ક્યારેક ઝગડી પણ પડતા. પરંતુ મને એના વિના ન ચાલતું, એને મારા વિના ન ચાલતું... એ તો મેં જોયું હતું ને.... જ્યારે મેં ગૃહવાસનો ત્યાગ કર્યો... ત્યારે તે કેવો રહ્યો હતો? રડી રડીને એની આંખો સૂજી ગઈ હતી... અને પછી પણ જ્યારે ગુરુદેવની સાથે “સુગ્રામમાં ગયો હતો ત્યારે મને જોઈને તે કેવો આનંદવિભોર થઈ ગયો હતો...! એ તો મેં એને એ વખતે ગૃહવાસ ત્યજીને દીક્ષા લેવાનો ઉપદેશ નહોતો આપ્યો.. એનામાં ભલે વૈરાગ્ય નહીં હોય, પરંતુ મારા પ્રત્યે અનુરાગ તો છે જ! હું એ અનુરાગના માધ્યમથી દીક્ષા આપીશ.... ગૃહવાસનો ત્યાગ કરાવીશ. સાધુઓની વચ્ચે ઉચ્ચારેલું વચન પાળી બતાવીશ.. મારું વચન મિથ્યા નહીં થવા દઉં...!'
આચાર્યદેવે મુનિ પરિવાર સાથે મગધ દેશ તરફ વિહાર કર્યો. સુગ્રામનગરમાં શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટ ભવદેવનો લગ્નોત્સવ આયોજિત કર્યો છે. તે જ નગરના શ્રેષ્ઠી નાગદત્ત અને એમની ધર્મપત્ની વાસુકીની પુત્રી નાગિલા સાથે ભવદેવનું લગ્ન થયું છે.
ભવદત્ત મુનિ નથી જાણતા કે ભવદેવનું લગ્ન થઈ ગયું છે. ગુરુદેવની અનુમતિ લઈને તેઓ સુગ્રામ નગરે આવે છે. જે દિવસે તેઓ સુગ્રામ નગરમાં પહોંચ્યા એ જ દિવસે લગ્નોત્સવ પૂર્ણ થયો.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
મુનિરાજને પોતાના ઘર તરફ આવતા જોઈને રેવતી અને રાષ્ટ્રકૂટ આનંદથી નાચી ઊઠ્યા. ત્યાં ઉપસ્થિત સ્નેહી-સંબંધીઓને સંબોધીને રાષ્ટ્રકૂટે કહ્યું : જુઓ, જુઓ. આપણે ત્યાં એક ઉત્સવ પૂરો થયો. ત્યાં બીજો મહોત્સવ મંડાણો છે! અમારા ભવદત્ત મુનિરાજ પધારી રહ્યા છે!”
રેવતી અને રાષ્ટ્રકૂટની સાથે અનેક સ્નેહી-સ્વજનો મુનિરાજની સામે ગયા. ભાવપૂર્વક મુનિરાજને વંદના કરી, મુનિરાજે ઘરના આંગણે લગ્નમંડપને જો. સ્નેહી-સ્વજનો અને મિત્રોને જોયા. તેઓ સમજી ગયા કે ભવદેવનું લગ્ન થઈ ગયું છે!
ઘરના દ્વારે આવતાં સ્વજનોએ પ્રાસુક-અચિત્ત પાણીથી મુનિરાજના પગ ધોયા... એ પાણીને સહુએ પોતપોતાના માથે ચઢાવી કૃતાર્થતા અનુભવી.
ભવદત્ત મુનિરાજે કહ્યું : “મહાનુભાવો, તમે લગ્નોત્સવમાં વ્યસ્ત લાગો છો, એટલે હું વધુ રોકાઈશ નહીં.”
હે મુનિરાજ! આજે આપનાં પાવન પગલાં થયાં... તેથી અમે કેટલા બધા આનંદિત છીએ! અમે આજે ધન્ય બની ગયા... આજે પુત્રવધૂનાં પનોતાં પગલાં થયાં ઘરમાં અને આજે આપ પુણ્યનિધાન અમારા ઘેર પધાર્યા... મહાત્મનું, આપના દર્શન-વંદનથી અમે ધન્ય બની ગયા. આપ પ્રાસક ભિક્ષા ગ્રહણ કરી અમારા પર ઉપકાર કરો...”
મુનિરાજની આંખો ભવદેવને શોધતી હતી! પરંતુ ભવદવ તો ઉપરની મેડીએ પત્નીને શણગારવામાં રસલીન હતો.
તે કાળે એવો કુલાચાર હતો! પતિ પત્નીને શણગારે! હજુ અડધો શણગાર થયો હતો, ત્યાં ભવદેવે ભવદત્ત મુનિનો અવાજ સાંભળ્યો. તેના હાથ થંભી ગયા.. નાગિલાએ ભવદેવ સામે જોયું. ભવદેવે કહ્યું : “પ્રિયે, મારા વડીલ ભ્રાતા મુનિરાજ પધાર્યા લાગે છે... મેં હમણાં તેમનો અવાજ સાંભળ્યો.” ભવદેવ ઊભો થઈ ગયો. નાગિલાએ કહ્યું : “પરંતુ આપ ઊભા કેમ થઈ ગયા?”
હું ભ્રાતા-મુનિરાજનાં દર્શન-વંદન કરીને આવું...' પણ મને આમ અર્ધ-શણગારેલી મૂકીને જશો?' “હું હમણાં જ પાછો આવું છું !'
ભવદેવ મેડી ઉપરથી નીચે આવ્યો.. ભવદત્ત મુનિને જોઈ તેની આંખો નાચી ઊઠી... તેના શરીરે રોમાંચ થઈ ગયો... તેણે ઊલટભેર વંદના કરી અને ભિક્ષા આપી.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
એક રાત અનેક વાત ભવદત્ત મુનિએ વાત્સલ્યભરી આંખો ભવદેવની સ્નેહભીની આંખોમાં પરોવી દીધી.
ભિક્ષા લઈને મુનિરાજ ઘરેથી નીકળ્યા. વિદાય આપવા માટે રેવતી, રાષ્ટ્રકૂટ અને બીજા સ્નેહી-સ્વજનોની સાથે ભવદેવ પણ મુનિરાજની પાછળ પાછળ ચાલ્યો.
ભવદત્ત મુનિના હાથમાં ભિક્ષાથી ભરેલા પાત્રની ઝોળી હતી. ભવદેવે વજનદાર ઝોળી જોઈ કહ્યું :
ગુરુદેવ, મને આ ઝોળી આપવા કૃપા ન કરો? હું ઉપાડી લઈશ.”
ભવદત્ત મુનિએ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના ભિક્ષાપાત્રની ઝોળી ભવદેવને સોંપી દીધી.
સાધુજીવનના નિયમ મુજબ ભિક્ષાપાત્રની ઝોળી ગૃહસ્થને ઉપાડવા ન આપી શકાય... પરંતુ ભવદત્ત મુનિ તો ગીતાર્થ હતા...ગીતાર્થ મુનિને જે કાળે જે ઉચિત લાગે તે નિયમ! ગીતાર્થ મુનિ દીર્ઘદૃષ્ટિવાળા હોય. ગંભીર આશયવાળા હોય. સર્વસાધારણ નિયમો તેમના માટે બંધનકર્તા ન હોય.
શેરીના નાકે પહોંચ્યા એટલે સ્નેહીઓ વંદના કરીને પાછા વળ્યા. ગામના પાદરે પહોંચ્યા એટલે રેવતી-રાષ્ટ્રકૂટ વગેરે સ્વજનો વંદના કરી પાછા વળ્યા.
ભવદેવ મનમાં વિચારે છે : “મુનિરાજે પાછા જવાનું કહ્યું નહીં, છતાં આ બધાં સગા-સંબંધીઓ પાછાં ફરી ગયાં... ભલે, એ પાછાં ગયાં. પરંતુ જ્યાં સુધી ભાઈ-મુનિરાજ મને પાછા ફરવાનું ન કહે ત્યાં સુધી મારાથી પાછા ન જ ફરાય... આ મારા મોટાભાઈ છે. વળી, મેં માંગીને તેમની ઝોળી લીધી છે.... એ પાછી ન માગે ત્યાં સુધી મારાથી ઝોળી પાછી કેમ અપાય? હા, નાગિલા મારી રાહ જોતી હશે... વાંધો નહીં, ભાઈ-મુનિરાજને એમના સ્થાને પહોંચાડીને જલદી પાછો આવી જઈશ.”
ભવદેવ નહોતો જાણતો કે સાધુ કોઈ ગૃહસ્થને પાછા જવાનું ન કહે! વળી, ભવદત્ત મુનિ તો ભવદેવને પોતાની સાથે ગુરુદેવની પાસે લઈ જવા આવ્યા હતા! તેઓ ભવદેવને પાછા ફરવાનું કહે જ શાના!
ભવદેવ, આ એ જ ઊંચાં ઊંચાં વૃક્ષો છે. આપણે બચપણમાં આ વૃક્ષો પર ચઢતા હતા.. યાદ આવે છે?
“હા... અને આ સરોવરમાં આપણે કલાકો સુધી કરતા હતા... એક દિવસ મગરમચ્છ મને પકડવા આવ્યો હતો. ત્યારે આપે મને બચાવી લીધો હતો!
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
૧૧.
“અને સરોવરની પાળે બેસીને હું વાંસળી વગાડતો ત્યારે તું મારી સામે ટગરટગર જોઈ રહેતો હતો. અને મને કહેતો હતો “કેવી સરસ તમે વાંસળી વગાડો છો ભાઈ... જુઓ આ ગાયો પણ તમારી વાંસળી સાંભળીને અહીં દોડી આવી છે!”
“જ્યારે વરસાદ આવતો, આ કપૂર જેવી રેતી જામી જતી ત્યારે આપણે આ માટીનાં ઘર બનાવતા! ક્યારેક તમારું ઘર હું તોડી નાંખતો ત્યારે...”
હું તને મારી બેસતો. તે રોતો. પછી હું તને મનાવતો... અને પછી આપણે હસતા-રમતા ઘરે જતા!” ‘પછી મા આપણને લાડ-પ્રેમથી ભોજન કરાવતી.” “હા, તને દૂધ ભાવતું નહીં... મા તને સમજાવી પટાવીને દૂધ પિવડાવતી!” પેલા આપણી શાળાના પંડિત.. શું નામ હતું તેમનું?” ચન્દ્રમૌલી?” “હા, તે જીવે છે કે સ્વર્ગવાસી થયા? આપણા બંને પર એમને ખૂબ પ્રેમ હતો, નહીં?
હા, તેઓ ગયા વર્ષે જ સ્વર્ગવાસી થઈ ગયા... છેલ્લી અવસ્થામાં તેમની સેવા કરનાર કોઈ ન હતું... પિતાજીએ ખૂબ સહાયતા કરી હતી.”
પૂર્વાવસ્થાનાં સંસ્મરણો મનુષ્યને ગમતાં હોય છે. એમાંય જ્યારે ઘણાં વર્ષે સ્વજન મળે ત્યારે એ સંસ્મરણો વાગોળવાનો આનંદ અપૂર્વ હોય છે. ભવદેવ, ભવદત્ત મુનિની સાથે વાતોમાં એવો લીન બની ગયો કે એક ગાઉ ચાલીને ક્યારે ઉપાશ્રયની પાસે આવી ગયા તેની ખબર જ ન પડી.
ઉપાશ્રયની બારીએથી સાધુઓએ ભવદત્ત મુનિને ભવદેવ સાથે આવતા જોયા. અનેક તર્ક-વિતર્કો કરવા લાગ્યા.
સાથે આવ્યો છે તે યુવક ભવદત્ત મુનિનો ભાઈ લાગે છે...” હા, જુઓને બન્નેની મુખાકૃતિ મળતી આવે છે...” “દીક્ષા આપવા જ ભાઈને લાવ્યા હશેને?”
એ તો શી ખબર? હમણાં ગુરુદેવ પાસે આવશે એટલે ખબર પડશે!' ‘ભાઈ છે તો રૂડો રૂપાળો!' રૂડો રૂપાળો હોય એટલે દીક્ષા લઈ લે, એમ?”
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
- એક રાત અનેક વાત “એમ નથી કહેતો, દીક્ષા લે તો શોભે સારો!'
ગુરુદેવ ન સાંભળી જાય એ રીતે, કુતૂહલપ્રેમી સાધુઓ પરસ્પર વાતો કરે છે, ત્યાં ભવદત્ત મુનિએ ‘નિસહિ... નિસાહિ... નિસાહિ... નમો ખમાસમણાણું...” કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
ગુરુદેવની પાસે જઈને “મહૂએણ વંદામિ' કહીને વંદના કરી. ગુરુદેવે, ભવદત્ત મુનિની પાસે ઊભેલા ભવદેવ સામે જોયું. પછી ભવદત્ત મુનિ સામે જોઈને પૂછ્યું :
મહાનુભાવ, આ યુવક કોણ છે?”
ગુરુદેવ, આ મારો લઘુ ભ્રાતા છે; તેને દીક્ષા આપીને ભવસાગરથી તારવાની કૃપા કરો.”
ભવદેવ, ભવદત્તમુનિનાં વચનો સાંભળીને ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. ત્યાં ગુરુદેવે એને પૂછ્યું :
વત્સ, શું તું ગૃહવાસથી વિરક્ત બનીને ચારિત્રધર્મ અંગીકાર કરવા આવ્યો છે?'
ભવદેવે ભવદત્તમુનિ સામે જોયું. એક ક્ષણ મનમાં વિચાર કરી લીધો. ભાઈ મુનિરાજ છે. તેમનું વચન જૂઠું ન પડવું જોઈએ.” તેણે ગુરુદેવને કહ્યું :
સાચી વાત છે ગુરુદેવ; હું દીક્ષા લેવા આવ્યો છું.' '
ભવદેવના પ્રત્યુત્તરથી ભવદત્ત મુનિનું હૃદય આનંદથી છલકાઈ ઊડ્યું. તેમણે વિજયી મુદ્રાથી, ત્યાં ઊભેલા સાધુઓ સામે જોયું. સાધુઓ એક-બીજા સામે જોઈ અહોભાવ વ્યક્ત કરવા લાગ્યા.
આચાર્યદેવે ભવદત્ત મુનિને કહ્યું: “મહાનુભાવ, તમારા લઘુ ભ્રાતાને વિધિવત્ દીક્ષા આપો. અત્યારનો સમય સારો છે.”
ભવદેવને દીક્ષા આપવામાં આવી. ભવદેવ સાધુ બની ગયા... ભાઈમુનિરાજના વચનની ખાતર ભવદેવે ગૃહવાસ ત્યજી દીધો. નવોઢા પત્ની નાગિલાને ત્યજી દીધી. - પરંતુ આ વૈરાગ્ય વિનાનો ત્યાગ હતો. - ભાઈ-મુનિરાજ તરફના કર્તવ્યપાલનનો ત્યાગ હતો.
- આ ત્યાગનો ભવદેવના હૃદય સાથે કોઈ સંબંધ ન હતો. ગુરુદેવે અન્ય સાધુઓને આજ્ઞા કરી :
નૂતન મુનિને લઈને તમે અત્યારે જ અહીંથી વિહાર કરીને બીજા ગામે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
૧૩
ચાલ્યા જાઓ. ભવદત્ત મુનિ અને બીજા ચાર-પાંચ મુનિ મારી પાસે અહીં રોકાશે. અમે આવતી કાલે વિહાર કરીને તમને ભેગા થઈ જઈશું.’
ભવદેવ મુનિને લઈને સાધુઓએ ત્યાંથી વિહાર કરી દીધો.
દિવસના ત્રણ પ્રહર વીતી જવા છતાં, ભવદેવ ઘરે પાછો ન આવ્યો એટલે શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટના મનમાં ચિંતા થઈ. તેમણે રેવતીને કહ્યું : ‘ભવદેવ હજુ પાછો આવ્યો નથી, તો અમે લોકો ગુરુદેવ જ્યાં બિરાજ્યા છે, તે પાસેના ગામમાં જઈને આવીએ છીએ.’
રાષ્ટ્રકૂટ શ્રેષ્ઠી થોડા મિત્રો સાથે ભવદેવની ભાળ મેળવવા ઉપાશ્રયે પહોંચ્યા. ભવદત્ત મુનિની ધારણા હતી જ કે પિતાજી જરૂર ભવદેવની ભાળ લેવા આવશે.
રાષ્ટ્રકૂટ વગેરેએ ગુરુદેવને વંદના કરી; પછી ભવદત્ત મુનિને વંદના કરી અને ભવદેવ અંગે પૃચ્છા કરી.
જ્યારે તેમણે જાણ્યું કે ‘ભવદેવે ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો છે.' તેઓ કાંઈ જ બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યા. ઘેર આવ્યા.
ઘેર આવતાં જ રેવતીએ પૂછ્યું : ‘ભવદેવ ક્યાં છે?' રાષ્ટ્રકૂટ મૌન રહ્યા. તેમના મુખ ઉપર ઉદાસી હતી. આંખો ભીની હતી. રેવતીના મનમાં ધ્રાસકો પડ્યો. તેણે ફરીથી પૂછ્યું : ‘મારો લાડલો ક્યાં છે?’
‘તે સાધુ બની ગયો દેવી...'
રેવતી બેહોશ બની જમીન પર પડી ગઈ. ઓરડામાં ઊભી ઊભી... સસરાની વાત સાંભળી નાગિલા ચીસ પાડીને જમીન પર ઢળી પડી.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3. વ્યથા હૈથાની...
રાષ્ટ્રકૂટ :
બેટા ભવદેવ, તેં આ શું કર્યું? તેં તારા આ વૃદ્ધ પિતાનો વિચાર ના કર્યો, વાત્સલ્યભરી તારી માનો વિચાર ના કર્યો... અરે, રૂપવતી... ગુણવતી... કોડભરી મારી પુત્રવધૂનો પણ વિચાર ના કર્યો?
શું તારા મનમાં ઊંડે ઊંડે વૈરાગ્ય ભરેલો હતો? બેટા, તેં મને ક્યારેય વાત પણ નથી કરી. તેં તારી માને પણ તારા વૈરાગ્યની જાણ નથી થવા દીધી. શું તું તારા વડીલ શ્રાતાની રાહ જોતો હતો? મારા ભ્રાતા-મુનિવર પધારશે ત્યારે હું ગૃહવાસ ત્યજી દઈશ.” શું આવો તારો સંકલ્પ હતો?” - વત્સ, તારા પ્રત્યે તારા આ પિતાને કેટલો મોહ છે, તે શું તું નથી જાણતો? તારો લગ્નોત્સવ મેં કેવા ઉલ્લાસથી કર્યો? મહોત્સવનો હર્ષ હજુ હૃદયસાગરમાં ઊછળતો જ હતો. ત્યાં અચાનક એ સાગરમાં ઓટ આવી ગઈ. હૃદય કેવું વિદનાથી વલુરાય છે બેટા, તું સમજી શકીશ? કેવી રીતે સમજી શકીશ? વિરાગી મનુષ્ય... રાગીની વ્યથા કેવી રીતે જાણે? જાણે. તો પણ તેના હૃદયમાં સહાનુભૂતિ ન જન્મે.
વત્સ, હું ચારિત્રધર્મ સારો માનું છું. મુક્તિ પામવાનો એ જ એક શ્રેષ્ઠ માર્ગ છે... અને એટલે તો મેં ભવદત્તને એ માર્ગે જવા અનુમતિ આપી હતી. તે પણ જો અનુમતિ માંગી હોત તો....? ના ના, તને કદાચ હું અનુમતિ ન આપી શકત... એમાંય લગ્ન પછી તો અનુમતિ આપવાનો પ્રરન જ ન રહેત...
બેટા, સંયમધર્મને હું ઉપાદેય માનું છું... છતાં એને ગ્રહણ કરવા હું ક્યાં સમર્થ છું? જેટલું સારું માનીએ, સાચું માનીએ એ બધું જીવનમાં જીવવું સરળ નથી. એમાંય મારા જેવા નિ:સત્વ જીવ માટે તો અસંભવ છે.. તું બેટા, સત્ત્વશીલ નીકળ્યો... અચાનક... તે ગૃહવાસ ત્યજી દીધો..
શું તારા અગ્રજ મુનિરાજે તારા હૃદયમાં વૈરાગ્ય પેદા કરી દીધો? શું એમની પ્રેરણાએ તારામાં અપૂર્વ સત્ત્વનો સંચાર કરી દીધો? કે પછી. અગ્રજનો અનુરાગ તને એ માર્ગે ખેંચી ગયો?
તારા વિના આ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. સર્વત્ર ઉદાસી છવાઈ ગઈ છે. તારી માતાની હાલત તો મારાથી જોઈ શકાતી નથી... હજુ એને આશ્વાસનના
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યથા હૈયાની...
૧૫
બે શબ્દો પણ કહી શક્યો નથી... કેવી રીતે કહું? હજુ મારૂં જ હૃદય અશાન્ત છે, બેચેન છે... વ્યથિત છે... ખરેખર, બેટા... આજે હું બેસહારા બની ગયો છું.. દિશાશૂન્ય બની ગયો છું...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પુત્રવધૂ...? એ બિચારી પાણી વિનાની માછલીની જેમ તરફડી રહી છે... એનો વિચાર કરૂં છું... ને મારૂં કાળજું ફફડી ઊઠે છે...
બેટા, તને શું કહું? તારે નાગિલાનો વિચાર તો કરવો જ જોઈતો હતો. ભલે, તેં ચારિત્રધર્મ સ્વીકાર્યો, નાગિલાના મનનું સમાધાન કરીને અથવા એને પણ સાથે લઈને તેં સ્વીકાર્યો હોત તો... મને અને તારી માતાને અતિ વેદના ન થાત... આ તો જ્યારે જ્યારે એ મુગ્ધાને જોઉં છું... ત્યારે અપાર વેદના અનુભવું છું.
એના મનમાં એ શું વિચારતી હશે? અરે...... વિચારે શું બિચારી? શૂન્યમનસ્ક થઈ ગઈ છે એ. અલબત્ત, એ તારું અશુભ તો નહીં જ વિચારે. ભલે તેં એનો ત્યાગ કરી દીધો... એ એના હૃદયમાંથી તારો ત્યાગ નહીં કરી શકે. મેં એને પરખીને પુત્રવધૂ બનાવી છે. એ તારા સિવાય બીજા પુરુષનો વિચાર પણ નહીં કરી શકે.
પરંતુ એની લાંબી જિંદગી કેવી રીતે પસાર થશે? અમે તો હવે બેટા... વધુ સમય જીવી નહીં શકીએ...'
રેવતી :
રાષ્ટ્રકૂટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...
રડી રડીને સૂજી ગયેલી આંખોએ રેવતીએ રાષ્ટ્રકૂટ સામે જોયું. તે પલંગમાંથી નીચે ઊતરી રાષ્ટ્રકૂટના પલંગ પાસે આવી. તેણે ધીરેથી પોતાની સાડીના છેડાથી રાષ્ટ્રકૂટની આંખો લૂછી. રાષ્ટ્રકૂટે રેવતી સામે જોયું, રેવતીના બંને હાથ પોતાનાં હાથમાં જકડી લીધા. રેવતી જમીન પર પલંગના સહારે બેસી ગઈ. તેના ચીમળાઈ ગયેલા ચહેરા તરફ રાષ્ટ્રકૂટ જોઈ રહ્યા. રેવતીની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તે મૌન હતી.
રેવતીનું મનોમંથન ચાલુ હતું.
બેટા, તારી દરેક વસ્તુમાં મને તું દેખાય છે... તારા કપડામાં, તારા પલંગમાં, તારી બેસવાની જગામાં... અરે, ઘરના એક એક ભાગમાં તું જ દેખાય છે... વત્સ, તને શું થઈ ગયું? શું તને મારો કોઈ શબ્દ આકરો લાગ્યો?
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
એક રાત અનેક વાત તારા બાપુજીએ તને કોઈ ઠપકો આપ્યો? ના, ના, તારા બાપુજી તને ક્યારેય દુભવે નહીં.. તો પછી આમ અચાનક તું કેમ ચાલ્યો ગયો?
આપણા ઘરમાં કોઈ વાતે ઊણપ નથી. શું નથી આપણા ઘરમાં? તું જે માગતો હતો તે તને મળતું હતું... તારી દરેક ઈચ્છા પૂરી થતી હતી. છતાં તું કેમ ચાલ્યો ગયો? તને બેટા, માના હૈયાનો વિચાર ન આવ્યો? તારા પિતાના હૃદયનો વિચાર ન આવ્યો? તારી વહુ પણ તને યાદ ના આવી?
કેવી રૂપાળી છે મારી વહુ? કેવી ગુણિયલ છે વહુ? તને પરણાવીને તો અમે.. હું અને તારા પિતા.. કેટલાં નિશ્ચિત બની ગયાં હતા? કેટલી બધી સુખની કલ્પનાઓ બાંધી હતી? અમારી કલ્પનાઓની ઇમારત તૂટી પડી...
બેટા, તારા વિનાનું આ ઘર શૂન્ય ભાસે છે... કાંઈ જ ગમતું નથી. અમારો આનંદ ઢોળાઈ ગયો... અમારું સુખ નાશ પામી ગયું... બધું જ હોવા છતાં અમે જાણે નિરાધાર બની ગયાં.. ઠીક છે.. તને ગમ્યું તે ખરું. તે કંઈ ખોટો માર્ગ લીધો નથી, મારગ તો સારો જ છે, સાચો જ છે. પણ મારી મોદશા મને રડાવે છે... મારો રાગ મને દુઃખી કરે છે.
ભવદત્તને મુનિવેષમાં જોઈને હું ગાંડી-ઘેલી થઈ ગઈ હતી. એણે મારી કૂખ ઉજાળી છે... એણે કુળ અને વંશની કીર્તિ વધારી છે... હું એના ગુણ ગાતાં થાકતી નથી. તે પણ બેટા એ જ મારગ લીધો છે... કાંઈ ખોટું નથી કર્યું... પણ મારો તારા ઉપરનો મોહ છે ને?
બેટા, તું તારા મોટાભાઈને વળાવવા ગયો હતો.. ને આમ અચાનક. સાધુનો ભેખ કેમ લઈ લીધો? અમને પૂછુયા વિના એક પગલું નહીં ભરનારો તું. કેવો વિનયી.... કેવો માતૃભક્ત કેવો પિતૃભક્ત! અને તેં અમને અજાણ રાખીને સંયમ મારગ લઈ લીધો?
અચાનક તને શું થઈ ગયું હતું? તારો અમારા સહુના ઉપરનો મોહ કેવી રીતે ઊતરી ગયો? તો ભઈલા, તું અહીં આવીને મારી મોહ પણ ઉતારી નાખ. હવે તો જો કે જીવવાનો જ મોહ રહ્યો નથી... કોના માટે જીવવાનું?
છતાં જીવવું તો પડશે જ. મારી વહુના માટે જીવીશ. એ બિચારીને હવે અમારે જ સાચવવાની છે ને? સાચવીશ, એના તનને સાચવીશ, એના મનને સાચવીશ. હવે મારે એ જ બેટી છે... અને એ જ બેટો છે...
કાંઈ નહીં, વત્સ, તું સુખી રહે, સુખથી જીવે.. આત્માનું કલ્યાણ કરે એટલે બસ. તારા સુખે અમે સુખી...'
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યથા હેયાની..
અચાનક પાસેના ખંડમાંથી નાગિલાની ચીસ સંભળાઈ. રેવતી ઊભી થઈને ઝડપથી નાગિલાના ખંડમાં દોડી ગઈ. નાગિલા જમીન પર પડી હતી. બે હાથે મુખને ઢાંકીને કરુણ રૂદન કરી રહી હતી. રેવતી તેની પાસે બેસી ગઈ. તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. ને તેના માથે પોતાના બન્ને હાથ ફેરવવા માંડી, નાગિલાએ પૉતાના બન્ને હાથ રેવતીની કમરે વીંટાળી દીધા... રેવતીની આંખોમાંથી મૌન આંસુઓ નાગિલાના મસ્તક પર પડવા લાગ્યાં. નાગિલા :
અચાનક તને શું થઈ ગયું? મારો ત્યાગ તું કેવી રીતે કરી શક્યો? તારો મારા તરફ કે તીવ્ર પ્રેમ હતો? મારા હૃદયના દ્વારે તેં સ્નેહનાં તોરણ બાંધ્યાં હતાં. હૃદયના આંગણે પ્રેમની રંગોળી પૂરી હતી...
મેં તારી આંખોમાં પ્રેમનો સાગર ઘૂઘવતો જોયો હતો. તું મને શણગારતો હતો.. તારી એક-એક આંગળીમાંથી અનંગનો સ્પર્શ ટપકતો હતો. તું મને કહેતો હતો – 'નાગિલા, તું મને ખૂબ ગમી ગઈ છે... તારી આંખોએ તો જાણે મારા પર કામણ કરી દીધું છે. તારી કમનીય કાયાના એક-એક અંગ-ઉપાંગની મને માયા લાગી ગઈ છે.. તું મળી ગઈ એટલે જાણે મને સ્વર્ગ મળી ગયું! પ્રિયે, આપણું જીવન પ્રેમનું સ્વર્ગ બનશે. તને હું મારા હૃદયમાં સદા માટે જકડી રાખીશ...' અરે, આવું આવે તો તેં મને કેટલું કહેલું? હું શરમની મારી તારી સામે પણ જોઈ શકતી નહતી. તું બે હાથે મારું મુખડું પકડીને ઊંચું કરતો. ને ટગર ટગર મારી આંખોમાં જોઈ રહેતો.. મારો શણગાર કરતાં કરતાં તે અટકી જતો હતો..
શું તું આ બધી વાતો ભૂલી ગયો. આટલી જલદી? ના, ના... તું મને ના ભૂલી શકે... મારા હૃદયેશ્વર..! મને વિશ્વાસ છે તારા પર... તું મને ના ભૂલી શકે. વૈરાગી ના બની શકે. એવું કાંઈ જ બન્યું નથી કે તું વૈરાગી બની જાય.
મારા નાથ! તું જલદી આવી જા મારી પાસે. તું નહીં આવે તો હું જીવી નહીં શકું. મારી વ્યથા... મારી વેદના તું કેવી રીતે જાણે? રોઈ રોઈને મારી આંખો કેવી સુજી ગઈ છે? મારું શરીર કેવું થઈ ગયું છે? તું અત્યારે આવી જાય તો.... કદાચ તું મને ઓળખી ના શકે... ઓળખે તો તારી આંખો વરસી પડે...
શું ખરેખર તું શ્રમણ બની ગયો છે? શા માટે? મને કાંઈ સમજાતું નથી.... એવા કેવા સંયોગો પેદા થઈ ગયા કે તારે શ્રમણ બની જવું પડ્યું? તું તો ભાઈ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
એક રાત અનેક વાત મુનિરાજને વિદાય આપવા ગયો હતો... હા, તને ભાઈ-મુનિરાજ પ્રત્યે ખૂબ પ્રેમ હતો, એ હું જાણું છું. મને અડધી શણગારેલી પડતી મૂકીને તું નીચે ઊતરી ગયો હતો...
ભાઈ પ્રત્યે અનુરાગ હોય પરંતુ તે વૈરાગી ન હતો. રાગીને પણ સાધુઓ પ્રત્યે પ્રેમ ત હોઈ શકે... તારા ગયા પછી તારી રાહ જોતી હું બેસી જ રહી... કેટલી બધી શંકા-કુશંકાઓ મારા મનમાં આવી હતી? પરંતુ જ્યારે માતાજીએ આવીને આંસુ નીતરતી આંખોએ મને કહ્યું : “બેટી, હવે એ નહીં આવે... એ શ્રમણ બની ગયો છે...'
જાણે ધરતીકંપ થયો હોય તેવો આંચકો મને લાગ્યો... નાથ, તમે માનશો? હું મૂઢ થઈ ગઈ... જડ થઈ ગઈ... માતાજીની સામે શૂન્યમનસ્ક બનીને અપલક જોતી રહી. મારા પ્રાણેશ્વર, મારા જીવનમાં આ પહેલું જ દુઃખ આવ્યું... અસહ્ય દુઃખ છે આ.
નાથ, તારા-મારા-આપણા મનોરથોની ઇમારત કડડભૂસ થઈ ગઈ.... કાંઈ જ ન બચ્યું.. કલ્પનાનું સ્વર્ગ વેરાન ઉજ્જડ થઈ ગયું... આંસુઓ, વ્યથાઓ, વેદનાઓ અને નિસાસાઓ સિવાય શું રહ્યું મારા જીવનમાં?
પ્રિયતમ, છતાં મને તારા પ્રત્યે જરાય રોષ નથી.... તારા તરફ હું નારાજ નથી. તારા પ્રત્યેનો મારો પ્રેમ અખંડ જ છે, અભંગ છે. કારણ કે “જાણીબૂજીને તેં મારો ત્યાગ નથી કર્યો’ - આ વાત મને નિશ્ચિત લાગે છે. કોઈ સંયોગને આધીન બનીને,.. કોઈ પરિસ્થિતિને પરવશ બનીને તારે શ્રમણ બનવું પડ્યું છે... પછી હું તારા પ્રત્યે નારાજ થાઉં ખરી?
અને જો તારે અનિચ્છાએ શ્રમણ બનવું પડ્યું હશે. તો તારા મનમાં પણ કેવી વ્યથા હશે? કેવી ઘોર વેદનાથી તારું હૃદય વલુરાતું હશે? હું તને ક્ષણે ક્ષણે યાદ આવતી હઈશ... ખરું ને? તું તારી આ પ્રિયતમાને એક ક્ષણ પણ નહીં ભૂલી શકતો હોય... મારા વિના તું બેચેન હશે.. અને ક્યારેક તારી આંખો પણ ભીની થઈ જતી હશે!
ઓ ભગવાન... અમારા પર પાપી દૈવ રૂઠી ગયો છે. શું તું અમારી રક્ષા નહીં કરે? અમારી સંભાળ નહીં લે? તું દયાળુ છે, કરુણાવંત છે, ઓ પ્રભુ! અમારા પર તારી કરુણાનો ધોધ વરસાવ.. નહીંતર અમે વેદનાની ભડભડતી આગમાં બળીને રાખ થઈ જઈશું.
કેટલી નાની ઉંમર છે અમારા બન્નેની? કેટલી લાંબી હશે અમારી જીવનયાત્રા?
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યથા હૈયાની...
૧૯
ઝૂરી ઝૂરીને જીવનયાત્રા પૂરી થશે? આવું જીવન જીવવાનો અર્થ શો? કોના માટે જીવવાનું? .
મેં એવાં કેવાં પાપ કર્યાં હશે મારા પૂર્વજન્મોમાં? મેં ઘણી વાર ધર્મકથાઓમાં સાંભળ્યું છે કે પૂર્વજન્મોમાં કરેલાં પાપો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે દુ:ખ આવે છે. હા, આ જીવનમાં તો મેં એવું કોઈ પાપ કર્યું નથી. મારૂં કૌમાર્ય અભંગ છે. મેં જાણીબૂજીને કોઈને દુઃખ આપ્યું નથી... જરૂ૨ પૂર્વજન્મોનાં પાપ ઉદયમાં આવ્યાં છે.
અમારું લગ્ન ન થયું હોત, એકબીજા પ્રત્યે તીવ્ર પ્રેમ ન થયો હોત. ને એ શ્રમણ બની ગયા હોત અથવા હું શ્રમણી બની ગઈ હોત... તો કોઈ દુ:ખ ન
લાગત.
શું કરૂં ? અંધારી રાતે એકલી ચાલી નીકળું કોઈને કહ્યા વિના? તને ગામનગરોમાં શોધતી શોધતી આવું તારી પાસે? પરંતુ આવીને શું કરીશ? માતાજી કહે છે કે જૈન શ્રમણ સ્ત્રીને સ્પર્શ નથી કરતા. રાગથી સ્ત્રીની સામે પણ નથી જોતા... હું આવું તારી પાસે, અને તું સ્નેહભરી આંખે મને જુએ પણ નહીં... તો તો ત્યાં જ મારા પ્રાણ નીકળી જાય... અને કદાચ, તારા નિયમો... બંધનોના કારણે તને મારૂં આગમન ના ગમે તો?
જૈન શ્રમણોના નિયમો ઘણા આકરા હોય છે, એમ મને માતાજીએ કહ્યું. તું કેવી રીતે પાળીશ એ બધા નિયમો? અનિચ્છાએ નિયમો પાળવા દુષ્કર હોય છે... નહીંતર તું શું અહીં ના આવી શકે? નહીં આવી શકાતું હોય... ખેર, તું તારા મનને સમજાવીને સ્વસ્થ રહેજે... તારી નાગિલા તારી જ રહેશે; એ તું નક્કી સમજજે. આ તન-મન ઉપર તારો જ અધિકાર રહેશે.
ભવદેવ મુનિ ઃ
મેં ભ્રાતા-મુનિરાજનો વિચાર કર્યો... ‘એમનું વચન મિથ્યા ન થવું જોઈએ...’ અને મેં સાધુતા સ્વીકારી લીધી... મેં મારી માતાનો વિચાર ન કર્યો, પિતાનો વિચાર ન કર્યો... અત્યંત સ્નેહથી ભરેલાં માતા-પિતા, મારા વિના કેવાં દુ:ખી દુ:ખી થઈ ગયાં હશે? મારે એમના સ્નેહભર્યા હૈયાનો વિચાર કરવો જોઈતો હતો.
અને, નાગિલાનો વિચાર પણ મેં ના કર્યો... મને એ સમયે બીજું કાંઈ જ યાદ ન આવ્યું... મારી સામે માત્ર ભાઈ-મુનિરાજ હતા... અલબત્ત, મને તેમના પ્રત્યે પ્રેમ છે, ક્તિ છે... પરંતુ મારે આવો નિર્ણય નહોતો કરવો
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.
એક રાત અનેક વાત જોઈતો. મેં ભાવાવેશમાં તણાઈને ખોટો નિર્ણય કરી દીધો. હું ગુરુદેવને કહી શકત : “મારા ભ્રાતા-મુનિરાજની મને સાધુ બનાવવાની ભાવના સારી છે. પરંતુ ગુરુદેવ, હજુ ગઈકાલે જ મારાં લગ્ન થયાં છે. મારામાં વૈરાગ્ય નથી... વૈરાગ્ય વિના દીક્ષા લઈને શું કરું? હા, ભાઈ-મુનિરાજ લગ્ન પહેલાં આવ્યા હોત... મને વૈરાગી બનાવ્યો હોત તો જરૂર હું દીક્ષા લેત...” આવું કહીને ત્યાંથી નીકળી ગયો હોત તો સારું થાત.
મારી સરળ મા... બિચારી રડી રડીને મરી જશે. મારા વિરહની વેદના તે નહીં સહી શકે. તે સહનશીલ છે. છતાં આ વજ પ્રહાર તે સહી નહીં શકે... તેના મનમાં કેટલી બધી બેચેની હશે? તેણે ખાવા-પીવાનું પણ ત્યજી દીધું હશે. આમેય મને અને પિતાજીને જમાડીને પછી એ જમતી હતી. કેટલા વાત્સલ્યથી તે મને ખવડાવતી હતી? તેણે મને ક્યારેય નારાજ નથી કર્યો. મારી એક-એક ઇચ્છા એણે પૂરી કરી છે... એના મનમાં મારા સુખના જ વિચારો રમતા રહેતા હતા. લાખોમાં એક હતી મારી મા.
ભવદેવ મુનિની આંખો ભીની થઈ ગઈ.
અરે, મારા પિતા કેવા ગુમસૂમ થઈ ગયા હશે? એ પોચા હૃદયના છે. જેવા પ્રેમાળ છે તેવા ગંભીર છે એ પોતાનું દુઃખ મારી માને પણ કહેતા નથી. ક્યારેય રોષ નહીં કે રીસ નહીં. અઢળક સંપત્તિ હોવા છતાં તેમનામાં જરાય અભિમાન નથી. તેમને ધર્મ ગમે છે, ધર્મગુરુઓ ગમે છે, પરમાત્મા પ્રત્યે તેમને શ્રદ્ધા છે.
ક્યારેય કોઈની નિંદા નહીં, કોઈનું અહિત કરવાનો વિચાર પણ નહીં! કેવા સપુરુષ છે એ? મારા પ્રત્યે અપાર વાત્સલ્ય ધરાવતા મારા એ પિતાનું શું થયું હશે? મારી માતાનું દુ:ખ. એનો કલ્પાંત. પિતાજીથી સહન નહીં થઈ શકે. મેં એમના જીવનમાં આગ લગાડી દીધી.
માતા-પિતાએ મને સુખ આપ્યું, મેં એમને દુઃખ આપ્યું. એમણે મને વાત્સલ્ય આપ્યું, મેં તેમને વેદના આપી. એમણે મને સ્નેહ આપ્યો, મેં એમને ઉકળાટ આપ્યો. હું કુપુત્ર નીવડ્યો. હું અધમ નીવડ્યો..' એકાંતમાં બેઠેલા ભવદેવ મુનિ રડી પડ્યા.
અને... નાગિલા? કોડભરેલી મારી પ્રિયતમા મારી રાહ જોતી કલાકો સુધી મેડી પર બેસી રહી હશે.” હમણાં પાછો આવું છું, કહીને હું મેડીએથી નીચે ઊતરી ગયો હતો. મેં વચન ન પાળ્યું. મેં એનો વિશ્વાસઘાત કર્યો.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
વ્યથા હેયાની...
કેવું એનું રૂપ... કેવા એના ગુણ... કેવું હતું એનું સમર્પણ! મન-વચનકાયાથી એ મને સમર્પિત હતી. થોડા કલાકોનો જ એનો પરિચય.. પણ એટલા ટૂંકા પરિચયમાં એણે મારું દિલ જીતી લીધું હતું.
થોડા કલાકોમાં એ તો થોડી ક્ષણો જ બોલી હતી. મેં જ મારા હૃદયના ભાવ કલાકો સુધી વ્યક્ત કર્યા હતા. મારાં વચનો પર એના મનમાં ગાઢ વિશ્વાસ બેઠો હતો. અને મેં પણ એને એકેય વાત ક્યાં ખોટી કહી હતી? મારું હૃદય નિખાલસ હતું. મેં એને જે કહ્યું હતું... એ હું જરૂર કરી બતાવત, હું એને ક્યારેય દગો ન દેત.
જો અમારાં કર્મ અનુકૂળ હોત તો અમે અમારા સંસારને સ્વર્ગ બનાવત... જરૂર બનાવત,
દેવી, તું મારા અપરાધની ક્ષમા આપીશ? મેં તારો ઘોર અપરાધ કર્યો છે પણ જાણીબૂજીને મેં અપરાધ નથી કર્યો. શું કરું? એવું જ કાંઈક બની ગયું અચાનક... ભાઈ મુનિરાજ પ્રત્યેની લાગણીના પ્રવાહમાં હું વહી ગયો.. એ ક્ષણે મને તારો વિચાર જ ન આવ્યો. પછી તો ક્ષણે ક્ષણે તારી સ્મૃતિ આવી રહી છે.
તારા મનમાં મારા માટે કેવા કેવા વિચાર આવતા હશે? અને મારા વિના.... તારી કેવી કફોડી હાલત થઈ ગઈ હશે? રોઈ રોઈન તારી આંખો સુજી ગઈ હશે... તારી સુકોમળ કાયા ચીમળાઈ ગઈ હશે.. વ્યથા અને વેદનાથી તારૂં મન ભરાઈ ગયું હશે. બધી જ આશાઓના.... ચણેલા મિનારાઓ તૂટી પડયા... પ્રિયે, આપણું કલ્પનાનું સ્વર્ગ મભૂમિમાં બદલાઈ ગયું
તે છતાં પ્રિયે, તું ભાઈ–મુનિરાજ પર નારાજ ન થઈશ. હું પણ એમના પર નારાજ નથી. એમનો આશય પવિત્ર હતો. અને એ તો મહા વિરક્ત આત્મા છે.. ભૂલ મારી છે. મેં અવિચારી નિર્ણય કરી લીધો.
મારા પ્રત્યે પણ તું નારાજ ન થઈશ. તને દુઃખી કરવાનો મને વિચાર પણ નથી આવ્યો... તારો ત્યાગ આ જનમમાં તો નહીં, કોઈ જનમમાં હું કરું નહીં. અને મારા હૃદયમાંથી તારો ત્યાગ ક્યાં કર્યો છે? તું મારા હૃદયમાં છે ને રહીશ. દેવી, તું મારી છે ને હું તારો છું... એમાં તું ક્યારેય શંકા ન કરીશ.
એક દિવસ હું તારી પાસે આવીશ, જરૂર આવીશ. આમ તો હમણાં જ આવી જાઉં. પરંતુ હમણાં આવું તો ભાઈ-મુનિરાજ દુઃખી થાય, સાધુ સમાજમાં
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત
૨૨
એમની અપકીર્તિ થાય... ના, હું એવું ના કરી શકું. ભલે મારે દુઃખ સહેવું પડે... હૃદયમાં વ્યથા ભરીને જીવવું પડે... પરંતુ ભાઈ-મુનિરાજને હું દુ:ખી નહીં કરી શકું.
હા, જ્યારે ભાઈ-મુનિરાજનું આયુષ્ય પૂર્ણ થઈ જશે, ત્યારે હું તારી પાસે દોડી આવીશ... ત્યાં સુધી હે પ્રિયે, તું ધીરજ રાખજે. મારી રાહ જોજે. હા, હું તારી પાસે જ ચાલ્યો આવીશ.
હું સમજું છું કે આ શ્રમણજીવન શ્રેષ્ઠ જીવન છે, પરંતુ આ જીવન જીવવા માટે હું લાયક નથી. આ જીવન વૈરાગી મનુષ્યો માટે છે, હું વૈરાગી નથી. આ જીવન ત્યાગવીર પુરુષો માટે છે, હું ભોગી છું... વિષયપિપાસુ છું. મારા માટે આ જીવન ઉપયુક્ત નથી... શું કરું? પરિસ્થિતિવશ આ જીવન સ્વીકારવું પડ્યું છે. જેની ખાતર આ જીવન સ્વીકાર્યું છે, એની ખાતર મારે આ જીવન જીવવું પડશે... એમના જીવનકાળપર્યંત જ જીવવું પડશે... પછી આ જીવન સાથે મારે કોઈ નિસ્બત નહીં રહે. મારે નિસ્બત છે મારી પ્રિયતમા સાથે...
જ્યારે નીરવ રાત્રિમાં મારી આસપાસ શ્રમણો ધર્મધ્યાનમાં નિમગ્ન હોય છે, ત્યારે હું પ્રિયે! તારા ધ્યાનમાં લીન હોઉં છું. મારે ધ્યાન કરવું પડતું નથી, ધ્યાન થઈ જાય છે. હા, ક્યારેક મારી માતાના ધ્યાનમાં પણ ખોવાઈ જાઉં છું ખરો.
બધા શ્રમણોની સાથે હું ધર્મ ક્રિયાઓ કરૂં છું, પરંતુ મારૂં મન એ ક્રિયાઓમાં લાગતું નથી. મારૂં મન તો દેવી! તારામાં જ રમ્યા કરે છે... શું કરૂં ? બંધનોમાં જકડાઈ ગયો છું. સાચું કહું છું... મહાવ્રતો મને બંધનરૂપ લાગે છે... મારૂં મન અકળાય છે... મૂંઝાય છે.
ક્યારેક મને લાગે છે કે મારા ભ્રાતા-મુનિરાજ મારી આવી સ્થિતિ જોઈને મનમાં દુઃખી થાય છે... મારી ઉદાસી તેમને મૂંઝવે છે. તેઓ મને કાંઈ કહેતા નથી... છતાં ઊંડે-ઊંડે તેઓ પોતાની ભૂલનો પસ્તાવો કરતા હોય, એમ મને લાગે છે. ત્યારે મારૂં મન દુઃખી થઈ જાય છે. મારાથી તેમનું દુઃખ જોવાતું નથી. એટલે હું તેમને મારા મનની કોઈ વાત જ કરતો નથી.
ખરેખર, તેઓ મહાન આત્મા છે. ભીતરમાં વિરક્તિ અને બહારથી પ્રસન્ન! તેઓ મહાન જ્ઞાનીપુરુષ છે. અનેક શ્રમણીને તેઓ જ્ઞાનદાન આપે છે. એમના ગુણવૈભવ પર ઓવા૨ી જાઉં છું.
હું
હમેશાં તેઓના સાંનિધ્યમાં ૨હેવા છતાં, હે પ્રિયે! મારૂં મન તો તારી પાસે
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યથા હૈયાની...
૨૩ જ રહે છે. કેવી વિચિત્ર છે મારા મનની સૃષ્ટિ? ક્યારેક તો પૂરી રાત મને ઊંધ નથી આવતી. અનંગની તીવ્ર પીડા ઊપડી આવે છે...અને મારી બેચેની માઝા મૂકી દે છે. શું તું કલ્પી શકીશ મારી આ હાલતને?
ખેર, ગમે તેટલી આંતરિક વ્યથા સહેવી પડે, હું સહીશ, પરંતુ જ્યાં સુધી મારા ભાઈ-મુનિરાજ છે ત્યાં સુધી હું આ સાધુવેશમાં જ રહીશ. આ મારો અફર નિર્ણય છે. પછી ભલે વ્યથા-વેદના અસહ્ય બની જાય.... અને પ્રાણ નીકળી જાય..
પ્રાણપ્રિયે, તું ધીર બનીને મારી રાહ જોજે. હું હમેશાં તારા સુખની કામના કરીશ. આવી પડેલા ઘોર દુઃખને સહવાની તને શક્તિ મળે. તેવી પરમાત્માને પ્રાર્થના કરું છું. - કદાચ.. આ સાધુવેશમાં સુગ્રામનગરમાં આવવાનું નહીં બને... અમારો વિહાર એ બાજુ નહીં થાય. તે છતાં ભવિષ્ય અંગે હું કાંઈ જ જાણતો નથી...”
વિચારોમાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા હતા. ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો. ભવદેવ મુનિએ પાસે જોયું તો ભવદત્ત મુનિ ઊભા હતા. ભવદેવા મુનિ ઊભા થયા... ભાઈ-મુનિરાજનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું.
ભવદત્ત મુનિનાં ચરણો ભીંજાઈ રહ્યાં હતાં.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. ભવદત મુનિ
ભવદત્ત મુનિનું હૃદય વ્યથિત હતું. ક્યારેક તો વ્યથા તીવ્ર બની જતી હતી. ભવદેવ મુનિના મુખ પર હમેશાં રહેતી ઉદાસીનતા, તેમની આંખોમાંથી ઝખ્યા કરતી વેદના અને એમના મનમાંથી સંભળાતા ઉપાલંભ ભવદત્ત મુનિના હૃદયને હચમચાવી મૂકતા હતા.
મેં જિનાગમોનું ગહન અધ્યયન કર્યું છે. ઘણાં સૂત્રો મને કંઠાગ્ર છે. એકએક સૂત્રના અર્થોનાં રહસ્ય મેં જાણયાં છે. અને આ રીતે હું “ગીતાર્થ બન્યો છું. મહાવ્રતોનું પાલન કરું છું. સમિતિ-ગુપ્તિના પાલનમાં જાગ્રત છું.”
શું મેં ભવદેવના જીવન સાથે ક્રૂર વ્યવહાર નથી કર્યો? “વૈરાગ્ય વિના આ શ્રમણ-વત કોઈને અપાય નહીં, આવું જિનવચન જાણવા છતાં મેં ભવદેવને શ્રમણ બનાવ્યો. એના હૃદયમાં ક્યાં વૈરાગ્ય હતો? એ તો એના “દાક્ષિણ્યતા” ગુણના કારણે શ્રમણ બની ગયો. મારા વચનની ખાતર તેણે સંસારનાં સુખો ત્યજી દીધાં! કેટલો મહાન છે મારો લધુ ભ્રાતા? ખરેખર, એ ગુણિયલ છે. એણે શ્રમણ બન્યા પછી પણ ક્યારેય મને કહ્યું નથી કે મોટાભાઈ, તમે મને છેતરીને સાધુ બનાવી દીધો.... સારું ન કર્યું...' ના, ક્યારેય તેણે ફરિયાદ નથી કરી. હું સમજું છું કે એ ભીતરમાં વ્યથિત છે. એના હૃદયમાં રાગ છે! સંસારનાં સુખો પ્રત્યે રાગ છે... સાધુજીવનમાં એ રાગ સાથે જીવવું ઘણું ઘણું દુઃખદાયી હોય છે.
શું એને સાધુ બનાવવાની પાછળ એના આત્મકલ્યાણની ભાવના મારા મનમાં હતી ખરી? ના, મારે તો મારાથી બોલાઈ ગયેલું વચન સિદ્ધ કરવું હતું. સહવાસી શ્રમણોને મારે બતાવી આપવું હતું કે હું ધારું તો મારા ભાઈને સાધુ બનાવી શકું છું..” પેલા સુભાષ મુનિ પોતાના નાના ભાઈને પ્રતિબોધ પમાડ્યા વિના પાછા આવેલા ત્યારે મેં તેમનો ઉપહાસ કર્યો હતો.
મેં મારા “અહં' ને પોષવા, રાગીને વૈરાગીનાં કપડાં પહેરાવી દીધાં.. ભોગીને ત્યાગીનાં વ્રત આપી દીધાં.. એના જીવનનો, એની ભીતરની ભાવનાઓનો કોઈ વિચાર ના કર્યો. અરે, મારા એક વચનને સિદ્ધ કરી બતાવવા મેં કેટકેટલા જીવોને અસમાધિ આપી? ભૌતિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ મને સુખ આપનારાં મારાં માતા-પિતાનાં કોમળ હૃદય ઉપર કેવો વજઘાત થયો હશે? કેટકેટલા મનોરથો સાથે એમણે ભવદેવને પરણાવ્યો
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ભવદત્ત મુનિ હશે? એમને ભવદેવ ઉપર કેટલું બધું વાત્સલ્ય હતું? આ આઘાત શું તેમના પ્રાણ તો નહીં લઈ લે ને...? અને પેલી નવોઢા પત્ની? જ્યારે એણે જાણ્યું હશે કે “એનો પતિ સાધુ બની ગયો છે..” ત્યારે એ કેવી શુન્યમનસ્ક થઈ ગઈ હશે? કેવું કારમું કલ્પાંત કર્યું હશે?
આ બધાં દુઃખોમાં હું નિમિત્ત બની ગયો. હા, મારે ભવદત્તને દીક્ષા આપવી જ હતી, તો મારે એને વિરક્ત બનાવવો જોઈતો હતો. એના હૃદયમાં વૈરાગ્યનો દીપક પ્રગટાવવો જોઈતો હતો. ભલે, એ માટે મારે ચાર છ મહિના સુગ્રામમાં રહેવું પડત,... કે બાર મહિના રહેવું પડત.. સાથે સાથે માતા-પિતાને પણ ધર્મોપદેશ આપીને, તેમના મમત્વભાવને તો તોડી શકાત.
વાસ્તવિકતા વિચારું છું તો, ભવદેવ એની પોતાની યોગ્યતાના કારણે અનિચ્છાએ સાધુ બન્યો છે. “મેં એને સાધુ બનાવ્યો..' આવું માનવું મિથ્યા છે. ભલે સહવાસી મુનિવરોએ મને ધન્યવાદ આપ્યા અને એ ધન્યવાદ પામીને હું હરખાયો, પરંતુ એ નરી આત્મવંચના છે.
મેં એના પ્રેમનો દ્રોહ કર્યો છે. મેં એના મારા પ્રત્યેના પૂજ્યભાવનો ગેરલાભ ઉઠાવ્યો છે. મેં એની સરળતા સાથે પ્રપંચ ખેલ્યો છે. હે ભગવાન... મેં આ શું કરી નાખ્યું?
અનિચ્છાએ એણે શ્રમજીવન સ્વીકાર્યું છે અને અનિચ્છાથી આ જીવન, જીવ્યે જાય છે. છતાં મારા પ્રત્યે એણે ક્યારેય પણ અવિનય કર્યો નથી, અનાદર કર્યો નથી. એનો ભક્તિભાવ અખંડ છે... છતાં આ બધું ક્યાં સુધી ચાલશે? એની ભીતરમાં ભંડારાયેલો અસંતોષ શું સ્ફોટક નહીં બને?
હા, આ પવિત્ર વાતાવરણમાં જીવતાં જીવતાં, જિનાગમોનું અધ્યયન કરતાં કરતાં, શ્રમણજીવનની વિવિધ ધર્મ-ક્રિયાઓ કરતાં કરતાં.. એની રાગદશા દૂર થઈ જાય, સંસારસુખો પ્રત્યે અનાસક્તિ પ્રગટી જાય... તો તો એનું જીવન ધન્ય બની જાય. ભાવચારિત્રની પ્રાપ્તિ થઈ જાય. પછી કોઈ ચિંતા નહીં.
તીર્થકર ભગવંતોએ આવી સંભાવના બતાવી પણ છે. દ્રવ્યચારિત્ર ભાવચારિત્રનું નિમિત્ત બની જાય છે. છતાં નિમિત્ત બને જ, એવો કોઈ નિયમ નથી... જો ભવદેવને ભાવચારિત્રની પ્રાપ્તિ ન થાય તો?
ખેર, ભાવચારિત્રની પ્રાપ્તિ ન થાય તો ભલે ન થાય, પરંતુ ચારિત્રધર્મ તરફ એના મનમાં દ્વેષ ન થઈ જવો જોઈએ. અરુચિ ન થવી જોઈએ. જો દ્વેષ-અરુચિ થઈ જાય તો ભવોભવ એને ચારિત્રધર્મની પ્રાપ્તિ જ ન થાય.... એ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
એક રાત અનેક વાત ભીષણ ભવનમાં ભટકતો થઈ જાય... એમાં મૂળભૂત નિમિત્ત હું બની
જાઉં...
બીજા જીવને એવી રીતે તો ધર્મ ન જ આપવો જોઈએ કે એના મનમાં ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય. ધર્મ ન આચરે તો ચાલે, પણ ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય તે ન ચાલે.
જો કે ભવદેવ સાધુજીવનની એકેએક ક્રિયા વિધિપૂર્વક કરે છે; હું બરાબર જોયા કરું છું. કઈ ક્રિયા પ્રત્યે અનાદર જોવા મળતો નથી... છતાં એના મનના ભાવોને તો હું જાણી શકતો નથી. બસ, હું તો એટલું ઇચ્છું છું કે એના મનમાં ક્યારેય ચારિત્રધર્મ પ્રત્યે દ્વેષ ન જાગવો જોઈએ.
એનું મન વ્યથિત તો છે જ. ભારોભાર દુઃખ ભર્યું છે એના મનમાં, શું કરું? એને ઉપદેશ આપવા તો મારી જીભ જ નથી પડતી. હું એને કેવી રીતે ઉપદેશ આપું? અપરાધ મારો છે, એનો નથી. મેં કપટ કરીને એને સાધુ બનાવી દીધો છે. મેં જિનાજ્ઞાનું પણ ઉલ્લંઘન કર્યું છે.
મારાથી એની વેદના જોઈ જતી નથી. પેલા દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં.. મારા પગે પડીને એ કેટલું રડ્યો હતો? એના એ રુદને ઘણું બધું કહી દીધું હતું.. બધું શબ્દોથી જ કહેવાય, એવો નિયમ થોડો જ છે? કેટલુંક મૌનથી કહેવાય છે, કેટલુંક રુદનથી કહેવાય છે... કેટલુંક માત્ર દૃષ્ટિથી કહેવાય છે.
તો શું કરું? એને પ્રેમથી એકાંતમાં પૂછી લઉં? “વત્સ, તારું મન આ શ્રમણજીવનમાં લાગે છે ને? જો ન લાગતું હોય.. અને ખૂબ પીડા... વ્યથા થતી હોય તો...”
ના, ના, મારાથી એને ગૃહસ્થાવાસમાં જવાનું તો નહીં જ કહી શકાય. કારણ કે ગૃહવાસ પણ સુખરૂપ તો નથી જ. ગૃહવાસ દુઃખરૂપ છે. દુઃખરૂપ ગૃહવાસમાં જવાનું હું એને ન કહી શકું. હા, એ ગૃહવાસને અત્યારે સુખરૂપ માની રહ્યો છે અને એને વૈષયિક સુખો સુખરૂપ લાગે છે... એટલે જ એ સુખોનું આકર્ષણ એના મનમાં છે.
જે સંસારસુખો દુઃખરૂપ છે, તેને તે સુખરૂપ માની રહ્યો છે અને જે સંયમનાં કષ્ટો સુખરૂપ છે, તેને તે દુ:ખરૂપ માની રહ્યો છે...! આ જ મોહદશા... અજ્ઞાન-દશા જીવાત્માને અનંતકાળથી સંસારમાં ભટકાવી રહી છે ને..?
શું ક્યારેય તીર્થંકર ભગવંતોનો એના પર અચિત્ય અનુગ્રહ નહીં થાય? શું ક્યારેય ગુરુદેવોના હાર્દિક આશીર્વાદ એના પર નહીં અવતરે? અવતરશે,
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદર મુનિ
૨૭ જરૂર અવતરશે. એ તીર્થકરોનો અનુગ્રહ પામશે.... એનામાં મૌલિક ગુણોની યોગ્યતા છે. ગુણવાન જીવાત્મા ક્યારેક ને ક્યારેક પરમાત્મકૃપાને પાત્ર બને જ
ભવદેવ ગુણવાન છે, સંયમશીલ છે, સત્ત્વશીલ છે, નહીંતર એ અનિચ્છાએ મહાવ્રતોનું પાલન ન કરી શકે. કઠોર પ્રતિજ્ઞાઓનું પાલન ન કરી શકે.
એક વાત નિશ્ચિત છે; ઇચ્છા વિના પણ વચન-કાયાથી કરેલું મહાવ્રતોનું પાલન, સુખદાથી જ બને છે, નિષ્ફળ નથી જ જતું.. આ દૃષ્ટિએ ભવદેવનું મેં અહિત તો નથી કર્યું... મેં એને અયોગ્ય માર્ગે તો નથી વાળ્યો. એ ભલે આજે ન સમજે, પરંતુ હું એને સુખના માર્ગે લઈ આવ્યો છું. માર્ગ સારો છે, સાચો છે, નિષ્પાપ છે... “ભાઈ... વન્સ... ભવદેવ, તું વ્યથામુક્ત થઈને, શાન્ત ચિત્ત વિચારીશ તો તને જરૂ૨ આ ચારિત્રમાર્ગ સુખરૂપ લાગશે. ઇન્દ્રિયોની પરવશતાથી મુક્ત થઈને ચિંતન કરીશ તો તને આ સંયમપંથ જ સાચો શાન્તિપથ લાગશે.
પરંતુ તે આ વાત આજે નહીં વિચારી શકે, તારો દોષ નથી. તને આ પ્રકારનું જ્ઞાન નથી મળ્યું, સંસ્કારો નથી મળ્યા. તને સમજણ મળી છે સંસારનાં વૈિષયિક સુખોની. તારી સુખની કલ્પના ઇન્દ્રિયોના પ્રિય વિષયો સાથે બંધાયેલી છે! બસ, તેં એ સુખોનો ત્યાગ કરી દીધો માત્ર મારા ખાતર...! મારા વચનની ખાતર...! જરાય ખચકાયા વિના, ગભરાયા વિના તે ગુરુદેવને કહી દીધું - 'હા ગુરુદેવ, હું દીક્ષા લેવા આવ્યો છું...”
તો હે વત્સ, જેમ મારા વચનને સત્ય સ્થાપિત કરવા તે સંસારનાં સુખો ત્યજી દીધાં, તેમ તારા આત્માનો ઉદ્ધાર કરવા માટે તું તારા મનથી એ સુખોનો ત્યાગ ન કરી શકે? જો મનથી દુનિયાને વિસ્મૃતિના દરિયામાં ફેંકી દે તો તું પરમ આનંદ અનુભવી શકે આ જીવનમાં.
શું તું વાત્સલ્યમૂર્તિ માતાને ભૂલી શકે? શું તું ઉદારચેતા પિતાને ભૂલી શકે? પ્રેમના સાગર જેવી નવોઢા પત્નીને ભૂલી શકે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખો વિના આનંદથી જીવી શકે? એ સુખોને ભૂલી શકે? શરીરનો મોહ ત્યજી શકે? જેનો તેં ત્યાગ કર્યો છે, તે બધાં તરફનું મમત્વ છોડી શકે? વત્સ, જો તું મમત્વ ત્યજી દે તો તારો બધો વિષાદ પલવારમાં દૂર થઈ જાય. તારું મન પ્રફુલ્લિત થઈ જાય.. તું ભાવચારિત્રી બની જાય.
ખેર, મને એક વાતનો તો વિશ્વાસ છે કે તું શ્રમણજીવન ત્યજીને ગૃહવાસમાં તો નહીં જ જાય. ઇન્દ્રિયોના આવેગો ઉપર સંયમ રાખવાનું તારું સત્ત્વ છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮.
એક રાત અનેક વાત યૌવન હોવા છતાં તારામાં ઉન્માદ નથી. તારું વ્યક્તિત્વ શાંત-પ્રશાંત છે. આ દૃષ્ટિએ તો હું નિશ્ચિત છું. હું વ્યથિત છું તારી મનોવ્યથાના કારણે, કારણ કે એમાં હું નિમિત્ત બનેલો છું.
ખરેખર, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ભવસ્થિતિ વિચિત્ર બતાવી છે, તે યથાર્થ છે. કર્મપરવશ જીવ ન કરવાનું કરી બેસે છે. નહીંતર, હું તો શ્રમણ હતો ને? મારે શા માટે આવી વાતમાં પડવું પડે? દીર્ઘદૃષ્ટિથી વિચાર્યા વિના આવું કામ શા માટે કરવું પડે? પરંતુ આ કર્મપરવશ સ્થિતિ જ એવી છે.
હું હોઉં કે ભવદેવ હોય... કોઈ પણ કર્મપરવશ જીવ... જાણે-અજાણે ભૂલ કરી બેસે છે.
બસ, હવે તો કર્મબંધનોને તોડવાનો મહાન પુરુષાર્થ કરી લેવો જોઈએ. કર્મોની પરાધીનતા મિટાવવી જ જોઈએ. આત્માને શુદ્ધ, બુદ્ધ કરવાના એક જ લક્ષ્યથી જીવન જીવવું જોઈએ. શ્રમણજીવન એ માટે તો લીધું છે.'
ભવસ્થિતિનું ચિંતન કરતાં કરતાં ભવદત્ત મુનિ પ્રશાન્ત બન્યા. તેમની ગ્લાનિ દૂર થઈ, વિષાદ દૂર થયો. વૈરાગ્યભાવ તીવ્ર બન્યો. “શ્રમણજીવનનાં મારાં કર્તવ્યોનું પાલન કરતો રહીશ, પરંતુ હવે હું શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરતો રહીશ. વિશુદ્ધ આત્મદૃષ્ટિથી જીવસૃષ્ટિનું અવલોકન કરતો રહીશ. આત્માનુભવ પામવાની દિશામાં પ્રયત્નશીલ બનીશ. ભવદેવને પણ એના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જોઈશ. એના શુદ્ધ આત્મદ્રવ્યને જોઈશ.
નિર્લેપ ભાવને પુષ્ટ કરતો રહીશ. અપ્રમત દશાને ઉજાગર કરતો રહીશ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધોને તોડી નાખીશ. તપ-ત્યાગ અને તિતિક્ષા દ્વારા શરીરના રાગને ભૂંસી નાખીશ.
હા, હું ભવદવ તરફ નિરપેક્ષ નહીં બનું. એની ઉપેક્ષા નહીં કરું. એની ચારિત્ર સ્થિરતા માટે એને વાત્સલ્ય આપીશ. એને માર્ગદર્શન આપતો રહીશ. એની જવાબદારી બરાબર અદા કરીશ. એના શુભની, એના કલ્યાણની કામના મારા હૈયે રહેશે. એના મનને બરાબર સાચવીશ. મારે આ રીતે નિશ્ચય' અને
વ્યવહાર” બન્ને ધર્મોનું યથોચિત પાલન કરવાનું છે. હું કરીશ'. ભવદત્ત મુનિની વિચારધારા વિશુદ્ધ-વિશુદ્ધતર બનતી ચાલી... તેમનો આત્મભાવ ઉલ્લસિત બન્યો. આખર, તેઓ વિશિષ્ટ જ્ઞાની-પુરુષ હતા ને? જ્ઞાની પુરુષોનો વિષાદ ક્ષણજીવી હોય છે. વિષાદમાંથી વૈરાગ્યમાં સરી પડતાં તેમને વાર નથી લાગતી. ઉગમાંથી આનંદમાં ઊતરી પડતાં તેમને વાર નથી લાગતી.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
ભવદત્ત મુનિ
એક દિવસ આચાર્યદેવશ્રી મહિધરસૂરિજીએ ભવદત્ત મુનિને બોલાવીને કહ્યું: “મહાનુભાવ, ભવદેવ મુનિના આંતરિક ભાવોથી પરિચિત છો ને? એને સમાધિ રહે, એ સ્વસ્થ રહે તે માટે યોગ્ય કરો છો ને?'
હા ગુરુદેવ, એના પ્રત્યે હું જાગ્રત છું. સંયમભાવમાં એની સ્થિરતા રહે તે માટે સંયમયોગોમાં પ્રવર્તાવું છું.'
છતાં એ ઉદ્વિગ્ન રહે છે, ઉદાસ રહે છે.' પ્રભો, એ મારી ભૂલનું પરિણામ છે...' ‘એવું ન વિચારો મહામુનિ! તમે એને, એની ઇચ્છા વિના પણ, સન્માર્ગે લઈ આવ્યા છો.”
“એ સાચું હોવા છતાં ગુરુદેવ, મારા મનમાં હમેશાં એ વાત પીડે છે... કે મેં એની સાથે કપટ કર્યું... કપટ કરીને એને શ્રમણ બનાવ્યો...”
હવે એ વાત યાદ ન કરો. તમે કપટ કરીને એનું અહિત નથી કર્યું... એને તમે ઉત્તમ જીવન આપ્યું છે. ખેર, એના મનમાં મોક્ષમાર્ગ જ ચવો જોઈએ. પ્રયત્ન એ દિશામાં કરવો જરૂરી છે. જો કે મારો અને તમારો પ્રયત્ન ચાલુ જ છે, છતાં આપણે વિશેષ ધ્યાન આપવાનું છે.'
ગુરુદેવ, એ સત્ત્વશીલ છે. ગ્રહણ કરેલા મહાવ્રતોનું દોષરહિત પાલન કરે.
મને તો હળુકર્મી જીવ લાગે છે. એનામાં ઘણા બધા મૌલિક ગુણ મને દેખાય છે. આજે ભલે, તેનું મન મહમાં મૂંઝાતું હોય, પણ એ મોહનું આવરણ, પ્રગાઢ નથી. એકાદ નિમિત્ત મળતાં એ આવરણ ભેદાઈ જશે.”
ભવદત્ત મુનિની આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. તેમણે આચાર્યદેવના ઉલ્લંગમાં પોતાનું મસ્તક મૂકી દીધું. આચાર્યદેવનો વરદ હસ્ત મસ્તકને પંપાળતો રહ્યો.
ગદ્ સ્વરે ભવદત્ત મુનિ બોલ્યા : “બસ ભગવંત, હું એ જ ઇચ્છું છું... એનું મોહનું આવરણ ભેદાઈ જાય. એ આત્મભાવમાં લીન બને... બાહ્ય દુનિયાને ભૂલી જાય.”
“શ્રદ્ધા રાખો, યોગ્ય કાળે એ બનશે જ. આત્માના ઉત્થાનમાં “કાળ' પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. “કાળલબ્ધિ” પણ એક અદશ્ય છતાં સક્રિય તત્ત્વ છે ને!'
આપનું કથન યથાર્થ છે ગુરુદેવ, આપના વાત્સલ્યભરપૂર સાંનિધ્યમાં એ આત્મા સંયમજીવનમાં સ્થિર રહેશે જ, એની ઉદાસીનતા દૂર થશે જ.'
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩0.
એક રાત અનેક વાત એ માટે એક જ ઉપાય છે, અને તે છે સ્વાધ્યાયમગ્નતા, જ્ઞાનમગ્નતા! દિવસ-રાતના આઠ પ્રહરમાં પાંચ પ્રહર જ્ઞાન-ધ્યાનમાં રહેવું જોઈએ. અશુભ વિચારોને મનમાં પેસવાનો માર્ગ જ ન મળવો જોઈએ. જ્ઞાન-ધ્યાન વિના મન સ્થિર ન રહે, શુદ્ધ ન રહે. આર્તધ્યાનમાં ચાલ્યું જાય... ને ક્યારેક સંયમજીવનને નુક્સાન કરે.
તમે નિશ્ચિત રહો, ભવદેવ મુનિને હું પોતે જ જ્ઞાનધ્યાનમાં જોડીશ. તેનું યોગક્ષેમ કરીશ. સંયમજીવનમાં સ્થિર કરીશ.”
પ્રભો, ભવોભવ આપ ગુરુદેવનું શરણ મળો.' ભવદત્ત મુનિએ આચાર્યદેવના ચરણે મસ્તક મૂકીને વંદના કરી.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. નાગિલા
રેવી અને રાષ્ટ્રકૂટ માટે ભવદેવનો વિરહ અસહ્ય બન્યો. વિરહની વેદનામાં બન્ને ઝૂરતાં રહ્યાં. એક વર્ષ, બે વર્ષ... ત્રણ વર્ષ વીત્યાં. બન્ને માંદગીમાં પટકાયાં, નાગિલા સાસુ-સસરાની દિનરાત સેવા કરે છે. અલબત્ત, નાગિલાના હૃદયમાં પતિવિરહની વ્યથા ભરેલી જ હતી, છતાં તે સાસુ-સસરાને આશ્વાસન આપતી રહી અને સેવા કરતી રહી.
શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટે એક દિવસ નાગિલાને પોતાની પાસે બેસાડીને કહ્યું : ‘બેટી, હવે મને લાગે છે કે હું માંદગીમાંથી ઊઠીશ નહીં... હું થોડા દિવસનો મહેમાન છું... અને આ (રેવતી) પણ વધુ દિવસ નહીં કાઢે... બેટી, અમારા બે વિના...' રાષ્ટ્રકૂટ રડી પડ્યા. નાગિલાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં... થોડીક સ્વસ્થ બનીને નાગિલા બોલી :
‘પિતાજી, આપ આવું ના બોલો. દુ:ખી ના થાઓ... હું આપની પાસે જ છું... આપ જલદી સારા થઈ જાઓ... તે માટે મેં કુળદેવતાની પૂજા પણ કરાવી છે...'
‘તારી ભાવના શુભ છે બેટી, પણ હવે જીવવાનો મોહ જ નથી રહ્યો... બસ, એક જ ચિંતા છે... અમારા ગયા પછી તારું કોણ?
‘એવી ચિંતા આપ ના કરો. આપ સ્વસ્થ બનો... પછી એ ચિંતા નહીં રહે.’ ‘હવે હું સ્વસ્થ નહીં બની શકું. મને મારું મૃત્યુ નિકટમાં દેખાય છે... એટલે જ એક વાત તને કહેવી છે... જો તું માની જાય તો...’
‘આપ સંકોચ રાખ્યા વિના કો પિતાજી.’
રાષ્ટ્રકૂટે નાગિલા સામે જોયું. એના માથે પોતાનો ધ્રૂજતો હાથ મૂક્યો. નાગિલાએ બે હાથ જોડી મસ્તક નમાવીને રાષ્ટ્રકૂટને વંદન કર્યું.
‘બેટી, તું લગ્ન કરી લે... તારૂં જીવન સુરક્ષિત બની જશે... પછી અમે બન્ને નિશ્ચિંત બનીને મોતને ભેટીશું.’
‘નહીં પિતાજી, જેમ આપ આપના પુત્રને ભૂલી શકતા નથી તેમ હું પણ એમને ભૂલી શકતી નથી, ભૂલી શકીશ નહીં. એમના સિવાય આ જનમમાં બીજો પતિ સ્વપ્નમાં પણ નહીં કરી શકું... આ મારો નિર્ણય છે પિતાજી.
અને મારી સુરક્ષાની આપ ચિંતા ન કરો. મારા પિતાજી છે, મારો ભાઈ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
એક રાત અનેક વાત છે... મારી માતા છે. આ ગામમાં જ છે ને? એ લોકો મારી પૂરી કાળજી રાખશે.”
નાગિલા એક શ્વાસમાં બોલી ગઈ... પરંતુ તરત જ એને ખ્યાલ આવ્યો કે ગંભીર માંદગીમાં પટકાયેલા સસરા એની વાતને સહી શકશે ખરા? તેણે ખૂબ મૃદુ શબ્દોમાં કહ્યું :
પિતાજી, મારી વાતથી આપને દુઃખ થયું ને? મને ક્ષમા કરજો... મારી ભાવનાને મેં એકદમ પ્રગટ કરી દીધી...'
ના બેટી, તારી વાતથી મને દુઃખ નથી થયું. પરંતુ હર્ષ થયો છે. મારી પુત્રવધૂ મહાસતી છે! સાક્ષાત્ દેવી છે... હું મારી જાતને ધન્ય માનું છું બેટી.. મને તારા જેવી પુત્રવધૂ મળી..” રાષ્ટ્રકૂટ બોલતાં બોલતાં થાકી ગયા. તેમણે આંખો બંધ કરી. બંધ આંખો સામે તેમને ભવદેવ દેખાયો..
નાગિલાએ ઊઠીને રાષ્ટ્રકૂટને દવા આપી. અનુપાન આપ્યું ને તે રેવતીની પથારી પાસે ગઈ. રેવતીનું શરીર સુકાઈને અસ્થિપિંજર બની ગયું હતું. એની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. તેનામાં બોલવાની પણ હામ રહી ન હતી. તેણે સૂકી આંખે નાગિલાને જોઈ. નાગિલા પથારી પાસે બેસી ગઈ. રેવતીને ઔષધ આપ્યું, અનુપાન આપ્યું અને ધીરે ધીરે રેવતીના માથે હાથ ફેરવવા લાગી.
ખૂબ જ ધીમા સ્વરે રેવતી બોલી : બેટી, તારા સસરાએ તને કાંઈ કહ્યું?” નાગિલાએ રેવતીના કાન પાસે મુખ રાખીને જવાબ આપ્યો. “હા મા.” તેં હા પાડી?” ના, મા...' કેમ બેટી?' મારૂં મન નથી માનતું... હું તમારા પુત્રને ભૂલી ન શકું.” “પણ... પછી તારું કોણ?' “મા, પછીની ચિંતા ના કરો... મારી રક્ષા ભગવાન કરશે.”
રેવતી નાગિલાને જોતી રહી.. પછી આંખો બંધ કરી નાગિલાના હાથને પંપાળતી રહી.
ત્રણ વર્ષથી નાગિલાને રેવતી-રાષ્ટ્રકૂટ તરફથી નર્યું વાત્સલ્ય.. નર્યો પ્રેમ મળતો રહ્યો હતો. સ્નેહ અને સહાનૂભૂતિનો ધોધ એના હૃદય પર વરસ્યો હતો.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગલા
એ કાળમાં સ્ત્રી વિધવા બન્યા પછી બીજી વાર લગ્ન કરી શકતી હતી. તત્કાલીન સમાજ-વ્યવસ્થામાં વિધવા-વિવાહ નિષિદ્ધ ન હતો. છતાં નાગિલાએ પુનર્લગ્ન કરવાનો વિચાર પણ ન કર્યો. એણે ભવદેવને મન-વચન-કાયાથી ચાહ્યો હતો. એણે પૂર્ણપ્રેમથી ભવદેવને સ્વીકાર્યો હતો.
નાગિલાના પિતા નાગદત્ત શ્રેષ્ઠીએ અને માતા વાસુકીએ નાગિલાને પુનર્લગ્ન કરવા માટે સમજાવવા પ્રયત્ન કર્યો હતો. નાગિલાએ તેમને પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. નાગિલાનું કૌમાર્યવ્રત અખંડ હતું. તે પોતાનું મન મનાવવા ધારત તો મનાવી શકત, પરંતુ તેણે આત્મસાક્ષીએ પુનર્લગ્ન નહીં કરવાનો નિર્ણય કરી લીધો હતો. સાસુ-સસરાની સેવા, ઘરનું કામકાજ અને પરમાત્માનાં દર્શન-પૂજન-સ્મરણમાં તે પોતાના દિવસ પસાર કરી દેતી હતી.
એના મનમાં એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ હતી કે “ભવદેવ હવે ઘરે નહીં આવે. ભવદેવ પાસેથી વૈષયિક સુખ નહીં મળે. ઘરમાં રહીને એને સાધ્વીનું જીવન જીવવાનું છે.' એણે કોઈ જ દીનતા વિના, આવી પડેલા પડકારને ઝીલી લીધો! આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનો નિશ્ચય કરી લીધો.
રેવતી-રાષ્ટ્રકૂટની માંદગી ગંભીર બની. વૈદ્યોએ શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી લીધા. પરંતુ એક દિવસ રેવતીએ અંતિમ શ્વાસોચ્છવાસ લેવા શરૂ કર્યા. નાગિલા સાવધાન હતી. એણે રેવતીને અંતિમ આરાધના કરાવવા માંડી. ચાર શરણ અંગીકાર કરાવીને શ્રી નવકારમંત્રનું ધ્યાન કરાવ્યું. સંસારનાં બધાં જ મમત્વનાં બંધનો તોડવાની પ્રેરણા આપી, પરમાત્મામાં આત્મભાવને સ્થિર કરવા પ્રયત્ન કર્યો.
રેવતીને સમાધિ લાગી ગઈ અને એણે પ્રાણનો ત્યાગ કર્યો. રેવતીનું મૃત્યુ થયું.... નાગિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. માતા-પિતા પણ આવી ગયાં હતાં. નાગિલાને બીજા ઓરડામાં લઈ જઈ તેને શાન્ત કરી.
રેવતીના મૃત્યુના સમાચાર સંગ્રામમાં ફેલાઈ ગયા. હજારો સ્ત્રી-પુરુષો ભેગાં થઈ ગયાં. રેવતીનાં અંતિમ સંસ્કાર કરી, સહુ રેવતીના ગુણોનો અનુવાદ કરતા પોત-પોતાના ઘરે ગયાં. - નાગિલાનાં માતા-પિતા રેવતીના ઘરે રોકાઈ ગયાં. કારણ કે રાષ્ટ્રકૂટ પણ ગંભીર બીમારીમાં હતા. રેવતીના મૃત્યુથી રાષ્ટ્રકૂટ અતિ વિહ્વળ બન્યા હતા. વારંવાર રડી પડતા હતા. નાગદત્ત શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટની પાસે જ બેસતા હતા.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત રાષ્ટ્રકૂટને સમતા બંધાવતા હતા. પરંતુ રાષ્ટ્રકૂટનું મન નબળું પડી ગયું હતું. તેઓ ક્યારેક ભવદેવને યાદ કરીને રુદન કરતા તો ક્યારેક રેવતીને યાદ કરીને રુદન કરતા. નાગિલા અપ્રમત્તભાવે રાષ્ટ્રકુટની સેવા કરતી રહી.
પરંતુ એક દિવસ રાષ્ટ્રકટે પણ અંતિમ શ્વાસોચ્છુવાસ લઈ લીધા. તેમનું મૃત્યુ થયું. સમગ્ર સંગ્રામે શોક પાળ્યો. નાગિલાએ ઉદારતાથી દાન-પુણ્ય કર્યા.
૦ ૦ ૦. વાસુકી અને નાગદ નાગિલાને પોતાના ઘરે લઈ જવા ઘણી સમજાવી, પરંતુ નાગિલા ન માની. તેણે માતા-પિતાને કહ્યું :
“જ્યાં સુધી હું સંસારમાં છું ત્યાં સુધી આ ઘરમાં જ રહીશ. આ ઘરની ઘણી બધી સ્મૃતિઓના સથવારે મને જીવવાનું બળ મળશે. અવારનવાર તમારા ઘરે આવતી-જતી રહીશ. તમે પણ અહીં આવતાં જતાં રહેશો. વળી, આ ઘરમાં મને કોઈ ભયે નથી. પાડોશી ભલા છે, સુશીલ છે. બધાની આ ઘર પ્રત્યે લાગણી છે, સહાનુભૂતિ છે. અને હવે તો મારે મારા જીવને ધર્મધ્યાનમાં જ જોડવાનો છે. હવેથી સંસારના વ્યવહારો મારા માટે બંધ છે.' | વાસુકી-નાગદત્તની આંખો ભીની થઈ ગઈ. તેઓ વિશેષ આગ્રહ ન કરી શક્યાં. પુત્રીને ખૂબ વાત્સલ્ય આપીને તેઓ પોતાના ઘરે ગયાં. વિશાળ ઘરમાં હવે એકલી નાગિલા રહી.
મનુષ્ય સુખદ યા દુ:ખદ ભૂતકાળની સ્મૃતિઓથી બચી શકતો નથી. સ્વાભાવિક રીતે મનુષ્યને નિવૃત્તિના સમયે એ સ્મૃતિઓ આવતી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક પ્રવૃતિના સમયે પણ એ સ્મૃતિઓમાં ડૂબી જતો હોય છે. જ્ઞાની પુરુષ, જ્ઞાન-ધ્યાનના બળે મનને એ સ્મૃતિઓથી બચાવતો હોય છે. છતાં જ્ઞાન-ધ્યાન સિવાયના સમયમાં એ પણ સ્મૃતિઓના વંટોળમાં અટવાઈ જતો હોય છે.
ભલે નાગિલાનો ભવદેવ સાથેનો સહવાસ થોડા કલાકોનો રહ્યો હતો, પરંતુ એ થોડા કલાકોના સહવાસે નાગિલા પર ઘેરી અસર કરી હતી. વીતેલાં વર્ષોમાં તેણે અનેકવાર એ સહવાસને મનમાં વાગોળ્યો હતો. ભવદેવને અહર્નિશ સ્નેહથી યાદ કર્યો હતો. ભવદવ ઉપરનો તેનો અનુરાગ અખંડ રહ્યો હતો. એના મનમાં પાકી ખાતરી હતી કે ભવદેવે એનો ત્યાગ દ્વેષથી કે વૈરાગ્યથી નથી જ કર્યો. કોઈ અસાધારણ કારણથી તેને ત્યાગ કરવો પડ્યો છે. કોઈ વિષમ પરિસ્થિતિએ એને ત્યાગ કરવા માટે વિવશ કર્યો છે.
આ સમજણના લીધે એના મનમાં ભવદેવ પ્રત્યે ક્યારેય અરુચિ કે અભાવ જાગ્યો ન હતો. દોષદર્શન થયું જ ન હતું, પછી પ્રેમ નંદવાય જ કેવી રીતે?
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગિલા એનો પ્રેમ અખંડ હતો, અવિચ્છિન્ન હતો. એટલે વારંવાર એની સ્મૃતિમાં ભવદેવ આવી જતો હતો.
સાસુ-સસરા જીવતાં હતાં ત્યારે ઘરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ રહેતી એટલે ભવદેવની સ્મૃતિ એટલી બધી સતાવતી ન હતી. હવે ઘરમાં એ એકલી હતી. વ્યવહારની પ્રવૃતિઓ બંધ થઈ ગઈ હતી. લોકોની અવરજવર પણ નહિવત્ થઈ ગઈ હતી. એટલે ભવદેવની સ્મૃતિનો કાળ અસીમિત બની ગયો હતો.
જો ભવદેવ ઘરમાં હોત તો? જો એનો સહવાસ મળ્યો હોત તો? આ વિચારબીજમાંથી અનેક અસંખ્ય સુખદ વિચારો એના મનમાં ઉત્પન્ન થાય છે. એ વિચારોને એ રોકે છે. કોઈ કામમાં પોતાના મનને જોડે છે. વળી પેલા વિચારો શરૂ થઈ જાય છે. પુનઃ એ વિચારોને રોકે છે. મનની આ ગડમથલ ચાલતી રહે છે.
તે દિવસમાં માત્ર એક સમય ભોજન કરે છે, પરંતુ મિષ્ટ અને મધુર ભોજન તે નથી કરતી. તે સ્નાન કરે છે, પરંતુ માથે તેલ નથી નાંખતી, શણગાર નથી કરતી. તે સૂઈ જાય છે પણ ગાદી-તકિયાનો ઉપયોગ નથી કરતી. સાધ્વીની જેમ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને વધુ સમય મૌન ધારણ કરે
એક દિવસ વાસુકી અને નાગદત્તે નાગિલાને કહ્યું : “બેટી, જો તારી ઇચ્છા ભવદેવ મુનિનાં દર્શન કરવાની હોય તો અમે તપાસ કરાવીએ. એ જે ગામનગરમાં હશે ત્યાં આપણે જઈશું.”
નાગિલા માતા-પિતાનો પ્રસ્તાવ સાંભળીને વિચારમાં પડી ગઈ. તેણે કોઈ જવાબ ન આપ્યો. વાસુકીએ પૂછ્યું :
બેટી, જવાબ કેમ ન આપ્યો?' મા, હું વિચારીને જવાબ આપીશ.” નાગિલા પોતાના ઓરડામાં ચાલી ગઈ. તેનું હૃદય ભવદેવની સ્મૃતિથી ભરાઈ આવ્યું. તે જમીન પર સૂઈ ગઈ. બે હાથમાં માથું દબાવીને તે પડી રહી. “શું એમનાં દર્શન કરવા જાઉં? આટલાં ત્રણ-ચાર વર્ષ પછી એમનું શરીર કેવું બદલાઈ ગયું હશે? તપશ્ચર્યાથી કાયા કૃશ થઈ ગઈ હશે. મુખ પર ઉદાસી... ગ્લાની... ના, ના, હું એમને જોઈ નહીં શકું. નથી જવું મારે એમની પાસે. અને એ મને જોશે ત્યારે? ચાર વર્ષ પહેલાંની નાગિલા આજે ક્યાં છે?'
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત - નાગિલાએ કબાટમાંથી અરીસો કાઢીને એમાં પોતાનું મુખ જોયું. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. અરીસો તેણે કબાટમાં મૂકી દીધો. તેણે બે હાથમાં પોતાનું મુખ છુપાવી દીધું.
ના, ના, મારે એમની પાસે નથી જવું. એ મને ઓળખી જ નહીં શકે. એમના મનમાં મારું જે ચિત્ર છે, તે નાગિલા તો મરી ગઈ..” તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
તેની ચીસ સાંભળીને, વાસુકી એના ઓરડાના દ્વાર પાસે આવીને ઊભી રહી ગઈ હતી. તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં હતાં. જ્યારે નાગિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, વાસુકી ઓરડામાં આવી. નાગિલાને પોતાના ખોળામાં લઈ લીધી.
ધીરે ધીરે નાગિલાનાં ડૂસકાં શાન્ત થયાં. તેણે વાસુકીને કહ્યું : “મા, આપણે એમનાં દર્શન કરવા નથી જવું...” | વાસુકી કાંઈ બોલી નહીં. તે પુત્રીની વેદનાથી વિહવળ હતી. નાગિલાની વ્યથા તેને વ્યથિત કરી રહી હતી. જાણે કે નાગિલાને ખ્યાલ આવી ગયો. તે વાસુકીની સામે બેસી ગઈ. તેણે પોતાની ઓઢણીના છેડાથી વાસુકીની આંખો લૂછી, પોતાના બે હાથમાં માનું મુખ લઈ તે બોલી : “મા, હું તને દુઃખી કરી રહી છું ને? તું મારું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે, હું તને દુઃખી...'
ના, ના બેટી, તું મને દુઃખી કરે ખરી? અમારાથી તારું દુ:ખ સહન નથી થતું.”
મા, તું શા માટે દુઃખી થાય છે? મારા પિતાજી પણ શા માટે દુઃખી થાય છે? એક દિવસ તેઓ જરૂર અહીં આ ગામમાં આવશે જ... મા, તેઓ મને એક ક્ષણ પણ નહીં ભૂલતા હોય..”
બેટી, એ તો સાધુ થઈ ગયા.. એ તને હવે શાના યાદ કરે? એ તો પરમાત્માનું સ્મરણ કરતા રહે.”
ભલે કરતા પરમાત્માનું સ્મરણ, મને એ નહીં ભૂલે.' વાસુકી નાગિલાને જોતી રહી-નાગિલા પોતાના જ શબ્દો પર વિચાર કરતી રહી – “શું એમણે મને નહીં ભૂલવી જોઈએ? ના, એ મને ભૂલી જાય એ જ સારું. એ સાધુ છે. એ મને ભૂલી જાય તો જ પરમાત્માના ધ્યાનમાં એમનું મન લાગે ને? હું એમને ન ભૂલું તે બરાબર છે, એમણે મને ભૂલી જવી જોઈએ.”
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
નાગિલા
જેમ જેમ દિવસો... વર્ષો વીતતાં ગયાં, નાગિલા સ્વસ્થ બનતી ગઈ. એણે પોતાના જીવનપરિવર્તનની સાથે સાથે અન્તર્મુખી વ્યક્તિત્વ વિકસાવવા માંડ્યું.
હવે તે ઉદાસીમાં ડૂબી જતી નથી, આંસુની અવિરત ધારા વહાવતી નથી. હવે તે સૂનમૂન બની ભવદેવની સ્મૃતિમાં ખોવાઈ જતી નથી. નથી તેનામાં દીનતા રહી કે નથી તેનામાં હીનતાની ભાવના રહી.
તેણે પરમાત્માનું આલંબન લીધું. પરમાત્માનાં સ્મરણ-દર્શન-પૂજન-સ્તવનમાં તેણે રસાનુભૂતિ કરવા માંડી. શ્રી નવકારમંત્રના જાપ ધ્યાનમાં તે લીન થવા લાગી. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ આદિ ભાવનાઓના ચિંતનમાં મગ્ન રહેવા લાગી. ઘરે મળવા આવનારી સ્ત્રીઓ સાથે ધર્મ ચર્ચા કરવા લાગી.
ગામમાં આવતી સાધ્વીઓનો બહુમાનપૂર્વક સંપર્ક કરવા લાગી. સાધ્વીના જીવનનું અવલોકન કરવા લાગી. તેને એ જીવન ગમ્યું. સાધ્વીઓનો સહવાસ ગમ્યો. તેણે મનોમન નિર્ણય કરી લીધો – “આ જીવનમાં એક દિવસ હું સાધ્વી બનીશ.”
તેણે યૌવનને શાન્ત કર્યું. તપશ્ચર્યાથી દેહનું દમન કર્યું. તેને ન રહ્યો રૂપનો મોહ, ન રહી યૌવનની સ્પૃહા. રૂપ-યૌવન તરફ નિઃસ્પૃહ બનીને આત્માપરમાત્મા તરફ તે અભિમુખ બની ગઈ. વૈષયિક સુખોની ઇચ્છાઓથી પણ તે સહજતાથી વિરામ પામી. લગ્ન પછીનાં બાર વર્ષ આ રીતે વીતી ગયાં.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9. ઘટનાથજી
આચાર્યશ્રી મહિધરસૂરિજીના સ્વર્ગવાસના આઘાતમાંથી માગધ પ્રજા હજુ બહાર નીકળી ન હતી. સમગ્ર શ્રમણાસંઘ હજુ જેમના ગુણાનુવાદ કરતાં થાતો ન હતો, ત્યાં ભવદત્ત મુનિ માંદગીની પથારીએ પડ્યા.
ભવદત્ત મુનિ સ્થવિર મુનિ હતા, ગીતાર્થ મુનિ હતા. સંઘ અને સમાજમાં સુપરિચિત હતા. અનેક શ્રમણોના વિદ્યાગુરુ હતા. અનેક શ્રમણીઓના પ્રેરણાસ્રોત હતા. સદેવ પ્રસન્નવદન અને મધુરભાષી હતા.
તેઓ બીમાર પડ્યા. તેમની સેવામાં અનેક શ્રમણો તત્પર હતા. ભવદેવ મુનિ અપ્રમત્ત ભાવથી સેવા કરી રહ્યા હતા.
ભવદત્ત મુનિના મનમાં એક જ ચિંતા પ્રગાઢ બનેલી હતી. ભવદેવ મુનિના સ્થિરીકરણની, પરંતુ તેઓ જ્ઞાની પુરૂષ હતા. મનનું સમાધાન કરી ચિંતાને દૂર કરી હતી.
તેમને લાગ્યું કે “હવે મારું આયુષ્ય થોડા દિવસનું જ શેષ છે.” તેઓ આત્મભાવમાં સ્થિર થયા. શુદ્ધ આત્મસ્વરૂપના ચિંતનમાં પ્રવૃત્ત થયા. સ્વઆત્માને પરમાત્મ સ્વરૂપે જોવા લાગ્યા. અપૂર્વ આત્માનંદની અનુભૂતિ કરવા લાગ્યા.
આત્મા અને શરીરનું ભેદજ્ઞાન તેઓએ પ્રાપ્ત કરેલું હતું. ભેદજ્ઞાનના માધ્યમથી તેમણે શરીર ઉપરનું મમત્વ તોડેલું હતું. દેહાધ્યાસ, દેહાસક્તિથી તેઓ મુક્ત બનેલા હતા, એટલે શરીરના રોગો, શરીરની પીડા તેમને અસ્વસ્થ કરી શકતી ન હતી. તેઓ કોઈ જ સ્કૂલના વિના આત્મરણતા કરતા હતા. - કાકંદી નગરીનાં હજારો સ્ત્રી-પુરુષો ઉપાશ્રયની બહાર ભેગાં થઈ ગયાં હતાં. સહુ ભવદત્ત મુનિના સ્વાથ્ય માટે મનોમન પરમાત્માને પ્રાર્થના કરી રહ્યાં હતાં. ભવદત્ત મુનિએ અનશન કરી લીધું.
પ્રભાતનો સમય હતો. સ્થવિર મુનિઓએ ભવદત્ત મુનિને અંતિમ આરાધના કરાવવાનો પ્રારંભ કર્યો. બે ઘડી સુધી આરાધના ચાલતી રહી અને પૂર્ણ સમાધિમાં ભવદત્ત મુનિ મૃત્યુ પામ્યા.
ભવદેવ મુનિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અન્ય શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકશ્રાવિકાઓ પણ રડી પડ્યાં. સ્થવિર શ્રમણોએ મહાપારિનિષ્ઠાપનિકાનો
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટનાચક્ર
૩૯ કાયોત્સર્ગ કરી, ભવદત્ત મુનિનો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા ગૃહસ્થોને સોંપી દીધો. ભવદત્ત મુનિનો આત્મા “સૌધર્મ-દેવલોકમાં દેવ થયો.
સ્થવિર મુનિઓએ ભવદેવ મુનિને સાંત્વના આપી. તેમના શોકને દૂર કરવા પ્રયત્ન કર્યો. તેમનું રુદન તો બંધ થયું, પરંતુ જાણે કે એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી માનસિક સ્થિતિ થઈ ગઈ. તેમનું હૃદય વિયોગની વેદનાથી વલુરાવા
માંડ્યું.
બાર-બાર વર્ષ જેમનું અપાર વાત્સલ્ય મળ્યું હતું, જેમનો નિર્મળ સ્નેહ મળ્યો હતો, જેમની ભરપૂર કરુણા મળી હતી, તે ભવદત્ત મુનિ અવિરત, ભવદેવ મુનિની સ્મૃતિમાં રહે છે. તેમના અનેક ગુણો કલ્પનાલોકમાં સાકાર બને છે. દિવસો વીતે છે.
શૂન્ય બની ગયેલા મનમાં નાગિલાની આકૃતિ ઊપસવા માંડે છે. ભવદેવ મુનિ વિહ્વળ બની જાય છે. જીવનની નીરસતા નાગિલાની કલ્પનાકૃતિને પકડી લે છે.
હું નાગિલાને ચાહુ છું. નાગિલા મારા હૃદયમાં છે. એ પણ મને ચાહે છે. હું એનો પ્રાણવલ્લભ છું. અમે એક-બીજાને ચાહીએ છીએ. હું એને ભૂલ્યો નથી તેમ એ પણ મને ન જ ભૂલે. ભલે; મેં બાર વર્ષ સુધી મહાવ્રત પાળ્યાં, મોટાભાઈને લીધે, એમના વચનની ખાતર મેં પાળ્યાં છે. મોટાભાઈ સ્વર્ગવાસી થયા. હવે મારે કોની ખાતર આ વ્રત પાળવાનાં?
વળી, જ્યાં નિરંતર મારું હૃદય નાગિલાના વિરહથી સળગતું જ રહ્યું છે, ત્યાં આ વ્રત-મહાવ્રત મારા માટે ગુણકારી કેવી રીતે બને? વ્રત-મહાવ્રત તો એમના માટે ગુણકારી-હિતકારી બને છે કે જેઓ વૈષયિક સુખોની લાલસાથી મુક્ત હોય. જેઓ એ લાલસાને કચડી નાંખવા ઇચ્છતા હોય. હું તો એ લાલસાને પૂરી કરવા ઇચ્છું છું. મારે તો નાગિલાનું સુખ જોઈએ છે. એ સુખ મેળવવા હું બાર-બાર વર્ષથી તડપી રહ્યો છું. મારી ભીતરની એ આગથી મારા શરીરમાં લોહી-માંસ સુકાઈ ગયાં છે. લોકો એમ માને છે કે તપ-ત્યાગથી મારું શરીર શોષાઈ ગયું છે! તેઓ મારા ભીતરની વ્યથા કેવી રીતે જાણે?
સાધુજીવનની અનેક ક્રિયાઓ મેં કરી, પરંતુ એકેય ક્રિયામાં મારું મન ક્યાં જોડાયું છે? મન વિનાની આ બધી ધર્મક્રિયાઓ વ્યર્થ ગઈ છે. કોઈ જ ધર્મક્રિયામાં મારૂં મન લાગ્યું નથી. અને લાગવાનું નથી.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
એક રાત અનેક વાત ' અરે, ધર્મક્રિયાઓમાં તો મન નથી લાગતું, ખાવા-પીવાની ક્રિયામાં પણ મારું મન ક્યાં લાગે છે? મને ખાવા-પીવાનું પણ નથી ગમતું. મને રાત્રે ઊંઘ પણ ક્યાં આવે છે? નાગિલા સિવાય બધું જ નીરસ અને નિરર્થક બની ગયું છે. એના વિરહની આગ હવે મારાથી નહીં સહી શકાય, લાકડાની આગ તો પાણીથી બુઝાવી શકાય, પરંતુ આ કામપીડાની આગ... એની પ્રચંડ જ્વાલાઓને બુઝાવવી મારા માટે અશક્ય છે. કેટકેટલાં આંસુ વહાવ્યાં? છતાં આંસુનાં પાણીથી એ જ્વાલાઓ બુઝાઈ નથી.
કૃપાવંત આચાર્યદેવે અને કરુણાસાગર મોટાભાઈએ મને વૈરાગ્યનો ઉપદેશ શું ઓછો આપ્યો છે? છતાં, એ જિનવચનોથી પણ મારી ભીતરની આગ બુઝાઈ નથી. હા, એમાં ચંદન જેવાં શીતલ જિનવચનોનો દોષ નથી, દોષ છે મારી વડવાનલ જેવી પ્રચંડ કામવાસનાની આગનો. વિરહાગ્નિની આગ મારા અંગેઅંગમાં ફેલાઈ ગઈ છે. સર્વભક્ષી બની ગઈ છે.
એ રૂપસુંદરી નાગિલાની સુંદર કાયા, મારી કલ્પનાના સાગરમાં તર્યા કરે છે. એના લાલ-લાલ પરવાળા જેવા હોઠમાં અમૃત ભરેલું છે. ઉજ્જવલ ચન્દ્ર જેવું એનું મુખડું શીતળ જ્યોત્સનાનો છંટકાવ કરનારું છે. એની મીઠી મીઠી વાણીમાં સાકરનો આસ્વાદ રહેલો છે. મૃણાલદંડ જેવા તેના બે બાહુ સ્વર્ગીય સુખ આપવા આહ્વાન કરી રહ્યા છે. તેનો ઉન્નત ઉરપ્રદેશ અને મુક્ત કેલિક્રિડા કરવા માટે નિમંત્રી રહ્યો છે.
આવી પ્રિયા મારા મનમાં વસેલી છે. આ વ્રત-મહાવ્રત શું કામનાં? એ બિચારી મારી પ્રિયતમા. ટોળાથી વિખૂટી પડેલી હરિણી જેવી... એનું શું થયું હશે? કેવી કેવી અભિલાષાઓ લઈને એ આવી હતી? મેં એને ત્યજી દીધી. મેં એને દુઃખી કરી.. હું પણ બાર-બાર વર્ષથી દુઃખી થઈ રહ્યો છું.
પરંતુ હજુ કાંઈ મોડું થયું નથી. હજુ એ ૨૫૨૭ વર્ષની રમણી છે અને હું ૨૮ ૩૦ વર્ષનો યુવક છું. હજુ અમારૂં યૌવન છે. આ સાધુવેષ ત્યજી દઉં? અને ઘરે જઈ, એની સાથે ગૃહસંસાર શરૂ કરી દઉં? એ મારી પ્રાણેશ્વરી બની રહેશે. હું એનો દાસ બની રહીશ.
એકેય વાતે હું એને દુઃખી નહીં કરું. એની એકે-એક વાત માનીશ. એની એક-એક ઇચ્છા પૂર્ણ કરીશ. એ રિસાશે તો હું એને મનાવીશ. જો કે એ પણ મને ક્યારેય દુ:ખી કરે એવી નથી. મને દુઃખી જોઈને તો એ બોર-બોર જેવડાં આંસુ પાડે. હે ભગવાન... જો તેં મને પાંખો આપી હોત તો હમણાં જ ઊડીને હું એની પાસે પહોંચી જાત.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટનાયક
૪૧
હવે અહીં મને કોણ રોકનાર છે? મોટાભાઈ ચાલ્યા ગયા... એમની જ શરમ મને નડતી હતી. હા, સહવર્તી સ્થવિર મહાત્માઓને ખબર પડી જાય તો તેઓ મને રોકી રાખવાનો પ્રયત્ન જરૂર કરે. પરંતુ હું એમને ખબર જ નહીં પડવા દઉંને? કોઈને ખ્યાલ ન આવે એ રીતે અહીંથી નીકળી જઈશ. સુગ્રામ અહીંથી બહુ દૂર નથી.
હા, હું અહીંથી સાધુવેષમાં જ જઈશ. નાગિલાને મળ્યા પછી સાધુવેષનો ત્યાગ કરીશ. બાર-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. એ મારા સુકાઈ ગયેલા શરીરને જોઈને દુઃખી થઈ જશે. એ સમજશે કે ‘સાધુજીવનમાં મેં ખૂબ તપશ્ચર્યા કરી છે...!' ના રે ના, હું એને સાચું કારણ બતાવી દઈશ. ‘પ્રિયે, તારા વિરહની પીડાથી આ શરીર સુકાઈ ગયું છે. નથી મને ખાવાનું ભાવ્યું, નથી પીવાનું ગમ્યું કે નથી ઊંઘ આવી.' એની આંખોમાંથી આંસુ વહેશે. હું એને ખૂબ પ્રેમથી શાન્ત કરીશ.
હવે મારે વિલંબ ન કરવો જોઈએ. નિર્ભય... નિશ્ચિંત બનીને નીકળી જવું જોઈએ. જો કે સુગ્રામના કોઈ સમાચાર મને મળ્યા નથી. નથી માતા-પિતાના સમાચાર મળ્યા કે નથી નાગિલાના કોઈ સમાચાર મળ્યા.'
ભવદેવ મુનિ ઊંડા વિચારમાં ડૂબી ગયા.
‘મારા અહીંથી ગયા પછી શ્રમણસંઘમાં હોબાળો થઈ જશે. મારી નિંદા થશે. સાથે સાથે મોટાભાઈનું પણ ખોટું દેખાશે. લોકો કહેશે : ‘ભવદત્ત મુનિના ભાઈ ભવદેવ મુનિ ચાલ્યા ગયા.’ ખેર, બોલના૨ા બોલશે. થોડા દિવસ દુનિયા મારી ચર્ચા કરશે. પછી બધું શાન્ત થઈ જશે. પરંતુ હવે લોકનિંદાના ભયથી હું મારો નિર્ણય નહીં બદલું. જિંદગી મારે જીવવી છે. હું નાગિલા વિના હવે એક દિવસ પણ શાન્તિથી પસાર કરી શકું એમ નથી. મારૂં મન વૈયિક સુખ ઇચ્છે છે. મારી આ પ્રબળ ઇચ્છાને હવે હું દબાવી શકું એમ નથી. મારો સંયમનો બંધ તૂટી ગયો છે. હું નાગિલા પાસે જઈશ. કાલે વહેલી સવારે...... કોઈનેય કહ્યા વિના અહીંથી નીકળી જઈશ.’
વહેલી સવારમાં ભવદેવ મુનિ ઉપાશ્રયમાંથી નીકળી ગયા. સુગ્રામ જવાનો રસ્તો તેમણે જોયેલો હતો, ઝડપથી તેઓ સુગ્રામના રસ્તે આગળ વધવા લાગ્યા. ચાલતા જ રહ્યા... ચાલતા જ રહ્યા. સંધ્યા સમયે સુગ્રામના બાહ્ય પ્રદેશમાં પહોંચી ગયા.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
એક શત અનેક વાત સુગ્રામની બહાર એક પ્રાચીન શિવમંદિર હતું. મંદિરની સામે ગામકૂવો હતો. ભવદેવ મુનિએ શિવમંદિરમાં રાત પસાર કરવાનું વિચાર્યું. શિવમંદિરમાં કોઈ રહેતું ન હતું. મંદિરના એક ભાગમાં તેઓ રોકાઈ ગયા. હવે તેમને કોઈ ધર્મક્રિયા કરવાની ન હતી, કોઈ સ્વાધ્યાય કરવાનો ન હતો. તેમનું મન માતાપિતા.. પત્ની... સ્નેહી... સ્વજનોના વિચારોમાં પરોવાઈ ગયું. ઊંઘ આવતી ન હતી. બેસી બેસીને થાકી જતા ત્યારે મંદિરમાં આંટા મારતા. મંદિરના ઓટલે આવીને સુગ્રામ તરફ મીટ માંડીને જોઈ રહેતા... વળી પાછા પોતાના સ્થાને આવીને બેસી જતા. “ ક્યારે સવાર પડે ને ક્યારે ઘરે જઈને સ્વજનોને મળું?” રાત પૂરી થઈ. પ્રભાત થયું.
ગામની સ્ત્રીઓ પાણી ભરવા કૂવા પર આવવા લાગી. ભવદેવ મુનિ મંદિરના ઓટલા ઉપર બેસી રહ્યા હતા. ગામનાં કોઈ સ્ત્રી-પુરુષ મળે તો એમને ઘરના સમાચાર પૂછીને પછી ઘરે જાઉં.”
સૂર્યોદય થઈ ગયો હતો. દૂરથી બે સ્ત્રીઓને મંદિર તરફ આવતી જોઈ. એક સ્ત્રી આધેડ ઉંમરની હતી. બીજી સ્ત્રી નાની ઉંમરની હતી. નાની ઉંમરની સ્ત્રીના હાથમાં ફૂલોની માળા હતી. બન્ને સ્ત્રીઓ નજીક આવી. ભવદેવ મુનિ તે બન્ને સ્ત્રીઓને જોઈ રહ્યા. બે સ્ત્રીઓએ ભવદેવ મુનિને જોયા. તેમણે મુનિને પ્રણામ કર્યા. ભવદેવ મુનિએ આધેડ ઉંમરની સ્ત્રી સામે જોઈને પૂછયું : “હે પુણ્યશાલિની, આ ગામમાં રહેતા રાષ્ટ્રકૂટ અને રેવતીને તમે જાણો છો? તેઓ કુશળ છે ને?'
પ્રશ્ન સાંભળીને, નીચી દૃષ્ટિએ ઊભેલી નાની ઉંમરની સ્ત્રીએ મુનિની સામે જોયું ને તેણે જવાબ આપ્યો :
હે મહાત્મનું, એ બન્નેનો થોડાં વર્ષ પહેલાં સ્વર્ગવાસ થઈ ગયો છે'. મુનિએ એ સ્ત્રી સામે જોઈને બીજો પ્રશ્ન પૂછ્યો :
તેમની પુત્રવધૂ નાગિલાને તમે જાણતા જ હશો? તેના પતિ ભવદવે, લગ્ન કરીને તરત જ એનો ત્યાગ કર્યો હતો ને એ સાધુ બની ગયો હતો.
હા, તમારી વાત સાચી છે. તમે કોણ છો અને શા માટે આ બધું પૂછો
છો?'
હું? હું જ ભવદેવ છું. (....) નાની ઉંમરની સ્ત્રી ચમકી ગઈ. તેના હાથમાંથી ફૂલની માળા જમીન પર પડી ગઈ. તે વિસ્ફારિત આંખે ભવદેવ મુનિને જોઈ રહી.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ઘટનાચક્ર .
તમે તમે ભવદેવ છો? અહીં કેમ આવ્યા છો?' નાગિલાને મળવા....” "નાગિલાને મળવા? શા માટે તમારે નાગિલાને મળવું છે? એ નાગિલા હું પોતે જ છું.'
તું? તું પોતે નાગિલો છે? ના, ના, તું અસત્ય બોલે છે.”
ભવદેવ મુનિ વિહ્વળ બની ગયા. ચિંતા, આશ્ચર્ય, સંશયની મિશ્ર લાગણીઓ એમના મુખ પર પથરાઈ ગઈ.
નાગિલાએ પોતાની સાથે આવેલી આધેડ ઉંમરની સ્ત્રીના કાનમાં કાંઈક કહ્યું. પેલી સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. પછી તેણે ભવદેવ મુનિને કહ્યું : “ચાલો, આપણે મંદિરની અંદર બેસીને વાતો કરીએ.'
ભવદેવ મુનિ શૂન્યમનસ્ક જેવા થઈ ગયા. તેઓ નાગિલાની પાછળ મંદિરમાં ગયા. નાગિલાએ કહ્યું ત્યાં બેસી ગયા, નાગિલા વિનયપૂર્વક મુનિની સામે બેસી ગઈ. ભવદેવ મુનિ નાગિલાને જોતા જ રહ્યા, અનિમેષ નયને! નાગિલાના મુખ પર સ્મિત આવી ગયું. તે બોલી :
‘તમે પહેલાં જોયેલી નાગિલાને શોધો છો ને? પરંતુ એ નાગિલા તમને હવે નહીં મળે... હવે તો જે તમારી સામે બેઠી છે એ નાગિલા છે.'
ભવદેવ મુનિ બે ક્ષણ આંખો બંધ કરી, લગ્ન સમયની નાગિલાની કલ્પનામાં ડૂબી ગયો. નાગિલાએ કહ્યું :
“મહાત્મન, તમે સાધુ થઈ ગયા. ચાલ્યા ગયા મને છોડીને, તે પછી ત્રણ વર્ષ તો ઘોર વ્યથામાં ગયાં. તમારા વિરહની પીડા અસહ્ય હતી. પરંતુ તમારાં માતા-પિતાના સ્વર્ગવાસ પછી હું સ્વસ્થ બની ગઈ. મેં તપશ્ચર્યા કરવા માંડી. મેં મનોમન સંકલ્પ કર્યો કે તમે આવશો ત્યારે હું પણ સંસારનો ત્યાગ કરી સાધ્વી બની જઈશ.”
“સાધ્વી બનવામાં શું બાકી રહ્યું છે? નથી રહ્યું રૂપ, નથી રહ્યું યૌવન... નથી કર્યા શણગાર... મારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યાં.”
કેવી આશાઓ લઈને આવ્યા છો મુનિરાજ?”
મારી કલ્પનાની નાગિલા સાથે સંસારસુખ માણવાની અને જીવનપર્યત એને સુખ આપવાની.'
સંસાર અને સુખ? આ સંસારમાં ક્યાં સુખ છે? મહાત્મનું, સંસાર દુઃખરૂપ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત છે. તમને તમારી કલ્પનાની નાગિલાની કમનીય કાયાના ઉપભોગમાં સુખ ભાસે છે, તે નરી ભ્રમણા છે. માંસ, રૂધિર અને હાડકાંમાંથી બનેલી કાયામાં સુખ આપે એવું શું છે? માત્ર રૂપાળી ચામડી! હવે તો ચામડીના રૂપ પણ નથી રહ્યાં...'
તું ક્યાંથી જાણે મારા મનની વ્યથા? બાર-બાર વર્ષથી તારી સ્મૃતિમાં ઝરતો રહ્યો છું. બહારથી ત્યાગી રહ્યો, ભીતરથી ભોગી રહ્યો. મોટાભાઈ ભવદત્ત મુનિરાજનો સ્વર્ગવાસ થયો, અને હું અહીં આવ્યો.”
‘ભલે આવ્યા, આપનાં દર્શન કરી હું ધન્ય બની ગઈ. હવે મારી એક જ વિનંતી છે કે આપ લીધેલાં મહાવ્રતોનું મન-વચન-કાયાથી પાલન કરો. હું પણ સાધ્વીજી પાસે જઈને ચારિત્રધર્મ સ્વીકારી લઈશ.”
ભવદેવ મુનિ ગંભીર વિચારમાં પડી ગયા. એમના મુખ ઉપર ગ્લાનિ. ઉદાસી... ઉદ્વિગ્નતા પથરાઈ ગઈ. બાર-બાર વર્ષથી જે નાગિલાને હૃદયમાં સંઘરી રાખી હતી.. તે નાગિલાના હૃદયમાં તો વૈરાગ્યનો દીવો સળગી ગયો હતો! તે નાગિલાનું રૂપ જ બદલાઈ ગયેલું હતું.
તેમની કલ્પનાઓનો મહેલ કડડભૂસ થઈ ગયો. તેમનાં સુખનાં સજાવેલાં સ્વપ્નો બધાં જ ધૂળમાં રગદોળાઈ ગયાં. તેમની આંખો ભીની થઈ ગઈ.
ઉદાસ ન બનો મહાત્મ! તમને મારા પર પ્રેમ છે ને? એ પ્રેમ મારા શરીર પર નહીં, મારા આત્મા પર કરો. મારા વિશુદ્ધ આત્મા પર! શરીરની અશુચિતાનું ચિંતન કરી, શરીરનો રાગ દૂર કરો.
વૈષયિક સુખોના કટુ વિપાકોનું ચિંતન કરી, ઉદ્દિપ્ત વાસનાને શાન્ત કરો. તમે તો બાર વર્ષમાં ઘણું જ્ઞાન મેળવ્યું છે. એ જ્ઞાનથી તમારા મનનું સમાધાન
કરો.”
પરંતુ મેં તને દુઃખી કરી.”
એ બધું ભૂલી જાઓ. અનિચ્છાએ પણ તમને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે! તે ત્રણ અણમોલ રત્ન છે. અનંત પુણ્યના ઉદયથી જ આ રત્ન પ્રાપ્ત થાય છે. તે ખોઈ નાંખવાની ભૂલ નથી કરવાની.”
તારી વાત સાચી છે, પરંતુ...” મારા ઉપરનો મોહ દૂર થતો નથી ને?' હા... તેં મારા મનની વાત કહી દીધી....”
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટનાચન
૪૫
‘પરંતુ શું હજુ આ રૂપવિહીન, યોવનવિહીન શરીર પર આપને મોહ છે? અને હવે એ રૂપ, એ યૌવન આ જીવનમાં ફરી આવવાનું નથી! એટલું જ નહીં, મારા સિવાય બીજી કોઈ રૂપવતી નવૌવના સ્ત્રીનો વિચાર પણ આપના મનમાં આવ્યો નહીં હોય... તો પછી '
‘એકદમ સાચી વાત છે તારી. તારા સિવાય બીજી કોઈ જ સ્ત્રી તરફ રાગ થયો નથી કે થવાનો નથી...’
‘એ આપની ઉત્તમતા છે મુનિરાજ! હવે આપ મને ભૂલી જાઓ... મારા શરીરને ભૂલી જાઓ... તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનના પવિત્ર માર્ગે દઢતાપૂર્વક આગળ વધો.
‘શું તું એ જ ઇચ્છે છે?
‘હા જી, મારી આ જ ઇચ્છા છે. માત્ર આપના માટે જ નહીં, મારા માટે પણ મેં એ જ માર્ગ પસંદ કર્યો છે.’
ભવદેવ મુનિ નાગિલાના તેજસ્વી મુખને જોઈ રહ્યા. તેના મુખ પર મક્કમતા હતી, તેની આંખોમાં અવિકારિતા હતી. તેના શબ્દોમાં જાદુ હતો. ભવદેવ મુનિનું મન સ્વસ્થ બનતું જતું હતું. નાગિલાના લાગણીભર્યા શબ્દો ભવદેવના અંતઃકરણને સ્પર્શતા હતા.
જેના પ્રત્યે સાચો પ્રેમ છે, એની વાત મનુષ્યને સ્પર્શતી જ હોય છે, ભલે એ વાત અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય.
ભવદેવ મુનિએ આત્મસાક્ષીએ નિર્ણય કરીને કહ્યું :
‘નાગિલા, તું સુશીલા મહાસતી તો છે જ, પરંતુ એથીય પણ વિશેષ છે મારા માટે. તેં મારા ૫૨ મહાન ઉપકાર કર્યો છે... મને સન્માર્ગમાં સ્થિર કરીને......
‘એવું ન બોલો મુનિરાજ! આપ મહાન છો. હું તો આપનાં ચરણોની રજ છું. આપ સંયમધર્મમાં સ્થિર બની ગયા, તેથી હું ધન્ય બની ગઈ, કૃતાર્થ બની 21...'
‘હું આજે જ અહીંથી પાછો સ્થવિર મુનિવરો પાસે જવા નીકળીશ. પરંતુ અહીં આવ્યો છું તો... સ્નેહીજનોને મળી લઉં... ઘણાં વર્ષે તેઓ મને જોઈને આનંદિત થશે...'
ના રે ના, કોણ છે એવાં સ્નેહીજનો અહીં? સ્નેહીજન તો તેઓ કહેવાય
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઙ
એક રાત અનેક વાત
કે જેઓ આત્મહિતનો વિચાર કરે. કોણ છે એવાં સ્નેહીજનો? કોઈનેય મળવાની જરૂર નથી. આપ તો અહીંથી જ સીધા કાકંદી તરફ પ્રયાણ કરો. ગુરુજનો પાસે પહોંચી જાઓ... ચારિત્રધર્મનું વિશુદ્ધ પાલન કરો અને આત્માનંદના મહોદધિમાં લીન બનો.'
‘તું હવે શું કરીશ?’
હું પણ એક-બે દિવસમાં ઘરનાં કામ સમેટીને સાધ્વીજી પાસે જઈને ચારિત્રધર્મ અંગીકાર કરીશ. હવે મારે કોના માટે રહેવું છે ઘરમાં? બસ, આપની રાહ જોતી હતી,.. આપનાં દર્શન થઈ ગયાં... હવે આપની પાછળ જ આપના જ માર્ગે ચાલી આવું છું...
ભવદેવ મુનિ ગામની બહાર આવેલા જિનમંદિરમાં ગયા. પરમાત્માની સ્તવના કરી અને કાકંદી તરફ પ્રયાણ કર્યું. સ્થવિર મુનિવરો પાસે જઈ, હૃદય ખોલીને પોતાની માનસિક મોહ-વિકલતા કહી દીધી. સ્થવિર મુનિવરોએ જે પ્રાયશ્ચિત્ત આપ્યું તેનો સ્વીકાર કર્યો. વર્ષો સુધી શ્રેષ્ઠ સાધુજીવન જીવ્યા.
એક દિવસ તેમનું આયુષ્ય પૂર્ણ થયું. તેઓ પહેલા દેવલોકમાં દેવ થયા. ઇન્દ્ર જેવા તેજસ્વી, ઇન્દ્ર જેવા વૈભવશાળી!
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શરીર નાશવંત છે, આત્મા શાશ્વત છે.
આત્માનું અસ્તિત્વ ક્યારેય લોપાતું નથી.
જૂનાં શરીર છૂટતાં જાય છે, આત્મા નવાં શરીર ધારણ કરતો જાય છે. દુનિયામાં જાતજાતનાં ને ભાતભાતનાં અસંખ્ય પ્રકારનાં શરીર છે. દરેક આત્માએ એ બધાં શરીર, એકવાર નહીં, અનંતવાર ધારણ કર્યા છે. દરેક આત્મા પોતપોતાનાં કર્મોના અનુસારે શરીર ધારણ કરે છે.
-
www.kobatirth.org
ભવદત્ત મુનિનો સ્વર્ગવાસ થયો, તેઓ દેવલોકમાં દેવ થયા. તેમણે વૈક્રિય પુદ્ગલોનું દિવ્ય શરીર ધારણ કર્યું.
.
૭. સાગરદત્ત
એક મનુષ્ય તપ-ત્યાગ અને વ્રત-સંયમની આરાધના કરીને દેવ બની શકે છે. એક મનુષ્ય હિંસા, અસત્ય, ચોરી વગેરે અસંખ્ય પાપો કરીને નારકીમાં પશુ-પક્ષીની યોનિમાં જઈ શકે છે.
-
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સામાન્ય યુવાન, સાધુ શ્રમણ બની ગયો!
શ્રમણ મરીને દેવ બની ગયો!
- દેવ એનું આયુષ્ય પૂર્ણ થતાં પુનઃ મનુષ્ય બને છે!
એ પણ સામાન્ય મનુષ્ય નહીં, રાજકુમાર બને છે!
એ પણ, આ ભરતક્ષેત્રમાં નહીં, પરંતુ ‘મહાવિદેહ' ક્ષેત્રમાં!
- મહાવિદેહ ક્ષેત્ર!
આ સૃષ્ટિ ઘણી વિશાળ છે. આજે દુનિયાના નકશા ઉપર જે જોવા મળતી નથી... એવી વિશાળ સૃષ્ટિ, સર્વજ્ઞ મહાપુરુષોએ શાસ્ત્રોમાં બતાવી છે. એવો એક વિશાળ-વિરાટ પ્રદેશ છે... આપણા માટે અગમ-અગોચર! તેનું નામ ‘મહાવિદેહ.'
- ત્યાં મનુષ્યો છે, પશુઓ અને પક્ષીઓ પણ છે. પરંતુ આપણા કરતાં ઘણાં મોટાં... ઊંચાં અને વિરાટ, તેમની સામે આપણે નાનકડા કીડા જેવા લાગીએ!
· ત્યાં હમેશાં તીર્થંકરો હોય જ. ક્યારેક થોડા તો ક્યારેક વધારે,
ત્યાંથી જીવાત્માઓ કર્મક્ષય કરીને મોક્ષમાં પણ જઈ શકે અને કર્મો બાંધીને
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત સાતમી નરકમાં પણ જઈ શકે! - કોઈ દિવ્યશક્તિનો સહારો મળી જાય તો આપણે ત્યાં જઈ શકીએ! - ભવદત્તનો આત્મા મહાવિદેહના “પુષ્કળાવતી' નામના ખંડમાં, પુંડરિકિણી
નામની નગરીમાં જન્મ પામે છે. -- તે ખંડન ચક્રવર્તી રાજા હતો વજદત્ત. તેની રાણીનું નામ હતું યશોધરા. - યશોધરા એક શુભ રાત્રીમાં ગર્ભવતી બની.
રાજપરિવારોમાં એક જીવનપદ્ધતિ હતી કે ગર્ભવતી રાણીની દરેક ઇચ્છા રાજા પૂર્ણ કરતો રહે. ઇચ્છા પૂર્ણ થવાથી રાણી પ્રફુલ્લિત રહે. તેથી એના ગર્ભસ્થ શિશુને સુખનો અનુભવ થાય.
રાણી યશોધરાને સાગરમાં સ્નાન કરવાની ઇચ્છા થઈ. તેણે રાજાને પોતાની ઇચ્છા જણાવી.
નગરથી થોડે દૂર સાગર જેવી વિશાળ અને સાગર જેવી ગંભીર “સીતા” નામની નદી વહેતી હતી. રાજાએ રાણીને એ નદીમાં સ્નાન કરાવવાનો નિર્ણય કર્યો. રાણીને રથમાં બેસાડીને સીતા નદીના તીરે લાવવામાં આવી. રાજાએ કહ્યું :
દેવી, આ કેવો વિશાળ સાગર છે!' “હા, નાથ, હું આમાં સ્નાન કરીશ!' રાણી સાથે રાજાએ એ નદીમાં સ્નાન કર્યું. યથેચ્છ ક્રિીડા કરી. રાણી હર્ષવિભોર બની ગઈ. રાજાએ રાણીને કહ્યું : “દેવી, આપણે આપણા પુત્રનું નામ “સાગર” પાડીશું!”
પ્રાણનાથ, મને આ નામ ગમ્યું!”
આપણો પુત્ર સાગર જેવો ગંભીર હશે! સાગરના પેટાળમાં જેમ રત્નો હોય છે તેમ આપણા પુત્રમાં ગુણોના રત્નો હશે!”
રાણીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. રાજા-રાણી રથમાં બેસીને રાજમહેલમાં આવી ગયાં. યોગ્ય સમયે કોઈ જ પીડા વિના સહજતાથી રાણીએ પુત્રને જન્મ આપ્યો.
રાજા અને પ્રજાએ પુત્રજન્મનો ભવ્ય મહોત્સવ ઊજવ્યો. કારાવાસો ખોલી નાખવામાં આવ્યા. ગરીબોને ભરપૂર દાન આપવામાં આવ્યું. સમગ્ર “પુષ્કળાવતી' ખંડ આનંદથી ઝૂમી ઊઠડ્યો.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરદત્ત રાજકુમારનું નામ “સાગરદત્ત' રાખવામાં આવ્યું.
સાગરદત્ત રૂપ-રૂપનો અંબાર હતો. સૌભાગ્યનો ભંડાર હતો. સહુને તે ગમી ગયો...
તેનું શરીર સૌષ્ઠવયુક્ત અને લક્ષણયુક્ત હતું. સાવ નીરોગી શરીર!
પૂર્વજન્મમાં ભવદત્ત મુનિના જન્મમાં) અહિંસા ધર્મનું વિશુદ્ધ પાલન કર્યું હતું. તેના ફળરૂપે આ જન્મમાં બે વાતો જન્મથી મળી-આરોગ્ય અને સૌભાગ્ય!
પૂર્વજન્મમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મૈત્રીભાવ રાખ્યો હતો, એના પરિણામરૂપે આ જન્મમાં અપૂર્વ લોકપ્રિયતા મળી.
પૂર્વજન્મમાં કોઈ જીવને દુઃખ આપ્યું ન હતું, કોઈનું સુખ ઝૂંટવ્યું ન હતું, એના ફળરૂપે આ જન્મમાં દુઃખ વિનાનું અપૂર્વ સુખ મળ્યું... શ્રેષ્ઠ કોટિના રાજવૈભવ મળ્યા.
કારણ વિના કોઈ કાર્ય કરતું નથી. કોઈ કારણ વર્તમાન જીવનમાં મળી આવે તો કોઈ કારણ પૂર્વજન્મમાં મળી આવે.
સાગરદત્ત જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની બુદ્ધિ, તેનું જ્ઞાન, તેની કળાઓ વિકસતી જાય છે. શ્રેષ્ઠ કલાગુરુઓ, પવિત્ર વિદ્યાગુરુઓ પાસે તેનું વિદ્યાધ્યયન ચાલે છે.
તેના વિનય-વિવેક-નમ્રતા-પરાક્રમ-પરોપકાર આદિ અનેક ગુણોને જોઈને રાજા-રાણી પ્રસન્ન બની જાય છે.
બાલ્યકાળ વીતી જાય છે. કિશોરાવસ્થા પણ વીતી જાય છે! સાગરદત્ત યૌવનકાળમાં પ્રવેશે છે. મહાવિદેહ ક્ષેત્રમાં જેમ હમેશાં તીર્થકરો હોય તેમ હમેશાં રાજાઓ હોય. કારણ કે તીર્થંકરો હમેશાં રાજકુળમાં જ જન્મે!
રાજપરિવારોમાં, રાજકુમારી પોતાના વરની પસંદગી સ્વયં કરે. તે માટે રાજા “સ્વયંવર'નું આયોજન કરે. દૂરના અને નજીકના રાજાઓને, રાજકુમારોને સ્વયંવરમાં પધારવા નિમંત્રણ અપાય. તેમનો આદર-સત્કાર થાય... તેમનો પરિચય રાજકુમારીને આપવામાં આવે. જે રાજા કે રાજકુમાર પસંદ પડે તેના ગળામાં રાજ કુમારી વરમાળા આરોપિત કરે.
રાજા વજદત્તની રાજસભામા આવાં સ્વયંવરોનાં નિમંત્રણ આવતાં રહે છે.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
એક રાત અનેક વાત રાજા સાગરદત્તને સ્વયંવરમાં મોકલે છે... જે જે સ્વયંવરમાં સાગરદત્ત જાય છે
ત્યાં રાજ કુમારીઓ સાગરદત્તના ગળામાં જ વરમાળા પહેરાવે છે! અને આ રીતે સાગરદત્તને અનેક રૂપવતી-ગુણવતી રાણીઓની પ્રાપ્તિ થઈ.
વિશાળ સામ્રાજ્યની સમગ્ર જવાબદારીઓ રાજા વજદર સંભાળતા હતા, એટલે સાગરદત્ત મુક્ત મનથી પત્નીઓ સાથે દિવસ-રાત સુખમગ્ન રહે છે, પાંચેય ઇન્દ્રિયોનાં શ્રેષ્ઠ વિષયસુખો ભોગવે છે.
પૂર્વજન્મમાં સહુ જીવો માટે હિતકામના કરેલી હતી, એના ફળરૂપે આ જન્મમાં બધાં સ્વજનો એના તન-મનને સુખ આપનારાં મળ્યાં! કોઈ પત્ની સાગરદત્તના મનને પણ દુભવતી નથી. બધી જ પત્નીઓ તેને સુખના આનંદના સાગરમાં ડૂબકીઓ ખવડાવે છે. એ જ રીતે કુમાર પણ સર્વે પત્નીઓને સંતુષ્ટ રાખે છે, આનંદિત રાખે છે.
સુખમાં સમય તીવ્ર ગતિથી વહે છે. દિવસો, મહિનાઓ ને વર્ષો વીતી જાય છે, અને આ તો મહાવિદેહ ક્ષેત્ર! ત્યાંનાં સ્ત્રી-પુરુષોનું આયુષ્ય પણ કરોડો વર્ષોનું! યુવાનીનો કાળ ઘણો મોટો હોય.
સાગરદત્તના સુખભરપૂર જીવનને જોઈને રાજા-રાણી પણ સંતુષ્ટ રહે છે. પોતાને કૃતાર્થ સમજે છે. પુત્રનું સુખ, તેઓ પોતાનું સુખ માને છે.
પરંતુ આ સંસાર છે! પૂર્ણા જ્ઞાની પુરુષોએ સંસારને દુઃખરૂપ જોયો છે ને જાણ્યો છે. સંસારનાં સુખોને ક્ષણિક અને વિનાશી જોયાં છે ને જાણ્યાં છે.
સાગરદત્ત પત્નીઓની સાથે મહેલના ઝરૂખામાં બેઠો છે. સામે વિશાળ આકાશ પથરાયેલું છે. પશ્ચિમ દિશાની ક્ષિતિજ પર સૂર્ય પહોંચી ગયો છે. ક્ષિતિજે લાલ ચૂંદડી ઓઢી લીધી છે... ને સૂર્ય ડૂબી જાય છે.
કુમાર અનિમેષ દૃષ્ટિથી ક્ષિતિજ તરફ જોઈ રહ્યો છે. સંધ્યાના રંગોએ અભુત આકૃતિઓ સર્જવા માંડી છે. એક વાદળ આવી ચઢે છે... સંધ્યા તેને સોનેરી રંગોથી રંગી દે છે... વાદળ મેરૂ પર્વતનું રૂપ લઈ લે છે. કુમારની આંખો નાચી ઊઠે છે... મન ડોલી ઊઠે છે. તેના મુખમાંથી “અદ્ભુત...અદ્ભુત!' શબ્દો સરી પડે છે. પત્ની પણ આનંદથી ઝૂમી ઊઠે છે.
પરંતુ... થોડી ક્ષણો વીતી ન વીતી... પવનનો તીવ્ર સુસવાટો આવ્યો ને વાદળ વિખરાઈ ગયું.. મેરૂ કણ કણ બનીને વેરાઈ ગયો... ક્ષિતિજ પર અંધારું ઊતરી આવ્યું...
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
સાગ૨દા કુમારનું મન ખિન્ન થઈ ગયું.... અંતઃકરણ વલોવાઈ ગયું.... તેની આંખો તો અનંત આકાશ તરફ જ છે... પરંતુ તેનું મન ભીતરમાં ઊતરી ગયું. વિખરાતા વાદળે કુમારના મનને ધક્કો મારી ભીતરમાં ઉતારી
દીધું.
ચિંતનમગ્ન કુમારને કોઈ વિક્ષેપ ન પડે. એટલા માટે પત્ની ધીરે ધીરે મહેલના અંદરના ખંડમાં ચાલી ગઈ. ઝરૂખામાં રહ્યો માત્ર એકલો કુમાર સાગર
સાગર ઘૂઘવવા લાગ્યું. સાગર ઊછળવા લાગ્યો. એ ઘુઘવાટ વિચારોનો હતો. એ ઉછાળ વિચારોનો હતો.
જેમ સંધ્યાના રંગો અને વાદળની આકતિઓ ક્ષણિક છે, તેમ આ જીવન.. આ યૌવન... આ વૈષયિક સુખો... શું ક્ષણિક નથી? મહાકાળનો પ્રચંડ સુસવાટો વાતાં જ આ બધું, હતું ન હતું નહીં થઈ જાય?”
પૂર્વજન્મમાં વાવેલાં વિચાર-બીજ નષ્ટ નથી થતાં... તે આત્માની ભૂમિમાં રહે છે... નિમિત્ત મળતાં એ બીજ અંકુરિત થાય છે. ભવદત્ત મુનિના ભવમાં ભાવેલી સતત વૈરાગ્ય ભાવનાનાં બીજ, સાગરના ભવમાં અકબંધ પડેલાં છે! વિખરાતા વાદળના નિમિત્તે એ બીજમાં વિસ્ફોટ કર્યો.... ને અંકુર પેદા થયા.
રાગની માટીને ભેદીને અંકુર દેખા દે છે. બીજ ભલે માટીમાં દટાયેલું રહે, અંકુર માટીમાં દબાયેલો ન રહે.
આ રાજ્ય... આ વૈભવ. આ પ્રિય સ્વજનોનો સંયોગ, બધું જ ક્ષણિક છે; નાશવંત છે, અનિત્ય છે. હું ક્ષણિક પર રાગી બન્યો છું... શાશ્વતની ભ્રમણામાં અટવાઈને... ના, ના, આ બધું જે મને દેખાય છે તે ક્ષણિક છે. સારું થયું, આજે મારી ભ્રમણા ભાંગી ગઈ. ક્ષણિક ક્ષણિક સમજાઈ ગયું.... નહીંતર જ્યારે ર બધું નાશ પામી જાત ત્યારે હું દુઃખી દુઃખી થઈ જાત! મારો રાગ, મારો મોહ મને દુઃખી કરી દેત...'
વૈરાગ્યનો અંકુર વિકસતો જાય છે, પુષ્ટ થતો જાય છે.
પ્રિયજનોનો સંયોગ વિયોગમાં પરિણમે છે. સંયોગમાં મેં સુખ માન્યું... વિયોગ થતાં હું દુઃખી થઈ જાત.. ના, ના, હું હવે સ્વેચ્છાથી વિયોગ સ્વીકારી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર.
એક રાત અનેક વાત લઈશ. ક્ષણિક ઉપર રાગ શા માટે કરવાનો? રાગ કરીશ હવે શાશ્વત ઉપર, અવિનાશી ઉપર...
શાશ્વનું છે આત્મા, અવિનાશી છે આત્મા. હું મારા વિશુદ્ધ આત્માનો અનુરાગી બનીશ. આત્માનો વિયોગ ક્યારેય થતો નથી! આત્મા પર લાગેલાં કર્મોનાં બંધનો તોડવાનો પુરુષાર્થ કરીશ...
એ પુરુષાર્થ છે સમ્યગ્દર્શન- જ્ઞાન અને ચારિત્રનો!” મેં તીર્થકર ભગવંતની ધર્મદેશનામાં આ જ વાત સાંભળી હતી. હું માતા-પિતાની અનુમતિ લઈને, સંસારવાસનો ત્યાગ કરીશ... હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું.”
ઝરૂખામાંથી ઊઠીને તે મહેલની અંદર આવ્યો. શયનખંડમાં જઈને તેણે રાત પસાર કરી. તે રાતભર આંખો બંધ રાખીને જાગતો રહ્યો.
પ્રભાત થયું. નિત્યક્રમથી પરવારીને તે માતા-પિતા પાસે ગયો. માતા-પિતાના ચરણોમાં વંદન કરીને તેણે કહ્યું :
“હે તાત, હે માતા, તમે મને સંસારનાં અપાર સુખ આપ્યાં ને મેં ભોગવ્યાં.. પરંતુ ગઈ કાલની સંધ્યાએ મારી ભ્રમણાને ભેદી નાંખી છે. આ બધાં જ સુખો મને ક્ષણિક સમજાયાં છે... વૈષયિક સુખો ઉપરનો મારો રાગ નષ્ટ થયો છે.. હું વિરક્ત બન્યો છું. આપ મને અનુમતિ આપો... તો હું શ્રમણ બની મારા આત્માને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત કરવા પુરુષાર્થ કરું...”
રાજા-રાણી અવાકુ બની ગયાં. તેમના પ્રાણ ગૂંગળાવા લાગ્યા. તેમની આંખો આંસુભીની થઈ ગઈ. માતાએ પુત્રને પોતાના બાહુપાશમાં જકડી લીધો.
ના બેટા, અમે તને શ્રમણ બનવાની અનુમતિ કેવી રીતે આપીએ? તું અમારા જીવનનો આધાર છે. તારા ઉપર અમારો કેવો પ્રબળ મોહ છે? એક ક્ષણ પણ તને અમારી આંખોથી દૂર.' રાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
મોહનાં બંધન કારમાં હોય છે! રાગનાં દોરડાં લોઢાનાં હોય છે! વાત કુમારની પત્નીઓ પાસે પણ પહોંચી ગઈ.
રુદન.. કલ્પાંત.. વ્યથા અને વેદનાથી સહુ સ્ત્રીઓ બેહોશ જેવી થઈ ગઈ... પરંતુ ધીમે ધીમે સ્વસ્થ બનીને તેમણે કુમારને કહ્યું :
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:
૫૭
સાગરદત્ત
‘હે પ્રાણેશ્વર, આપની કોઈ ઇચ્છાથી અમે વિપરીત આચરણ કર્યું નથી. જે આપની ઇચ્છા તે અમારી ઇચ્છા. આપના સુખના માર્ગમાં અમે વિઘ્ન નહીં બનીએ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું : ‘આ જ તમારો સાચો પ્રેમ છે. તમે પણ સંસારનાં સુખોને ક્ષણિક સમજો... માનો... અને એના પ્રત્યે વિરક્ત બનો.’
હે નાથ,
અમે પણ આપના જ માર્ગે ચાલીશું!'
રાજા-રાણીએ જ્યારે આ વાત જાણી, તેમણે પણ પુત્રની ઇચ્છાને પૂર્ણ કરવા અનુમતિ આપી.
નગરની બહારના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાની ‘અમૃત-સાગર’ નામના મુનિરાજ પધારેલ છે. રાજકુમાર સાગરદત્ત તેમની પાસે જાય છે. ‘મને ચારિત્ર આપી ભવસાગરથી મારો ઉદ્ધાર કરો,’ એવી વિનંતી કરે છે.
સાગરદત્ત શ્રમણ બની જાય છે.
ગુરુચરણે સમર્પિત બની જાય છે.
આત્મભાવોની નિર્મળતા દિન-પ્રતિદિન વધતી જાય છે. એના પરિણામે એક દિવસ એ મહામુનિને ‘અવધિજ્ઞાન’ પ્રાપ્ત થાય છે.
વિચરતા વિચરતા તેઓ ‘વીતશોકા' નગરીમાં પહોંચે છે.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૮.શિવકુમાર
ભવદેવના આત્માએ “સૌધર્મ દેવલોક'માં અસંખ્ય વર્ષપર્યંત વૈષયિક સુખો ભોગવ્યાં
દેવલોકનું તેનું આયુષ્ય પૂર્ણ થયું. તેનો જન્મ પણ મહાવિદેહ ક્ષેત્રમાં, પુષ્કળાવતી-ખંડમાં થયો.
પુષ્કળાવતી ખંડમાં “વીતશોકા” નામની નગરી હતી. તે નગરીનો રાજા હતો પમરથ અને રાણી હતી વનમાલા.
વનમાલા ગર્ભવતી બની. ગર્ભવતી બન્યા પછી વનમાલાના વિચારોમાં પરિવર્તન આવ્યું. તેને પરમાત્મભક્તિની ઇચ્છા જાગે છે. સાધુપુરુષોને દાન આપવાનું મન થાય છે. પહાડોની ગુફાઓમાં જઈ મૌન ધારણ કરી ધ્યાનસ્થ બનવાની ભાવના પ્રગટે છે. ક્યારેક વૈરાગ્યભાવ ઉલ્લસિત બને છે.
રાજા પદ્મરથ રાણીની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. રાણી પ્રસન્નચિત્તે ગર્ભનું પાલન કરે છે. સમય પૂર્ણ થતાં એ એક સુંદર પુત્રને જન્મ આપે છે.
ચન્દ્ર જેવો સૌમ્ય અને ચંદન જેવો શીતળ! રાજા રાણી એનું મુખડું જોતાં ધરાતાં નથી.
કુમારનું નામ “શિવકુમાર' રાખવામાં આવ્યું, કારણ કે તેનો જન્મ થતાં દેશમાંથી અશિવ-ઉપદ્રવો દૂર થયા હતા.
શ્રેષ્ઠ પુણ્યકર્મ લઈને જન્મેલા શિવકુમારનું સુંદર લાલન-પાલન થવા લાગ્યું. શસ્ત્રકલા, શાસ્ત્રકલા વગેરેનું ઉત્તમ કોટિનું પ્રશિક્ષણ મળવા લાગ્યું.
સહજતાથી બાલ્યકાળ વીતી ગયો. સહજતાથી તરુણ અવસ્થા વીતી ગઈ. શિવકુમારે યૌવનકાળમાં પદાર્પણ કર્યું.
યૌવનનો કાળ એટલે વૈષયિક સુખભોગનો કાળ! તેમાંય આ તો રાજકુળનું યૌવન હતું. શિવકુમારનાં લગ્ન પુષ્કળાવતી ખંડની શ્રેષ્ઠ રૂપસુંદરી રાજકુમારી કોશલા સાથે થયાં.
ભરપૂર સુખભોગોમાં કુમારનો સમય વીતે જાય છે. કોઈ દુઃખ નથી, કોઈ અશાન્તિ નથી, કોઈ ક્લેશ કે સંતાપ નથી. આનંદ છે, ઉલ્લાસ છે, પ્રસન્નતા
છે.
૦
૦
૦
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમાર
- પપ રાજમહેલની સામે નગરશ્રેષ્ઠી “કામસમૃદ્ધની ભવ્ય હવેલી હતી. રાજમહેલની અગાસીમાંથી હવેલીનો મધ્યભાગ જોઈ શકાતો હતો. મધ્યભાગમાં રસોઈઘર હતું.
શિવકુમાર મહેલની અગાસીના અગ્રભાગમાં રહેલા ઝરૂખામાં ઊભો હતો. નગરના રાજમાર્ગો પર ચાલી રહેલી ચહલપહલને જોઈ રહ્યો હતો.
તેણે એક કૃશકાય તપસ્વી મુનિરાજને નગરશ્રેષ્ઠીની હવેલીમાં ભિક્ષા માટે પ્રવેશતા જોયા. કુમાર મુનિરાજનાં પ્રથમ દર્શને જ પ્રભાવિત થઈ ગયો.
મુનિરાજ હવેલીના મધ્યભાગમાં જઈને ઊભા શ્રેષ્ઠી અને શ્રેષ્ઠીના પરિવારે ભાવપૂર્વક મુનિરાજ નું સ્વાગત કર્યું, વંદના કરી અને અપૂર્વ હર્ષથી ભિક્ષા આપી.
એ જ વખતે આકાશમાંથી હવેલીના મધ્યભાગમાં સોનામહોરોની વૃષ્ટિ થઈ. સોનામહોરોનો ઢગલો થઈ ગયો. - શિવકુમાર અનિમેષ નયને આ બધું જોઈ રહ્યો છે. તેનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. તે તરત જ મહેલમાંથી નીચે ઊતરી આવ્યો અને સીધો જ શ્રેષ્ઠીની હવેલીમાં પહોંચ્યો. તેણે મુનિરાજને ભાવપૂર્વક વંદના કરી. મુનિરાજે કુમારને જોયો. તેમના શરીરે રોમાંચ થયો. કુમારનાં હૃદયમાં મુનિરાજ તરફ અપૂર્વ સ્નેહભાવ ઉલ્લસિત થયો. કુમારે પૂછ્યું : “હે મહાત્મનું, આપે કયા સ્થાનને પાવન કર્યું છે?’
કુમાર, અમે નગરની બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરેલી છે.” કુમાર રાજમહેલમાં આવ્યો. તેણે માતા-પિતા અને પત્નીને કહ્યું : “આપણે નગરના બાહ્ય ઉદ્યાનમાં બિરાજેલા તપસ્વી મુનિરાજનાં દર્શન કરવા અને ધર્મોપદેશ શ્રવણ કરવા જવાનું છે.” રથ તૈયાર થયા. કુમાર પરિવાર સહિત રથમાં બેસીને ઉદ્યાનમાં પહોંચ્યો.
મુનિરાજે મહિનાના ઉપવાસનું પારણું કરી લીધું હતું. તેઓ સ્વસ્થ હતા. રાજપરિવારે ભાવપૂર્વક મુનિરાજને વંદના કરી અને વિવેકપૂર્વક સહુ મુનિરાજની સામે બેસી ગયાં.
મુનિરાજે “ધર્મલાભનો મધુર આશીર્વાદ આપીને ધર્મોપદેશ શરૂ કર્યો. તેમણે મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી. આત્માનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ સમજાવ્યું. સંસારનાં વૈષયિક સુખોની નિઃસારતા બતાવી, સંયમધર્મની ઉપાદેયતા સમજાવી.
શિવકુમારને તો મુનિરાજ જ ગમી ગયા હતા! એમનો ઉપદેશ એના હૃદયમાં ઊતરી ગયો. ઉપદેશ પૂર્ણ થયા પછી કુમારે વિનયપૂર્વક પૂછ્યું :
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
એક રાત અનેક વાત “હે મહાત્મનું, આપને જોતાં જ આપના પ્રત્યે મારા હૃદયમાં અપૂર્વ હર્ષ કેમ થયો? આપનાં દર્શન કરતાં મારી આંખો ધરાતી કેમ નથી? પ્રભો! શું આપણો કોઈ પૂર્વજન્મનો સ્નેહ-સંબંધ છે?”
આ મુનિરાજ હતા સાગરદત્ત! તેઓ અવધિજ્ઞાની હતા. અવધિજ્ઞાનના પ્રકાશમાં તેઓ તેમના અને શિવકુમારના પૂર્વજન્મને પ્રત્યક્ષ જોતા હતા. તેમના મુખ ઉપર મધુર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું :
કુમાર, આપણો પૂર્વજન્મનો ગાઢ સ્નેહસંબંધ છે! આપણે ભરતક્ષેત્રમાં બે ભાઈ હતા. તારો મારા પ્રત્યે અવિહડ પ્રેમ હતો. મને તારા પ્રત્યે વાત્સલ્યભાવ હતો. મેં સંસાર ત્યજીને સંયમધર્મ સ્વીકાર્યો હતો. તે પછી જે દિવસે તારાં લગ્ન થયાં હતાં, એ જ દિવસે હું ભિક્ષાના બહાને ઘરે આવીને તને મારી સાથે મારા ગુરુદેવ પાસે લઈ ગયો હતો અને કપટ કરીને તને સાધુ બનાવી દીધો હતો! અલબત્ત, મારા પ્રત્યેના તીવ્ર પ્રેમથી જ તું સાધુ બની ગયો હતો. તેં બાર વર્ષ સુધી ભાવ વિના, મન વિના સાધુજીવન જીવ્યું હતું. મારા સ્વર્ગવાસ પછી તને તારી પરણેતર સ્ત્રી નાગિલાએ સંયમધર્મમાં સ્થિર કર્યો હતો. પછી તો તેં ઉત્કૃષ્ટ કોટિનું સંયમ પાળ્યું હતું. એના પરિણામે તું પણ મરીને, હું જે પહેલા દેવલોકમાં દેવ થયો હતો, ત્યાં દેવ થયો!
મારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. મારો જન્મ આ જ ખંડમાં પુંડરીકિણી નગરીમાં થયો અને તારો જન્મ પણ આ જ ખંડમાં વીતશોકા નગરીમાં થયો! હું સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બનીને શ્રમણ બની ગયો ને તું હજુ સંસારનાં સુખોમાં મગ્ન છે!” “હે ભગવંત, આપે આપણા પૂર્વજન્મ કેવી રીતે જાણ્યા?' “અવધિજ્ઞાનથી કુમાર!'
હે પ્રભો, આપે કહ્યું કે મને કપટથી આપે સાધુ બનાવ્યો હતો તો પછી આપના પ્રત્યે મારો સ્નેહ તૂટી ગયો હશે ને?'
ના, તારો સ્નેહભાવ અખંડ રહ્યો હતો; અવિચ્છિન્ન રહ્યો હતો. એમ વિચારીને તારા મનનું સમાધાન કરેલું કે “મોટાભાઈએ મારા હિત માટે જ મને સાધુ બનાવ્યો છે. હું સાધુજીવન જીવવા અશક્ત છું. મારું મન મારી પત્નીમાં રમે છે.” તારા મનમાં મારા પ્રત્યે જરાય અણગમો જાગ્યો ન હતો. આ જ તારી મૂળભૂત યોગ્યતા હતી. અલબત્ત, મારા મનમાં તારી ઉદાસીનતા જોઈને દુઃખ થતું હતું. “મેં ખોટું કામ કર્યું છે- ' એવા વિચારો પણ મને આવી ગયા હતા.'
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પ૭
શિવકુમાર
એવા વિચારો કેમ આવેલા? આપે તો મારા કલ્યાણ માટે મને સાધુ બનાવેલો ને?'
ના, તારા કલ્યાણની ભાવનાથી નહીં, પરંતુ મારા મુખમાંથી નીકળેલા વચનને સિદ્ધ કરવા મેં તને કપટથી સાધુ બનાવેલો કે જ્યારે તારાં લગ્ન થઈ ગયેલાં. તારા મનમાં સંસારસુખ ભોગવવાની પ્રબળ ઇચ્છાઓ હતી. એટલે મને ક્યારેક પસ્તાવો થતો હતો.'
પરંતુ હે ભગવંત, હવે આ ભવમાં તો હું પૂર્ણ ઇચ્છાથી સંસારનો ત્યાગ કરી, આપનાં ચરણોમાં સંયમ ધર્મ અંગીકાર કરીશ. હવે હું આપની પાસે જ રહીશ.”
સાગરદત્ત મુનિરાજે શિવકુમારના ભવિષ્યને પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું. તેઓ મૌન રહ્યા. શિવકુમારે કહ્યું : “હે કૃપાવંત, આપ મને આપના ચરણોમાં રાખશો ને?'
“વત્સ, અમારી પાસે આવવા માટે, જીવન સમર્પિત કરવા માટે માતાપિતાની અનુમતિ લેવી પડે!”
“મારાં માતા-પિતા બહુ સારાં છે. મારી દરેક ઇચ્છાને પૂર્ણ કરે છે. તેઓ મને અનુમતિ આપશે જ.”
કુમાર, સંસારનાં સુખોની ઇચ્છા પૂર્ણ કરવી એક વાત છે, અને સાધુ બનવાની ઇચ્છા પૂર્ણ કરવી બીજી વાત છે. માતા-પિતાના સંતાનો ઉપર જો તીવ્ર રાગ હોય છે તો તેઓ અનુમતિ નથી આપતાં!”
જો કે મારાં માતા-પિતાનું મારા ઉપર ગાઢ મમત્વ છે. કદાચ તેઓ મારો વિરહ ન રહી શકે.. ને તેથી અનુમતિ ન આપે. તે સાચી વાત છે, પરંતુ મને હવે માતા-પિતા પ્રત્યે નથી રાગ રહ્યો કે નથી મમત્વ રહ્યું... ભલે તેઓ અનુમતિ ન આપે.... હું તો આપની પાસે આવી જઈશ.'
‘ન આવી શકાય કુમાર! તું રાજ કુમાર છે ને? તીર્થકરોની આજ્ઞા છે કે રાજકુમારોને માતા-પિતાની અનુમતિ વિના દીક્ષા ન આપી શકાય.”
એ આજ્ઞાનું રહસ્ય શું છે ભગવંત
રાજા સાધુઓને દ્વેષી બની જાય. તે પોતાના રાજ્યમાંથી સાધુઓને બહાર કાઢી મૂકે અથવા સાધુઓને મારી નંખાવે. સાધુ ધર્મનું પાલન કરવું દુષ્કર બની જાય. એક વ્યક્તિના કારણે સમગ્ર શ્રમણસંઘને કષ્ટ સહન કરવાં પડે.”
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮.
એક રાત અનેક વાત તદ્દન સાચી વાત છે ભગવંત, પરંતુ આપ અહીં જ રહેજો. હું મારાં માતાપિતાને સમજાવવા પ્રયત્ન કરીશ. તેઓ શું કહે છે તે આપને નિવેદન કરીશ.” કુમારે પુનઃ મુનિરાજને વંદના કરી અને રથમાં બેસીને તે નગરમાં ગયો.
૦ ૦ ૦. શિવકુમારની સમગ્ર વિચારધારાનો પ્રવાહ બદલાઈ ગયો. તેનું મન સાગરદત્ત મુનિરાજની આસપાસ ફરવા લાગ્યું. રથમાં પાસે બેઠેલી યુવરાજ્ઞી કોશલાની સાથે એક શબ્દ પણ ન બોલ્યો. અરે, એની સામે પણ ન જોયું. કોશલાનું હૈયું ફફડી ઊઠ્યું. “આપને શું થઈ ગયું અચાનક?” એટલું પણ પૂછવાની તેની હિંમત ન રહી. રાજમહેલમાં આવ્યા પછી પણ કુમારને તેણે ઊંડા વિચારોમાં ખોવાયેલો જોયો. કોશલા બે ઘડી સુધી કુમાર પાસે મૌનપણે બેસી રહી. કુમારે જ્યારે તેની સામે જોયું, તેણે પૂછ્યું :
નાથ, આપ ગહન વિચારમાં ડૂબી ગયા છો... મેં ક્યારેય આપને આવી સ્થિતિમાં જોયા નથી.”
દેવી, ખરેખર હું ગહન વિચારોમાં ડૂબી ગયો છું! મુનિરાજે કહેલી અમારા પૂર્વજન્મની વાતો મારા હૃદયને હચમચાવી રહી છે..”
ક્યારે એ વાત કહી મુનિરાજે?'
ધર્મોપદેશ સાંભળીને જ્યારે માતા-પિતા ચાલ્યાં ગયાં અને તું ઉદ્યાનમાં ફરવા ગઈ હતી ત્યારે એ બધી વાતો થઈ. મુનિરાજ અવધિજ્ઞાની છે અને પૂર્વજન્મના મારા સગા મોટાભાઈ છે! મેં એમને જ્યારે પહેલવહેલા જોયા... મારા હૃદયમાં સ્નેહની સરવાણી ફૂટી નીકળી હતી.. એક અજાણ્યા પુરુષને જોતાંની સાથે સ્નેહ અથવા દ્વેષ જાગે છે. તેની પાછળ પૂર્વજન્મના સંસ્કાર કારણભૂત હોય છે.”
“તો આપણો પણ પૂર્વજન્મનો કોઈ સંબંધ હશે? પહેલી નજરે જ આપ મારા મનમાં વસી ગયા હતા અને આજે પણ મને આપના ઉપર એટલો જ પ્રેમ છે.'
હોઈ શકે પૂર્વજન્મનો કોઈ સંબંધ! કારણ વિના કોઈ કાર્ય બનતું નથી.” કોશલા કુમારની સામે તાકી રહી.
કુમારે ગંભીર અવાજે કહ્યું : “કોશલા, આ મુનિરાજે પૂર્વજન્મમાં મારા ઉપર મહાન ઉપકાર કરેલો... મને એમણે શ્રમણ બનાવેલો... એ શ્રમણ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમાર
પ
જીવનની સાધનાના ફળરૂપે મને દેવલોકમાં દેવનું અસંખ્ય વર્ષનું જીવન મળ્યું... એ જીવન પૂર્ણ થયું ને અહીં આ નગરીમાં મારો જન્મ થયો!'
‘અદ્ભુત કહેવાય!’
‘આવા જ્ઞાનીપુરુષો જ આવી અદ્ભુત વાતો બતાવી શકે...' ‘સાચી વાત છે આપની....
કુમાર પુનઃ એકદમ ઊંડા વિચારમાં ઊતરી ગયો... એ વિચાર હતો નાગિલાનો, ‘મને સંયમ માર્ગમાં સ્થિર કરનારી મારી પત્ની નાગિલાનું શું થયું હશે? એ મરીને કઈ ગતિમાં ગઈ હશે? મેં મુનિરાજને એના વિષયમાં તો પૂછ્યું જ નહીં... અરે, હું પણ કેવો... નહીંતર જ્યારે મુનિરાજે નાગિલાની વાત કરી ત્યારે જ મારે પૂછી લેવું જોઈતું હતું. આ તો અવધિજ્ઞાની મુનિરાજ છે... મને જરૂ૨ એનો વૃત્તાંત બતાવી દેત. જો એનો મોક્ષ નહીં થયો હોય તો અવશ્ય એ મારી આસપાસમાં જ હોવી જોઈએ... કોઈ પણ રૂપે, કોઈ પણ અવસ્થામાં... જો મોટાભાઈ મળી ગયા તો એ પણ મળી જવી જોઈએ.'
કોશલા ત્યાંથી આવશ્યક કાર્ય માટે ચાલી ગઈ હતી. ખંડમાં એકલો કુમાર હતો. તે ઊભો થયો. ઝરૂખામાં જઈને ઊભો. તે મહેલના ઉદ્યાન તરફનો ઝરૂખો હતો, પક્ષીઓના મધુર કલરવ સિવાય પૂર્ણ શાન્તિ હતી.
‘હવે મારે માતા-પિતાની અનુમતિ મેળવવી જોઈએ. શીઘ્ર સંયમધર્મ સ્વીકારી, અધૂરું રહેલું આત્મવિશુદ્ધિનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ. પરંતુ અત્યંત પ્રેમ ધરાવતાં માતાપિતા મને સાધુ બનવા દેશે ખરાં? અનુમતિ આપશે ખરાં? જો કે કોશલાને તો હું સમજાવી દઈશ. આમેય એ સ્ત્રી મારી ઇચ્છાને અનુસરનારી છે, ભલે એને મારા ઉપર પ્રગાઢ પ્રેમ હોય, છતાં એ મારા માર્ગમાં વિઘ્ન નહીં બને. પરંતુ મારાં માતા...પિતા?'
એમની અનુમતિ વિના હું સાધુ નહીં બની શકું! આ પણ કેવું બંધન? કારણ કે હું રાજકુમાર છું... હા, હું રાજકુમાર ન હોત તો આ બંધન ન હોત. માતા-પિતાને સમજાવવા છતાં એ ન માનત તો પણ હું સાધુ બની શકત.
ખરે, જે બને તે ખરું . હું હવે સંસારનાં સુખો નહીં ભોગવી શકું. મારૂં મન આ બધાં સુખો ત૨ફ વિરક્ત બની ગયું છે. મા૨ી વિક્તિ જોઈને માતાપિતા મને અવશ્ય અનુમતિ આપશે...'
કુમાર પુનઃ સાગરદત્ત મુનિની સ્મૃતિમાં સ૨કી ગયો. સાગરદત્ત મુનિવરની સાથેનું મુનિવૃંદ એની કલ્પનામાં આવી ગયું. તેમના ક્રિયાકલાપો... જે તેણે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત ઉદ્યાનમાં જોયા હતા, તે કલ્પનામાં આવ્યા. “કેવું નિષ્પાપ જીવન! કેવું જ્ઞાનધ્યાનનું જીવન! મને ગમી ગયું એ જીવન...'
ભવદેવના ભવમાં સાધુજીવન જીવેલું હતું. તેના ગાઢ સંસ્કારો આત્મામાં પડેલા જ હતા. આ જીવનમાં નિમિત્ત મળતાં એ સંસ્કારો જાગી ગયા.
ભોજનનો સમય થઈ ગયો હતો. કોશલા આવીને કુમારની પાછળ ઊભી રહી ગઈ હતી. તેણે ધીરેથી કહ્યું :
નાથ, ભોજનનો સમય થઈ ગયો છે. પિતાજી આપની રાહ જુએ છે.' કુમારે કોશલા સામે જોયું, ને તે ઝડપથી ભોજનગૃહ તરફ ચાલ્યો. તેના મનમાં વિચાર આવી ગયો “ભોજન કર્યા પછી પિતાજીને વાત કરીશ. મા પણ હાજર હશે...'
તેણે રાજા પરથની સાથે બેસીને ભોજન કરી લીધું. રાજા પારથ ભોજન કરીને તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. કુમારનો વિચાર કુમારના મનમાં જ રહી ગયો. તેણે સાંજના ભોજન પછી વાત કરવાનું વિચાર્યું.
તેણે કોશલાને કહ્યું : “હું ઉદ્યાનમાં મુનિરાજ પાસે જાઉં છું. એકાદ પ્રહર લાગી જશે.'
તે રથમાં બેસીને નગરની બહારના ઉદ્યાનમાં પહોંચ્યો. મુનિવરો આહાર કરીને નિવૃત્ત થયા હતા. તેણે સાગરદન મુનિરાજને ભાવપૂર્વક વંદના કરી અને અનુમતિ લઈને યોગ્ય જગાએ બેસી ગયો.
ગુરુદેવ, અહીંથી ઘરે ગયા પછી મારા મનમાં એક પ્રશ્ન જાગ્યો. જો આપ અનુમતિ આપો તો પૂછું.”
પૂછી શકે છે વત્સ!”
ગુરુદેવ, મારા ભવદેવના ભવમાં, જે મારી પત્નીએ મને સંયમમાર્ગમાં સ્થિર કર્યો હતો, એ ઉપકારિણી સ્ત્રીનું શું થયું અને અત્યારે તે ક્યાં જન્મી છે?”
સાગરદત્ત મુનિરાજે આંખો બંધ કરી જ્ઞાનનો ઉપયોગ મૂક્યો... અને તેમણે આંખો ખોલીને કુમારને કહ્યું :
કુમાર, તારું સ્થિરીકરણ કર્યા પછી એ સતી સ્ત્રીએ ચારિત્રધર્મ અંગીકાર કરી સુંદર આરાધના કરી હતી. એ આરાધનાના પ્રતાપે, સમાધિ મૃત્યુ પામીને તે પણ પહેલા દેવલોકમાં દેવ બની હતી.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને એ આ જ વીતશોકા નગરીમાં જન્મ પામી
છે!
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમાર
આશ્ચર્યથી કુમાર ઊછળી પડ્યો. “પ્રભો, આ જ નગરમાં એ મહાન આત્મા છે?' “હા, અને એ તારો પરમ મિત્ર છે!”
ગુરુદેવ, આ નગરમાં કહો કે આખી દુનિયામાં કહો, મારો એક જ મિત્ર છે... અને તે ધર્મેશ છે!”
એ ધર્મેશ, કે જેનું મૂળ નામ “દઢધર્મા' છે, તે જ નાગિલાનો આત્મા છે! તારા પ્રત્યે એને અંતરંગ સ્નેહ છે. અને આ જીવનમાં પણ તને એ જ મહાન આત્મા પ્રેરક અને સહાયક બનશે!”
શિવકુમારની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. તેણે આંખો બંધ કરીને ધર્મેશને યાદ કર્યો.
ગુરૂદેવને પુનઃવંદના કરીને કુમાર રથમાં બેસી ત્વરાથી મહેલમાં આવ્યો. એક નવું રહસ્ય પામ્યાનો અપૂર્વ આનંદ તેના હૃદયમાં ઊછળી રહ્યો હતો. ધર્મેશને મળવાની ઉત્કટ ઇચ્છા એના મનમાં જાગી ગઈ હતી.
કાશ... આજે પણ આવા અવધિજ્ઞાની, કેવળજ્ઞાની મહાપુરુષો હોત તો...?
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. વૈરાગીની વેદના
નગરશ્રેષ્ઠી કામસમૃદ્ધનો એકનો એક પુત્ર હતો દૃઢધર્મો. રાજપરિવારમાં સહુ તેને ‘ધર્મેશ’ કહીને બોલાવતા હતા. શિવકુમાર સાથે તેની અંતરંગ મૈત્રી હતી. તે રૂપવાન હતો, બુદ્ધિમાન હતો, પ્રિયભાષી હતો અને સર્વજનવલ્લભ હતો.
રાજમહેલની સામે જ નગરશ્રેષ્ઠીની હવેલી હતી. એટલે બન્ને મિત્રોની એક-બીજાને ત્યાં રોજની અવર-જવર હતી. બન્ને પરિવારમાં બન્ને મિત્રો પ્રિય હતા, રાજા પદ્મરથને અને રાણી યશોદાને ધર્મેશ ઉપર પુત્રવત્ વાત્સલ્ય હતું. તેવી રીતે નગરશ્રેષ્ઠી કામસમૃદ્ધને અને શેઠાણી વત્સલાને શિવકુમાર ઉપર ભરપૂર પ્રેમ હતો.
બન્ને મિત્રો ગુણવાન હતા, શીલવાન હતા, બન્નેના જીવનપ્રવાહ ગંગાના પ્રવાહ જેવા નિર્મળ હતા.
બન્ને વચ્ચે અંતર હતું... એક વાતનું! ધર્મેશે ગુરુદેવો પાસેથી અર્હત્ ધર્મનું જ્ઞાન મેળવેલું હતું, શિવકુમાર પાસે એ જ્ઞાન ન હતું. ધર્મેશ શ્રાવક જીવનના કાર્યકલાપોને અને શ્રમણજીવનના આચારમાર્ગને જાણતો હતો, શિવકુમાર જાણતો નહોતો.
અલબત્ત, ક્યારેક ક્યારેક ધર્મેશ ધર્મચર્ચા કરતો, શિવકુમાર એકાગ્ર ચિત્તે સાંભળતો. આ રીતે શિવકુમારે સામાન્ય જ્ઞાન મેળવેલું હતું.
સાગરદત્ત મુનિરાજ પાસેથી તેણે શ્રમણજીવનનો આચારમાર્ગ જાણ્યો હતો, કારણ કે એ માર્ગે એને જવું હતું.
કુમાર ઉદ્યાનમાંથી આવીને મહેલમાં જઈ, વસ્ત્રપરિવર્તન કરી સીધો ધર્મેશની હવેલીમાં પહોંચી ગયો. ધર્મેશ ઘરમાં જ હતો, બન્ને મિત્રો ધર્મેશના ખંડમાં જઈને બેઠા.
‘શિવ, તું બાહ્ય ઉદ્યાનમાં ગયો હતો ને હું મહેલમાં ગયો હતો!' ‘કેમ?’
‘તને મળવા! તું ન મળ્યો... તો યશોદા માતા પાસે બેઠો...' ‘શું વાતો કરી?'
‘તારી વાતો! તારા પૂર્વજન્મની વાતો!’
‘પણ મેં તો માને વાત જ નથી કરી...’
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
વેરાગીની વેદના
તેં નથી કરી, યુવરાજ્ઞીએ કરી! અને યશોદા માતાના પેટમાં ફાળ પડી ગઈ છે..”
હું દીક્ષા લઈ લઈશ... એ વાતની ફાળ પડી છે ને? ચાલો, સારું થયું. વાત કરવાની પૂર્વભૂમિકા બની ગઈ!'
કઈ વાતની પૂર્વભૂમિકા?'
માતા-પિતાની અનુમતિ વિના દીક્ષા ન લેવાય ને? એટલે અનુમતિ માંગવી જ પડશે.' “તું શું વાત કરે છે? તું દીક્ષા લઈશ?'
“હા ધર્મેશ, હવે હું આ ગૃહવાસમાં નહીં રહી શકે. દુનિયાનાં તમામ સુખો પ્રત્યે મારું મન વિરક્ત બની ગયું છે. હવે તો મને સુખ મળશે એક માત્ર ગુરુદેવ સાગરદન મુનિરાજના ચરણોમાં પૂર્વજીવનમાં આરાધેલા સાધુધર્મના સંસ્કારો મારા આત્મામાં જાગ્રત થઈ ગયા છે..”
ધર્મેશ શિવકુમારને વિસ્ફારિત આંખે જોઈ રહ્યો. શિવકુમારના મુખે પહેલી જ વાર ત્યાગ-વૈરાગ્યની વાતો આજે એ સાંભળતો હતો. તે ઊંડા વિચારમાં ડૂબી ગયો.
કેમ, તને મારી વાત ન ગમી?” શિવકુમારે ધર્મેશના બે હાથ પોતાના હાથમાં લેતાં પૂછયું.
શું કહું તને? મને તારી કઈ વાત નથી ગમી - તે મને કહે..” તું મૌન થઈ ગયો એટલે પૂછ્યું...' કુમાર, શ્રમણજીવન ઉત્તમ જ છે, પરંતુ એ જીવન જીવવું સરળ નથી. એ જીવન કઠોર હોય છે.”
પૂર્વજન્મમાં મેં જીવેલું છે એ જીવન!'
પરંતુ ત્યારે તું રાજકુમાર ન હતો... આટલું સુંવાળું... કોમળ જીવન ન હતું તારું..”
તેથી શું ફરક પડે છે? સાગરદત્ત મુનિરાજ પણ વર્તમાન ભવમાં રાજ કુમાર જ હતા ને? છતાં તેઓ શ્રમણ બની ગયા ને? કેવું ઉચ્ચ કોટિનું શ્રમણજીવન જીવે છે? ખેર, એ વાત આપણે પછી કરીએ, તું એ કહે કે માએ શું પ્રત્યાઘાત આપ્યા?
“મારી આગળ વાત કરતાં તે રડી પડ્યાં ને બોલ્યાં : “હું જીવું છું ત્યાં સુધી શિવ દીક્ષા નહીં લે. એ મને છોડીને નહીં જાય. હું એને નહીં જવા દઉં.'
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
એક રાત અનેક વાત દરેક માતાના હૃદયમાં પુત્ર ઉપર મોહ હોય જ.”
હોય, પરંતુ યશોદા માતાનો તારા ઉપર પ્રબળ મોહ છે. તારા ઉપર અગાધ પ્રેમ છે!'
“એટલે તો મારા મનમાં ચિંતા છે કે માતા અને પિતાજી મને અનુમતિ આપશે કે કેમ...” ‘ચિંતા ન કર. અનુમતિ માગી છે...'
અનુમતિ ન આપે તો? હું રાજપુત્ર છું... અનુમતિ વિના ગુરુદેવ મને દીક્ષા ન આપે.'
“સાચી વાત છે, રાજપુત્રને માતા-પિતાની અનુમતિ લેવી અનિવાર્ય હોય છે.” “મને ગઈ કાલે ગુરુદેવે જ આ વાત સમજાવી હતી.'
“અનુમતિ મેળવવાનો પ્રયત્ન કરવાનો વારંવાર પ્રયત્ન કરવાનો... ક્યારેક તો માનશે ને?'
ક્યારેક એટલે? હવે તો હું એક દિવસ પણ ગૃહવાસમાં રહેવા નથી ઇચ્છતો... હું ખરેખર તને કહું છું... મારું મન ગૃહવાસમાંથી ઊઠી ગયું છે.'
શિવકુમારના મુખ પર ઉગ તરી આવ્યો. ધર્મેશે તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું :
“હિંમત રાખ. તારી ઇચ્છા પવિત્ર છે, ઉત્તમ છે, સફળ થશે.' “હું આજે સાંજે માને વાત કરીશ.”
બરાબર છે.” ધર્મેશ વિચારમાં પડી ગયો... થોડી ક્ષણ બન્ને મૌન થઈ ગયા.
શિવ, જીવાત્મામાં ક્યારે કેવું પરિવર્તન આવી જાય છે? નિમિત્તોની જીવાત્મા પર કેવી અસર પડે છે? મુનિરાજનું નિમિત્ત પામીને તારામાં કેવું પરિવર્તન આવી ગયું? અલબત્ત, તારા ઉપાદાનની પણ યોગ્યતા.. પરિપક્વતા આમાં કારણભૂત છે જ. તારા આત્માનું ઉપાદાન યોગ્ય ન હોત તો નિમિત્તની અસર ન થાત. પૂર્વજન્મમાં તેં કરેલી સંયમધર્મની આરાધનાથી તારો આત્મા ઘણો યોગ્ય બની ગયો છે. આત્માના મૂળભૂત ગુણ વીતરાગતા છે, વૈરાગ્ય એની નિકટનો ગુણ છે... વૈરાગી આત્મા વિતરાગતાની નિકટ હોય છે.
કુમાર, તારો વૈરાગ્ય મને પણ હલાવી ગયો છે... મારો પણ વૈષયિક સુખોનો રાગ દૂર થશે જ .. અને કદાચ હું પણ તારા પગલે પગલે સંયમધર્મ સ્વીકારી લઈશ.”
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
વૈરાગીની વેદના
શિવકુમારે ધર્મેશની સામે જોયું. તેના હૃદયમાં નિરવધિ આનંદ ઊછળી રહ્યો. એ વિચારે છે : “મારે અત્યારે ધર્મેશના પૂર્વજન્મની વાત નથી કરવી. એનો આત્મા પણ પૂર્વજન્મના સાધુનો છે ને? એનામાં સંયમધર્મ પાળવાની ઇચ્છા પેદા થવી સહજ છે. વળી, પૂર્વજન્મનો એનો મારા પ્રત્યેનો અનુરાગ પણ છે.”
ધર્મેશ, હવે હું મહેલમાં જાઉં છું. તું મને કાલે મળજે.'
ધર્મેશ શિવકુમારને જતો જોઈ રહ્યો. એના હૃદયમાં સ્નેહની સરવાણી ફૂટી નીકળી. “તું જો ત્યાગી બનીશ, તો હું પણ ત્યાગી બનીશ જ...” એ મનોમન બબડ્યો.
૦ ૦ ૦ સાંજનું ભોજન પતી ગયું. શિવકુમાર રાણી યશોદા પાસે બેઠો. યશોદા મૌન હતી. શિવકુમારે યશોદાનો હાથ પકડીને કહ્યું :
મા, મારે તને એક વાત કરવી છે.' કર બેટા.” “મા, તે જાણ્યું છે ને કે બાહ્ય ઉદ્યાનમાં બિરાજેલા સાગરદત્ત મુનિરાજ, કે જેઓ અવધિજ્ઞાની મહાત્મા છે, તેઓ મારા પૂર્વજન્મના મોટાભાઈ છે...”
હા બેટા, મને કોશલાએ વાત કરી છે.'
મા, અમે બન્ને ભાઈઓ પૂર્વજન્મમાં સગા ભાઈ હતા અને અમે બન્નેએ દીક્ષા લીધી હતી. બન્ને સાધુ બન્યા હતા.”
અવધિજ્ઞાનીએ કહ્યું છે એટલે સાચું જ માનવું પડે બેટા!” “મા, અવધિજ્ઞાનીએ તો પછી કહ્યું, એ પહેલાં મેં જ્યારે એમને નગરશ્રેષ્ઠીની હવેલીમાં સર્વપ્રથમ જોયા, ત્યારે જ એમના પ્રત્યે મારા હૃદયમાં સ્નેહભાવ જાગી ગયો હતો. એટલે પૂર્વજન્મનો કોઈ સ્નેહસંબંધ હોવો જોઈએ, એમ મને લાગેલું.
મા, જેવી રીતે પૂર્વજન્મના સ્નેહસંબંધના લીધે મારા મનમાં સ્નેહભાવ જાગ્યો છે, તેવી રીતે પૂર્વજન્મના વૈરાગ્યના સંસ્કારો પણ મારા હૃદયમાં જાગી ગયા છે.”
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત “એટલે શું બેટા?” યશોદાએ સચિંત બનીને પૂછ્યું.
એટલે મા, હું આ સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બન્યો છું. ગૃહવાસ મને અકળાવે છે... હું સાગરદત્ત મુનિરાજનાં ચરણોમાં જીવન સમર્પિત કરવા ચાહું
ના બેટા ના, એ તો કદાપિ નહીં બને..' યશોદા રડી પડી. શિવકુમાર મૌન થઈ ગયો. જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેસી રહ્યો. યશોદાએ પોતાના કોમળ હાથ કુમારના માથે મૂક્યા. કુમારે નીચી દૃષ્ટિએ જ પૂછ્યું : “મા, તો શું મને તું સંયમમાર્ગે જવાની રજા નહીં આપે?”
એટલે શું તારો મારા ઉપરનો સ્નેહ ઊતરી ગયો બેટા? તારા પિતા ઉપરનો... કોશલા ઉપરનો પ્રેમ ઊતરી ગયો? પૂર્વજન્મના ભાઈ મળ્યા. એટલે આ ભવના સ્નેહીઓને... એમના પ્રેમને ભૂલી જવાનો?'
મા, પૂર્વજન્મના ભાઈ તો નિમિત્ત બન્યા છે. તેમણે મને મોહનિદ્રામાંથી જગાડ્યો છે. વાસ્તવમાં મારા પૂર્વજન્મના વૈરાગ્યના સંસ્કારો જાગી ગયા છે... પૂર્વજન્મમાં સંયમધર્મની આરાધના અધૂરી રહી છે.'
ગમે તે હોય બેટા, હું તારો સંયોગ ચાહું છું. તારો વિયોગ હું સહન નહીં કરી શકે. તું વૈરાગી થયો છે, હું તો રાગી છું. તને મારા પર મોહ.. પ્રેમ નથી રહ્યો.. મને તો તારા પર અગાધ પ્રેમ છે. હું તને નહીં જવા દઉં...'
- વિરાગી ઉપરનો રાગ! - અનાસક્ત ઉપરની આસક્તિ! - નિર્મોહી ઉપરનો મોહ! એટલે દુ:ખ, અશાંતિ, ઉદ્વેગ અને સંતાપ! યશોદા દુઃખી થઈ ગઈ. અશાન્ત બની ગઈ.. શિવકુમાર તો જાણતો જ હતો કે આમ સરળતાથી માતા અનુમતિ નથી આપવાની. માતાના પ્રેમભરપૂર હૃદયને તે જાણતો હતો. તેને મા પ્રત્યે કોઈ અણગમો ન થયો. તે ઊભો થયો. યશોદાએ તેનો હાથ પકડી તેની સામે જોયું. બેટા, તું...'
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરાગીની વેદના “મા, તારી અનુમતિ વિના હું ગૃહત્યાગ નહીં કરું. બસ?'
યશોદા આશ્વસ્ત બની. કુમાર પોતાના ખંડમાં ગયો, ખંડમાં કોશલા વિચારમગ્ન થઈને બેઠી હતી. કુમારના આગમનનો તેને ખ્યાલ ન રહ્યો. કુમારે કોશલા સામે જોયું. થોડી ક્ષણ એ જોતો જ રહ્યો. પછી ધીમેથી તેણે કોશલાને બોલાવી :
કૌશલા! કોશલા ચમકીને ઊભી થઈ ગઈ. તેણે કુમારની પાસે આવીને નમન કર્યું અને પલંગની પાસે જમીન ઉપર બેસી ગઈ.
કોશલા, એક વાત તને પૂછું?' “એમ કેમ પૂછવું પડ્યું? એક નહીં, હજાર વાત પૂછો... આપની દરેક ઇચ્છા મને સ્વીકાર્ય છે. જે વાતમાં આપ સુખી તે વાતમાં હું સુખી..”
હવે તને મારા તરફથી વૈષયિક સુખ નહીં મળે, કારણ કે મારું મન પૂર્ણતયા અવિકારી બની ગયું છે. એટલે હવે જ્યાં સુધી મારે સંસારમાં રહેવું પડશે ત્યાં સુધી આપણે ભાઈ-બહેનના ભાવથી રહેવાનું છે.'
એ રીતે આપના આત્માને સુખ મળતું હોય તો હું રાજી છું. આપ મને પ્રેરણા આપીને, ઉપદેશ આપીને નિર્વિકારી બનાવી દેજો.” શિવકુમારને કોશલા સામાન્ય સ્ત્રી નહીં પણ મહાન સન્નારી દેખાઈ.
૦ ૦ ૦ પ્રભાતનો સમય હતો. દુગ્ધપાન કરીને શિવકુમાર પિતાજી પાસે પહોંચી ગયો. અલબત્ત, એ જાણતો હતો કે માતાએ પિતાજીને વાત તો કરી જ હશે.
આવ શિવ, મારી પાસે બેસ.' મહારાજા પધરથે શિવકુમારનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો.
તારી માતાએ મને વાત કરી છે. તે સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બન્યો છે અને ગૃહત્યાગ કરી સાધુ બનવા ઇચ્છે છે.”
સાચી વાત છે પિતાજી, એના માટે આપની અનુમતિ ચાહું છું. આપ મને અનુમતિ આપી મારા પર ઉપકાર કરો. હવે મારું મન ઘરમાં લાગતું નથી... અસંયમમાં મારે જીવવું નથી.'
કુમાર, હું તને એક પ્રશ્ન પૂછું છું, તું મને એનો સ્પષ્ટ જવાબ આપજે. તારા હૃદયમાં માતા-પિતા પ્રત્યે ભક્તિ છે કે નહીં?”
છે.' કુમારે તરત જ જવાબ આપી દીધો.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮_
એક રાત અનેક વાત “તો હું તને કહું છું કે તું ગૃહત્યાગનો વિચાર ત્યજી દે. સાધુ બનવાની વાત ભૂલી જા. કારણ કે તારા વિના તારી માતા અને હું જીવી શકીએ એમ નથી.”
પરંતુ પિતાજી.' “કુમાર, હું બીજી કોઈ વાત સાંભળવા ઇચ્છતો નથી. તારે મહેલમાં રહીને જે ધર્મારાધના કરવી હોય તે કરી શકે છે. સાધુ બનવાની વાત હવે તે ફરીથી કરીશ નહીં.'
કુમારના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ. તે ઊભો થઈ ગયો ને પોતાના ખંડમાં ચાલ્યો ગયો.
ખંડમાં તે એકલો જ હતો. કોશલા રાણી યશોદા પાસે હતી. તે બેસી ન શક્યો. ખંડમાં આંટાફેરા મારવા લાગ્યો. તેના મનમાં વિચારોનું ઘમસાણ મચી ગયું હતું.
શું કરું? શું ન કરૂં? એને કાંઈ સૂઝતું નથી. રાજકુમાર તરીકેની પરાધીનતા એને સતાવવા લાગી.
ભોજનનો સમય થયો. કોશલા ભોજન માટે બોલાવવા આવી. તેણે કહ્યું : “મને સુધા નથી. હું ભોજન નહીં કરું.”
પરંતુ પિતાજી આપની રાહ જુએ છે.' તેમને કહેજે કે મને ક્ષુધા નથી એટલે હું ભોજન નહીં કરું.” કોશલાની આંખો ભીની થઈ ગઈ. તે ધીમે પગે ચાલી ગઈ. યશોદાને તેણે કહી દીધું. યશોદાએ પારથ સામે જોઈને કહ્યું : “હું શિવને બોલાવી લાવું છું.”
યશોદા શિવકુમારના ખંડમાં આવી. કુમાર બે હથેળીમાં મુખ દબાવીને પલંગમાં સૂતો હતો. યશોદાએ પલંગના કિનારે બેસીને કુમારના માથે હાથ મૂક્યો. કુમારે આંખ ખોલીને જોયું.
બેટા, ભોજન કરી લે... ચાલ મારી સાથે.” “મા, મને સુધા નથી. હું ભોજન નહીં કરું.” યશોદા મૌન બેસી રહી. કુમાર મૌનપણે સૂતો રહ્યો. રાજા પદ્મરથે પણ ભોજન ન કર્યું. કોશલા યશોદાનાં ચરણોમાં આવીને બેસી ગઈ. મહેલ ગ્લાનિથી, વેદનાથી.. સંતાપથી ભરાઈ ગયો.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧૦.શિવકુમારના ઉપવાસ |
આજે મારે ઉપવાસ છે અને મૌન છે.”
સવારે ઊઠીને કુમારે કોશલાને કહ્યું. રાત્રે તે જમીન ઉપર સૂઈ ગયો હતો. રાત્રે જ તેણે કોશલાને કહી દીધું હતું : “હવેથી હું ભૂમિશયન કરીશ.” કોશલા પણ જમીન ઉપર સૂઈ ગઈ હતી.
કોશલાએ રડતી આંખે યશોદાને કહ્યું : “આજે એમણે ઉપવાસ કર્યો છે ને મૌનવ્રત ધારણ કર્યું છે.' યશોદાનું હૈયું ભરાઈ આવ્યુંતે રડી પડી.
બેટા, તું અહીં બેસ, હું મહારાજા પાસે જઈ આવું.' રસોઈઘરમાં કોશલાને બેસાડી યશોદા મહારાજા પદ્મરથ પાસે ગઈ. મહારાજા ગંભીર વિચારમાં ગરકાવ થયેલા હતા. યશોદા તેમની સામે જમીન પર બેસી ગઈ. યશોદાની આંખોમાં આંસુ જોઈ પારથે પૂછ્યું : “કેમ શું થયું?” કુમારે આજે ઉપવાસ કર્યો છે. મૌનવ્રત લીધું છે.' મહારાજા કાંઈ બોલ્યા નહીં. આસનેથી ઊભા થઈ ખંડમાં આંટા મારવા લાગ્યા.
શું તમે જઈને કુમારને ન સમજાવો?' “ના, હું એને સમજાવવા નહીં જાઉં. એ ભલે ઉપવાસ કરે.... કેટલા દિવસ ઉપવાસ કરશે? કેટલા દિવસ મૌન રહેશે? એ ગમે તે કરે, હું એને સાધુ બનવાની અનુમતિ નહીં આપી શકું.'
યશોદાએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. તે ઊભી થઈને રસોઈઘરમાં આવી. કોશલાને કહ્યું : “બેટી, આજે મારે પણ ઉપવાસ છે. રસોઈ મહારાજા માટે અને તારા માટે બનાવજે.” “મા, મારે પણ ઉપવાસ છે. હું માત્ર પિતાજી માટે રસોઈ બનાવું છું.” તું કુમાર પાસે બેસ, હું રસોઈ બનાવી દઉં છું.”
કોશલા પોતાના ખંડમાં પ્રવેશે છે. સ્તબ્ધ થઈ જાય છે. ખંડમાંથી બધાં જ ચિત્રો બહાર નીકળી ગયાં છે, પલંગ, ભદ્રાસનો, ગાલીચા.. બધું જ બહાર પડેલું છે. કોશલાનાં શૃંગારનાં સાધનો... વસ્ત્રોની પેટીઓ વગેરે બાજુના ખંડમાં પડેલું છે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
એક રાત અનેક વાત કુમારે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં છે. એક ઊની આસન ઉપર પદ્માસન લગાવીને કુમાર બેઠેલો છે, ધ્યાનમાં નિમગ્ન છે.
અનાયાસે કોશલાનું મસ્તક ઝૂકી ગયું... બે હાથ જોડાઈ ગયા... તે બાજુના ખંડમાં સરકી ગઈ. પેટી ખોલીને તેણે શ્વેત સાડી.. શ્વેત વસ્ત્રો કાઢયાં. શરીર પરથી સૌભાગ્ય ચિહ્ન સિવાયના બધા અલંકારો ઉતારી નાખ્યા. શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધાં. પોતાના ખંડમાંથી તેણે બધો શણગાર દૂર કરી દીધો. કુમારના ખંડ જેવો જ પોતાનો ખંડ બનાવી દીધો. જાણે કે એણે સંકલ્પ કરી લીધો. “જે વસ્તુ, જે વાત કુમારને ન ખપે તે વસ્તુ, તે વાત મને પણ ન ખપે!
૦ ૦ ૦ કુમારના ઉપવાસનો આજે આઠમો દિવસ હતો. તેના શરીર પર એની અસરો સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તે મૌન હતો.
યશોદા વ્યાકુળ હતી. વેદનાથી તેનું હૈયું વલુરાઈ રહ્યું હતું. કોશલા મૌન હતી... શાન્ત હતી. મહારાજા પદ્મરથ ગંભીર હતા, ઉદ્વિગ્ન હતા.
તમે કેમ કુમારને પારણું કરવા કહેતા નથી? શું આ રીતે પુત્રને મોતના...” “એવું ન બોલો દેવી, શું મને પુત્ર વહાલો નથી? જો વહાલો ન હોત તો એને સાધુ બની જવાની અનુમતિ ન આપત? તમે કહેતા હો તો અનુમતિ આપી દઉં... તો હમણાં એ પારણું કરશે.'
ના, ના, હું મારા લાડલાને સાધુ તો નહીં જ બનવા દઉં... પણ આજે આઠ-આઠ ઉપવાસ એને થઈ ગયા... એનું શરીર કેવું થઈ ગયું છે? ગમે તે બીજો ઉપાય કરીને ઉપવાસ તો એના છોડાવો જ.” “શોધું છું ઉપાય.. પણ જડતો નથી...”
કાંઈ પણ કરી... મારાથી આ બધું સહન થતું નથી...' યશોદા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
શું કરૂં દેવી? વિરક્ત આત્માને ભય કે લાલચ ડગાવી શકતાં નથી.... આપણો પુત્ર વિરક્ત બની ગયો છે. અલબત્ત, આપણા પ્રત્યે એના હૈયામાં ભક્તિ છે, એટલે એ મહેલમાં રહ્યો છે...”
“મહેલમાં રહેવાથી શું? મહેલમાં એ સાધુ બનીને રહ્યો છે, જોઈ આવો એનો ખંડ...ઉપાશ્રય બનાવી દીધો છે.”
છતાં દેવી, એ આપણી પાસે છે. આપણે એને નિહાળી શકીએ છીએ.”
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શિવકુમારના ઉપવાસ
www.kobatirth.org
સાચી વાત છે આપની... પણ...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
‘ઉપવાસ છોડાવવા છે, એ જ તમે ચાહો છો ને?’
‘હા, એને પારણું કરાવો.’
‘વિચારું છું, ઉપાય જડી જશે જરૂર, તમે ચિંતા ન કરો.'
પદ્મરથ મહેલના ઝરૂખામાં જઈ ઊભા રહ્યા. અનંત આકાશ સામે મીટ માંડી. આકાશમાં ઊડતાં પક્ષીઓ જોયાં. દક્ષિણ તરફ દોડી જતાં વાદળો જોયાં. ધીમે-ધીમે એમનું મન શાન્ત થવા લાગ્યું.
‘હું શિવને નહીં સમજાવી શકું. મને તો એ એક જ વાત કહેશે. ‘સાધુ બનવાની અનુમતિ આપો.’ હું એને અનુમતિ આપી શકું એમ નથી. કદાચ હું મારૂં મન દૃઢ કરી શકું, મારા હૃદય ઉપર પથ્થર મૂકીને અનુમતિ આપી દઉં... પરંતુ એની મા? એ તો ઝૂરી ઝૂરીને મરી જ જાય.
જો આ રીતે શિવ ઉપવાસ કરતો રહે તો એનું શું થાય? એ વાત પણ એટલી જ ગંભીરતાથી વિચારવી જરૂરી છે, એને કોણ સમજાવી શકે?'
બે ઘડી સુધી એ વિચારતા રહ્યા ને અચાનક એક વ્યક્તિ સ્મૃતિમાં આવી ગઈ. તેમનું મન હળવું થઈ ગયું. હૃદય ઉપરનો સો મણનો ભાર દૂર થઈ ગયો.
‘પુત્રને, યુવાન પુત્રને જ્યારે માતા-પિતા નથી સમજાવી શકતા ત્યારે મિત્ર સમજાવી શકે છે. હું ધર્મેશને બોલાવીને, શિવને સમજાવવાનું કહું. એ જરૂર શિવને સમજાવી શકશે. ધર્મેશ બુદ્ધિશાળી છે. શિવનો અંતરંગ મિત્ર છે.’
મહારાજાએ પોતાના વિશ્વાસપાત્ર સેવકને ધર્મેશને બોલાવી લાવવા મોકલ્યો. હવેલી સામે જ હતી. સેવકે જઈને ધર્મેશને મહારાજાનો સંદેશ આપ્યો.
ધર્મેશ સેવકની સાથે જ મહેલમાં આવી ગયો. તે મહારાજાના ખંડમાં ગયો. ‘આવ ધર્મેશ...!’ મહારાજાએ ધર્મેશને બોલાવ્યો. પોતાની પાસે બેસાડ્યો. થોડી ક્ષણ મૌનમાં વીતી ગઈ.
‘બેટા, તું શિવની વાત તો જાણે છે ને? એણે આઠ દિવસથી ઉપવાસ ચાલુ રાખ્યા છે. એની સાથે એની મા અને કોશલાએ પણ.' મહારાજાનો સ્વર ગળગળો થઈ ગયો.
For Private And Personal Use Only
‘એણે જિદ્દ પકડી છે સાધુ થવાની... એ સંસાર પ્રત્યે વિરક્ત બની ગયો છે... સાધુ બનવાની એ મારી પાસે અનુમતિ માગે છે...’ મહારાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં,
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત બેટા, તું જાણે છે. મારો અને એની માનો એના પર કેવો દૃઢ રાગ છે.. અમે કેવી રીતે એને અનુમતિ આપીએ? અનુમતિ નથી આપતા તો એ ઉપવાસનું પારણું નથી કરતો... અમે તો એવી મૂંઝવણમાં મુકાઈ ગયાં છીએ... કે કોઈ ઉપાય જ નથી સૂઝતો. એ જો ઉપવાસનું પારણું ન કરે તો..” મહારાજાના ગળે ડૂમો બાઝી ગયો.
ધર્મેશ ગંભીરતાથી મહારાજાની વાત સાંભળતો રહ્યો. એ આઠ દિવસથી મહેલમાં આવ્યો જ ન હતો. સમજી-વિચારીને નહોતો આવ્યો. રાજા-રાણીને એવો અભિપ્રાય ન બંધાઈ જાય કે ‘શિવકુમારને દીક્ષા લેવા ધર્મેશ ચઢાવે છે.' કારણ કે ધર્મેશ ધાર્મિક પ્રકૃતિનો યુવક હતો. તેના આદર્શ પણ સાધુજીવનનો જ હતો.
મહારાજાએ કહ્યું : “બેટા ધર્મેશ, એ મારી કે એની માતાની પારણું કરવાની વાત તો નહીં માને. અલબત્ત, અમારી અનુમતિ વિના ગૃહત્યાગ તો એ નહીં જ કરે. એની અમારા પ્રત્યે ભક્તિ છે. પરંતુ એનો વૈરાગ્ય ભાવ એને ત્યાગ અને તપશ્ચર્યા માટે પ્રેરિત કરે છે.
એ પણ હું માનું છું કે એને અમારા પ્રત્યે અણગમો નથી, કેષ નથી. વૈરાગી બની ગયો છે... શાન્ત-પ્રશાન્ત બની ગયો છે... મૌન ધારણ કર્યું છે. સ્નાન કરતો નથી. સુંદર વસ્ત્રો પહેરતો નથી. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જમીન પર શયન કરે છે...
વત્સ, બીજું બધું તો ભલે કરે, અમને વાંધો નથી, પરંતુ એણે ઉપવાસનું પારણું તો કરવું જ જોઈએ. એ માટે એને તું સમજાવી શકે. તું એનો અંતરંગ મિત્ર છે. તારી વાત એ નહીં ટાળે..” મહારાજાએ ધર્મેશ સામે જોયું.
મહારાજા, હું એને સમજાવવા પ્રયત્ન કરું, પરંતુ એ મને કહે કે તું પિતાજીને સમજાવ કે તેઓ મને સાધુ બનવાની અનુમતિ આપે.. તો?”
એ તો સંભવ જ નથી. ધર્મેશ, એના વિના અમે જીવી શકીએ નહીં. મારો અને એની માતાનો કેવો ગાઢ મોહ છે એ શું તું નથી જાણતો?'
જાણું છું. એટલે તો આઠ-આઠ ઉપવાસ થઈ ગયા છતાં આપ અનુમતિ નથી આપતા.'
પરંતુ એના જીવનની એટલી જ અમને ચિંતા છે. એની મા પણ ક્યાં ભોજન કરે છે? કોશલાને પણ અતિ આગ્રહ કરીને બે દિવસ પહેલાં ભોજન કરાવ્યું.'
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમારના ઉપવાસ
મહારાજા, શિવને સમજાવવાનું કામ ઘણું કપરું છે.” “એટલે તો તને બોલાવ્યો... તું જ એને ગમે તે ઉપાય કરીને સમજાવી શકીશ, એવો મને વિશ્વાસ છે. હા, એમ સીધી રીતે તો એ નહીં માને. મનાવવાનો કોઈ સારો ઉપાય તારે કરવો પડશે.”
ધર્મેશ વિચારમાં પડી ગયો. મહારાજાએ કહ્યું : “બેટા, એને સાધુ બનવાની અનમતિ નહીં આપીને એના હૃદયને મેં દુઃખી કર્યું જ છે... નાછૂટકે... મારા સ્વાર્થના કારણો... હવે હું એને કટુ શબ્દ કહીને વધુ દુઃખી નહીં કરી શકું. અને હું સમજાવવા જઈશ... તો કદાચ મારા મુખમાંથી કટુ શબ્દ નીકળી જશે.. એનું હૃદય ટુકડા થઈ જશે. ના, હું એવું કરવા નથી ઇચ્છતો.એટલા જ માટે મેં તને બોલાવ્યો છે.'
“મહારાજા, આપની વાત સાચી છે. આપે ક્યારે પણ શિવના મનને દુભવ્યું નથી. એ પ્રસન્નચિત્ત રહે, એ માટે એની દરેક ઇચ્છાને પૂર્ણ કરી છે... હું જાણું. છું આપના હૃદયને...
એની માને તો તું જો.. આઠ દિવસમાં એનું શરીર કેવું થઈ ગયું છે? રડી ૨ડીને એની આંખો સૂજી ગઈ છે. શરીર કૃશ થઈ ગયું છે.”
એટલામાં રાણી યશોદા જ ત્યાં આવી ગઈ. ધર્મેશે ઊભા થઈ રાણીના ચરણોમાં પ્રણામ કર્યા, યશોદાએ ધર્મેશના માથે હાથ મૂક્યા... ધર્મેશ યશોદાને જોઈ રહ્યો. તેની આંખો ભીની થઈ ગઈ..
“માં, તમે હવે કલ્પાંત ન કરો. હું શિવને સમજાવવા પ્રયત્ન કરીશ. એના ઉપવાસનું પારણું કરાવીશ.'
બસ, બેટા! એ પારણું કરી લે... ભોજન કરે. હું એટલું જ ઇચ્છું છું. બાકી ભલે એને ગમે તે ધર્મારાધના કરે. હું એને રોકીશ નહીં...”
યશોદા પાસેના ભદ્રાસન પર બેઠી. ધર્મેશ યશોદાનાં ચરણોમાં બેસી ગયો. એના હૃદયમાં યશોદા પ્રત્યે ભક્તિ હતી, બહુમાન હતું. યશોદા ધર્મેશના આશ્વાસનથી કાંઈક સ્વસ્થ બની. તેણે કહ્યું :
બેટા, હું શ્રમણજીવનને સારું માનું છું. સાધુતાનો માર્ગ ખોટો નથી, સારો છે. પરંતુ મારો પુત્રસ્નેહ પ્રગાઢ છે.. એના વિના હું જીવી ન શકું.” “હું જાણું છું મા! મહદશા વિચિત્ર હોય છે...”
બેટા, તું એને કહેજે કે તારે મહેલમાં રહીને બીજી જે કોઈ ધર્મ-આરાધના કરવી હોય તે કર, પરંતુ ઉપવાસનું પારણું કરી લે.”
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત હું એને સમજાવીશ મા! મને આત્મવિશ્વાસ છે... એ મારી વાતને સમજવા પ્રયત્ન કરશે. એ ગુણવાન છે!' ‘તું વિલંબ ન કર.' મહારાજાએ કહ્યું.
મહારાજા, આજે તો હું એની પાસે નહીં જાઉં. કારણ કે મારે એને સમજાવવાની પ્રક્રિયા વિચારવી પડશે. મારી વાત એના ગળે ઉતારવી પડશે ને? આવતી કાલે પ્રભાતમાં એની પાસે જઈશ.”
તે ઊભો થયો. રાજા-રાણીને પ્રણામ કર્યા અને પોતાની હવેલીમાં આવી ગયો.
હવેલીમાં શ્રેષ્ઠી કામસમૃદ્ધ અને માતા વત્સલા ધર્મેશની રાહ જોતાં હતાં. ધર્મેશે માતા-પિતાને રાજમહેલની પરિસ્થિતિ જણાવી.
શિવકુમારના ઉપવાસની વાત સાંભળીને વત્સલા રડી પડી. નગરશ્રેષ્ઠી ગંભીર વિચારમાં પડી ગયા.
બેટા, તારે કુમારને મનાવવો પડશે.' શ્રેષ્ઠીએ કહ્યું, “પિતાજી, એને કેવી રીતે બનાવવો એ માટે આજે રાતે હું વિચારીશ.. પણ એ માટે મારે કદાચ મોટો ત્યાગ કરવો પડશે.'
ભલે બેટા, તારે કે અમારે... જે કાંઈ કરવું પડે તે કરવાનું. પરંતુ કુમારના ઉપવાસ છોડાવવાના.” વત્સલા બોલી.
“રાજપરિવારનો આપણા ઉપર મહાન ઉપકાર છે. મહારાણી ને મહારાજા આપણને પોતાના સ્વજન માને છે, આવા દુઃખમાં આપણે એમના પડખે રહેવાનું છે.” વત્સલાએ કહ્યું.
ધર્મેશ માતાના ઉદ્દગારોથી ગદ્ગદ્ થઈ ગયો. તે પોતાની માને ભેટી પડ્યો.. “મા, તું ખરેખર મહાન છે!”
બેટા, તમે પિતા-પુત્ર ભોજન કરી લો. પછી તારા પિતા પણ મહારાજા પાસે જઈ આવે.”
તમે પણ મારી સાથે આવજો. મહારાણી પાસે બેસજો. આશ્વાસન આપજો.”
૦ ૦ ૦
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમારના ઉપવાસ
રાત્રિની નીરવ શાન્તિ હતી. ધર્મેશ હવેલીની અગાસીમાં ઊભો હતો. * “શિવ ભાવ-સાધુ બની ગયો છે. તેના આત્મભાવ સાધુતાથી રંગાઈ ગયા છે. વૈષયિક સુખોથી પૂર્ણતયા વિરક્ત બની ગયો છે. શરીરનું મમત્વ પણ રહ્યું નથી... ખરેખર, એનો આત્મા.. મહાત્મા બની ગયો છે, અંતરાત્મા બની ગયો છે.'
પરંતુ કોઈ અવરોધક કર્મ એને નડે છે. નહીંતર રાજા-રાણીનો આટલો બધો પ્રગાઢ મોહ ન હોય. એને સાધુતા માટે અનુમતિ મળી જવી જોઈએ...
જો કે આ અવરોધ માત્ર સાધુવેશ માટે છે. સાધુતા તો એને મળી જ ગઈ છે.'
ધર્મેશના મનમાં અચાનક એક વિચારનો ઝબકાર થયો. તેના શરીરે રોમાંચ થઈ આવ્યો. તે સ્વગત બોલી ઊઠ્યો - “એ ઉપવાસનું પારણું જરૂર કરશે... હું એને આ રીતે સમજાવીશ...' તે પોતાના ખંડમાં જઈ નિદ્રાધીન થયો.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. કલ્યાıમત્ર :ધર્મેશ
ધર્મેશે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. માતા-પિતાની અનુમતિ લીધી અને તે રાજમહેલમાં આવ્યો. - શિવકુમારના વિશાળ ખંડના દ્વારે આવી ત્રણ વાર “નિસહી' બોલ્યો. મસ્તકે અંજલિ જડી તેણે શિવને પ્રણામ કર્યા. “સત્યએ વંદામિ' કહી ખંડમાં પ્રવેશ કર્યો. - શિવકુમાર પાસે જઈ વસ્ત્રથી ભૂમિ-પ્રમાર્જન કરી વિધિવત્ “બાદશાવત વંદન’ કર્યું. “મમ અણુજાણહ' બોલીને તે કુમારની સામે બેઠો. | શિવકુમાર કાંઈક આશ્ચર્યથી.. કાંઈક શંકાથી ધર્મેશની આ બધી ક્રિયાઓ જોઈ રહ્યો હતો. આવી બધી ક્રિયાઓ મેં ક્યાંક જોઈ છે...” મનોમન તે યાદ કરવા લાગ્યો. તેને યાદ આવી ગયું : “ગુરુદેવ સાગરદત્ત મુનિરાજની પાસે તેણે આવો વિનય કરતા મુનિવરોને જોયા હતા. આવા પ્રકારનો વિનય તો સાધુપુરુષોનો કરવામાં આવે છે, ધર્મેશે માર વિનય કેમ કર્યો?” તેણે પૂછ્યું :
ધર્મેશ, આવો વિનય તેં મારો કેમ કર્યો? આવો વિનય તો સંયમધારી મુનિવરોનો કરવામાં આવે છે.'
‘હે કુમાર, તમે સાધુવેશ વિનાના ભાવ સાધુ છો. તમારા આત્મામાં સાચી સાધુતા પ્રગટી ગઈ છે. હું એ સાધુતાના શ્રેષ્ઠ ભાવને વંદું છું.”
કુમાર ધર્મેશની સામે જોઈ રહ્યો. ધર્મેશના મુખ પર અહોભાવ તરતો હતો. તેની આંખોમાં સ્નેહનો સાગર ઊછળતો હતો. તે બોલ્યો : “મહાત્મનું, એક પ્રશ્ન પૂછી શકું?” કુમારે મસ્તક નમાવીને હા પાડી. તમે ભોજન કેમ કરતા નથી?”
ભોજન કેવી રીતે કરું? મારા નિમિત્તે બનતો આહાર તો અશુદ્ધ કહેવાય, સાવદ્ય કહેવાય.... અને આ મહેલમાં રહીને હું નિર્દોષ આહારની ભિક્ષા લેવા તો જઈ શકું નહીં.”
ધર્મેશની આંખો આંસુભીની થઈ ગઈ. ગગ સ્વરે તેણે કહ્યું : “કુમાર, સાચે જ તમે સાધુતા પામ્યા છો... ધન્ય બની ગયા છો તમે, આજથી આપણો સંબંધ બદલાય છે.'
“તે કેવી રીતે?' કુમારે પૂછ્યું.
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
કલ્યાણમિત્ર : ધર્મેશ
હું તમને મારા ગુરુ માનું છું... અને હું તમારો શિષ્ય બનું છું. આજીવન હું તમારી પાસે રહીશ.”
મહાનુભાવ, ગુરુ-શિષ્યનો સંબંધ તો શ્રમણોમાં હોય, આપણે તો ગૃહવાસમાં છીએ.... વળી, ઉમરમાં તો તું મારાથી મોટો છે.. પછી આપણો ગુરુ-શિષ્યનો સંબંધ કેવી રીતે બને?'
મહાત્મનું, સાધુવેશનું મહત્ત્વ “વ્યવહારનયની દૃષ્ટિએ મનાયેલું છે. નિશ્ચયનયની દૃષ્ટિએ સાધુતાના ભાવનું મહત્ત્વ જિનશાસનમાં બતાવાયેલું છે. દુનિયામાં
વ્યવહારની પ્રધાનતા હોય છે. એટલે “સાધુવેશ”ની અનિવાર્યતા સમજે છે દુનિયા. જ્ઞાની પુરુષો નિશ્ચય-નયની મહત્તા સમજે છે. અર્થાત્ “ભાવ'ની પ્રધાનતા માને છે.
જિનશાસનમાં બન્ને “નયમાન્ય થયેલા છે. સાધુવેશ ધારણ કરવાની તમારી પ્રબળ ભાવના છે, એટલે તમે વ્યવહારનયની ઉપેક્ષા નથી કરતા, તમે સાપેક્ષ ભાવ ધારણ કરેલો છે. નિશ્ચયનયથી તમારામાં સાધુતાનો ભાવ આવી ગયો છે. એટલે તમે ભાવ-સાધુ છો. માટે જ હું તમને મારા ગુરુ માનીશ અને હું તમારો શિષ્ય બનીને તમારા માટે નિર્દોષ આહાર લાવીશ પ્રતિદિન.”
પરંતુ શ્રમણ તો કેશલુચન કરતા હોય છે... હું કેશલુંચન નથી કરતો....' “કેશલુંચન કરવા માત્રથી કોઈ સાધુ બની જતા નથી, એ તો એક વ્યવહારમાર્ગની ક્રિયા છે. વાસ્તવમાં તો આત્મામાં પડેલા કપાયોનું લંચન કરવાનું છે. કપાયો ઉપશાન્ત કરવાના છે. આત્મભાવમાં લીન બનવાનું છે. તમે આત્મભાવમાં લીન બનેલા છો.. એટલે ઘરમાં રહેવા છતાં તમે સાધુ જ છો.
મારી વાત પર વિશ્વાસ કરજો કુમાર, હું તમને ખુશ કરવા તમારી ખુશામત નથી કરતો. હું તમારો કલ્યાણમિત્ર છું. તમારા આત્મહિતને જોનાર છું. મેં જે જિનમતનું અધ્યયન-મનન કરેલું છે, તેના આધારે હું વાત કરી રહ્યો છું. તમે ભાવ-સાધુ છો... એ નિઃશંક વાત છે.
બીજી વાત તમે જે કહી-હું ઉંમરમાં તમારાથી મોટો છું તો તમારો શિષ્ય કેવી રીતે બની શકું? મોક્ષમાર્ગની આરાધનામાં ઉમરનું કોઈ મહત્ત્વ સ્વીકારાયેલું નથી. અહીં મહત્ત્વ છે જ્ઞાનનું અને ચારિત્રપર્યાયનું.
મારા કરતાં તમને પહેલું આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને મારા કરતાં વહેલો ચારિત્રભાવ તમને પ્રગટ થયેલો છે. આ બન્ને દૃષ્ટિએ તમે મારાથી
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત મોટા છો... તેથી મેં તમને મારા ગુરુ માન્યા છે અને હું તમારો શિષ્ય બન્યો
વળી, આ સંબંધને આપણે દુનિયામાં ક્યાં જાહેર કરવો છે? આપણે બન્નેએ જ આ સંબંધ જાણવાનો છે. આપણે અહીં જ રહેવાનું છે અને ભાવસાધુતાને જીતવાની છે.”
એટલે શું મારાં માતા-પિતા અને ગૃહવાસનો ત્યાગ કરવાની અનુમતિ નહીં જ આપે?”
કુમાર, એમનો તમારા ઉપરનો મોહ પ્રગાઢ છે... તમે આટલા ઉપવાસ કર્યા... મૌન ધારણ કર્યું છે... એક સાધુની જેમ જ તમે ક્રિયાઓ કરો છો.. છતાં તેમનો મોહ દૂર નથી થયો. આ ઉપરથી મને લાગે છે કે તેઓ ગૃહવાસના ત્યાગની અનુમતિ નહીં આપે.'
તો મારા ઉપવાસ આજીવન ચાલુ રહેશે...'
શા માટે એવો આગ્રહ રાખવાનો કુમાર? આપણે તો ગૃહવાસ અને વનવાસને સમાન સમજવાના છે. ગૃહ અને વન વચ્ચે કોઈ ભેદ માનવાનો નથી. છેવટે સમતા યોગમાં જ સ્થિર થવાનું છે ને? સમતાયોગી બનીને અનંત અનંત કર્મોની નિર્જરા કરવાની છે. સર્વ કર્મોનો નાશ કરવાનો છે..
જેવી રીતે ગ્રહવાસ અને વનવાસને સમાન માનવાના છે, તેવી રીતે ભોજન અને ઉપવાસને પણ સમાન માનવાનાં છે, ભોજન કરીશ જ” એવો આગ્રહ ન જોઈએ, તેવી રીતે “ઉપવાસ જ કરીશ,” એવો આગ્રહ પણ ન જોઈએ.
આત્મા મૂળ સ્વભાવે તો અણાહારી જ છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપે આહાર ગ્રહણ જ નથી કરતો! આહાર ગ્રહણ કરે છે. શરીર, આહારની જરૂર છે શરીરને..'
મને શરીર પર મમત્વ નથી, પછી શરીરને શા માટે આહાર આપવો?' “શરીર પર મમત્વરહિત યોગી, શરીરને મોક્ષમાર્ગની આરાધનાનું માત્ર સાધન માનીને તેને ટકાવવા માટે આહાર આપે છે, શરીરનું લાલન-પાલન કરવા માટે તે આહાર ન આપે.
આત્મા પર લાગેલાં અનંત-અનંત કમનો નાશ કરવા માટે સાધના-આરાધના તો કરવી પડશે ને? એ આરાધના શરીરના માધ્યમથી સંભવ છે. એટલે શરીરને ટકાવવું આવશ્યક છે... અનાસક્તિ ભાવને કાયમ રાખવાનો છે.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુલ્યાણમિત્ર : ધર્મેશ
૭૯ કુમાર, જેમ શરીર પ્રત્યે રાગ નથી રાખવાનો તેમ એના પ્રત્યે દ્વેષ પણ નથી રાખવાનો... સમભાવને સિદ્ધ કરવાનો છે.'
ધર્મેશ, જો હું આહાર ગ્રહણ કરીશ. તો મારાં માતા-પિતા મને આ જીવનમાં ક્યારેય ગૃહત્યાગની અનુમતિ નહીં આપે.'
ભલે ન આપે! ઘરમાં રહીને સાધુજીવન જીવવાની અનુમતિ તો આપી છે ને? તમે આટલાં દિવસોથી ઉપવાસ કરી રહ્યા છો, મૌન ધારણ કરી રહ્યા છો, બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છો. સ્નાન નથી કરતા, સુંદર વસ્ત્રો નથી પહેરતા, રાજસભામાં નથી જતા. છતાં તમને ક્યારેય તમારા માતા-પિતાએ ઠપકો આપ્યો છે? તમારી પાછળ તેઓ પણ કેટલો મોટો ત્યાગ કરી રહ્યાં છે, એ તમે જાણો છો? કોશલા તો સાધ્વી જેવું જ જીવન જીવી રહી છે..
મહાત્મન, ગૃહત્યાગનો વિચાર જ મનમાંથી કાઢી નાંખો. ગૃહવાસનો મોહ દૂર થઈ ગયા પછી, ગૃહસ્થજીવનનાં સુખો પ્રત્યે વૈરાગ્ય જાગી ગયા પછી, ગૃહત્યાગનું વિશેષ મહત્ત્વ રહેતું નથી.
એટલે, હે ગુરુદેવ! હવે મને આહાર લાવવાની અનુમતિ આપો. આપના માટે નિર્દોષ આહાર હું લઈ આવું.”
શિવકુમાર ગંભીર વિચારમાં ડૂબી ગયા. ધર્મેશ મૌન ધારણ કરીને ત્યાં જ બેસી રહ્યો.
“મારૂં મન આહાર ગ્રહણ કરવા માટે નથી માનતું... તું મને આગ્રહ ન કર.'
મુનિરાજ, નહીં માનતા મનને મનાવવું તે પણ ધર્મ આરાધના છે! કોઈ આગ્રહ છે મનનો, માટે તે નથી માનતું. આગ્રહ છે ત્યાં સુધી સમત્વ નથી. અનાગ્રહી મહાત્મા જ સમતાયોગી બની શકે.
મહાત્મ, હવે “ગૃહત્યાગની અનુમતિ મેળવવી છે. આ વાતને જ ભૂલી જાઓ. હવે તો આ વાત યાદ રાખવાની છે કે “મારે ભાવસાધુતાની શ્રેષ્ઠ સાધના કરીને મારા આત્માને કર્મબંધનોથી મુક્ત કરવો છે.”
શું ગૃહત્યાગ કરવાથી જ કર્મક્ષયનો પુરુષાર્થ થઈ શકે? જેમણે જેમણે ગૃહવાસ ત્યજી સાધુવેશ પહેર્યો, શું તે બધા કર્મમુક્ત બની ગયા? મેં તીર્થકર ભગવંતના મુખે સાંભળ્યું છે કે ગૃહવાસ ત્યજવા છતાં જે આત્માઓ કષાયોને ન જીતી શક્યા તેવા અનંત આત્માઓ આ સંસારમાં ભટકી રહ્યા છે... હે
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
એક રાત અનેક વાત
ગુરુવર, આપને વિશેષ શું કહું? ગૃહસ્થવેશે પણ આત્માઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, થઈ રહી છે અને ભવિષ્યમાં થશે.
વળી, આ રીતે ભાવ-સાધુતાની આરાધના કરતાં-કરતાં ક્યારેય માતાપિતાનું મન માની જાય અને ગૃહત્યાગની અનુમતિ આપી દે તો એ જ સમયે ગૃહત્યાગ કરતાં વાર કેટલી? તમારો આ શિષ્ય પણ ગૃહત્યાગ કરીને તમારી સાથે જ ચાલી નીકળશે.'
શિવકુમારનું હૈયું ગદ્ગદ્ બની ગયું. ધર્મેશ મારો ખરેખર કલ્યાણમિત્ર છે. મારા માટે એ કેટલો બધો ત્યાગ કરવા તત્પર બન્યો છે? મારી ખાતર એ એનાં તમામ વૈષયિક સુખોનો ત્યાગ કરી રહ્યો છે.'
ભલે ધર્મેશ, હું નિર્દોષ આહાર ગ્રહણ કરીશ... પરંતુ એ નિર્દોષ આહાર લુખો જોઈએ, રસહીન જોઈએ, સ્વાદરહિત જોઈએ.'
એટલે આયંબિલનો આહાર જોઈએ?' હ, આયંબિલ કરીશ અને તે પણ બે ઉપવાસના પારણે! જ્યાં સુધી ઘરમાં રહેવું પડશે ત્યાં સુધી આ જ ક્રમ ચાલુ રહેશે... બે ઉપવાસ અને આયંબિલ... બે ઉપવાસ અને આયંબિલ...'
ઘર્મશે આંખો બંધ કરીને, બે હાથ જોડી, મસ્તક નમાવીને શિવકુમારને વંદના કરી.
આજે તો આઠનવ ઉપવાસનું પારણું છે ને? આજે તો થોડું દૂધ, થોડું ઘી....” “ના, ના, એવું કાંઈ પણ ન જોઈએ. આજે પણ આયંબિલ જ કરીશ.'
જેવી આપની ઇચ્છા અને આજ્ઞા. હું આયંબિલનો આહાર લઈ આવું છું. આપના નિમિત્તે નહીં બન્યો હોય તેવો પ્રાસુક આહાર લાવીશ.”
બાજુના ખંડમાં બેઠેલી કોશલા, બન્ને મિત્રોનો વાર્તાલાપ એકાગ્ર બનીને સાંભળી રહી હતી. કુમારે ઉપવાસનું પારણું કરવાની હા પાડી, એ જાણીને તે ભાવવિભોર બની ગઈ. તે દોડીને રાણી યશોદા પાસે પહોંચી ગઈ.
મા, તેઓ આજે ઉપવાસનું પારણું કરશે!' કોશલા યશોદાને ભેટી પડી. તેની આંખોમાંથી હર્ષનાં આંસુ વરસવા લાગ્યાં.
“બેટી, તો પછી પારણાની તૈયારી કરીએ...”
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણમિત્ર : ધર્મેશ
ના મા, તમારે પારણાની તૈયારી કરવાની નથી!” ધર્મેશે ખંડમાં પ્રવેશતાં કહ્યું. : “કેમ બેટા?' યશોદાએ ધર્મેશને પણ શ્વેત વસ્ત્રોમાં જોયો.
કારણ કે તે આજે આયંબિલનો આહાર લેશે. તે પણ રાજમહેલમાં બનેલો આહાર નહીં લે. હું એના માટે નિર્દોષ આહાર ભિક્ષામાં લઈ આવીશ..” “એટલે બેટા, તું શું નગરમાં ભિક્ષા લેવા જઈશ?”
“હા મા, હવે કુમાર કુમાર નથી. તે ઘરમાં રહેલો ભાવ-સાધુ છે. એ મારા ગુરુ છે, હું એમનો શિષ્ય છું. હું હવે દિવસ-રાત એમની પાસે રહીશ મા!'
યશોદા ધર્મેશને આશ્ચર્યથી તાકી રહી. તેનું મન કાંઈક આશ્વસ્ત બન્યું. રડી રડીને સૂજી ગયેલી... શુષ્ક બની ગયેલી આંખોમાં આનંદની ભીનાશ પ્રગટી.
બેટા, તું કુમાર માટે.. તારાં સુખ શા માટે છોડે છે...?'
મા, હવે આ જીવનમાં કુમાર જ મારું સર્વસ્વ રહેશે. જ્યાં એ... ત્યાં હું! એ જ મારી ગતિ અને એ જ મારી મતિ...”
કોશલા અહોભાવથી ધર્મેશની સામે નતમસ્તક બની ગઈ. તેની આંખો વરસી પડી. તેનું હૃદય પુલકિત બની ગયું. “મિત્રનું આ કેવું અદ્ભુત સમર્પણ! કેવો નિઃસ્વાર્થ પ્રેમ!' તે મનોમન બોલી ઊઠી. “સમર્પિત સાથી-સંગાથી મળવાથી કુમાર... મારા નાથ... કાંઈક સ્વસ્થ બનશે. એમને પ્રેમથી કેવા સમજાવી દીધા ધર્મેશે? કેવા કેવા તર્ક કર્યા? કેવા કેવા સિદ્ધાંતો સમજાવ્યા? સમજાવવાની રીત પણ કેવી સરળ? આ રીતે એમની પ્રતિદિન ધર્મચર્ચા-વાર્તાલાપ ચાલતો રહેશે. તો બન્નેનો સમય આનંદથી વ્યતીત થશે. અલબત્ત, બે-બે ઉપવાસના પારણે આયંબિલનું રૂક્ષ ભોજન કરવાથી શરીરની શક્તિ તો ઘટવાની, પરંતુ હવે માનસિક રીતે તેમની સ્વસ્થતા સારી રહેવાની.
મહારાજા પધરથને સમાચાર મળતાં તેઓ પણ ત્યાં આવી ગયા. તેઓ ખૂબ પ્રસન્નચિત્ત હતા. કારણ કે તેમનું અનુમાન સાચું પડ્યું હતું. “કુમારને ધર્મેશ સમજાવી શકશે.” આ તેમનું અનુમાન હતું.
ધર્મેશ! બેટા, તેં અમને જીવન આપ્યું. કુમારના પ્રાણ તો બચાવી લીધા, અમને પણ ઘોર સંકટમાંથી ઉગારી લીધા.... ખરેખર, તેં મિત્રધર્મનું યથાર્થ પાલન કર્યું છે.”
મહારાજા, હવે હું આપને વિનંતી કરું છું કે આપ કુમારને પુત્ર ન માનશો.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
એક રાત અનેક વાત. એ આપના ઘરમાં રહેલો નિઃસ્પૃહ... વિરક્ત સાધુ છે. ભાવસાધુ છે. એણે સ્વજન, સ્નેહી... અને શરીરનું મમત્વ પણ ત્યજી દીધું છે. બસ, એક માત્ર માતા-પિતા પ્રત્યેની ભક્તિથી... અને આપના અત્યાગ્રહથી તે સંસારમાં રહેલો.
આપ એની કોઈ ચિંતા ન કરશો. હવે દિન-રાત હું એની પાસે રહીશ.” મહારાજાનું હૃદય દ્રવિત થઈ ગયું. તેઓ ધર્મેશને ભેટી પડ્યા. મહારાજા, આજે કુમારને પારણું છે. હું આયંબિલની ભિક્ષા લેવા જાઉં
ધર્મેશ મહેલમાંથી નીકળીને સીધો પોતાની હવેલીમાં ગયો. રાજા, રાણી અને પુત્રવધૂ.. આ ફિરસ્તાને જતો જોઈ રહ્યાં.. લાખ લાખ ધન્યવાદ આપતાં રહ્યાં.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨. સ્વર્ગવાસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસો વીતે છે.
મહિનાઓ વીતે છે...
વર્ષ ઉપર વર્ષ વીતે છે...
ભાવ-સાધુ બનેલા શિવકુમાર છઠ્ઠ-તપના પા૨ણે આયંબિલનો તપ કરતા રહે છે. શરીર કૃશ બન્યું છે, અશક્ત બન્યું છે. જર્જરિત બન્યું છે. દસ-દસ વર્ષ થઈ ગયાં છે. ધર્મેશ એમના માટે દોષરહિત ભિક્ષા લઈ આવે છે. બે-બે દિવસના આંતરે આયંબિલનું લૂખું ભોજન કરે છે.
રાજ્ય અંગેની કોઈ વાત નહીં, દેશ માટેની કોઈ વાત નહીં, સ્ત્રી અંગેની ચર્ચા નહીં કે ભોજન અંગે કોઈ વાત નહીં. શિવકુમારના ખંડમાં બહારની કોઈ વ્યક્તિ પ્રવેશી શકતી નથી. બહારના માણસો ગણો તો માત્ર ધર્મેશનાં માતાપિતા અને ધર્મેશની સુશીલ પત્ની. તેઓ પણ ક્યારેક કુશલ-પૃચ્છા કરવા આવે એટલું જ.
શિવકુમાર અને ધર્મેશની વચ્ચે હંમેશાં તત્ત્વચર્ચા થાય છે. ક્યારેક તેઓ ‘સ્થવિરકલ્પ’ અને ‘જિનકલ્પ' ની વાતો કરે છે. ક્યારેક ‘નય-નિક્ષેપ' અને ‘સપ્તભંગી’ ની વાતો કરે છે. ક્યારેક આત્મતત્ત્વના શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપની ચર્ચા કરે છે, ક્યારેક ‘કર્મસિદ્ધાંત’ ઉપર પરામર્શ કરે છે... તો ક્યારેક બાર ભાવનાઓના ચિંતનમાં ડૂબી જાય છે.
એક દિવસ... બન્ને સંસારમાં થતા જીવોના પરસ્પરના સંબંધોની વાતો કરતાં હતા. સંબંધોના પરિવર્તનની વાતો કરતાં કરતાં શિવકુમારે કહ્યું :
‘ધર્મેશ, સાગરદત્ત મુનિરાજે અમારા પૂર્વજન્મની વાત કરી, એ વાતમાં એક વાત એમણે એ કરી કે પૂર્વજન્મમાં હું સાધુ બનેલો... લગ્ન કરીને તરત જ... એ પણ મોટાભાઈના વચનને મિથ્યા ન થવા દેવા માટે......! સાધુના વેશમાં પણ મેં મારી પત્ની નાગિલાને હૃદયમાં રાખેલી... એના ઉ૫૨નો મોહ દૃઢ રહેલો... જ્યારે મોટાભાઈ કાળધર્મ પામ્યા... ત્યારે હું મારી એ પત્નીને મળવા અને પુનઃ ગૃહવાસ માંડવા મારા ગામે ગયેલો. ત્યાં ગામની બહાર જ મને મારી પત્ની મળી ગયેલી... તેણે મારા અસ્થિર અને ચંચળ બનેલા મનને સ્થિર અને નિર્મળ બનાવેલું. મારા મનમાંથી મોહ દૂર કરી દીધેલો... પછી તો
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
એક રાત અનેક વાત હું સંયમ ધર્મમાં સ્થિર બની ગયેલો. એણે (નાગિલાએ) પણ ચારિત્રધર્મ સ્વીકારી લીધેલો...
મેં સાગરદન મુનિરાજને પૂછ્યું : “ભગવંત એ નાગિલા કાળધર્મ પામીને ક્યાં ગઈ અને અત્યારે એ આત્મા ક્યાં છે?”
શું કહ્યું મુનિરાજે?' ઉત્સુકતાથી ધર્મેશે પૂછયું. સાગરદત્ત મુનિરાજે કહ્યું : “એ કાળધર્મ પામીને પહેલા દેવલોકમાં ગઈ અને ત્યાંથી ચ્યવન પામીને તે આ જ વીતશોકા નગરીમાં જન્મી છે!”
હૈ? આ જ નગરમાં? તે કોણ?' તે બીજું કોઈ નહીં પરંતુ નગરશ્રેષ્ઠીનો પુત્ર ધર્મેશ!” ધર્મેશ આશ્ચર્યથી... હર્ષથી... ગદ્ગદ્ થઈ ગયો. તે એકીટસે શિવકુમારને જોઈ રહ્યો.... પછી તે બોલ્યો :
મહાત્મનું, મારા મનનું સમાધાન થઈ ગયું આજ! હું એ વિચારતો હતો કે મને તમારા પ્રત્યે આટલું બધું ખેંચાણ કેમ થાય છે? તમારા તપ-ત્યાગ અને સંયમ કેમ ગમે છે? તમારી પાસે જ રહેવાનું કેમ ગમે છે? સમજાઈ ગયું આજે!'
તેં પૂર્વજન્મમાં મને ચારિત્ર ધર્મમાં સ્થિર કર્યો, આ જન્મમાં.. મને ચારિત્ર ધર્મના (ભાવ-ચારિત્રના) પાલનમાં સાથ આપ્યો...બન્ને જન્મમાં તેં મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે... તારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ?' શિવકુમારનો ક્ષીણ અવાજ ગળગળો થઈ ગયો.
કોઈ જનમમાં.કદાચ હું સંસારની જાળમાં ફસાઈ જાઉં. તો તેમાંથી મારો ઉદ્ધાર કરીને બદલો વાળજો!
એટલે શું હજુ આપણે સંસારમાં જન્મ-મરણ કરવાં પડશે?” જો કરવાં પડે તો?'
ના, ના, હવે તો આ સંસારમાં જનમવું જ નથી. હવે તો અનંત સિદ્ધ ભગવંતો મને પોકારે છે...” ત્યાં પણ આપણે સાથે હોઈશું!”
૦ ૦ ૦ નાથ, કુમારનું શરીર કેવું થઈ ગયું છે? દસ-દસ વર્ષથી એકધારી કઠર તપશ્ચર્યા..” રાણી યશોદા રડી પડી.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ,
દેવી, ઘણીવાર મેં મારા મનને તપાસ્યું છે...' કેમ આટલો બધો મોહ છે પુત્ર ઉપર? કુમારની આવી ઘોર તપશ્ચર્યા જોવા છતાં.. એને અણગાર બનવાની અનુમતિ આપવા મન કેમ માનતું નથી?
દેવી, એક દિવસ ધર્મેશ સાથે તત્ત્વચર્ચા કરતાં, તેણે મને કહેલું : કર્મના ઉદયો સાપેક્ષ હોય છે. એટલે કે એક જીવના શુભાશુભ કર્મોના ઉદયો, બીજા જીવોના કર્મોના ઉદયને સાપેક્ષ હોય છે. કુમારનો અંતરાય કર્મનો ઉદય આપણા મોહનીય કર્મને સાપેક્ષ હોઈ શકે! આપણો મોહ એની ચારિત્રની ભાવનામાં વિઘ્ન બન્યો છે ને?
એટલું જ નહીં, આ વાતને સમજવા છતાં મોહ ઘટતો નથી. આપણો મહ નાશ પામતો નથી-એ કર્મની કેવી પ્રગાઢતા?”
નાથ, એનો અર્થ એમ થાય ને કે કુમારનું અંતરાયકર્મ તૂટે તો આપણા મોહ નાશ પામે?'
એવું પણ બને, અને આપણો મોહ નાશ પામે તો એનું અંતરાયકર્મ તુટે, એમ પણ બને!”
“તો આપણને એને ચારિત્ર લેવાની અનુમતિ આપવાનું મન થઈ જાય, એમને?”
હા, પરંતુ દસ વર્ષ વીતી જવા છતાં આપણે એને અનુમતિ નથી આપી શક્યાં.... કેવાં ભારે કર્મ છે આપણાં? સાચું જાણવા છતાં... એ આચરી શકતાં નથી. મારા હૃદયમાં ક્યારેક ક્યારેક આ વાતની ભારે પીડા થાય છે...'
મોહ હોવા છતાં સાચું જ્ઞાન હોઈ શકે? “હા, મોહદશા અજ્ઞાનદશા કાંઇક મંદ થાય એટલે સાચું જ્ઞાન થાય, એને તીર્થંકરો “સમ્યગ્દર્શન' કહે છે. આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટે એટલે મોક્ષમાર્ગ ગમે.. પરંતુ એ મોક્ષમાર્ગે ચાલવાની ઇચ્છા તો ત્યારે પ્રગટે કે જ્યારે મોહનીયકર્મ સર્વથા નાશ પામે..”
શિવનું મોહનીયકર્મ ઘણું નાશ પામ્યું છે ને? ઘરમાં રહીને એ કેવી ઉત્કૃષ્ટ ધર્મારાધના કરે છે? કેવી ઘોર તપશ્ચર્યા કરે છે?'
દેવી, એ તો ઘરમાં રહેલો સાધુ જ છે.” “સાચી વાત છે આપની. અને ધર્મેશ પણ કુમારની સાથે સાધુ જેવું જ જીવન જીવે છે ને? મિત્રની ખાતર એણે પોતાનાં બધાં જ ભૌતિક-સુખ ત્યજી દીધાં છે...!!
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત “દુનિયામાં આવો મિત્ર મળવો દુર્લભ છે. સાથે સાથે શેઠ અને શેઠાણીનો ત્યાગ પણ નાનો-સૂનો નથી... ખરેખર, એ પરિવારે આપણા માટે અદ્ભુત સમર્પણ કર્યું છે..”
રાજા-રાણી વિચારોમાં ડૂબી ગયાં.
રાત્રીનો સમય હતો.
શેઠાણી વત્સલા, શ્રેષ્ઠી “કામસમૃદ્ધ' ની પાસે બેઠાં હતાં. વત્સલાએ મૌનનો ભંગ કરતાં કહ્યું :
સ્વામીનાથ, રાજા-રાણીની મોહદશા ઘણી પ્રબળ છે... ને? દસ-દસ વર્ષ વિતી ગયાં, કુમાર કેવી આકરી તપશ્ચર્યા કરે છે.... છતાં એ બન્નેનાં હૃદય પીગળતાં નથી.”
“આ સંસારમાં મોહનું સામ્રાજ્ય છે.' “છતાં આપણે ધર્મેશનો મોહ તોડ્યો ને?
કોઈના ઉપર મોહનો પ્રગાઢ પ્રભાવ હોય છે, કોઈના ઉપર ઓછો... આપણી મોહદશા ન હોત તો સંસારનો ત્યાગ કરી ચારિત્રના માર્ગે ન જાત? આપણે સંસારમાં કેમ રહ્યાં છીએ?'
આપની વાત યથાર્થ છે સ્વામી, છતાં આપણે પુત્રમોહ તો છોડ્યો છે ને?' દેવી, એ આપણું કર્તવ્ય બની ગયું હતું. કુમારની ખાતર... એની ઉચ્ચતમ્ ભાવનાની ખાતર... ધર્મેશે જે નિર્ણય કર્યો તેને વધાવવાની આપણી ફરજ હતી. ક્યારેક ભાવનાઓ કરતાં કર્તવ્ય મહાન બની જતું હોય છે. ભાવનાઓને કચરીને પણ કર્તવ્યપાલન કરવાનું હોય છે. કર્તવ્યની ઉપેક્ષા કરીને ભાવનાના પ્રવાહમાં વહી ન જવાય. મારા-તમારા હૃદયમાં પુત્ર પ્રત્યે શું પ્રેમ નથી? છે જ, પરંતુ કર્તવ્યની આગળ એ પ્રેમને ગૌણ કરવો પડ્યો.
તમે ધર્મેશના ત્યાગની વાત કરો છો, પરંતુ પુત્રવધૂનો ત્યાગ કાંઈ ઓછો છે? એ પણ ધર્મેશની ઇચ્છાને શાન્ત ચિત કેવી અનુસરી છે? અને યુવરાજ્ઞીએ પણ કેવો મહાન ત્યાગ કર્યો છે? દેવી, કુમારનો, ધર્મેશનો અને આપણો આ મહાન પુણ્યોદય છે કે આપણને અનુકૂળ પરિવાર મળ્યો છે.
ભલે રાજા-રાણી કુમારને ચારિત્રની અનુમતિ નથી આપતાં, પરંતુ કુમારની ભાવ-સાધુતાની આરાધનામાં કોઈ અંતરાય પણ નથી કરતા! આ દૃષ્ટિએ કુમારનો પુણ્યોદય પણ નાનો-સૂનો નથી.”
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ
‘હા, કુમાર કોઈ જ રોકટોક વિના, સમતાભાવે આરાધના કર્યું જાય છે. બધાં જ સ્વજનો અનુકૂળ છે. બધાંને કુમાર પ્રત્યે સહાનુભૂતિ છે અને અહોભાવ
દસ-દસ વર્ષથી લગાતાર છઠ્ઠના પારણે આયંબિલનું તપ કરીને... શરીર કેવું કૃશ કરી દીધું છે?
સાથે સાથે કષાયોને પણ કેવા ફશ કરી દીધા છે? ન રોષ, ન અભિમાન, ન માયા, ન લોભ! કેવી અપૂર્વ સમતા એણે સાધી લીધી છે? જાણે કે સંસાર અને મોક્ષ પ્રત્યે પણ સમભાવ આવી ગયો છે.
સાથે સાથે ધર્મેશ પણ કેવો અનાસક્ત યોગી બની ગયો છે? એણે પણ બધી માયા-મમતા ઉતારી નાંખી છે. મારું મન તો કહે છે કે આ બે આત્માઓ નિકટના ભવિષ્યમાં મોક્ષદશા પ્રાપ્ત કરી લેશે.
નાથ, મારા મનની એક વાત કહું?' વત્સલાએ પૂછયું. “સંકોચ વિના કહો!”
મને ક્યારેક ક્યારેક આ સંસાર ત્યજી સાધ્વી બનવાની ઇચ્છા થઈ આવે છે. શું આપ મને અનુમતિ આપશો?' શ્રેષ્ઠી વત્સલાને જોઈ રહ્યા. તેઓ ભાવવિહ્વળ બની ગયા. તેમણે કહ્યું :
દેવી, અનુમતિ તો મળશે જ, પરંતુ તમારી સાથે હું પણ સંસારનો ત્યાગ કરીશ... પરંતુ હજી વાર છે... કુમાર અને ધર્મેશનો આપણે ખ્યાલ કરવાનો છે. એમની કાળજી રાખવાની છે. એમની આરાધનામાં સહાયક બનવાનું છે.' વત્સલા આનંદવિભોર થઈ ગઈ.
0 0 કાળ વહ્યું જ જાય છે. એ ક્યારે પણ ઊભો રહેતો નથી. એ રીતે અનંત કાળ વીતી ગયો છે. તો પછી દસબાર વર્ષને વીતતાં કેટલી વાર?
ઘરમાં રહીને, ઉગ્ર તપશ્ચર્યા સાથે ભાવ-સાધુતાને જીવતાં જીવતાં શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં. કુમારનું યૌવન-ભરપૂર અકાળે જીર્ણ-શીર્ણ બની ગયું. લોહી અને માંસ સુકાઈ ગયાં... રહ્યું માત્ર અસ્થિ-પિજ૨.
પરંતુ એ મહાત્માને શરીરની પરવા જ ક્યાં હતી? એ તો શાશ્વત્.. અવિનાશી આત્માનો આશક બનેલો હતો. આત્માનંદમાં તેણે લીનતા સાધેલી હતી.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત એક દિવસે કુમારે ધર્મેશને કહ્યું :
મિત્ર, હવે આ દેહનું દેવળ જીર્ણ થઈ ગયું છે. થોડાક દિવસોમાં એ પડી જશે, એમ મને લાગે છે.”
મહાત્મા, તમે પ્રતિપળ જાગ્રત છો આત્મભાવમાં!'
છતાં કદાચ આ ક્ષાયોપથમિક ભાવની જાગૃતિ દગો દઈ જાય... તો તું મને અંતિમ આરાધના કરાવજે. આત્મસમાધિમાં લીન બન્યો રહું. બસ, વિશેષ કોઈ ઇચ્છા નથી.' ધર્મેશની આંખો આંસુભીની બની. કુમારે કહ્યું :
ધર્મેશ, હવે હું અનશન કરી લેવા ચાહું છું. તીર્થંકર ભગવંતો કહે છે કે જ્યારે મૃત્યુ નિકટ ભાસે ત્યારે અનશન કરી લેવું જોઈએ. મને મારું મૃત્યુ નિકટ ભાસે છે.'
પાસેના ખંડમાં બેસીને બે મિત્રોનો વાર્તાલાપ સાંભળી રહેલી કોશલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. “હું મૃત્યુનો મહોત્સવ ઊજવીશ ધર્મેશ!'
તમે જીવનને જીવી જાણું છે... એટલે મૃત્યુ મહોત્સવરૂપ બની જ જવાનું છે. પરંતુ અત્યારે શા માટે મૃત્યુનો વિચાર કરવો?
મૃત્યુનો નહીં, સમાધિ-મૃત્યુનો વિચાર કરવો જ જોઈએ, મૃત્યુ પણ તત્ત્વચિંતનનો વિષય છે ને? અલબત્ત, હું મોતથી નિર્ભય છું. હું મોતનું સ્વાગત સમતા અને સમાધિ દ્વારા કરીશ!' ધર્મેશ જાણે આજે મૌન થઈ ગયો હતો. કુમારે કહ્યું :
અનશન કરવા પૂર્વે હું સહુની સાથે ક્ષમાપના કરવા ઇચ્છું છું. તું બધાં સ્વજનોને અહીં બોલાવ.. હવે વિલંબ નથી કરવો.”
ધર્મેશ કુમાર સામે જોયું. ઊંડી ઊતરી ગયેલી આંખોમાં સમતાની ભીનાશ વરતાતી હતી. સુકાઈ ગયેલા મુખ ઉપર તપશ્ચર્યાનું તેજ પથરાયેલું હતું. તે થોડી ક્ષણ જોતો જ રહ્યો. કાંઈક વિચાર્યું. ઊભો થયો અને મહારાજ પદ્મરથના ખંડ તરફ ચાલ્યો.
તેણે ખંડમાં અકાળે વૃદ્ધ બની ગયેલાં રાજા-રાણીને બેઠેલાં જોયાં. ઉદાસી, વ્યથા... વેદના અને અજંપાએ તેમને ઘેરી લીધાં હતાં. ધર્મેશે ખંડમાં પ્રવેશ કરી, રાજા-રાણીને પ્રણામ કરી કહ્યું :
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
સ્વર્ગવાસ
મહારાજા, આપ જાણો છો ને જુઓ છો કે કુમારનો દેહ અતિ જર્જરિત થઈ ગયો છે. આજે કુમારે મને કહ્યું છે કે હવે તે આજ કે કાલથી “અનશન” કરશે.' “અનશન?' મહારાજા ઊભા થઈ ગયા. રાણી બેચેન થઈ ગઈ.
‘હા મહારાજા, મૃત્યુને મહોત્સવરૂપ બનાવવા મહાત્મા પુરુષો અનશન કરતા હોય છે. અને અનશન કરવા પૂર્વે તેઓ સહુ જીવો સાથે ક્ષમાપના કરી આત્મભાવને વિશેષ નિર્મળ કરતા હોય છે. કુમાર સહુ જીવો સાથે ક્ષમાપના કરવા સાથે, આપ સહુની સાથે વિશેષ પ્રકારે ક્ષમાપના કરવા ઇચ્છે છે. માટે આપ સહુ કુમારના ખંડમાં પધારો.'
મહારાજાએ રાણી સામે જોયું. રાણી યશોદા ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. મહારાજાએ કહ્યું :
દેવી, શાન્ત થાઓ, સ્વસ્થ થાઓ. આપણે કુમારના જીવનને તો મહોત્સવરૂપ ન બનવા દીધું, હવે મૃત્યુને મહોત્સવરૂપ બનાવવામાં તો નિમિત્ત બનીએ. હું છેલ્લા છ મહિનાથી કુમારના શરીરને જોઈ રહ્યો છું. તે અતિ ક્ષીણ થતું ચાલ્યું છે.
દેવી, હવે આપણે કુમારની ઇચ્છાને આધીન બનીએ. ચાલો, કુમાર આપણને બોલાવે છે. કેશલાને પણ બોલાવી લો. અને ધર્મેશ, શેઠ-શેઠાણીને પણ બોલાવી લાવો. એ પણ અમારા પરિવારના અભિન્ન સ્વજનો છે.”
૦ ૦ ૦ કુમારના ખંડમાં રાજપરિવાર અને શ્રેષ્ઠી પરિવાર બેસી ગયો. ધર્મેશ શિવકુમારના પડખે બેસી ગયો. કુમારે ગંભીર... મૃદુ.. મંદ સ્વરે કહ્યું :
આપ સહુ મારા ઉપકારી છો. આપના મારા પર નાના મોટા અનેક ઉપકારો થયેલા છે. મારાથી જાણતાં-અજાણતાં આપના કોઈ અપરાધ થયા હોય, આપના દિલને દુભવ્યું હોય, હું એ અપરાધોની ક્ષમા યાચું છું. આપ મને ક્ષમા આપો. હું આપ સહુ પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરું છું. આ જીવસૃષ્ટિમાં મારો કોઈ શત્રુ નથી. સર્વ જીવો મારા મિત્રો છે. હું પુનઃ પુનઃ આપ સહુને ખમાવું છું.' કુમાર બોલતાં બોલતાં થાકી ગયા. મહારાજાએ કહ્યું :
હે વત્સ, હું અને તારી માતા, અમે તારો અક્ષમ્ય અપરાધ કર્યો છે. તારા શ્રેયમાર્ગમાં વિષ્ણભૂત બન્યાં છીએ. મોહવશ... અજ્ઞાનવશ... અમે તારા મનને
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯o
એક રાત અનેક વાત કષ્ટ પહોંચાડ્યું છે. તેં અમને ક્ષમા આપી જ દીધી છે. છતાં અમે બન્ને પુનઃ પુનઃ ક્ષમાયાચના કરીએ છીએ. - વત્સ, તેં અનશન કરવાનો શુભ સંકલ્પ કરીને મૃત્યુને મહોત્સવરૂપ બનાવ્યું છે. તું સમતા-સમાધિમાં લીન જ છે. તારું ઊર્ધ્વગમન નિશ્ચિત જ છે. હે મહાત્મનું! તારો માર્ગ કુશળ હો.”
- માઘ શુક્લા પંચમીની વહેલી સવારે, બ્રાહ્મ મુહૂર્તમાં શિવકુમારનો આત્મા જૂનું ને જીર્ણ દેહમંદિર ત્યજી ગયો. પાંચમા દેવલોક (બ્રહ્મદેવલોકોમાં એનો જન્મ થયો. તેનું નામ વિદ્યુમ્ભાલી!
- કુમારના સ્વર્ગવાસ પછી તરત જ ધર્મેશની સાથે શેઠ-શેઠાણી અને ધર્મેશની પત્નીએ ચારિત્રધર્મ સ્વીકાર્યો.
- શલાએ પણ સંયમમાર્ગે પ્રયાણ કર્યું.
- સંસારવાસમાં રહેલાં રાજા-રાણીએ શ્રેષ્ઠ કોટિનું શ્રાવકજીવન જીવીને દેવગતિ પ્રાપ્ત કરી.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧૩. જંબૂકુમાર |
દેવી, તમારું શરીર દિનપ્રતિદિન કૃશ થતું જાય છે – એમ મને લાગે છે.” નાથ, મારું શરીર સારું છે. મને કોઈ રોગ નથી.'
શરીરમાં ભલે કોઈ રોગ ન હોય, મનમાં કોઈ ચિંતા હોય, ઉદ્વેગ હોય તો પણ શરીર પર અસર થાય છે. ક્યારેક તમારા મુખ પર ઉદાસીનતા દેખાય છે. ઊંડી ચિંતાની રેખાઓ મુખ પર દેખાય છે.'
નાથ, તમારા પ્રેમાળ સાંનિધ્યમાં મને કોઈ વાતે દુઃખ નથી.' તો પછી ચિંતા શાની છે? મને નહીં કહો?” નગરશ્રેષ્ઠી ઋષભદત્તે શેઠાણી ધારિણીની આંખોમાં આંખો પરોવીને મૃદુ શબ્દોમાં સહાનુભૂતિપૂર્વક પૂછયું. ઋષભદત્ત શ્રેષ્ઠી રાજગૃહ નગરનો કરોડપતિ સાર્થવાહ હતો, મગધસમ્રાટ શ્રેણિકનો પ્રીતિપાત્ર શ્રેષ્ઠી હતો. રાજગૃહની પ્રજા માટે સહારો હતો, આશ્રય હતો.
રાત્રિનો સમય હતો. શયનગૃહમાં રત્નદીપકોનો પ્રકાશ પથરાયેલો હતો. ઋષભદત્ત સોનાના પલંગ પર બેઠો હતો. એના ચરણોમાં જમીન પર ધારિણી બેઠી હતી.
નાથ, મને કઈ ચિંતા હોય, તે શું આપ નથી જાણી શકતા? એક સ્ત્રીના જીવનમાં..”
શું નથી મળ્યું દેવી તમને? આપણી પાસે કુબેર જેવો વૈભવ છે. આપણાં શરીર નીરોગી છે. મહારાજા મને ચાહે છે. તમને મારો પૂર્ણ પ્રેમ મળે છે. ને કુળદેવીની આપણા પર પરમ કૃપા છે.”
નથી કૃપા કુળદેવીની નાથ, જો કુળદેવીની કૃપા હોત તો મને કોઈ વાતની ચિંતા ન હોત.'
પભદત્ત વિચારમાં પડી ગયો. થોડી ક્ષણો વીતી. તેણે ધારિણી સામે જોયું. તેના મુખ પર થોડી ગ્લાનિ ઊપસી આવી. તેણે કહ્યું :
દેવી, હવે સમજી ગયો તમારા દુ:ખનું કારણ... સ્ત્રીને પતિનો ગમે તેટલો પ્રેમ મળે, છતાં એનું હૃદય સંતાનને ઝંખતું હોય છે. સંતાનનું સુખ એ ચાહતું હોય છે.”
ધારિણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. ઋષભદત્તે પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંસુ લૂછી નાંખ્યાં.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
એક રાત અનેક વાત ધીરજ રાખો દેવી, એ સુખ પણ આપણને મળશે... દેવ-દેવીનો અનુગ્રહ યોગ્ય કાળે થતો હોય છે. ભાગ્યોદય પણ એના નિશ્ચિત સમયે થતો હોય છે. બીજો બધી જાતનો ભાગ્યોદય થયેલો છે... તો એ ભાગ્યોદય પણ થશે... ચિંતા છોડી દો. કોઈ સુખની તીવ્ર ઇચ્છા ન કરવી જોઈએ.'
આપની વાત સાચી છે નાથ, પરંતુ મારા મનમાં સંતાન-સુખની તીવ્ર ઇચ્છા જાગી ગઈ છે.”
‘એ ઇચ્છાથી મુક્ત થવા હવે હું તમારી સાથે વધુ સમય ગાળીશ. આપણે સાથે સાથે રમણીય સ્થળોમાં પરિભ્રમણ કરીશું. રસમય વાતો કરીશું... તેથી પેલા વિચારો કરવાનો તમને અવકાશ જ નહીં મળે.'
તો તો મારાં અહોભાગ્ય માનીશ. આપના સાંનિધ્યમાં હું બીજી બધી વાતો ભૂલી જાઉં છું.” “આવતી કાલે આપણે રાજગૃહના એકાદ રમણીય પહાડ ઉપર જ ઈશું.”
ઋષભદત્તનાં સ્નેહભર્યા અને સહાનુભૂતિભર્યા વચન સાંભળીને ધારિણી આનંદિત બની ગઈ.
બીજા દિવસે પ્રભાતે, આવશ્યક કાર્યોથી પરવારી, ધારિણીની સાથે ક્ષભદત્ત રથમાં બેસી, વૈભારગિરિની તળેટીમાં પહોંચ્યો. રથને તળેટીમાં મૂકી, પતિપત્ની પહાડ પર ચઢવા લાગ્યાં. ઋષભદત્ત ધારિણીનો હાથ પકડીને, પહાડ ઉપરનાં વૃક્ષોનો પરિચય કરાવે છે. પક્ષીઓની ઓળખાણ આપે છે. વૃક્ષો પર લટકતાં ફળનું વર્ણન કરે છે. ધારિણી અપૂર્વ આનંદ અનુભવે છે.
પહાડની ઉપર બન્ને એક દ્રાક્ષના બગીચામાં જઈને બેસે છે. ત્યાં તેમણે યશોમિત્ર નામના સિદ્ધપુત્રને જોયો. ઋષભદત્ત યશોમિત્રને ઓળખતો હતો.
અરે યશોમિત્ર, તમે અહીં શા માટે આવ્યા છો?' યશોમિત્રે ઋષભદત્તને જોયો. તે પાસે આવ્યો. ઋષભદત્તે ઊભા થઈને યશોમિત્રનું સ્વાગત કર્યું.
શ્રેષ્ઠી. અહીં શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સુધર્માસ્વામી બિરાજેલા છે. હું તેમનાં દર્શન માટે જઈ રહ્યો છું. શું તમને જાણ નથી થઈ?'
ના રે, હું જાણતો જ નથી!” તો ચાલો મારી સાથે, હું તમને એ મહાપુરુષનાં દર્શન કરાવું.” યશોમિત્રની સાથે ઋષભદત્ત અને ધારિણી, શ્રી સુધર્મા સ્વામીનાં દર્શન
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૂકુમાર કરવા ચાલ્યાં. યશોમિત્રે રસ્તે ચાલતાં ચાલતાં શ્રી સુધર્મા સ્વામીના ગુણોનું વર્ણન કર્યું. તેઓની ક્ષમાશીલતા, નમ્રતા, સરળતા, નિર્લોભતા.. ઇન્દ્રિયવિજય.. આત્મસ્વરૂપની રમણતા... વગેરે ગુણો બતાવીને અહોભાવ વ્યક્ત કર્યો.
વૈભારગિરિ ઉપરના ઉદ્યાનમાં મુનિર્વાદની સાથે સુધર્માસ્વામી બિરાજેલા હતા. યશોમિત્રની સાથે ઋષભદત્ત અને ધારિણીએ સુધર્મા સ્વામીને ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક જમીન પર બેઠાં.
સુધર્માસ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશનું શ્રવણ કરતાં કરતાં ધારિણીના મનમાં વિચાર આવ્યો : “આવા ત્રિકાલજ્ઞાની ગુરુદેવ મળી ગયા છે, તો હું તેમને પૂછી લઉં કે મને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં! ઉપદેશ પૂરી થયો એટલે ધારિણીએ વિનયપૂર્વક પૂછ્યું : ગુરુદેવ, મને પુત્રની પ્રાપ્તિ થશે કે નહીં? સુધર્મા સ્વામીના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે યશોમિત્રની સામે જોયું. યશમિત્રે તરત કહ્યું :
“હે ભાગ્યશાલિની, આ આપણા સંસારની વાત છે. આવી વાત મુનિવરને ન પુછાય. આવા પ્રશ્નનો પ્રત્યુત્તર ગુરુદેવ ન આપી શકે. આ તમારા પ્રશ્નનો ઉત્તર હું આપું છું.' આ ધારિણીને પોતાની ભૂલ સમજાઈ. તેને ગ્લાનિ થઈ આવી, ત્યાં યશોમિત્રે કહ્યું : “તમને પુત્રની પ્રાપ્તિ થશે. તમને સિંહનું સ્વપ્ન આવશે. એ સ્વપ્નની સાથે જ એક દેવ તમારા ઉદરમાં અવતરશે.”
“હે મહાનુભાવ, તમારી અમૃત જેવી વાત સાંભળી મેં અપૂર્વ આનંદ અનુભવ્યો છે. હું આ નિમિત્તે એકસો ને આઠ (૧૦૮) આયંબિલ કરીશ” તેણે ઋષભદત્ત સામે જોયું. ત્રપભદત્તે ધારિણીના સંકલ્પને અનુમોદન આપ્યું. તેમણે પુનઃ ગુરુદેવને વંદના કરી અને ઘરે જવા પાછા વળ્યાં.
૦ ૦ ૦ દિવસો વીત્યા.
એક રાત્રે ધારિણીએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન જોઈને તે જાગી અને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું. શ્રી સુધર્મા સ્વામીનું સ્મરણ કર્યું. પ્રભાત સુધી તે જાગતી રહી. પ્રભાતમાં તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કરી. ઋષભદને કહ્યું:
દેવી, સિદ્ધપુત્ર, યશોમિત્રની ભવિષ્યવાણી સાચી પડી. તમે પુત્રની માતા બનશો! તમારી સંતાન સુખની ઇચ્છા પૂર્ણ થશે.”
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
એક રાત અનેક વાત ધારિણી ગર્ભવતી બની હતી. તેના મનમાં અનેક શુભ મનોરથ જાગવા લાગ્યા અને ઋષભદત્ત એ મનોરથો પૂર્ણ કરવા માંડ્યા. ધારિણી ગર્ભનું સમુચિત પાલન કરતી રહી અને એક દિવસે તેણે કોઈ પણ જાતની પીડા વિના સુંદર પુત્રને જન્મ આપ્યો.
પેલો વિદ્યુમ્માલી દેવ જ પુત્રરૂપે અવતર્યો! વિદ્યુમ્નાલી દેવ, એ જ શિવકુમારનો જીવ!
ઋષભદત્તે પુત્રજન્મનો ભવ્ય મહોત્સવ માંડ્યો. ગરીબોને દાન આપવા માંડ્યું. સ્વજનોનો સત્કાર કર્યો. પરમાત્માનાં મંદિરોને શણગાર્યા. ભાવપૂર્વક પૂજા કરી. પુત્રનું નામ જંબૂકુમાર પાડવામાં આવ્યું.
૦ ૦ ૦ આ જ નગરમાં ઋષભદત્તની કક્ષાનો એક શ્રેષ્ઠી હતો સમુદ્રપ્રિય. તેની પત્નીનું નામ હતું પદ્માવતી. તેમને એક જ પુત્રી હતી. તેનું નામ હતું સમુદ્રશ્રી,
એવો જ બીજો ધનાઢ્ય શ્રેષ્ઠી હતો સમુદ્રદત્ત. તેની પત્ની હતી કનકમાલા. તેમની પુત્રીનું નામ હતું પદ્મશ્રી.
ત્રીજો શ્રેષ્ઠી હતો સાગરદત્ત, તેની પાસે પણ વિપુલ સંપત્તિ હતી. તેની પત્નીનું નામ હતું વિનયશ્રી. તેમની પુત્રી હતી પદ્મસેના.
ચોથા શ્રેષ્ઠીનું નામ હતું કુબેરદત્ત અને તેની પત્નીનું નામ હતું ધનશ્રી. તેમની પુત્રી હતી કનકસેના.
આ ચાર કન્યાઓ-સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના સ્વર્ગમાં વિદ્યુમ્ભાલી દેવની દેવીઓ હતી. સ્વર્ગમાંથી ચ્યવને તે ચારેય રાજગૃહમાં જન્મી હતી.
પાંચમો શ્રેષ્ઠી હતો કનકસેન. તેની પત્નીનું નામ હતું કનકવતી. તેમની પુત્રી હતી નભસેના.
છઠ્ઠા શ્રેષ્ઠીનું નામ હતું શ્રમણદત્ત. તેની પત્ની હતી શ્રીષેણા. તેમની પુત્રીનું નામ હતું કનકશ્રી.
સાતમાં શ્રેષ્ઠીનું નામ હતું વસુસેન. તેની પત્ની હતી વીરમતિ. તેમની પુત્રીનું નામ હતું કનકવતી.
આઠમો શ્રેષ્ઠી હતો વસુપાલિત. તેની પત્ની હતી જયસેના. તેમની પુત્રીનું નામ હતું જયશ્રી.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબૂકુમાર
૮૫ આ આઠ શ્રેષ્ઠીઓ જેવા ધનવાન હતા એવા જ ગુણવાન હતા. તેમનાં કુળ ઉત્તમ હતાં.
તેમની આઠેય કન્યાઓ જેવી રૂપવતી હતી એવી જ ગુણવતી હતી. સુશીલ હતી અને બુદ્ધિમતી હતી. ઉમર પણ લગભગ બધાંની સમાન હતી.
આઠેય શ્રેષ્ઠીઓ પરસ્પર સંબંધોથી સંકળાયેલા હતા અને ઋષભદત્તની સાથે આઠેય શ્રેષ્ઠીઓનો મીઠો સંબંધ હતો.
એક દિવસ જોગાનુજોગ સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની હવેલીમાં આઠેય શ્રેષ્ઠીઓ ભેગા થઈ ગયા. સંસાર-વ્યવહારની વાતો કરતાં કરતાં સમુદ્રપ્રિયે કહ્યું: “મારી ઇચ્છા સમુદ્રશ્રીનું સગપણ જંબૂકુમાર સાથે કરવાની છે. ઋષભદત્ત મારી માગણી માન્ય રાખશે જ.'
સમુદ્રદત્તે કહ્યું : “મારા મનમાં પણ એ વાત ઘોળાયા કરે છે. હું પણ પદ્મશ્રીનું સગપણ જંબૂકુમાર સાથે કરવા ચાહું છું.”
ત્યારે સાગરદને કહ્યું : “તો પછી આપણી આઠેયની આઠ કન્યાઓને જંબૂકુમાર સાથે પરણાવી દઈએ તો કેમ? જો આપના સહુની ઇચ્છા હોય તો આપણે આઠેય જણા ઋષભદત્તની પાસે જઈને આપણી ઇચ્છા બતાવીએ. મને તો શ્રદ્ધા છે કે ઋષભદત્ત આપણી ઇચ્છાનો સ્વીકાર કરશે જ. આપણને સહુને એ ચાહે છે.”
સાગરદત્ત શ્રેષ્ઠીની વાત સહુને ગમી. આઠેય શ્રેષ્ઠીઓએ ઋષભદત્તની પાસે જવાનો નિર્ણય કર્યો અને દિવસ નક્કી કર્યો.
તત્કાલીન સમાજરચનામાં એક પુરુષ અનેક પત્નીઓ કરી શકતો હતો. અલબત્ત, પુરુષમાં અનેક પત્નીઓનું પાલન કરવાનું સામર્થ્ય અપેક્ષિત હતું. તનથી બળવાન અને ધનથી સમૃદ્ધ પુરુષ અનેક પત્નીઓ કરી શકતો હતો.
એક શુભ દિવસે સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની આગેવાની નીચે સહુ શ્રેષ્ઠીઓ ઋષભદત્તની હવેલી પર પહોંચ્યા. પોતાના સ્વજન જેવા આઠ શ્રેષ્ઠીઓનું ઋષભદને ઉમળકાથી સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. અરસ-પરસ કુશલપૃચ્છા કર્યા પછી ઋષભદત્તે
કહ્યું :
શ્રેષ્ઠીવર્યો, કૃપા કરીને કહો કે અહીં શા માટે, શા કામે આપ સહુ પધાર્યા
છો?
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ કહ્યું : “અમે એક મહત્ત્વપૂર્ણ કામ માટે આવ્યા છીએ.”
તમે આય ભેગા થઈને આવ્યા ત્યારથી જ હું સમજી ગયો હતો કે વિશેષ પ્રયોજન હોવું જોઈએ. કહો, મારા યોગ્ય જે કોઈ સેવાકાર્ય હોય તે નિઃસંકોચ કહો.”
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬.
એક રાત અનેક વાત અમારે સહુને એક એક કન્યા છે, એ આપ જાણો છો. અમારી એ આઠેય કન્યાઓનું પાણિગ્રહણ આપના સુપુત્ર જંબૂકુમાર સાથે થાય, એવી અમારી ઇચ્છા છે. સમુદ્રપ્રિયે મધુર શબ્દોમાં વાત મૂકી.
બે ક્ષણ વિચાર કરીને ઋષભદત્તે કહ્યું : “શ્રેષ્ઠીવર્યો, હું તમને સ્વજન સદશ માનું છું. તમારી કન્યાઓ સાથે મારા પુત્રનો સંબંધ થાય, એ યોગ્ય જ છે. પરંતુ હજુ મારો જંબૂ અને તમારી કન્યાઓ નાની છે.”
ભલેને નાનાં હોય બાળકો, સગપણ તો થઈ શકે છે. લગ્ન તમે કહેશો ત્યારે કરીશું.”
ઋષભદત્તે અંદરના ખંડમાં જઈને ધારિણી સાથે પરામર્શ કર્યો, ધારિણીએ એ આઠેય કન્યાઓને જોયેલી હતી. એ આઠ ઘર સાથે આમેય ઋષભદત્તના સારા સંબંધો હતા. ધારિણીએ સંમતિ પ્રદર્શિત કરી. ઋષભદત્તે મંત્રણાખંડમાં આવીને આઠેય શ્રેષ્ઠીઓને કહ્યું :
“હે શ્રેષ્ઠીવર્યો, મારા પુત્ર જંબૂ સાથે તમારી આઠ કન્યાઓનો સંબંધ થાય, તે અમને ઇષ્ટ છે. આ સંબંધ આપણા સહુ માટે સુખદાયી બનશે, ગૌરવરૂપ બનશે.”
સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ હર્ષથી ગદ્ગદ્ સ્વરે કહ્યું : “હે શ્રેષ્ઠીરત્ન, તમે અમારી કન્યાઓનો સ્વીકાર કરીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અમારી કન્યાઓનો મહાન ભાગ્યોદય થયો છે.”
મહાનુભાવો, તમે સહુએ પણ મારા પર એવો જ ઉપકાર કર્યો છે. આપણા સંબંધોને દઢ કર્યા છે.
આઠ શ્રેષ્ઠીઓ પ્રસન્નચિત્તે પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ઘરે જઈને દરેકે પોતપોતાની પત્નીઓને બધી વાત કરી. કન્યાઓએ પણ વાતો સાંભળી. તે આનંદવિભોર થઈ ગઈ. જંબૂકુમાર જેવો પતિ મળવા બદલ તેઓ પોતાને ભાગ્યશાળી માનવા લાગી.
રાજગૃહના ઘરે ઘરે આ નવા સંબંધની વાત પહોંચી ગઈ. લોકોએ પ્રશંસા કરવા માંડી. કોઈ જંબૂકુમારના પુણ્યની પ્રશંસા કરે છે તો કોઈ આઠ શ્રેષ્ઠી કન્યાઓના ભાગ્યની સરાહના કરે છે. કોઈ એ શ્રેષ્ઠીઓની ખાનદાનીની પ્રશંસા કરે છે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. જંબૂનો વૈરાગ્ય !
કાળ નિરંતર ગતિશીલ છે. દિવસો વીતે છે, મહિનાઓ વીતે છે, વર્ષો વીતે છે. આ રીતે અનંતકાળ વીતી ગયો છે અને અનંતકાળ વીતી જશે. અનંત જીવો આ કાળચક્રમાં ભીંસાઈ રહ્યા છે. તો અનંત જીવો આ કાળચક્રને ભેદીને જન્મ-મૃત્યુથી મુક્ત થઈ ગયા છે.
રાજગૃહ નગરનો જીવનપ્રવાહ આનંદ-ઉલ્લાસથી વહી રહ્યો હતો. પ્રજા સુખ-શાન્તિથી ધર્મ-અર્થ અને કામ-પુરુષાર્થમાં નિરત હતી.
ઋષભદત્ત શ્રેષ્ઠીની હવેલીમાં બારે માસ ઉત્સવનું વાતાવરણ જામેલું હતું. ખૂબ લાડ-પ્યારથી જંબૂકુમારનું પાલન થતું હતું. શેઠાણી ધારિણી સ્વયં જંબુની કાળજી રાખતાં હતાં. હવેલીમાં નોકર-ચાકરો ઘણા હતા. જંબૂ માટે શ્રેષ્ઠ અધ્યાપકો નિયુક્ત કરવામાં આવ્યા હતા. અક્ષરજ્ઞાનથી માંડીને અનેક વિષયોનું જ્ઞાન જંબૂને આપવામાં આવતું હતું. અનેક કળાઓ પણ તેને શીખવવામાં આવતી હતી.
જંબૂકુમારનું ગુણમય વ્યક્તિત્વ સહુ કોઈ પરિચિત-અપરિચિત લોકોને આકર્ષતું હતું. તેનાં મધુર વચનો સહુના હૃદયમાં સ્નેહ પેદા કરતાં હતાં. તેની સમજણભરી વાતો સાંભળતાં સ્નેહીજનો ધરાતા ન હતા.
જ્યારે જંબૂકુમાર સોળ વર્ષનો થયો ત્યારે રાજગૃહમાં શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટધર ગણધર શ્રી સુધર્માસ્વામી પધાર્યા. સમગ્ર મગધ રાજ્યમાં તેઓ પરમ આદરણીય હતા, આરાધ્ય હતા અને પૂજનીય હતા. તેઓ ભૂતભાવિ અને વર્તમાનના જ્ઞાતા હતા. તેજ:પુંજ હતા. ઇન્દ્રિયવિજેતા હતા. તેઓ ઉત્કૃષ્ટ પુણ્યશાળી મહાત્મા હતા. હજારો સાધુ-સાધ્વીને તેઓ મોક્ષમાર્ગની આરાધનામાં માર્ગદર્શક હતા.
રાજગૃહના બાહ્ય પ્રદેશમાં આવેલા ગુણશીલ ચૈત્યના વિશાળ ઉદ્યાનમાં તેઓ બિરાજમાન હતા. રાજગૃહનાં હજારો સ્ત્રી-પુરુષો તેમનાં દર્શન કરવા અને તેમનો ધર્મોપદેશ સાંભળવા ઉદ્યાનમાં પહોંચી ગયાં.
જંબૂકુમાર પણ રથમાં બેસીને ઉદ્યાનમાં પહોંચ્યો. ગણધર ભગવંતનાં દર્શન કરીને વિનયપૂર્વક તે ધર્મોપદેશ સાંભળવા બેસી ગયો. એકાગ્ર ચિત્તે તન્મય બનીને સાંભળતો રહ્યો. તે એના નાનકડા જીવનમાં સર્વપ્રથમ ઉપદેશ સાંભળતો
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
એક રાત અનેક વાત
હતો. ઉપદેશ સાંભળતાં સાંભળતાં પૂર્વજન્મોના ત્યાગ, વૈરાગ્યના સંસ્કારો જાગ્રત થવા લાગ્યા. તેને સંસારનાં સુખો સ્વપ્નવત-મિથ્યા લાગવા માંડડ્યાં. શ્રમણજીવનનું આકર્ષણ પ્રગટવા માંડયું. વૈયિક સુખોની ઇચ્છાઓ વિરામ પામવા માંડી, ત્રણ કલાકમાં એણે પોતાના મનમાં જીવન-પરિવર્તનનો નિર્ણય કરી લીધો.
ઉપદેશ શ્રવણ કરીને લોકો પ્રફુલ્લિત ચિત્તે નગર તરફ ચાલ્યા. જંબૂકુમાર ત્યાં બેસી રહ્યો. બધા લોકો ચાલ્યા ગયા પછી એ શ્રી સુધર્માસ્વામી પાસે ગયો. ત્રણ પ્રદક્ષિણા દીધી. ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક બોલ્યો :
‘ગુરુદેવ, આજે આપનો ઉપદેશ સાંભળતાં મારૂં મન ગૃહવાસ પ્રત્યે વિરક્ત બન્યું છે. શ્રમણજીવન જીવવા માટે મારો આત્મા તત્પર બન્યો છે. પ્રભો, આપ અહીં રોકાવાની કૃપા કરશો. હું માતા-પિતાની અનુમતિ લઈને શીઘ્ર પછો આવું છું. આપ મને ચારિત્રધર્મ આપીને, આ ભવસાગરથી મારો ઉદ્ધાર કરશો ને?’
‘વત્સ, તારા હૃદયમાં ઉત્તમ ભાવ જાગ્યો છે. ચારિત્રધર્મથી જ આત્માની મુક્તિ થાય છે ને પરમ સુખ પ્રાપ્ત થાય છે. અમે અહીં સ્થિરતા કરવાના છીએ. તારી પવિત્ર ભાવનાને સફળ બનાવવામાં વિલંબ ન કરીશ.'
‘ભગવંત, હું વિલંબ નહીં કરી શકું. મારૂં મન આપનાં ચરણોમાં આવી જવા માટે ઉત્કંઠિત બન્યું છે. હું હમણાં જ ઘરે જઈને મારાં માતા-પિતાની સમક્ષ મારી ભાવના વ્યક્ત કરીશ. મને પૂરો વિશ્વાસ છે કે મારાં માતા-પિતા મારી ઇચ્છાને પૂર્ણ કરશે.'
વત્સ, તારો માર્ગ કુશળ હો.’ શ્રી સુધર્મા સ્વામીએ આશીર્વાદ આપ્યા અને જંબૂકુમાર રથમાં બેસી નગર તરફ ચાલ્યો.
જ્યારે તેનો ૨થ નગ૨ના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં સેંકડો હાથીઘોડા જોયા. હજારો સૈનિકોને જોયા. તેના રથને નગરમાં પ્રવેશવાનો માર્ગ અવરુદ્ધ હતો. તેણે નગરના બીજા દરવાજા તરફ રથને હંકાર્યો.
બીજા દરવાજે આવીને જંબૂકુમારે જોયું તો દ્વાર ઉપર પથ્થરની મોટી-મોટી શિલાઓ લટકતી હતી. દુશ્મનોથી બચવાનો એ રક્ષાપ્રબંધ હતો. એ દરવાજામાં પ્રવેશ ક૨વાનું જોખમભર્યું હતું. જંબૂકુમાર વિચારે છે : ‘સાહસ કરીને દરવાજામાં પ્રવેશ તો કરી લઉં, પરંતુ કદાચ એકાદ શિલા મારા પર પણ તૂટી પડે... ને પ્રાણ નીકળી જાય મારા, તો હું ચારિત્ર્ય ધર્મના પાલન વિના જ આ મનુષ્યજીવન
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
જંબૂનો વેરાગ્ય ગુમાવી દઉં... ના, ના, એવું ખોટું સાહસ મારે નથી કરવું... જો કે મારે નગરમાં તો જવું જ પડશે. સાહસ કરવું પડશે. પરંતુ એ પૂર્વે હું ગુરુદેવ પાસે જઈને બ્રહ્મચર્યવ્રત તો લઈ આવું. પછી કદાચ મોત પણ આવી જાય, તો મને પરલોકનો ભય રહે નહીં. બ્રહ્મચારીની સદ્ગતિ જ થાય છે-એમ ગુરુદેવે કહેલું છે.”
તેણે રથને પાછો ગુણશીલ ચૈત્ય તરફ વાળ્યો.
રથમાંથી ઊતરી તે શ્રી સુધર્માસ્વામી પાસે ગયો. વંદના કરી અને ગુરુદેવને કહ્યું : “ભગવંત, મને આજીવન બ્રહ્મચર્ય વ્રત આપવાની કૃપા કરો. જીવનનો કોઈ ભરોસો નથી. મારે વ્રતરહિત અવસ્થામાં મરવું નથી.' તેણે નગરના દ્વાર પર જે જોયું હતું તે કહી બતાવ્યું. ગુરુદેવે તેને બ્રહ્મચર્ય વ્રત પ્રદાન કર્યું. તેને પરમ સંતોષ થયો. તે થોડો સમય ત્યાં રોકાયો. પુનઃ એ નગરના મુખ્ય દ્વાર પર પહોંચ્યો ત્યારે રસ્તો સાફ હતો. તેણે નગરમાં પ્રવેશ કર્યો.
તે પોતાની હવેલીએ પહોંચ્યો ત્યારે દ્વાર પર જ ઋષભદત્ત અને ધારિણી મળી ગયાં.
૦ ૦ ૦ પિતાની સાથે જંબૂકમારે ભોજન કર્યું. ઉદ્યાનમાંથી આવતાં કેમ વિલંબ થયો એ વાત કરી. પરંતુ બ્રહ્મચર્ય વ્રત લીધાની વાત તેણે ન કરી. ધારિણી પાસે જ બેઠેલી હતી. જંબૂકુમારે કહ્યું :
પિતાજી, આજે ગણધર ભગવંતનો ઉપદેશ સાંભળીને ખરેખર મને અપૂર્વ આનંદ થયો.”
બેટા, શ્રી સુધર્માસ્વામી પરમ જ્ઞાન મહાપુરુષ છે. તેમનો ઉપદેશ સાંભળીને હજારો સ્ત્રી-પુરુષોએ સંસાર ત્યજી સંયમ ધર્મ સ્વીકારેલી છે, ને સ્વીકારી રહ્યા
“પિતાજી, આપની વાત યથાર્થ છે. તેઓનો ઉપદેશ સાંભળીને મારું મન પણ સંસાર પ્રત્યે વિરક્ત બની ગયું છે. વૈષયિક સુખો પ્રત્યે મારા મનમાં કોઈ રાગ રહ્યો નથી. એટલું જ નહીં, મારું મન સંયમ ધર્મ સ્વીકારવા તત્પર બની ગયું છે. આપ મને અનુમતિ આપો પિતાજી!
માતાજી! હું સંયમ ધર્મનો સ્વીકાર કરી મારા આત્માને પરમ વિશુદ્ધ કરવા ઈચ્છું છું.”
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
એક રાત અનેક વાત જંબૂકમારની વાત સાંભળીને ધારિણી અને ઋષભદત્ત સ્તબ્ધ થઈ ગયાં. બન્નેની આંખો ભીની થઈ ગઈ. ધારિણી બોલી ઊઠી :
“ના, બેટા ના, તું આવી વાત ન કર. તારો વિરહ હું જરાય સહન નહીં કરી શકું. તારા ઉપર અમારો કેવો પ્રેમ છે, તે શું તું નથી જાણતો?'
ઋષભદત્તે કહ્યું : “વત્સ, ભલે તારા હૃદયમાં વૈરાગ્ય રહે... મને વાંધો નથી. વિરક્ત હૃદયથી સંસારનાં ભોગસુખો ભોગવજે, પરંતુ સાધુ બનવાની વાત ન કરીશ.'
“પિતાજી, મારા પ્રત્યે મારી માતાની કેટલી મમતા છે તે હું જાણું છું. આપનો કેવો પ્રગાઢ રાગ છે, તે પણ હું જાણું છું, છતાં આ રાગનાં બંધન તોડવાં તો પડશે ને! એક ને એક દિવસ સંયોગનો વિયોગ થવાનો જ છે ને!'
વત્સ, તારી વાત સાચી છે. સંયોગનો વિયોગ થાય જ છે, પરંતુ અત્યારે તું શા માટે અમને વિયોગનું દુઃખ આપે છે? તારું હૃદય વૈરાગી હશે તો તું સંસારનાં સુખો ભોગવીને પછી પણ સંયમ ધર્મ સ્વીકારી શકીશ.'
“પિતાજી, જીવનનો આયુષ્યનો શો ભરોસો છે? શ્રમણ બન્યા પહેલાં જ મૃત્યુ આવી જાય તો? શ્રમણજીવન જીવ્યા વિના મનુષ્ય જન્મનો અંત આવી જાય તો.. જીવનનો કોઈ અર્થ ન રહે. વળી, સંસારનાં ભોગસુખો પ્રત્યે મારા મનમાં જરાય આકર્ષણ નથી રહ્યું. પછી તે સુખો ભોગવવાની વાત જ ક્યાં રહે છે? માટે મને અનુમતિ આપવાની કૃપા કરો.'
બેટા, શ્રમજીવન જીવવું સરળ નથી. એ ઘણું દુષ્કર જીવન છે. એ જીવન જીવવાનું તારૂં ગજુ નથી. માટે એ વાત ભૂલી જા.”
એ જીવનનું પ્રબળ આકર્ષણ મારા મનમાં જાગી ગયું છે પિતાજી. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું. શ્રમણનું કઠોર જીવન જીવવા હું તત્પર છું.'
ધારિણી ચોધાર આંસુએ રડી રહી હતી. ઋષભદત્ત જંબૂને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. જંબૂ તેના વિચારોમાં દઢ હતો. તેણે ધારિણીને શાન્ત કરવાનો પ્રયત્ન કર્યો. ધારિણીએ તેને પોતાના ખોળામાં લઈ લીધો. આંસુ ભરેલી આંખે તેણે જંબૂ સામે જોઈને કહ્યું : “બેટા, શું તું તારી આ મા પ્રત્યે પણ વિરાગી બની ગયો? તને તારી માનો કોઈ વિચાર નથી આવત? તારા વિના બેટા શું હું જીવી શકીશ?”
જંબૂકમાર મૌન રહ્યો. તેની આંખો ભીની થઈ. તેણે માતા સામે જોયું. ધારિણીએ તેને પોતાની છાતીસરસો ચાંપી દીધો.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબૂનો વૈરાગ્ય
૧૦૧ મા, ખરેખર હું સંસારમાં નહીં રહી શકું. મારું મન ઊઠી ગયું છે... આ વૈષયિક સુખોમાંથી..! ગુરુદેવના માત્ર એક વારના સંપર્કથી મારા આત્મામાં જાણે કે પૂર્વજન્મોના સંસ્કાર જાગી ગયા છે. જાણે કે મારા આત્માને જગાડવા જ ગુરુદેવ અહીં પધાર્યા છે, મા, તારો મારા ઉપર સાચો પ્રેમ છે.. હું જાણું છું. મેં મારી એક એક ઇરછા પૂર્ણ કરી છે. તે પ્રતિપળ મારા તન-મનની કાળજી રાખે છે. તું કદાચ મને ચારિત્ર માર્ગે જવાની અનુમતિ નહીં આપે તો હું રહીશ ઘરમાં, પરંતુ..” જંબૂકુમારનો સ્વર ભારે થઈ ગયો. ઘારિણીએ ઋષભદત્ત સામે જોયું. ઋષભદત્ત ગંભીર વિચારમાં ડૂબેલા હતા. ધારિણીએ કહ્યું : “વત્સ, વધુ નહીં, મારી એક ઇચ્છા પૂર્ણ કર. “જંબૂકુમારે મા સામે જોયું.
તું લગ્ન કરી લે. મને પેટભરીને તારો લગ્નોત્સવ માણવા દે. મારી પુત્રવધૂઓને આ ઘરમાં મારે જોવી છે.”
હા વત્સ, અમારી આટલી ઇચ્છા પૂર્ણ કર.'ઋષભદત્તે ધારિણીની વાતને અનુમોદન આપ્યું.
પિતાજી, માતાજી, માની લો કે હું લગ્ન કરી લઉં, તે પછી તો મને સંયમ માર્ગે જતાં નહીં રોકી ને? પછી તો અનુમતિ આપશો ને સંયમ માર્ગે જવાની?”
ધારિણી અને ઋષભદત્ત વિચારમાં ડૂબી ગયાં. જંબૂકુમારે કહ્યું : “માતાપિતા, માલિક અને સદ્ગુરુના ઉપકારનો બદલો વાળવો ઘણો મુશ્કેલ હોય છે. તમારો મારા ઉપર મોટો ઉપકાર છે. તમે મારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી છે... તો તમારી એક ઇચ્છા પૂર્ણ કરવાનું મારું કર્તવ્ય છે. હું લગ્ન કરીશ... પરંતુ તે પછી તરત હું સંયમ ધર્મ સ્વીકારીશ, ત્યારે તમે મને નહીં રોકો ને!'
વત્સ, તારી વાત ઉપર અમારે વિચાર કરવો પડશે. વળી આઠ કન્યાઓને અને એમનાં માતા-પિતાને પણ પૂછવું પડશે. તે પછી જે તે નિર્ણય કરી શકાશે.'
ભલે, આપને જે ઉચિત લાગે તે કરો, પરંતુ હવે વિલંબ ન કરશો.” જંબૂકમાર માતા-પિતાને પ્રણામ કરી પોતાના ખંડમાં ચાલ્યો ગયો. ધારિણી અને ઋષભદત્ત ગંભીર છતાં શાન્ત મુદ્રામાં જતા પુત્રને જોઈ રહ્યાં.
૦ ૦ ૦ ધારિણીના કલ્પાંતનો પાર નથી. ધારણીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં છે. ઋષભદત્ત મૌનપણે તેના પ્રત્યે અપાર સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર
એક રાત અનેક વાત રાગ જેમ હસાવે છે તેમ રાગ રડાવે છે. રાગદશાની સાથે સુખ-દુ:ખ જોડાયેલાં છે. રાગદશાની સાથે હર્ષ-ઉદ્વેગ જોડાયેલા છે. સંસારમાં જીવાત્માથી સહજપણે રાગ થઈ જાય છે.
માતા-પિતા પુત્રપ્રેમનો વિલાપ કરે છે, પરંતુ પુત્ર વિલાપ નથી કરતો. કારણ કે તેના મનમાંથી રાગનાં પૂર ઓસરી ગયાં છે. તે વિરક્ત બની ગયો
“દેવી, કલ્પાંત ન કરો. જંબૂ વિરક્ત બની ગયો છે. એ સંયમના માર્ગે જશે જ.... અને એ માર્ગ ઉત્તમ છે. આપણો રાગ આપણને રડાવે છે.”
નાથ, આપની વાત સાચી છે; પરંતુ મને એમ લાગે છે કે એ લગ્ન કરશે. અને આઠ-આઠ વહુઓ ઘરમાં આવશે... એ વહુઓ જ એને સમજાવીને સંયમ. માર્ગે નહીં જવા દે! અથવા વહુઓને જોઈને જંબૂ એમના પ્રેમમાં પડી જશે.... સંયમની વાત ભૂલી જશે. આઠેય વહુઓ રૂપવતી છે, ગુણવતી છે અને બુદ્ધિમતી છે. તેઓ જરૂર જંબૂના મનને મોહી લેશે.'
તમારી વાત ઠીક છે, પરંતુ માનો કે જંબૂનું મન વૈરાગ્યમાં દઢ રહ્યું અને તે દીક્ષા લેવાનું નક્કી કરી નાંખે તો? આઠ પુત્રવધૂઓનું શું થાય? તેમનાં માતા-પિતાઓને આપણે શો જવાબ આપવાનો?'
“તો પછી...?'
“વળી, એક વાત આપણે બન્ને વિચારી લઈએ. જંબૂ જો સંયમ ધર્મ અંગીકાર કરે તો પછી આપણે શું કરવાનું? શું આપણે સંસારમાં રહીશું? શું આપણે સંસારનાં સુખ ભોગવીશું?
“ના, ના, એના વિના આપણે સંસારનાં સુખ ન ભોગવી શકીએ. એના વિના આ હવેલીમાં એક ક્ષણ પણ રહી ન શકીએ.” ધારિણી રડી પડી.
તો પછી આપણે પણ પુત્રની સાથે ચારિત્ર ધર્મ અંગીકાર કરવાનો ને?” હા, હા, પુત્ર ત્યાગના માર્ગે તો આપણે પણ ત્યાગના માર્ગે જ જવાનું.”
અને પુત્રવધૂઓની ઇચ્છા ત્યાગમાર્ગે ચાલવાની ન થાય તો એમને કોણ સાચવે? એમને સાચવવા, એમની જીવનરક્ષા ખાતર પણ આપણે સંસારમાં રહેવું પડે! ધારિણીને ઋષભદત્તની વાત સમજાઈ. ઋષભદત્તે કહ્યું :
દેવી, એટલે હું એમ વિચારું છું કે આપણે આઠેય કન્યાઓનાં માતાપિતાને કહેવરાવી દઈએ કે શ્રી સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળીને અમારો પુત્ર વૈરાગી બન્યો છે. અમારા આગ્રહથી તેણે લગ્ન કરવાની હા પાડી છે,
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબૂનો વૈરાગ્ય
૧૦૩ પરંત લગ્ન કર્યા પછી તે સંયમ ધર્મ સ્વીકારવાની વાત કરે છે. એટલે, તમે આ પરિસ્થિતિનો વિચાર કરીને, લગ્ન કરવાં ન કરવાં - તેનો નિર્ણય કરશો અને અમને જણાવશો.'
“સ્વામીનાથ, આ રીતે જણાવી દેવું સારું છે. સંબંધોમાં પહેલેથી સ્પષ્ટ વાત કરી દેવી સારી.”
વળી, આ વાત ઉપર કન્યાઓને પણ વિચારવાનો સમય મળશે! તેમને પણ પોતાના જીવન અંગે વિચાર કરવાનો અવસર આપવો જોઈએ ને?” “આપવો જ જોઈએ. તેમને અંધારામાં ન રાખી શકાય.'
ઋષભદત્ત ઊંડા વિચારમાં ડૂબી ગયા, ધારિણી ઋષભદત્તને જોતી રહી. ઋષભદત્તે ધારિણી સામે જોયું. ઋષભદત્ત બોલ્યા :
દેવી, કેવું બની ગયું અચાનક? જંબૂ વૈરાગી બને.. ત્યાગના માર્ગે જવાનો વિચાર કરે એવો વિચાર પણ આપણને કે કોઈને આવ્યો નથી. સંસારમાં આવું આકસ્મિક બની જતું હોય છે. ન ધારેલું બને... એનું જ નામ સંસાર..” દંપતી એકબીજાની સામે જોઈ રહ્યાં.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. લગ્ન નક્કી થયાં,
શ્રેષ્ઠી ઋષભદત્તનો સંદેશો આઠેય વેવાઈઓને પહોંચી ગયો. જાણે ધરતીકંપનો આંચકો લાગ્યો હોય તેમ તેઓ હલી ગયા. મૂઢ બની ગયા.
શ્રેષ્ઠી સમુદ્રપ્રિયે તરત સંદેશા મોકલીને બાકીના સાત શ્રેષ્ઠીઓને પોતાના ઘરે બોલાવ્યા. સહુ ગંભીર હતા. સહુના મુખ પર ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી.
સમુદ્રપ્રિયની પુત્રી સમુદ્રશ્રીએ એક પછી એક શ્રેષ્ઠીઓને હવેલીમાં પ્રવેશતા જોયા. સહુને ઉદાસ અને ચિંતામગ્ન જોયા. તેણે પોતાની માતા પદ્માવતીને પૂછ્યું : 'મા, આજે આ બધા શ્રેષ્ઠી આપણે ત્યાં શા માટે આવ્યા છે? બધા ઉદાસ દેખાય છે...'
પદ્માવતી પુત્રીની સામે જોઈ રહી. તેની આંખોમાંથી બે આંસુ જમીન પર ટપકી પડવાં. સમુદ્રશ્રીએ માતાના બે હાથ પકડી લીધા. એ સમજી ગઈ કે
જરૂર કંઈ અશુભ બની ગયું છે. પદ્માવતીએ કહ્યું : “બેટી, આપણા સહુ માટે વિકટ પ્રશ્ન ઊભો થયો છે. શ્રેષ્ઠી ઋષભદને સંદેશો મોકલ્યો છે કે “જંબૂકમાર વૈરાગી બન્યા છે. અમારા આગ્રહથી તેઓ લગ્ન કરવા તો તૈયાર થયા છે, પરંતુ લગ્ન કર્યા પછી તેઓ દીક્ષા લેવાનું કહે છે, એટલે તમારે તમારી કન્યાઓનાં લગ્ન કરવાં છે કે નથી કરવાં, તેનો નિર્ણય જણાવો.'
એ નિર્ણય કરવા માટે આ બધા શ્રેષ્ઠીઓ આપણે ત્યાં આવ્યા છે. પદ્માવતીની વાત સાંભળીને સમુદ્રશ્રી ગંભીર વિચારમાં પડી ગઈ. તે ચૂપચાપ ત્યાંથી પોતાના ખંડમાં ચાલી ગઈ.
૦ ૦ ૦ મહાનુભાવો, શ્રેષ્ઠી ત્રઋષભદત્તનો સંદેશો આપણને સહુને મળી ગયો છે. હું આપ સહુને વિનંતી કરું છું કે આપ સહુ નિખાલસ મનથી પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરો.”
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ વાતનો પ્રારંભ કર્યો. પાસે જ બેઠેલા શ્રેષ્ઠી સમુદ્રદત્ત કહ્યું: “જંબૂકુમાર વૈરાગી બન્યા છે. તેમની પોતાની ઇચ્છા લગ્ન કરવાની નથી. તેમનાં માતા-પિતાના આગ્રહથી તેઓ લગ્ન કરવા તૈયાર થયા છે. ને લગ્ન કર્યા પછી તેઓ દીક્ષા લેવાનું કહે છે... આ પરિસ્થિતિમાં હું મારી કન્યાનું લગ્ન કરવાનું પસંદ નથી કરતો.”
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્ન નક્કી થયાં
૧૦પ “સાચી વાત છે આપની...” વાતનો દોર લંબાવતાં શ્રેષ્ઠી સાગરદત્ત બોલ્યા. કુમાર દીક્ષા લઈ લે... પછી આપણી પુત્રી શું કરે? એના જીવનનું શું? એટલે હું પણ મારી પુત્રીનું લગ્ન જંબૂકુમાર સાથે કરવાનું પસંદ નથી કરતો.”
કુબેરદત્તે કહ્યું : “જો આપણી કન્યાઓને સંસારનાં સુખ મળવાનાં જ ન હોય, તો પછી લગ્ન કરવાનો અર્થ શો? હા, આપણે સહુ જઈને જંબૂકૂમારને સમજાવીએ... ને તેઓ દીક્ષાનો વિચાર પડતો મૂકી દે.. તો લગ્ન કરી શકાય.'
એ વાત મને શક્ય લાગતી નથી.” શ્રેષ્ઠી કુબેરદત્તે કહ્યું.
એમને સમજાવવાનો પ્રયત્ન એમનાં માતા-પિતાએ ખૂબ કરેલો છે. છતાં તેઓ માન્યા નથી. તો આપણા સમજાવવાથી એ માનશે ખરા? ભલે એ દીક્ષા લે... હું તો મારી કન્યા માટે બીજા સુયોગ્ય છોકરાની તપાસ કરીશ.'
“હું પણ એ જ વિચારું છું... જંબૂકુમાર જેવા બીજા પણ શ્રેષ્ઠીપુત્રો મળી જશે...' કનકસેન શ્રેષ્ઠીએ કુબેરદત્તની વાતને ટેકો આપતાં કહ્યું. વૈરાગી બનેલા કુમારે લગ્ન જ શા માટે કરવાં જોઈએ?'
એ સ્વયં તો લગ્ન કરવા ઇચ્છતા જ નથી. આ તો એમનાં માતા-પિતાના આગ્રહથી લગ્ન કરવા સંમત થયા છે અને આગ્રહ કરવાનું પ્રયોજન મને તો એ લાગે છે કે એક વખત લગ્ન થયા પછી આઠ પત્નીઓના મોહમાં દીક્ષાની વાત ભૂલી જાય કુમાર!” શ્રેષ્ઠી શ્રમણદત્તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
એટલે, જો આપણી કન્યાઓ માની જાય અને લગ્ન કરીએ... તો મને વાંધો લાગતો નથી.'
આ અંગે, તો પછી આપણી કન્યાઓને પૂછવું પડે ને? કન્યાઓને વિશ્વાસ હોય કે “અમે લગ્ન કરીને કુમારને રાગી બનાવી શકીશું... ને દીક્ષા નહીં લેવા દઈએ તો લગ્ન કરવામાં મને કાંઈ ખોટું લાગતું નથી.' શ્રેષ્ઠી વસુસેને કહ્યું.
વસુપાલિતે કહ્યું : “કન્યાઓ તો ઉત્સાહમાં “હા” કહી દે. પરંતુ તેઓ કુમારને રાગી ન બનાવી શકે ને કુમાર દીક્ષા લઈ લે... તો પછી એ કન્યાઓને પોક મૂકીને જિંદગી સુધી રહેવાનું ને? માટે એવું સાહસ ન કરવું જોઈએ.”
સાતેય શ્રેષ્ઠીઓના અભિપ્રાય જાણ્યા પછી સમુદ્રપ્રિય બોલ્યા :
મહાનુભાવો, તમારા બધાના કહેવાનો સૂર મને એક લાગે છે કે આપણે આપણી કન્યાઓનું લગ્ન જંબૂકુમાર સાથે નથી કરવું! બરાબર ને?'
હા, હા, નથી કરવું. બધા શ્રેષ્ઠીઓ બોલી ઊઠ્યા. “તો પછી આપણે અત્યારે જ આપણો નિર્ણય તેમને જણાવી દેવો જોઈએ.'
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
એક રાત અનેક વાત “જણાવી જ દેવો જોઈએ. વિલંબ શા માટે કરવો?” શ્રેષ્ઠી સમુદ્રદત્તે કહ્યું. આપનો અભિપ્રાય જણાવવાની ઉતાવળ ન કરશો પિતાજી!' સમુદ્રશ્રીએ મંત્રણાગૃહમાં પ્રવેશ કરીને ધડાકો કરી દીધો. સહુ શ્રેષ્ઠીઓ સમુદ્રશ્રીની સામે જોઈ રહ્યા.
બેટી, તું શા માટે અહીં આવી?' સમુદ્રપ્રિયે જરા નારાજ થઈને સમુદ્રશ્રીને કહ્યું.
“એટલા માટે પિતાજી હું આવી છું કે આપ અમારા માટે કોઈ નિર્ણય ન કરો. અમારા ભવિષ્યનો નિર્ણય અમને આઠેય કન્યાઓને કરવા દો.” “એટલે?'
પિતાજી, અમે આઠેય કન્યાઓએ ઉપરના માળે ભેગી થઈને નિર્ણય કર્યો છે કે અમે જંબૂકુમાર સાથે જ લગ્ન કરીશું.” પણ એ તું લગ્ન કરીને દીક્ષા લેવાના છે.”
ભલે લે દીક્ષા.. આપે સહુએ વચન આપેલું છે કુમાર સાથે અમારાં લગ્ન કરવાનું. એ વચન આપે પાળવું જ જોઈએ. આપનું વચન મિથ્યા ન થવું જોઈએ.”
અમે વચનભંગ નથી કરતા. આ તો જ્યારે કુમાર લગ્ન કર્યા પછી તરત જ દીક્ષા લેવાની વાત કરે છે, એટલે અમારે પુનર્વિચાર કરવો પડે છે. તમારા હિતનો વિચાર અમે નહીં કરીએ તો બીજો કોણ કરશે?”
પિતાજી, હું જે કાંઈ આપ પૂજ્યોની સમક્ષ કહીશ, તે અમારા આઠ વતી કહીશ.” સમુદ્રશ્રીએ આઠેય શ્રેષ્ઠીઓ તરફ દૃષ્ટિ કરીને ગંભીર સ્વરે કહ્યું : “હે પૂજ્યો, આપ અમારાં હિતનો વિચાર કરનારા છો, એમાં જરાય શંકા નથી. આપ અમારા ઉપકારી છો, અમારા પાલનહાર છો. અમને ઉચ્ચ કોટિના સંસ્કારો પણ આપે જ આપેલા છે.
આપે જ્યારથી અમારી સગાઈ જંબૂકુમાર સાથે કરી, ત્યારથી અમે એમને અમારા હૃદયમાં પતિરૂપે બિરાજિત કરીને હંમેશાં એમની માનસપૂજા કરી છે. હવે અમે એમનો ત્યાગ કરી શકીએ ખરી? અમારા માટે શક્ય નથી પિતાજી, અમારા હૃદયના દેવ તો એ જ રહેશે.
એ વૈરાગી થયા છે. ભલે થયા. અમે એમને રાગી બનાવવા પૂરા પ્રયત્નો કરીશું! ભાવો પરિવર્તનશીલ હોય છે. રાગી જ વિરાગી બની શકતો હોય તો
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્ન નક્કી થયાં
૧૦૭ વિરાગી રાગી કેમ ન બની શકે? હે પૂજ્યાં, અમે આઠ છીએ.. એ એકલા છે! અમે એમને શું રાગી નહીં બનાવી શકીએ?
કદાચ એ રાગી નહીં બને તો અમે વિરાગી બનીશું! એટલે કે તેઓ અમને આઠેયને વૈરાગી બનાવી દેશે! એ જે માર્ગ લેશે તે માર્ગ અમે લઈશું.
એટલે આપ અમારા માટે બીજો વિચાર ન કરશો.”
શ્રેષ્ઠી સમુદ્રદત્તે કહ્યું : “બેટી, તમે આઠેય કન્યાઓએ ભેગા મળીને જે વિચાર્યું છે તે તમારા ઉચ્ચ કોટિના સંસ્કારોને અનુરૂપ વિચાર્યું છે. તમે મહાન આદર્શને આંખો સામી રાખીને વિચાર્યું છે. પરંતુ બેટી, આદર્શ અને વાસ્તવિક જીવન વચ્ચે અંતર હોય છે... આદર્શને જીવનમાં જીવવો સરળ હોતો નથી. તમે શું સંયમજીવન અંગે વિચાર્યું છે? કુમારની સાથે તમે પણ સંયમ ધર્મ અંગીકાર કરીને સાધ્વી બની જવાનું વિચારો છો - તે અંગે હું પૂછું છું.'
સમુદ્રશ્રીએ કહ્યું : “હે પિતાતુલ્ય શ્રેષ્ઠીવર્ય! અમે એ અંગે પણ સ્વસ્થતાથી વિચાર્યું છે. આમેય આપણા ઘરોમાં શ્રમણ સંસ્કૃતિથી સહુ પરિચિત તો છે જ. ભગવાન સુધર્મા સ્વામીનો પ્રભાવ આપણા સહુ ઉપર છે. સાધુજીવનથી આપણે સાવ અજાણ તો નથી જ.
જો કુમાર શ્રમણજીવન અંગીકાર કરી શકે તો અમે કેમ ન કરી શકીએ? એ જે સાધુજીવનનાં કષ્ટો સહી શકશે તો અમે કેમ નહીં સહી શકીએ? એમની ખાતર અમારે ભડભડતી આગમાં કૂદી પડવું પડે તો પણ કૂદી પડીશું... પરંતુ એમને છોડીને અમે આ જીવનમાં બીજા કોઈ પુરુષને પતિ નહીં કરી શકીએ...'
શું આ નિર્ણય તમારો આઠેય કન્યાઓનો છે?” શ્રેષ્ઠી કુબેરદને પૂછ્યું.
હા જી, આ નિર્ણય અમારા આઠેયનો છે. છતાં આપ સહુ પોતપોતાની કન્યાને એકાંતમાં પૂછી પણ શકો છો. અને એનો જે પ્રત્યુત્તર મળે તે પ્રમાણે કરી શકો છો.”
શ્રેષ્ઠીઓ એક-બીજાની સામે જોવા લાગ્યા. એમણે કરેલા નિર્ણયનો, કન્યાઓએ ભૂકો કરી નાંખ્યો હતો. કેટલાક શ્રેષ્ઠીઓને કન્યાઓનો નિર્ણય ગમ્યો હતો, કેટલાકને નહોતો ગમ્યો.
સમુદ્રપ્રિયે પૂછ્યું : “બેટી, તમે તમારો નિર્ણય તમારી માતાઓને નહીં જણાવ્યો હોય?'
“ના પિતાજી, અમે નિર્ણય કરીને પહેલાં આપને જ જણાવ્યો છે. માતાઓને હવે જણાવીશું.”
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
એક રાત અનેક વાત ‘તેઓ નહીં માને તો?” “અમે જરૂર મનાવીશું. અમારી નિર્ણય અફર છે.'
સમુદ્રશ્રી મંત્રણાગૃહમાંથી નીકળી ગઈ. પુનઃ આઠેય કન્યાઓ ભેગી થઈ, સમુદ્રશ્રીએ આઠ શ્રેષ્ઠીઓ સાથે થયેલી વાતો કહી સંભળાવી. સહુએ પોતાનો દઢ સંકલ્પ પુન: દોહરાવ્યો : “અમે જંબૂકમાર સાથે જ લગ્ન કરીશું.'
સહુ કન્યાઓ પોતપોતાના ઘેર પહોંચી ગઈ. શ્રેષ્ઠીઓ પણ “ફરીથી કન્યાઓના નિર્ણયને ચકાસી જોઈશું.” એવો નિર્ણય કરીને પોતપોતાની હવેલીએ પહોંચી ગયા.
શ્રેષ્ઠી ઋષભદત્તને બીજા જ દિવસે પ્રત્યુત્તર આપવાનો હતો, એટલે દરેકના મન ઉપર ભાર હતો. કન્યાઓએ પોતપોતાની માતાઓને પોતાનો નિર્ણય વિનયથી જણાવી દીધો. પહેલાં તો માતાઓએ રુદન કર્યું. પરંતુ પછી કન્યાઓના અપૂર્વ સત્ત્વને જોઈ “આ કન્યાઓ અમારી કૂખને અજવાળવાનું પગલું ભરી રહી છે...” આ સત્યને સમજી તેમણે કન્યાઓને આશીર્વાદ આપ્યા. કન્યાઓ પ્રસન્નચિત્ત, પ્રસન્નમુખ થઈ ગઈ.
રાત્રિના સમયે શ્રેષ્ઠીઓએ અંતિમ નિર્ણય લીધો - “અમે અમારી કન્યાઓને જેબૂકુમાર સાથે પરણાવીશું.'
૦ ૦ ૦ બીજા દિવસે પ્રભાતમાં જ આઠેય વેવાઈઓના રથ શ્રેષ્ઠી ઋષભદત્તની હવેલીના દ્વારે આવી પહોંચ્યા. ઋષભદત્ત સહુનું ભાવભીનું સ્વાગત કર્યું અને વિશાળ મંત્રણાખંડમાં તેઓને દોરી ગયા. કુશળપૃચ્છા કરીને ઋષભદને કહ્યું :
“મહાનુભાવો, મારો સંદેશ સાંભળીને આપ સહુને આંચકો લાગ્યો હશે... પરંતુ શું કરું? વાસ્તવિક પરિસ્થિતિ આપ સહુને જણાવવી જરૂરી હતી, કે જેથી ભવિષ્યમાં મન-દુઃખ થવાનો પ્રસંગ ન આવે.”
શ્રેષ્ઠીવર્ય, આપે સંદેશો મોકલીને ખરેખર, અમારા પર ઉપકાર કર્યો છે. અમને સહુને વિચારવાનો અવસર આપ્યો. અમે તો વિચાર્યું પરંતુ અમારી કન્યાઓએ પણ વિચારી લીધું!” શ્રેષ્ઠી સમુદ્રપ્રિયે કહ્યું.
આપનો નિર્ણય નિઃસંકોચ જણાવવાની કૃપા કરો.” ઋષભદત્તે બે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું.
મહાનુભાવ, અમે આઠેય મળીને તો લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
લગ્ન નક્કી થયાં હતો, પરંતુ અમારી કન્યાઓએ લગ્ન કરવાનો અફર નિર્ણય અમને જણાવ્યો છે અને અમે સર્વેએ કન્યાઓના નિર્ણયને સ્વીકાર્યો છે. સમુદ્રપ્રિયે કહ્યું.
બહુ ઉચિત નિર્ણય કર્યો છે આપે. મારી પુત્રવધૂઓનો નિર્ણય ખરેખર દૂરદર્શિતાભર્યો છે. અમારી ધારણાને સફળ બનાવનારો નિર્ણય છે. હું તમને સહુને અને તમારી કન્યાઓને હાર્દિક ધન્યવાદ આપું છું. પુનઃ પુન: અભિનંદન આપું છું. આપણો સ્નેહસંબંધ વધુ પ્રગાઢ બન્યો છે. હવે આપણે લગ્નનો શુભ દિવસ પણ આજે જ નક્કી કરી નાંખીએ.”
ઋષભદત્તે તરત જ્યોતિષીને બોલાવી લાવવા માટે પોતાના મુનીમજીને રવાના કર્યા. બીજી બાજુ ઋષભદત્તે ધારિણીની પાસે જઈને શુભ સમાચાર આપ્યા. ધારણી આનંદથી નાચી ઊઠી.
ધારિણી સીધી જંબૂકમારના ખંડમાં પહોંચી. જંબૂકમારે ઊભા થઈને માતાનું સ્વાગત કર્યું અને તેને ભદ્રાસન ઉપર બેસાડી. ધારિણીએ આસન પર બેસીને
કહ્યું :
બેટા, તે તો અમારી વાત માની, અમારી પુત્રવધૂઓએ પણ લગ્ન કરવાની હા પાડી દીધી જંબૂકુમારના મુખ પર સ્મિત આવી ગયું. ધારિણીના આનંદની સીમા ન
રહી.
અને હમણાં જ જ્યોતિષી પાસે લગ્નનું મુહૂર્ત પણ જોવરાવવાનું છે. પહેલા મુહૂર્તમાં જ લગ્ન લેવાનાં છે...' ધારિણીએ જંબૂકમારના માથે હાથ ફેરવતાં કહ્યું.
મા, અને પછી પહેલા જ મુહૂર્ત મારે દીક્ષા લેવાની છે!'
હું તને નહીં રોકું બેટા! તારા પિતાજી પણ નહીં રોકે... પરંતુ આવનારી પુત્રવધૂઓ રોકે... તો...” “મા, એ ચિંતા ન કરીશ, એમને હું સમજાવી દઈશ!'
કદાચ એ તને સમજાવી દે!” ધારિણી હસી પડી અને ઊભી થઈ પોતાના ખંડ તરફ ચાલી ગઈ. જંબૂકુમાર સ્વગત બોલે છે : “મા, તારા જેવી અત્યંત પ્યાર ભરેલી માતાને મેં સમજાવી દીધી... તો પછી એ આઠ સ્ત્રીઓને સમજાવવી મારે મન અત્યંત સહેલું કામ છે.' લગ્નનું મુહૂર્ત જાણવા જંબૂકુમાર માતાના ખંડમાં પહોંચ્યો.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦.
એક રાત અનેક વાત જ્યોતિષી આવી ગયા હતા. તેમણે સાત દિવસ પછીનું વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત આપ્યું. સહુ શ્રેષ્ઠીઓએ મુહૂર્તનો સ્વીકાર કર્યો. ઋષભદત્તે જ્યોતિષીને ઉત્તમ વસ્ત્ર અને અલંકાર આપીને તેમને વિદાય આપી.
ઋષભદત્તે કહ્યું : “મહાનુભાવો, આપણને લગ્ન મહોત્સવની તૈયારી માટે સાત દિવસનો સમય મળ્યો છે. આપણી ઇચ્છા મુજબ ભવ્ય તૈયારીઓ કરી શકીશું.'
આઠેય શ્રેષ્ઠીઓએ વિદાય લીધી. પોતપોતાના રથમાં બેસી રવાના થઈ ગયા. ઋષભદત્ત એમને વિદાય આપીને સીધા ધારિણીની પાસે આવ્યા. જંબૂકુમાર પણ ત્યાં જ હતો. ઋષભદને લગ્નના મુહૂર્તની ધારિણીને જાણ કરી અને લગ્નમહોત્સવની તૈયારીઓ કરવા સૂચના આપી.
ધારિણીની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. તેણે જંબૂકુમારને વાત્સલ્યથી નવરાવી દીધો. ઋષભદત માતા-પુત્રના મિલનને સ્નેહભરી આંખે જોઈ રહ્યા....
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 . પ્રભવ મળે છે!!
જયપુર નામનું નગર હતું. વિધ્યાચલની તળેટીમાં વસેલા એ નગરના રાજાનું નામ પણ વિંધ્યરાજ હતું. વિંધ્યરાજના બે પુત્ર હતા. મોટાનું નામ હતું પ્રભવ અને નાનાનું નામ હતું પ્રભુ.
પ્રભવ પરાક્રમી હતો, પરંતુ સ્વતંત્ર પ્રકૃતિનો હતો. તેને જે વાત ઠીક લાગતી તે તડ ને ફડ કહી દેતો. વિધ્યરાજને પણ કટુ વચન સંભળાવવામાં તે અચકાતો નહીં. તેનો વ્યવહાર રૂક્ષ હતો. તેની વાણી કડવી હતી... આના કારણે તેનામાં રહેલા ઉદારતા વગેરે ગુણો પ્રશંસા નહોતા પામતા.
પ્રભુ પણ વીર રાજકુમાર હતો. તે વિનયી, વિવેકી અને વ્યવહારદક્ષ હતો. વિંધ્યરાજનો પ્રેમ તેણે સંપાદન કરેલો હતો. તેની વાણી મધુર હતી. તે પ્રજાવત્સલ હતો. વિંધ્યરાજ રાજનીતિમાં પ્રભુની સલાહ લેતા હતા, એવો એ બુદ્ધિમાન હતો.
વિધ્યરાજ જ્યારે સંસારના સુખો પ્રત્યે વિરક્ત બન્યા, ત્યારે તેમણે પ્રભુને રાજા બનાવવાનો વિચાર કર્યો. મંત્રીઓની સલાહ લીધી અને પ્રભુના રાજ્યાભિષેકની રાજ્યમાં ઘોષણા કરાવી દીધી.
પ્રભવ ચમકી ઊઠ્યો.
પ્રાચીન રાજપરંપરા મુજબ જ્યષ્ઠ પુત્ર રાજ્યના અધિકારી બનતો હતો, રાજાનો ઉત્તરાધિકારી બનતો હતો. આ પરંપરાને વિંધ્યરાજે તોડી હતી. સ્વમાની પ્રભાવને પોતાનું ઘોર અપમાન લાગ્યું. તેના મનમાં પિતા પ્રત્યે ધોર દેષ જાગી ગયો. તે પ્રભુના રાજ્યાભિષેકમાં ઉપસ્થિત ન રહ્યો. રાજ્યાભિષેકની આગલી રાત્રે જ તે જયપુર છોડીને દૂર ચાલ્યો ગયો.
તેણે વિંધ્ય પર્વતની ખીણોમાં... ગુફાઓમાં અને શિખરો પર પરિભ્રમણ કરવા માંડ્યું. તેનું મન અશાન્ત હતું. તેનું હૃદય સંતપ્ત હતું.
એક દિવસ તે એક ગુફામાં વિશ્રામ કરવા પ્રવેશ્ય. ગુફામાં એક યોગીપુરુષ નિરાશવદને બેઠેલો હતો. પ્રભવે તેની પાસે જઈ પ્રણામ કર્યા. યોગીએ પ્રભવને જોયો. તેણે પૂછ્યું :
તું કોણ છે?
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www.kobatirth.org
‘એક અપમાનિત રાજકુમાર...' ‘અહીં શા માટે આવ્યો છે?
‘શાન્તિ માટે...’
‘મારૂં એક કામ કરીશ?’
‘જો યોગ્ય લાગશે તો કરીશ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક શત અનેક વાત
‘હું એક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા સાધના કરી રહ્યો છું. પરંતુ ઉત્તરસાધક વિના મને સાધનામાં સફળતા મળી રહી નથી. તું વીર છે, પરાક્રમી છે ને નિર્ભય છે, જો તું મારો ઉત્તરસાધક બનીને અહીં રહે તો મને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય.'
‘તમે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા સાધના કરો છો?'
‘આકાશમાર્ગે ઊડવાની સિદ્ધિ!'
‘અદ્દભુત કહેવાય! તમારી પાસે બીજી પણ સિદ્ધિઓ હશે?’ ‘સિદ્ધિઓ મેળવવાનું તો મારૂં જીવન છે!'
પ્રભવ તે યોગીનો ઉત્તરસાધક (સહાયક) બની ગયો અને એ જ દિવસે રાત્રિના સમયે યોગીને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. યોગી પ્રભવ ઉપર સંતુષ્ટ થઈ ગયો. તેણે કહ્યું :
‘કુમાર, તું પરાક્રમી છે, નિર્ભય છે... છતાં તારા જીવનમાં કેટલાંક વર્ષો જંગલોમાં ભટકવાનું નિશ્ચિત છે. હું તને બે વિઘાઓ આપું છું. આ વિદ્યાઓ તને ઉપયોગી બનશે. પહેલી વિદ્યા છે ‘અવસ્વાપિની નિદ્રા.’ જેના ઉપર તું આ વિદ્યાનો પ્રયોગ કરીશ, એ ઘસઘસાટ ઊંધવા માંડશે. બીજી વિદ્યા ‘તાલોદ્ઘાટિની.’ આ વિદ્યાથી ગમે તેવાં તાળાં પણ ખૂલી જશે.'
યોગીએ પ્રભવને બે વિદ્યાઓ આપી.
પ્રભવે યોગીને પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળ્યો.
For Private And Personal Use Only
પ્રભવ વિચારે છે : ‘યોગીના કહ્યા મુજબ મારે કેટલાંક વર્ષો ભટકવાનું નક્કી છે, તો પછી વિંધ્યાચલના જંગલમાં જ મારૂં સ્થાન કેમ ન બનાવું? થોડા સાથીદાર પણ મેળવી લઉં. અને રાજા બનેલા પ્રભુને પણ ચમત્કાર બતાવતો રહું... એ પ્રજાની કેવી રક્ષા કરે છે... એ પણ જોઈ લઉં...'
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ મળે છે!
૧૧૩
પ્રભવ પરાક્રમી તો હતો જ, તેમાં તેને બે વિઘાઓ મળી ગઈ, એટલે વિશેષ શક્તિશાળી બની ગયો. તેણે જુદાં જુદાં ગામ-નગરોમાં મોટી મોટી હવેલીઓનાં તાળાં તોડવા માંડ્યાં અને હવેલીના માણસોને વિદ્યાશક્તિથી ઊંઘાડી દઈ... મોટી ચોરીઓ શરૂ કરી દીધી. થોડા દિવસોમાં જ તેણે અઢળક ધન ભેગું કરી લીધું અને પચાસ સાથીદારો પણ મેળવી લીધા. સાથીદારોને તે ખૂબ પૈસા આપવા માંડ્યો.
ધીમે ધીમે તેણે વિંધ્યાચલની સુરક્ષિત જગામાં પોતાના પાંચસો સાથીદારોનું નાનકડું ગામ વસાવી લીધું. રાજા પ્રભુ માટે તે માથાનો દુઃખાવો બની ગયો. પ્રજામાં તે પ્રિય બનવા લાગ્યો. ગરીબોને છૂટા હાથે દાન આપવા લાગ્યો. શ્રીમંતોને ધોળા દિવસે લૂંટવા માંડ્યો.
રાજગૃહમાં જંબૂકુમારનો ભવ્યાતિભવ્ય લગ્નોત્સવ મંડાણો. સમગ્ર રાજગૃહને શણગારવામાં આવ્યું. ગરીબોને દાન આપવામાં આવ્યું. મંદિરોમાં ફળ-નૈવેદ્ય ચઢાવવામાં આવ્યાં.
આઠ કન્યાઓ સાથે જંબૂકુમારનાં લગ્ન થઈ ગયાં. કન્યાઓના પિતાઓએ કરોડો રૂપિયા કન્યાદાનમાં આપ્યા. ઋષભદત્તની હવેલીમાં રૂપિયાના ઢગલા થઈ ગયા.
આઠ પત્નીઓ સાથે જંબુકુમારે કુળદેવતાની પૂજા કરી. ત્યારપછી જિનમંદિરે જઈ વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતોની પૂજા કરી અને હવેલીમાં પાછો આવ્યો. ધારિણી આનંદવભોર બની ગઈ. આઠ પુત્રવધૂઓને પોતાના ખંડમાં બેસાડી ધારણીએ ખૂબ પ્રેમથી કહ્યું :
‘તમે જાણો છો કે મારો પુત્ર વૈરાગી બનેલો છે. અમારા આગ્રહથી તેણે લગ્ન કર્યાં છે. અમે આગ્રહ એટલા માટે કર્યો છે કે તમે આઠ વહુઓ મળીને મારા પુત્રને રાગી બનાવો. તમારી પાસે રૂપ છે, કલાઓ છે... તમારે જંબૂને મોહપાશમાં જકડી લેવાનો છે... એને ત્યાગમાર્ગે જવા દેવાનો નથી.!’
‘માતાજી, આપનો આશય અમે પહેલાં જ સમજી ગઈ હતી. અમે એમને રાગી બનાવીને જ જંપીશું. મોટા મોટા યોગીપુરુષો પણ સ્ત્રીના એક કટાક્ષ આગળ ઝૂકી ગયેલા છે... તો પછી...' સમુદ્રશ્રીએ ધારિણીના પ્રસ્તાવને વધાવતાં કહ્યું.
‘બસ, તમે આટલું કામ સિદ્ધ કરી દો! બીજી કોઈ વાતે મારે કમી નથી... તમે આ હવેલીમાં સ્વર્ગનાં સુખ અનુભવો... એ મારી ઇચ્છા છે.’
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
એક રાત અનેક વાત આઠેય સ્ત્રીઓને ધારિણીમાં પ્રેમાળ માતાનાં દર્શન થયાં. તેમનાં મન પ્રસન્ન થઈ ગયાં.
ધારિણીએ આઠે પુત્રવધૂઓને પોતાના હાથે ભોજન કરાવ્યાં. ભોજન કરીને તેમણે સુંદર શણગાર સજ્યા અને જંબૂકુમારના ભવ્ય શયનખંડમાં પ્રવેશ કર્યો.
૦ ૦ ૦ “સરદાર, રાજગૃહથી અમે આવીએ છીએ.' પ્રભવના બે ગુપ્તચરોએ આવીને નિવેદન કર્યું. “રાજગૃહના નગરશ્રેષ્ઠી ઋષભદત્તના પુત્ર જંબૂકુમારનું આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયું છે. કન્યાઓના પિતાઓએ કરોડો રૂપિયાનું કન્યાદાન આપ્યું છે. ઋષભદત્તની હવેલીમાં સાંભળવા મુજબ ૯૯ કરોડ રૂપિયાના ઢગલા થયા છે!” પ્રભવે ગુપ્તચરોની વાત શાન્તિથી સાંભળીને પૂછ્યું : ઋષભદત્તની હવેલીમાં સુરક્ષાનો પ્રબંધ કેવો છે?”
સરદાર, ઋષભદત્ત પોતાને અજાતશત્રુ માને છે. એટલે એક પણ ચોકીદાર નથી. તે નિશ્ચિત છે. એટલે આપણા માટે માર્ગ સરળ છે.”
પ્રભવે થોડી ક્ષણ માટે આંખો બંધ કરીને વિચાર કર્યો. તેણે મનોમન નિર્ણય કર્યો અને પચીસ ચુનંદા સાથીદારોને રાજગૃહ ચાલવા આજ્ઞા કરી. પ્રભવ શસ્ત્રસજ્જ થયો. સાથીઓ પણ શસ્ત્રસજ્જ થયા. સહુ પોતપોતાના અશ્વો પર આરૂઢ થયા અને રાજગૃહ તરફ પ્રયાણ કરી દીધું.
રાત્રિનો એક પ્રહર પૂરો થયો હતો અને પ્રભવે રાજગૃહમાં પ્રવેશ કરી દીધો, ગુપ્તચરોએ આગળ ચાલીને ઋષભદતની હવેલીનો રસ્તો બતાવ્યો. અશ્વોને તેમણે નગરની બહાર એક સુરક્ષિત જગામાં બાંધીને બે સાથીદારોને ત્યાં મૂકી દીધા હતા.
પ્રભવે ઋષભદત્તની હવેલીને ચારેબાજુ ફરીને જોઈ લીધી. હવેલીમાં પ્રવેશવાનો માર્ગ જોઈ લીધો. પોતાના સાથીઓને ઇશારાથી પોતાની પાછળ આવવા સમજાવી દીધું.
હવેલીમાં પ્રવેશીને તરત જ તેણે અવસ્થાપિની-વિદ્યાનો પ્રયોગ કરી દીધો. ઋષભદત્ત-ધારણીથી માંડી હવેલીના એકેએક સ્ત્રી-પુરુષ ઉપર એની અસર થઈ. સહુ ગાઢ નિદ્રામાં પડી ગયાં.
પ્રભવે જંબૂકમારના શયનખંડમાં પ્રવેશ કર્યો. તેણે આઠ નવોઢા સ્ત્રીઓના શરીર પર રત્નજડિત સ્વર્ણાલંકારો જોયા. એક-એક સ્ત્રીના ગળામાં નવ-નવ
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ મળે છે:
૧૧૫ લાખ રૂપિયાની કિંમતના મૂલ્યવાન હાર હતા. રત્નકંકણ હતાં. બાજુબંધ હતા... અને આઠેય સ્ત્રીઓ નિદ્રાધીન બની ગયેલી હતી!
તેણે જંબૂકમારને પલંગ ઉપર બેઠેલો જોયો. તેની આંખો બંધ હતી. તે ભીંતના ટેકે સહજતાથી બેઠેલો હતો.
પ્રભવે પોતાના સાથીદારોને કહ્યું : “આ સ્ત્રીઓના શરીર ઉપરથી બધા જ દાગીના ઉતારી લો...'
ત્યાં જંબૂકુમારે આંખો ખોલી અને કહ્યું : “દૂર ઊભા રહો, કોઈએ પણ એ સ્ત્રીઓને અડવાનું નથી, જુઓ, હું જાગતો અહીં બેઠો છું.”
પ્રભવ સ્તબ્ધ થઈ ગયો. એકીટસે તે જંબૂકુમાર સામે જોઈ રહ્યો. “આ કુમાર ઉપર મારી અવસ્થાપિની વિદ્યાની કોઈ અસર કેમ ન થઈ? ગજબ કહેવાય. આટલાં વર્ષોમાં આવી ઘટના પહેલી જ વાર બની... અવશ્ય, કુમાર પાસે “સ્તૃભિની’ વગેરે વિદ્યાઓ હોવી જોઈએ. કુમાર જાગ્રત છે, નિર્ભય છે, સ્વસ્થ છે! વિદ્યાશક્તિઓ વિના આ ન બની શકે. તેણે જંબૂકુમારને કહ્યું :
કુમાર, હું વિંધ્યરાજનો પુત્ર પ્રભવ છું. હું તારો મિત્ર બનવા ઇચ્છું છું. તારી પાસે જેમ વિઘાશક્તિઓ છે તેમ મારી પાસે પણ વિદ્યાશક્તિઓ છે. તારી પાસે જે “સ્તૃભિની' અને “મોક્ષણી' બે વિદ્યાઓ છે તે તું મને આપ અને હું તને “અવસ્વાપિની” તથા “તાલોદ્દઘાટિની' નામની બે વિદ્યાઓ આપું. આ રીતે આપણી મિત્રતાને બાંધીએ.'
પ્રભવે જંબૂકમાર પાસે આવી મસ્તકે અંજલિ જોડી પ્રણામ કર્યા. જંબુના મુખ પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું :
પ્રભવ, મારે આવી વિદ્યાઓની કોઈ જરૂર નથી. હું તો આ હવેલી.. આ સ્ત્રીઓ.. આ વૈભવ-સંપતિ.... સ્વજનો બધું જ છોડીને ભગવાન સુધર્મા સ્વામીનાં ચરણમાં જીવન સમર્પિત કરી સાધુ બનવાનો છું... મારે મારા આત્માને કર્મોના બંધનોથી મુક્ત કરવો છે. કહે, હું વિદ્યાશક્તિઓને શું
કરું?”
પ્રભવે અવસ્વાપિની વિદ્યાને સંહરી લીધી. જંબૂકુમારની આઠેય પત્નીઓ વિદ્યાશક્તિની અસરથી મુક્ત થઈ. જાગ્રત બનીને તેમણે પ્રભવ તથા તેના સાથીદારોને જોયા.
દેવી, તમે ડરશો નહીં. હવે આ પ્રભવ, કે જે એક નામી ચોર છે, તે મારો મિત્ર બની ગયો છે.” જંબૂકુમારે આઠેય પત્નીઓને આશ્વસ્ત કરી. પ્રભવે કહ્યું:
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
એક રાત અનેક વાત કુમાર, તારી વાત મને જરાય સમજાઈ નહીં. તું ગૃહવાસ ત્યજી સાધુ બનવાની વાત કરે છે... શા માટે સાધુ બનવાનું? આટલા વિપુલ પ્રમાણમાં તને ભોગસુખો પ્રાપ્ત થયાં છે. તે ભોગવવા માટે તો મળ્યાં છે.. તું એ છોડવાનું વિચારે છે? મને તારી વાત સમજાતી નથી અને સાધુ જ બનવું હોય તો પછી બની શકીશ. આ યૌવનકાળમાં તો આવી અપ્સરા જેવી પત્નીઓ સાથે ભોગસુખ ભોગવી લે.”
પ્રભવની વાતો સાંભળીને સમુદ્રશ્રી વગેરે સ્ત્રીઓના મુખ પર પ્રસન્નતા છવાઈ. જંબૂકુમારે પ્રભવને બેસવા માટે એક આસન આપ્યું.
પ્રભવના સાથીઓ એકબાજુ ખૂણામાં બેસી ગયા. જંબૂકુમારના ત્યાગની વાતે સહુને નખશિખ હલાવી નાખ્યા હતા.
જંબુકમારે કહ્યું : “પ્રભવ, તું જેવી રીતે ધનવૈભવ અને સ્વજનોમાં સુખ જુએ છે, યૌવનકાળને ભોગસુખ ભોગવવાનો કાળ સમજે છે... તેવી રીતે હું પણ માનતો હતો, પરંતુ જે દિવસે મેં ભગવાન સુધર્મા સ્વામીની વાણી સાંભળી.. મારી ભીતરની આંખો ખૂલી ગઈ... એમની વાતો મેં ખૂબ વિચારી, મને એ વાતો સંપૂર્ણ સત્ય લાગી. જે વિષયોમાં હું સુખ માનતો હતો, તે વિષયોમાં મને નર્યું દુઃખ દેખાવા લાગ્યું. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગનું સુખ ક્ષણિક હોય છે, અલ્પકાલીન હોય છે, જ્યારે એનું પરિણામ દીર્ઘકાલીન દુઃખોનું હોય છે. વૈષયિક સુખોના અનુરાગમાંથી દુઃખ જન્મે છે. જ્યારે મને આ વાત સમજાઈ, ત્યારે મારું મન વિરક્ત બની ગયું.”
‘કુમાર, આ તારી એક પ્રકારની સમજણ છે. વાસ્તવિકતા જુદી છે. મધુર શબ્દ સાંભળવાથી સુખ અનુભવાય છે. સુંદર રૂપ જોવાથી સુખ લાગે છે. સુગંધ મનને પ્રસન્ન કરી દે છે. પ્રિય ભોજન સુખ આપે છે. પ્રિય પાત્રના સંભોગથી અપૂર્વ સુખનું સંવેદન થાય છે. કુમાર, આ આપણા સહુના અનુભવની વાત છે. વાસ્તવિક છે આ અનુભવ. તેને છોડીને તું માત્ર એક પ્રકારની સમજણને અનુસરી... આ સુખોનો ત્યાગ કરવાનું વિચારે છે, તે તારી મોટી ભૂલ મને લાગે છે.” પ્રભવમાં બેઠેલો રાજકુમાર જાગી ગયો હતો અને એ બોલી રહ્યો હતો!
ધ્યાનમાં, જેવી રીતે ઇન્દ્રિયો અને મનના સંયોગથી વૈષયિક સુખોનો અનુભવ થાય છે તેવી રીતે આત્માનો પોતાનો સ્વતંત્ર સુખાનુભવ હોય છે. ઇન્દ્રિયોના અને મનના સહયોગ વિના.. આત્મા પરમ સુખને અનુભવી શકે
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ મળે છે!
૧૧૭ છે! એ અનુભવ પણ વાસ્તવિક હોય છે. પરંતુ મિત્ર, એ અનુભવ પામવા માટે વિષયક સુખોનો ત્યાગ કરવો પડે છે. વળી, વૈષયિક સુખોના અનુભવ કરતાં આત્માના સુખનો અનુભવ દીર્ઘકાલીન હોય છે. આત્મસુખનો અનુભવ શાશ્વત્ હોય છે, નિર્ભય હોય છે અને સ્વાધીન હોય છે...”
કુમાર, ખોટું ન લગાડીશ, પરંતુ આ બધું તું જે બોલે છે તે શ્રી ધર્માસ્વામી પાસેથી સાંભળેલું નથી બોલી રહ્યો? બુદ્ધિમાન પુરુષ, કોઈની પાસેથી સાંભળેલી વાતો પર જલદી વિશ્વાસ નથી કરતો. આટલી નાની ઉંમરમાં તું આત્મસુખના અનુભવની વાત કરે છે. તે ન સમજાય એવી વાત છે.'
“પ્રભવ, સરુની વાણી તો એક નિમિત્ત બનતી હોય છે. એક આલંબન બનતી હોય છે. એ વાણીના સહારે મનુષ્ય સ્વયં ચિંતન કરવાનું હોય છે. ચિંતન કરતાં કરતાં એ વાણીનો મર્મ સમજાતો હોય છે. હું એ મર્મ પામ્યો છું. તેથી આ વૈષયિક સુખોનું મારું આકર્ષણ નાશ પામ્યું છે. વૈષયિક સુખોનો જરાય રાગ મારા મનમાં રહ્યો નથી..” “તો પછી મિત્ર, તેં આઠ મુગ્ધ કન્યાઓ સાથે લગ્ન શા માટે કર્યું? માતા-પિતાના મનના સંતોષ ખાતર અને આ આઠની સંમતિ મેળવીને!” એટલે, આ આઠને શું તારા વૈરાગ્યની ખબર છે?' હા.' “છતાં, તેમણે તારી સાથે લગ્ન કર્યું?' હા.”
તો મહાન કોણ? તું કે આ આઠ નવોઢાઓ? કેવું અદ્ભુત સમર્પણ કહેવાય આ આઠ સ્ત્રીઓનું? કુમાર, તારે તારા નિર્ણયમાં પુનર્વિચાર કરવો જરૂરી છે.”
જંબૂકુમારના મુખ પર સ્મિત રમી જાય છે અને એ પ્રભવને એક વાર્તા કહે
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. પ્રભવપ્રતિબોઘ|
એક જંગલમાંથી મુસાફરોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. અચાનક માર્ગની બે બાજુથી ડાકુઓ ત્રાટક્યા. તેમણે મુસાફરોને મારવા માંડ્યા અને લૂંટવા માંડ્યા.
મુસાફરો ભયભીત બનીને ચારેબાજુ ભાગવા માંડ્યા. એમાંનો એક મુસાફર, એકલો અટૂલો ગાઢ જંગલમાં જઈ પહોંચ્યો. તેણે ક્ષણભર ઊભા રહીને ચારેબાજુ જોયું... ત્યાં ભયથી તે ધ્રુજી ઊઠ્યો. ડાકુઓથી તો તે બચી ગયો હતો, પરંતુ એક જંગલી હાથી પોતાની લાંબી સૂંઢ ઉછાળતો... કરાળ કાળ જેવો તેના તરફ ધસતો આવી રહ્યો હતો. મુસાફર મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યો. હાથી તેની પાછળ દોડવા લાગ્યો.
મુસાફરે માર્ગની બાજુમાં એક કૂવો જોયો. કૂવાના કાંઠે એક તોતિંગ વડનું વૃક્ષ જોયું. એ વૃક્ષની એક વડવાઈ કૂવામાં લટકી રહી હતી. મુસાફર કૂવાના કિનારે જઈને કૂદ્યો. વડવાઈ પકડી લીધી અને ઊંડા કૂવામાં લટકી પડ્યો.
તેની પાછળ જ હાથી આવ્યો. તેણે પોતાની સૂંઢ કૂવામાં લંબાવીને મુસાફરને પકડવા પ્રયત્ન કર્યો... પરંતુ તેની સૂંઢ મુસાફર સુધી પહોંચી નહીં. હાથી એ વૃક્ષની ડાળીઓને પોતાની સૂંઢમાં ભરાવી તેને હચમચાવવા માંડ્યો... એ વૃક્ષમાં મધમાખીઓનો એક મોટો મધપૂડો હતો. હજારો માખીઓ ઊડવા લાગી. પેલા મુસાફરને વળગી પડી!
મુસાફરે કૂવામાં નીચે જોયું તો એક અજગર મોઢું ફાડીને પડેલો છે! જો મુસાફર નીચે પડે તો સીધો અજગરના મોઢામાં જ જાય! બીજા સાપ પણ ફણા માંડીને તેને જોઈ રહ્યા હતા.
જે ડાળીને તે લટકી રહ્યો હતો, તે ડાળીને કેટલાક કાળા અને ધોળા ઉંદરો પોતાના કરવત જેવા દાંતથી કાપી રહ્યા હતા... મુસાફરના શરીરે પરસેવો વળી ગયો... પરંતુ ત્યાં પેલા મધપૂડામાંથી મધનાં ટીપાં ટપકવા માંડ્યાં. આ મુસાફરે મોઢું ફાડ્યું. પેલાં ટીપાં મોઢામાં પડવા માંડ્યાં. મુસાફરને એ ટીપાં ખૂબ મીઠાં લાગવા માંડ્યાં... તે જીભ લપલપાવીને ચાટવા માંડચો.. એ મધુબિંદુઓના સ્વાદમાં એવો પાગલ થઈ ગયો કે બીજું બધું ભૂલી ગયો!
પ્રભવ, આ તને એક ઉપનય-કથા મેં સંભળાવી. હવે તને એનું રહસ્ય સમજાવું છું.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ પ્રતિબોધ
૧૧૯ પેલો મુસાફર એટલે સંસારી જીવ. જંગલ એટલે સંસાર. હાથી એટલે મૃત્યુ. કૂવો એટલે મનુષ્યજન્મ. અજગર એટલે નરકગતિ. બીજા સાપ એટલે ક્રોધ-માન-માયા અને લોભરૂપ કષાયો. વડની વડવાઈ એટલે જીવાત્માનું આયુષ્ય, સફેદ અને કાળા ઉદર એટલે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ. મધમાખીઓ એટલે અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓ અને પેલાં મધુબિંદુ એટલે વૈષયિક સુખો.
પ્રભવ, આવી વિકટ પરિસ્થિતિમાં માની લે કે કોઈ દેવ અથવા વિદ્યાધર આવીને કહે : “હે મુસાફર, તું આવી જા મારા વિમાનમાં, હું તને સુરક્ષિત જગાએ પહોંચાડી દઉં...” તો ગમે કે નહીં?”
કુમાર, કેમ ન ગમે? જરૂર ગમે.” મિત્ર, તો પછી, દેવ અને વિદ્યાધર કરતાં ચઢિયાતા ગુરૂદેવ શ્રીસુધર્મા સ્વામી મને મળી ગયા. મને આ ભવના જંગલમાંથી ઉગારનારા મળી ગયા... મને ગમે કે નહીં? મારે તેમની પાસે જવું જોઈએ કે નહીં?
કેટલી બધી વ્યાધિઓ ને આપત્તિઓ છે આ ભવના જંગલમાં? તેમાં વૈિષયિક સુખ છે માત્ર મધુબિંદુ જેટલું એટલાં સુખનો રાગ શા કામનો? ચારે બાજુનાં દુઃખોનો વિચાર કરવામાં આવે તો એ રાગ ટકે જ નહીં. આવી પરિસ્થિતિમાં ઉદ્ધારક ગુરુદેવ મળી જાય તો કોણ રહે આ ભવવનમાં?'
પ્રભવ એના જીવનમાં આવી વાતો પહેલી જ વાર સાંભળી રહ્યો હતો. એને જંબૂકુમારની વાતો સમજાઈ ખરી, પરંતુ પૂરેપૂરી નહીં. એટલે તેણે કહ્યું ઃ
કુમાર, તારી જાત માટે તેં કરેલો વિચાર મને ગમ્યો; પરંતુ તારે શું તારાં માતા-પિતાની અને તારી આ પ્રેમાળ પત્નીઓનો વિચાર ન કરવો જોઈએ? એમના પ્રત્યે શું તારાં કોઈ કર્તવ્ય નથી? તું આ બધાંનો ત્યાગ કરીને સાધુ બની જઈશ. તો તારા પ્રત્યે અગાધ પ્રેમ ધરાવનારા તારા આ સ્વજનો કેટલાં દુઃખી થશે? શું આ બધાને દુઃખી કરીને તું સુખી બનીશ? એ રીતે સુખી બનવું શું યોગ્ય છે? શું તું મને આનો જવાબ આપીશ?”
અવશ્ય જવાબ આપું છું, પ્રભવ.” જંબૂકમારે આઠેય પત્નીઓ સામે જોયું. આઠેય સ્ત્રીઓ તન્મય બનીને જે બૂ-પ્રભવનો વાર્તાલાપ સાંભળી રહી હતી. જિંબૂએ કહ્યું :
“પ્રભવ, હું તને એક વાર્તાના માધ્યમથી તારા પ્રશનનો પ્રત્યુત્તર આપું છું.” સાંભળતાં તને આનંદ થશે તે વાત સરળતાથી સમજાઈ જશે.
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
એક રાત અનેક વાત મથુરા નામની નગરી હતી. તે નગરીમાં “કુબેરસેના' નામની એક વેશ્યા રહેતી હતી. કુબેરસેનાએ પુત્ર-પુત્રીના એક જોડલાને જન્મ આપ્યો. પુત્રનું નામ પાડ્યું કુબેરદત્ત અને પુત્રીનું નામ રાખ્યું કુબેરદત્તા.
દસ દિવસ સુધી બન્નેને કુબેરસેનાએ સ્તનપાન કરાવ્યું. પછી એક મજબૂત પેટીમાં ગાદી પાથરીને બન્નેને સુવાડી દીધાં. બન્નેની પાસે તેમના નામની બે સોનાની વીંટી મૂકી. પેટી બંધ કરીને યમુના નદીમાં તરતી મૂકી દીધી.
તે પેટી તરતી તરતી શૌરીપુરી નગરીના કિનારે પહોંચી.
પ્રભાતનો સમય હતો. શૌરીપુરીના બે યુવાન શ્રેષ્ઠીઓ ફરવા માટે યમુનાના કિનારે આવેલા. તેમણે નદીના પ્રવાહમાં તરતી સુંદર રત્નજડિત પેટીને જોઈ. તેમને આશ્ચર્ય થયું. તેમણે પેટી બહાર કાઢી. બન્ને શ્રેષ્ઠીઓએ પરામર્શ કર્યો. પેટીમાંથી જે નીકળશે તે અડધું-અડધું લઈ લઈશું.' તેમણે પેટી ખોલી... બે બાળકોને જોયાં. બાળકો સુંદર હતાં. એક પુત્ર લીધો, બીજાએ પુત્રી લીધી. બાળકોના નામની સોનાની વીંટીઓ પણ લઈ લીધી. (નામ ઉપરથી તેમણે અનુમાન કર્યું કે આ ભાઈ-બહેન છે.)
બાળકોને તેઓ પોતપોતાના ઘેર લઈ ગયાં. બાળકો પુણ્યશાળી હતાં, એટલે લાડકોડથી ઉછરવા લાગ્યાં.
ભણી-ગણીને બન્ને કુબેરદત્ત અને કુબેરદત્તા મોટાં થયાં. બન્ને શ્રેષ્ઠીઓએ આ બેની સરખેસરખી જોડી છે,” એમ જાણીને બન્નેને પરણાવી દીધાં. ભાઈ-બહેન પતિ-પત્ની બની ગયાં. બન્નેની વીંટીઓ બન્નેની પાસે હતી.
ભલે બન્ને પતિ-પત્ની બન્યાં, પરંતુ એકબીજા પ્રત્યે તેમનો મોહ જાગતો નથી. વિષયવાસના જાગતી નથી.
એક દિવસ બન્ને સોગટાં-બાજી રમવા બેઠાં. રમતાં રમતાં કુબેરદત્તની વીંટી આંગળીમાંથી નીકળીને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તાએ પોતાની વીંટી સાથે એ વીંટીને સરખાવીને જોઈ. તે વિચારમાં પડી ગઈ. “આ બન્ને વીટી સમાન છે. શું અમે બે ભાઈ-બહેન તો નહીં હોઈએ? શું તે માટે જ અમને એકબીજા પ્રત્યે કામવાસના નથી જાગતી?' તેણે કુબેરદત્તને કહ્યું : “આપણે આપણા માતા-પિતાને આ વિષયમાં પૂછીએ તો?' કુબેરદને હા પાડી.
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ પ્રતિબોધ.
૧૨૧ કુબેરદત્તે પોતાની માતાને પૂછ્યું : “મા, સાચું કહે, અમારા બન્ને વચ્ચેનો સાચો સંબંધ શું છે?' માતાએ બધી વાત કહી દીધી. કુબેરદત્ત અને કુબેરદત્તા આશ્ચર્યચકિત થઈ ગયાં. કુબેરદત્તે કહ્યું : “સારું થયું કે અમારો શારીરિક સંબંધ થયો નહીં... અમે નિર્મળ રહ્યાં છીએ.”
કુબેરદત્તા એના પિતાના (પાલક પિતા) ઘેર ગઈ અને કુબેરદત્ત વેપાર માટે તે નગરને છોડીને ચાલી નીકળ્યો. - કુબેરદત્તાનું મન સંસારથી વિરક્ત બની ગયું. તેણે દીક્ષા લીધી. તે સાધ્વી બની ગઈ. ઉગ્ર તપ કરીને તે અવધિજ્ઞાની બની. કુબેરદત્ત વેપાર માટે મથુરા નગરીમાં પહોંચ્યો. મથુરામાં તે કુબેરસેના વેશ્યાના ઘેર ઊતર્યો. તેણે કુબેરસેનાને ખૂબ ધન આપીને પોતાની પત્ની બનાવી લીધી અને તેની સાથે ભોગવિલાસ કરવા લાગ્યો. તેણે મથુરામાં મોટા પાયા પર વેપાર કરવા માંડ્યો અને લાખો રૂપિયા કમાવા માંડ્યો.
સાધ્વી કુબેરદત્તાએ અવધિજ્ઞાનના પ્રકાશમાં “કુબેરદત્ત ક્યાં છે ને શું કરે છે તે જોયું. તેણે મથુરામાં કુબેરસેના સાથે રંગરાગમાં લીન કુબેરદત્તને જોયો. તે ધ્રુજી ઊઠી “અરેરે, પોતાને જન્મ આપનારી માતા સાથે જ કુબેરદત્ત ભોગવિલાસ કરે છે... ઘોર અનર્થ થઈ ગયો. એ લોકો એકબીજાને ઓળખતાં નથી.. હું જલદી ત્યાં જાઉં અને અનર્થને રોકું...'
સાધ્વી કુબેરદત્તા વિહાર કરીને મથુરા આવ્યાં. એ અરસામાં કુબેરસેનાએ એક પુત્રને જન્મ આપ્યો.
સાધ્વી કુબેરદત્તા વિચારે છે : “આ બેને કેવી રીતે ઉપદેશ આપવો...? ધર્મશાસ્ત્રનો ઉપદેશ તો સાંભળશે નહીં, કોઈ બીજી જ રીતે યુક્તિથી ઉપદેશ આપવો પડશે. ને યથાર્થતાનો બોધ કરાવવો પડશે...'
કુબેરદત્તા કુબેરસેનાના ઘરે ગયાં. “હું તમારા આ નવજાત શિશુને સારા સંસ્કારો આપીશ, તેને મીઠાં મીઠાં હાલરડાં સંભળાવીશ... મારી પાસે રમ્યા કરશે. અને એટલો સમય તમને અવકાશ મળી જશે..... શું હું તમારા ઘરમાં રહી શકું?'
કુબેરસેનાએ સાધ્વી કુબેરદત્તાની વિનયભરી મધુર વાણી સાંભળી. સાધ્વીનો સૌમ્ય... શીતલ.. સુંદર ચહેરો જોયો. તેણે સાધ્વીને પોતાના ઘરમાં રહેવા અનુમતિ આપી. અન્ય સાધ્વીઓની સાથે કુબેરદત્તાએ ત્યાં નિવાસ કર્યો.
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
એક રાત અનેક વાત કુબેરદત્ત, પોતાની બહેન કુબેરદત્તાને ઓળખી શકતો નથી. કારણ કે કુબેરદત્તાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને પોતાના શરીરને કૃશ કરી દીધું હતું અને તે સાધ્વીના વેશમાં હતી.
કુબેરસેના રોજ પોતાના પુત્રને સાધ્વીની પાસે મૂકી જાય છે અને સાધ્વી હસતાં જાય છે, બાળકને હસાવતાં જાય છે ને એક હાલરડું ગાતાં જાય છે
ભાઈ તું, બેટા તું માહરો દેવર વળી ભત્રીજ, પીતરાઈને પોત્ર ઈમ તુજથી છ સંબંધના બીજ. ભાઈ, પિતા, પિતામહ, ભર્તા, બેટો, સસરો તેહ, છ સંબંધ ધરું છું તાહરા જનકથી હું સસનેહ. માતા, પિતામહી, ભોજાઈ, વહુ સાસુ વળી શોક,
છ સંબંધ ધરાવે મુજથી માતા તુજ અવલોકસાધ્વી એવા સ્વરે આ હાલરડું ગાય છે કે કુબેરદત્ત અને કુબેરસેના પણ સાંભળે. રોજ-રોજ ગાય છે. કુબેરદત્તને એનો અર્થ સમજાતો નથી. એક દિવસે તેણે સાધ્વીને પૂછયું :
હે પૂજ્યા, આપ મારા આ પુત્રને રોજ રોજ જે હાલરડું સંભળાવો છો, એનો અર્થ મને સમજાતો નથી. જાણે તમે અટપટું બોલતાં હો, અસંબદ્ધ બોલતાં હો, એવું લાગે છે.”
સાધ્વી કુબેરદત્તા જે અવસરની રાહ જોતાં હતાં, એ અવસર આવી લાગ્યો. તેમણે કહ્યું :
કુબેરદત્ત, આ તારા પુત્ર સાથે મારે છ પ્રકારના સંબંધ છે. તારી સાથે છ પ્રકારના સંબંધ છે અને આ બાળકની જનેતા સાથે મારે છ સંબંધ છે! એમ કુલ ૧૮ પ્રકારના સંબંધ થાય છે તમારા ત્રણ સાથે!
કુબેરદત્ત સાધ્વીની વાત સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેણે કહ્યું: કૃપા કરીને મને અઢાર પ્રકારના સંબંધો સમજાવો.”
સાધ્વીજીએ કહ્યું : ૧. આ બાળકની અને મારી માતા એક છે, માટે આ બાળક મારો ભાઈ થાય. ૨. આ બાળક મારા પતિનો પુત્ર હોવાથી મારો પણ પુત્ર કહેવાય. ૩. મારા પતિનો આ બાળક નાનો ભાઈ હોવાથી તે મારો દિયર થાય. તમારા
પતિને અને આ બાળકને જન્મ આપનારી એક જ સ્ત્રી કુબેરસેના છે.)
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભવ પ્રતિબોધ
૪. મારા ભાઈનો પુત્ર હોવાથી માર્ચે તે ભત્રીજો થાય.
૫. મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારો કાકો થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. અને મારી શોક્યના દીકરાનો દીકરો છે. એટલે પૌત્ર કહેવાય!
૭. આ બાળકનો, પિતા છે તે મારો ભાઈ છે! કારણ કે અમારા બન્નેની માતા એક જ છે.
૧૨૩
૮. આ બાળકનો પિતા, હું (કુબેરદત્ત) મારી માતાનો પતિ હોવાથી મારો પિતા થાય.
૯. તું મારા કાકા (આ બાળક)નો પિતા છે, એટલે મારો પિતામહ છે! ૧૦. હું તને પરણી હતી એટલે તું મારો પતિ છે.
૧૧. આ કુબેરસેના તારી બીજી પત્ની છે એટલે મારી શોક્ય છે, એણે તને જન્મ આપ્યો છે માટે તું મારો પુત્ર પણ કહેવાય.
૧૨. અને મારા દિયરનો તું પિતા હોવાથી મારો સસરો પણ છે!
કુબેરદત્ત, સાધ્વીની વાતો સાંભળી ભ્રમિત જેવો થઈ ગયો. તે બેબાકળો બનીને સાંભળી રહ્યો.
૧૩. હે કુબેરદત્ત, જે તારી માતા છે તે મારી માતા છે.
૧૪. આ બાળક કે જે એક સંબંધે મારો કાકો થાય છે તેની જે માતા છે તે મારી પિતામહી થાય.
૧૫. તું મારો ભાઈ છે, તારી આ પત્ની કુબેરસેના, મારી ભાભી કહેવાય. ૧૭. વળી મારી શોક્યના દીકરાની (તારી) સ્ત્રી છે આ કુબેરસેના, એટલે મારી પુત્રવધૂ કહેવાય.
૧૭. મારા પતિની (તારી) આ કુબેરસેના માતા છે, એટલે મારી સાસુ થાય. ૧૮. મારા પતિની (તારી) બીજી સ્ત્રી છે આ કુબેરસેના, એટલે મારી શોક્ય કહેવાય.
- કુબે૨દત્ત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
- કુબેરસેના હૈયાફાટ રુદન ક૨વા લાગી.
· બન્ને ઘોર પશ્ચાત્તાપની આગમાં તપવા લાગ્યાં.
કુબેરદત્ત કુબેરદત્તાને ઓળખી ગયો. કુબે૨દત્તાએ પોતાની પાસે વસ્ત્રમાં બાંધી રાખેલી બન્ને વીંટી પણ કાઢીને બતાવી. ત્યાં કુબેરસેના પણ આવી ગઈ. એણે બે વીંટીઓ ઓળખી લીધી.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
એક રાત અનેક વાત - કુબેરદત્ત સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બન્યો. - તેણે સંસારત્યાગ કર્યો, સાધુ બન્યો. • કુબૈરસેનાને પુત્રપાલન કરવાની જવાબદારી હોવાથી તેણે શ્રાવિકા જીવનનાં
વતો ગ્રહણ કર્યા. - સાધ્વી કુબેરદત્તાએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
“હે પ્રભવ, હવે તું જ કહે કે આ સંસારમાં સંબંધોનું કેવું અને કેટલું મહત્ત્વ છે. એવા સંબંધોમાં જકડાયેલા રહેવું કેટલું ઉચિત છે?”
પ્રભવે કહ્યું : “કુમાર, સંસારના સંબંધોની નિઃસારતા તેં સમજાવી તે મને જચી, પરંતુ તે છતાં, મેં એક વખત રાજ્યસભામાં આવેલા એક વિદ્વાન સંન્યાસીના મુખે સાંભળેલું કે “જેને પુત્ર ન હોય તેની સદ્ગતિ નથી થતી. પુત્ર વિનાના પિતૃઓ મરીને નરકમાં જાય છે. આ દૃષ્ટિએ તારે ગૃહસ્થાશ્રમ માંડવો જોઈએ. પુત્રપ્રાપ્તિ કરવી જોઈએ... ને તે પછી તારે સંન્યાસ લેવો હોય તો લેજે .”
જંબૂકુમારે કહ્યું : “મપુત્રશ્ય તિર્નાસ્તિ’ આ વચનનો અર્થ જે તેં સાંભળ્યો છે તે ભ્રમપૂર્ણ છે. પુત્રો નથી તો પિતૃઓને તારતા કે નથી ડુબાડતા. પ્રભવ, આ વિષયમાં પણ હું તને એક સાચી બનેલી ઘટના સંભળાવું છું કે જે મેં શ્રી સુધર્માસ્વામીજીના મુખે સાંભળી છે.
તાપ્રલિપ્તિ નામની એક નગરી હતી.
તેમાં મહેશ્વરદત્ત નામનો એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેના પિતાનું નામ સમુદ્રદત્ત હતું. અઢળક સંપત્તિ હોવા છતાં એ લોભી હતો. મહેશ્વરની માતાનું નામ બહુલા હતું. બહુલા ખૂબ માયા-કપટ કરનારી હતી. અનેક પાપો કરીને તેણે પોતાનું જીવન વ્યર્થ ગુમાવ્યું હતું. - સમુદ્રદત્તનું મૃત્યુ થયું. તે મરીને એ જ નગરીમાં પાડો થયો. - બહુલાનું મૃત્યુ થયું. તે મરીને એ જ નગરમાં કૂતરી થઈ!
મહેશ્વરદત્તે પોતાનાં માતા-પિતાનું ઉત્તરકાર્ય કર્યું અને પોતાના વ્યાપારમાં મગ્ન બન્યો.
મહેશ્વરની પત્નીનું નામ હતું ગાગિલા.
ગાગિલા પર મહેશ્વરને અપાર પ્રેમ હતો. પરંતુ ગાગિલા વ્યભિચારિણી હતી. જ્યારે જ્યારે મહેશ્વર બહારગામ જતો ત્યારે ગાગિલા એના એક પ્રેમી સાથે વિષયસુખ ભોગવતી.
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
પ્રભવ પ્રતિબોધ
એક દિવસની વાત છે. મહેશ્વર બહારગામ જવા ઘરેથી નીકળ્યો. નક્કી કરેલા સમયે ગાગિલાનો પ્રેમી મહેશ્વરના ઘેર આવી ગયો. ગાગિલા એની સાથે વિષયસુખ માણવામાં લીન બની, પરંતુ ત્યાં મહેશ્વર અડધે રસ્તેથી જ ઘરે પાછો આવ્યો. તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો.
ગાગિલાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં. એનો પ્રેમી પણ કઢંગી સ્થિતિમાં ત્યાં ઊભો હતો. ગાગિલાએ દરવાજો ખોલ્યો. મહેશ્વરને જોતાં જ તે બાવરી બની ગઈ. ભયભીત બની ગઈ.
મહેશ્વરે પેલા દુરાચારીના વાળ પકડીને જમીન પર પટકી દીધો અને મારવા માંડ્યો. ગાગિલા ઘરના ઓરડામાં ભરાઈ ગઈ.
મહેશ્વરે પેલાને મારી મારીને અધમૂઓ કરી નાંખ્યો. લાકડી લઈને તેને પટવા માંડ્યો. ઘસડીને ઘરની બહાર દૂર મેદાનમાં ફેંકી દીધો.
મરવાની છેલ્લી ક્ષણોમાં એ દુરાચારીના મનમાં વિચાર આવ્યો : “મારા પાપનું જ આ ફળ મને મળ્યું છે..” આ વિચારની સાથે જ તેણે મનુષ્ય ગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું. ને થોડી જ વારમાં તે મરી ગયો.
મરીને તે ગાગિલાના જ પેટમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. ગાગિલાએ સ્ત્રીચરિત્ર અજમાવીને મહેશ્વરને મનાવી લીધો.
કાળાન્તરે ગાગિલાએ પુત્રને જન્મ આપ્યો. મહેશ્વર પુત્રજન્મથી ખૂબ રાજી થયો. ગાગિલાની ભૂલને ભૂલી ગયો. પુત્રને ખૂબ પ્રેમથી ઉછેરવા લાગ્યો. ખૂબ લાડ લડાવવા માંડ્યો.
એ અરસામાં તેના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો. તેણે એ દિવસે વિશિષ્ટ : ભોજન કરવાનું વિચાર્યું. તે માંસાહારી હતો. તેણે માંસ માટે એક પાડાને ખરીદ્યો.
પાડાનો વધ કરાવી તેનું માંસ રંધાવ્યું. સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરાવ્યું. પત્ની અને પુત્ર સાથે તે ભોજન કરવા લાગ્યો. ઘરના દ્વારે એક કૂતરી આવીને ઊભી રહી. મહેશ્વરે કૂતરીને પણ ખાવા માટે માંસ નાંખ્યું. કુતરી ખાવા લાગી.
એ વખતે એક મુનિરાજ ભિક્ષા માટે ફરતા ફરતા મહેશ્વરના દ્વારે આવી ચઢ્યા.
મુનિરાજને એક મહિનાના ઉપવાસનું પારણું હતું. સાથે સાથે મુનિરાજ અવધિજ્ઞાની હતા. તેમણે પોતાના જ્ઞાનના પ્રકાશમાં,
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૭
- પુત્રનો પૂર્વજન્મ જોયો.
- પાડાનો પૂર્વજન્મ જોયો.
– કૂતરીનો પૂર્વજન્મ જોયો!
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત
નિર્વેદથી તેમનું મન ભરાઈ ગયું. સંસારના સંબંધોની વિચિત્રતાથી તેમનું મન વૈરાગ્યથી છલકાઈ ગયું. તેઓ ઘર છોડીને આગળ ચાલ્યા.
મહેશ્વર દોડી આવ્યો. તેણે મુનિરાજને પૂછ્યું : ‘મહાત્મન્, આપ મારા ઘરેથી ભિક્ષા લીધા વિના કેમ ચાલ્યા?'
મુનિરાજે કહ્યું : ‘અમે માંસાહારીના ઘરેથી ભિક્ષા લેતા નથી. એટલું જ નહીં, બીજું પણ એક રહસ્યમય કારણ છે.'
‘શું કારણ છે એ મહાત્મન્’
‘તારે જાણવું છે?’
‘હા જી, મારે જાણવું છે...’
તો સાંભળ,
તારી પત્નીના પ્રેમીને તેં માર્યો હતો, તે મરીને આ તારો પુત્ર થયો છે. - તું જે પાડાનું માંસ ખાય છે, એ પાડો તારો પિતા હતો.
અને આ કૂતરી તારી માતા હતી! તને જો આ વાતો પર વિશ્વાસ ન થતો હોય તો આ કૂતરી, તારા ઘરમાં દટાયેલા ધનની જગા બતાવશે!’
કૂતરીએ જગા બતાવી. મહેશ્વરે એ જગાએ ખોદ્યું તો ધન મળી આવ્યું. મહેશ્વર મહાત્મા સામે જોઈ રહ્યો ને બોલ્યો : ‘હે મહાત્મનૂ, આપે કહેલી રહસ્યભૂત વાતોને હું માનું છું... આ સંસાર ૫ર મને વૈરાગ્ય થયો છે. ધિક્કાર છે... આ બધાં વૈયિક સુખોને અને કપટભર્યા બધા સંબંધોને. મને આપનાં ચરણોની સેવામાં લઈ લો ગુરુદેવ.. હું આ જ ક્ષણે આ ઘરનો ત્યાગ કરું છું.’
જંબૂકુમાર પ્રભવને કહે છે : 'મિત્ર, મહેશ્વરે સાધુતા સ્વીકારી. મરીને તે દેવલોકમાં દેવ થયો. કહે, તેને દેવભવ કોણે આપ્યો? પુત્રે કે ધર્મે? ધર્મથી જ જીવ સદૂગતિ પામે છે. ધર્મ જ જીવને દુર્ગતિમાં પડતો બચાવે છે. પુત્ર, પત્ની, માતા, પિતા વગેરે નથી તો જીવને દુર્ગતિથી બચાવી શકતાં કે નથી સદ્ગતિમાં લઈ જતાં... હવે તને મારો ત્યાગનો સંકલ્પ જચે છે?'
For Private And Personal Use Only
પ્રભવે કહ્યું : ‘કુમાર તારી વાતોએ મને ગંભીર વિચારમાં નાંખી દીધો છે. તારી વાત સાચી લાગે છે.’
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. સમુદ્રશ્રી અને પદ્મશ્રી
પ્રભવ અને જંબૂકુમારનો વાર્તાલાપ જંબૂકમારની આઠેય નવોઢાઓ એકાગ્ર ચિત્તે સાંભળી રહી હતી. જ્યારે જંબૂકુમારે અનેક તર્કથી અને દૃષ્ટાંતોથી પ્રભવને પ્રભાવિત કરી દીધો ત્યારે વાતનો દોર સમુદ્રશ્રીએ પોતાના હાથમાં લઈ લીધો.
સમુદ્રશ્રીએ પોતાના આસનેથી ઊભી થઈને જંબૂકમારનાં ચરણોમાં પ્રણામ કર્યા, મસ્તકે અંજલિ જોડી. આસન પર બેસીને મધુર શબ્દોમાં તે બોલી :
પ્રાણેશ્વર, શું આપ ખરેખર સંસારનો ત્યાગ કરશો? ના, ના, નાથ આપનો વિરહ અમારાથી સહન નહીં થઈ શકે. આપ અમારા પર કૃપા કરીને અમને છોડી ન જશો. અમારા માતા-પિતા પાસેથી અમને આપનો નિર્ણય જાણવા મળ્યો હતો, છતાં અમે આપને વરી છીએ.. કારણ કે અમને દઢ વિશ્વાસ છે કે આપ અમારો ત્યાગ નહીં કરો. પરંતુ આ રાજ કુમાર સાથેનો આપનો વાર્તાલાપ સાંભળી મારું મન ખળભળી ઊઠ્ય છે. •
નાથ, આપે ખૂબ ગંભીરતાથી અને દીર્ઘદૃષ્ટિથી વિચાર કરોં જોઈએ. ભાવાવેશમાં કરેલા નિર્ણયથી અને ભરેલાં પગલાંથી છેવટે પસ્તાવું પડતું હોય છે. કારણ કે ભાવાવેશ દીર્ઘ સમય ટકતો નથી. જ્યારે ભાવનાં પૂર ઊતરી જાય છે ત્યારે ઘોર નિરાશા ઘેરી વળતી હોય છે.
આ વિષયમાં એક ખેડૂતની વાર્તા મને યાદ આવે છે. સુસીમ નામનું ગામ હતું. તેમાં બકો” નામનો એક ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતો હતો.
બકા પાસે એક નાનું ખેતર હતું. ચોમાસામાં એ ખેતરમાં કોદરા વાવતો હતો અને એના પર એનું ગુજરાન ચાલતું હતું. ખૂબ સંતોષથી એ જીવતો. હતો.
એક દિવસ બકો બાજુના ગામમાં પોતાના સ્વજનને ઘેર ગયો. સ્વજનને બકા ઉપર પ્રેમ હતો. તેણે બકાની સુંદર મહેમાનગતિ કરી. તેને ગોળ અને રોટલી ખાવા માટે આપી. બકાએ જિંદગીમાં ક્યારેય ગોળ-રોટલીનું ભોજન કર્યું ન હતું. એ ખૂબ રાજી થઈ ગયો. પેટ ભરીને એણે ભોજન કર્યું. તેણે યજમાનને કહ્યું : “આવું ભોજન તો અમે સ્વપ્નમાં જોયું નથી ભઈસાબ! કંગુ અને કોદરા ખાઈ ખાઈને પેટ બળી ગયું છે. તમે ખરેખર સુખી છો. અમારા
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
એક રાત અનેક વાત જીવનને ધિક્કાર છે. પણ હા, તમે એટલું તો બતાવો કે તમે આવું ભોજન કેવી રીતે બનાવ્યું?”
યજમાન સરળ હતો. તેણે કહ્યું : “બકાભાઈ, તમે જે રોટલી ખાધી તે ઘઉંમાંથી બને છે. ખેતરમાં અમે ઘઉં વાવીએ છીએ. ઘઉં વાવીને રેંટના પાણીથી ખેતર સિંચીએ છીએ. ઘઉનો પાક મળે એટલે તે ઘઉંને દળીને લોટ બનાવીએ છીએ. તે લોટની રોટલી બને છે! એવી જ રીતે ખેતરમાં શેરડી વાવીએ છીએ. શેરડી ઊગ્યા પછી તેને યંત્રમાં પીલીને તેનો રસ કાઢીએ છીએ. શેરડીનો રસ બહુ જ મીઠો હોય છે. એ રસમાંથી ગોળ બનાવીએ છીએ. હા, જો તમારે ગોળ બનાવવો હોય તો અમને કહેવરાવજો. અમે તમને એની રીત બતાવીશું.”
બકો પટેલ યજમાનની વાત સાંભળીને ખુશ થઈ ગયો. તેણે મનોમન પોતાના ખેતરમાં ઘઉં અને શેરડી વાવવાનો નિશ્ચય કરી લીધો. તે પોતાના ગામે ગયો. તેણે પોતાના ખેતરમાં કંગ અને કોદરા વાવેલાં હતાં. દાતરડું લઈને એ તો ઉપડ્યો ખેતર અને ખેતરને લણવા માંડ્યો. બકાના મોટા દીકરાએ બકાને કહ્યું: “બાપા, તમે આ શું કરો છો? આના ઉપર તો આપણો ગુજારો થાય છે... ને તમે ખેતરને ઉજાડી રહ્યા છો...?'
દીકરા, તને સમજણ ન પડે. આ કંગ અને કોદરા ઉખાડી નાંખી આપણે ઘઉં અને શેરડી વાવીશું.... પછી ગોળ અને રોટલીનું મજેદાર ભોજન કરીશું!' બકો નાચવા લાગ્યો. દીકરાએ કહ્યું :
બાપા, થોડા દિવસમાં જ આપણે કંગ અને કોદરાનો પાક લઈ લઈશું. પછી તમે ભલે ઘઉં અને શેરડી વાવજો.. નહીંતર પછી પેલી કહેવત જેવું થશે - “કેડનું બાળક જતું કરવું ને પેટના બાળકની આશા રાખવી!'
પણ બકાને તો ગોળ અને રોટલીનું ઘેન ચઢયું હતું ને! તેણે દીકરાની સાચી અને સારી વાત ન માની. તેણે ખેતરને લણી નાખ્યું. કંગ અને કોદરાનો પાક નષ્ટ થઈ ગયો.
પછી બકાએ ખેતરમાં કૂવો ખોદવો શરૂ કર્યો. ઘઉં અને શેરડીને પાણી પાવા રેંટ બનાવવો હતો ને ઘણો ઊંડો ખાડો ખોદ્યો, પરંતુ પાણી ન મળ્યું. બકો થાકી ગયો. લમણે હાથ દઈને બેઠો. પાણી વિના તો ઘઉં યે ન ઊગે અને શેરડી પણ ન પાકે.
એક બાજુ એણે કંગ અને કોદરા ખોયા.. અને બીજી બાજુ ઘઉં-શેરડીનો પાક ન થઈ શક્યો. ગોળ-રોટલીના ભોજનના મનોરથ સ્વપ્ન બની ગયા! પછી તો બકાને ઘણો પશ્ચાત્તાપ થયો. પરંતુ શું કરવાનો એ પશ્ચાત્તાપને?
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સમુદ્રશ્રી અને પાશ્રી
હે પ્રાણેશ્વર, બકાની જેમ તમે પણ બન્ને ગુમાવી બેસશો તો પશ્ચાતાપનો પાર નહીં રહે. આઠ-આઠ સ્ત્રીઓ અને નવાણુ ક્રોડ રૂપિયાનો ત્યાગ કરીને.. મુક્તિનાં સુખ મેળવવાની વાતો કરો છો. એના પરિણામનો વિચાર કરવો જોઈએ. વધારે તો શું કહું નાથ? આપ મારા કરતાં ઘણા મહાન છો.’
જંબૂકમારના મુખ પર સ્મિત ફરકી ગયું. તેણે સમુદ્રશ્રી સામે સ્નેહભરી દૃષ્ટિએ જોયું અને કહ્યું :
પુયશાલિની, તારી વાત સાચી છે, પરંતુ હું તારા બકા પટેલની જેમ તુચ્છ ફળની ઇચ્છાવાળો નથી, હું શ્રેષ્ઠ ફળની ઇચ્છા રાખું છું, વળી વૈષયિક સુખોની ઇચ્છાઓનો તો અંત જ નથી આવતો, જે વૈષયિક સુખોના ભોગઉપભોગ માટે તે આગ્રહ કરે છે, તે સુખો વાસ્તવમાં સુખ નથી. પરિણામે મહાદુઃખરૂપ છે. આ વાત તમને એક કાગડાની ઉપનય-કથાથી સમજાવું છું.
વિંધ્યાચલની બિહડ અટવીમાંથી નર્મદા નદી વહી જતી હતી. અડાબીડ જંગલ અને નરભરી નદી! એટલે ઢગલાબંધ પશુઓનો નિવાસ. નર્મદાના કિનારે એક કાળા પહાડ જેવો વૃદ્ધ હાથી રહેતો હતો. વૃદ્ધાવસ્થાના કારણે તે અશક્ત બની ગયો હતો. વૃક્ષોની ડાળીઓ પણ તોડી શકતો ન હતો. તેના દાંત પડી ગયેલા હતા. તેથી તે ખાઈ શકતો ન હતો. તેનું શરીર ચામડાના જંગી થેલા જેવું બની ગયું હતું.
ઉનાળાના દિવસો આવ્યા. નદીનું પાણી સુકાઈ ગયું હતું. નદીનો પટ સૂકો થઈ ગયો હતો. જ્યાં ત્યાં પાણીના ખાબોચિયાં ભરેલાં પડ્યાં હતાં. એક દિવસ પેલો વૃદ્ધ હાથી રેતીમાં ફસાઈને નીચે પડી ગયો. ભૂખ્યો તરસ્યો મરી ગયો.
હાથીના મૃતદેહનું માંસ ખાવા જંગલનાં પશુઓ ભેગાં થઈ ગયાં. હાથીના ગુદાદ્વારને ચીરી નાખ્યું. મોટું બાકોરૂં પાડી દીધું. જાણે કોઈ પર્વતની ગુફા જોઈ લ્યો. એ બાકોરામાંથી પશુઓ ને પક્ષીઓ હાથીના પેટમાં જઈ જઈને માંસ ખાવા લાગ્યાં.
એક કાગડો રોજ હાથીના પેટમાં જતો, માંસ ખાતો ને બહાર નીકળતો. એક દિવસ કાગડો ખૂબ ઊંડાણમાં ગયેલો. માંસ ખાવામાં લીન હતો, ત્યાં સૂર્યના તીવ્ર તાપથી હાથીનું શરીર સંકોચાઈ ગયું. બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો. કાગડો અંદર પુરાઈ ગયો! જાણો સાપ કરંડિયામાં પુરાઈ જાય, તેવી રીતે તે પુરાઈ ગયો.
ત્યાં અચાનક મુશળધાર વરસાદ આવ્યો. નર્મદામાં પૂર આવ્યું. પાણીના ધસમસતા પૂરમાં હાથીનું શરીર તણાયું. શરીરમાં બેઠેલો કાગડો પણ તણાયો! નદીમાંથી તણાતું શરીર સમુદ્રમાં પહોંચી ગયું.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
એક રાત અનેક વાત સંકોચાયેલું શરીર ધીરે ધીરે ફુલવા માંડ્યું. ગુદામાર્ગનું બાકોરું ખૂલી ગયું. કાગડો તરત જ બહાર નીકળીને શરીરની ઉપર બેસી ગયો. તેણે સમુદ્રમાં ચારેબાજુ જોયું. ચારેબાજુ પાણી જ પાણી હતું. ઉપર આકાશ ને નીચે પાણી! કિનારો દેખાતો ન હતો. કિનારે પહોંચવા તે ઊડે છે.. થાકે છે. પાછો હાથીના શરીર પર આવીને બેસે છે. વારંવાર પ્રયત્ન કરવા છતાં એ કિનારે ન પહોંચી શક્યો.
બીજી બાજુ, સમુદ્રના મગરમચ્છાએ હાથીના શરીરને પાણીમાં ખેંચી જવા માંડ્યું. શરીરની સાથે કાગડો પણ પાણીમાં ડૂબીને મરી ગયો.
દેવી, આ વાર્તાનો ઉપનય હવે સમજાવું છું. - મરેલા હાથીનું શરીર તે સ્ત્રી છે. - સમુદ્ર તે સંસાર છે. - કાગડો તે વિષયાંધ પુરુષ છે.
હું કાગડાની જેમ સંસારસાગરમાં ડૂબવા નથી ઇચ્છતો. હું તો સર્વ બંધનોનેબાહ્ય અને આંતરિક, તોડીને પરમ પદ પામવા ઇચ્છું છું. હે ભોળી, તું મને ભોળવવા ઇચ્છે છે, પણ એમ હું ભોળવાઈ જાઉં એવો નથી. અલબત્ત, કામિનીના નયનકટાક્ષોથી અને વચનવિલાસથી અનેક બુદ્ધિમાનો પણ મોહબ્રાન્ત બને છે. પરંતુ જે મહાપુરુષોનું મન જ્ઞાન-ધ્યાનમાં લીન રહે છે, તેમને એ સ્ત્રીઓ કાંઈ જ કરી શકતી નથી.
સ્ત્રીઓનો વાણીવિલાસ મૃગજળ સમાન હોય છે. જેમ મૃગજળને જોઈ, મૃગ પાણી પીવા દોડ્યો જાય છે, પરંતુ તેને પાણી નથી મળતું; ગરમ-ગરમ રેતી મળે છે. તેનું મોટું દાઝે છે. તેવી રીતે, સ્ત્રીના નયનકટાક્ષોથી ને વાણીવિલાસથી આકર્ષાઈને પુરુષ એની પાસે દોડી જાય છે. એના મદમાતા યૌવનને ભોગવવા... પરંતુ ત્યાં એને મળે છે ઝેરના પ્યાલા... એને મળે છે વેદના અને બળતરા...
જેઓ જ્ઞાન-ધ્યાનને ભૂલી જઈને, નવયૌવનના રૂપસૌંદર્યમાં મુગ્ધ બને છે તેઓ, જેમ શિકારીના તીરથી મૃગ વીંધાઈ જાય છે, તેમ સ્ત્રીના કટાક્ષબાણોથી વીંધાઈને જમીન પર ઢળી પડે છે. અનેક અનર્થો પામે છે અને રિબાઈ રિબાઈને મરે છે.
જ્ઞાન-ધ્યાનરહિત મોટા મોટા તપસ્વીઓ પણ સ્ત્રીના મોહપાશમાં જકડાઈને બરબાદ થઈ ગયાનાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે.”
જંબૂકુમારની કથા, તેનો ઉપનય અને ઉપદેશ સાંભળીને બીજી પત્ની પદ્મશ્રી
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્ર શ્રી અને પદ્મશ્રી
૧૩૧ ઊભી થઈ. મસ્તકે અંજલિ જોડી જંબૂકુમારના ચરણોમાં પ્રણામ કર્યો અને પોતાના આસને બેઠી.
વિનયપૂર્વક તેણે કહ્યું : “હે પ્રાણેશ્વર, આપ બુદ્ધિનિધાન છો. અનેક ગુણોથી સુશોભિત છો. હે પ્રિયતમ, તે છતાં આપ કેમ મગશેળિયા પથ્થર જેવા બની ગયા છો? મુશળધાર વરસાદ વરસવા છતાં મગશેળિયો પથ્થર ભીંજાતો નથી... આપ પણ આપની પ્રિયતમાની પ્રેમભરી અને હિતકારી વાત સાંભળીને જરાય ભીંજાતા નથી. આશ્ચર્ય થાય છે, નાથ! આપના જેવા રૂપવાન, ગુણવાન યુવાન પતિ તો પોતાની પ્રિયતમાઓને પ્રેમરસથી ભીંજવી નાંખે. જ્યારે આપ તો સાવ અલિપ્ત થઈને બેઠા છો. ખેર, સમુદ્રશ્રીની વાત આપે કાને ન ધરી, ભલે, આપની મરજી. ફરીથી એવી જ હિતકારી વાત હું આપને કહું છું, તે છતાં આપ હઠાગ્રહી બનીને આપની જ વાતને વળગી રહેશો તો કેવો અનર્થ થશે.. તે આપ સમજી શકો છો.
કેટલું બધું સુખ આપને મળ્યું છે? દુનિયામાં આવું સર્વ પ્રકારનું સુખ કરોડોમાંથી એકાદ મનુષ્યને મળે છે. આપને અપાર ધનસંપત્તિ મળી છે. મમતાભર્યા માતા-પિતા મળ્યાં છે. પૂર્ણ સમર્પિત પતિવ્રતા સ્ત્રીઓ મળી છે. સુંદર નીરોગી શરીર મળ્યું છે. યશ.... ઈજ્જત... પ્રતિષ્ઠા મળી છે. અપૂર્વ સૌભાગ્ય મળ્યું છે! બધું જ શ્રેષ્ઠ મળ્યું છે...
શું આટલા સુખથી સંતોષ ન કરવો જોઈએ? આ બધાં સુખો ત્યજીને, આનાથી પણ ચઢિયાતાં સુખોની ઇચ્છા કરવી ને એ સુખો લે. અજાણ્યા પ્રદેશમાં જવું.. તે શું ઉચિત છે? મને તો જરાય ઉચિત લાગતું નથી. જુઓ, એક વાંદરા-વાંદરીની વાર્તા કહીને, મારી વાતને સ્પષ્ટ કરું છું. નાથ, મારા બોલવામાં અજાણતાં કોઈ અવિનય થઈ જાય તો મને ક્ષમા કરજો. - ઉપવન જેવું એક વન હતું,
એ વનની વૃક્ષઘટામાં એક વાંદરો અને વાંદરી રહેતાં હતાં. ખૂબ આનંદથી, ઉલ્લાસથી તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યાં હતાં. વૃક્ષો પર સાથે ચઢતા ને સાથે નીચે ઊતરતાં. તેઓ નિર્ભય બનીને મુક્ત મનથી ક્રિીડા કરતાં હતાં. જ્યાં વાંદર જાય ત્યાં વાંદરી જાય, ને જ્યાં વાંદરી દોડી જાય ત્યાં વાંદરો દોડી જાય.
એ વનમાંથી ગંગા નદી વહેતી હતી. કિનારે મોટાં મોટાં વૃક્ષો ડોલતાં હતાં. આ વાનર-વાનરી ત્યાં પહોંચી ગયાં. વૃક્ષો ઉપર ચઢવા-ઊતરવા લાગ્યાં. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારવા લાગ્યાં. ત્યાં અચાનક વાંદરો નીચે, ગંગાના કિનારા પર પડી ગયો.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
એક રાત અનેક વાત પડતાંની સાથે એક ચમત્કાર થયો. વાંદરો મનુષ્ય બની ગયો! વાંદરી આ ચમત્કાર જોઈને નાચી ઊઠી! તે પણ ડાળી પરથી નીચે કૂદી પડી ને તેય મનુષ્ય-સ્ત્રી બની ગઈ. આ ચમત્કાર એ તીર્થભૂમિનો હતો.
મનુષ્ય બની ગયેલા એ વાંદરા-વાંદરીએ રહેવાનું તો એ વનમાં જ રાખ્યું. જંગલના ફળો ખાય છે ને નદીનું પાણી પીએ છે. સંસારનું સુખ ભોગવે છે.
એક દિવસ પુરુષ કહે છે : “આપણે ફરીથી ઝાડ ઉપર ચઢીને નીચે પડીએ... તો મનુષ્યમાંથી દેવ બની જઈએ! દેવ-દેવી બનીને દિવ્ય સુખો ભોગવીએ.”
સ્ત્રી કહે છે : “ના, ના, આપણે દેવ-દેવી નથી બનવું. આટલું સુખ મળી ગયું, તે ઘણું છે. વધુ લોભ સારો નહીં. આપણો દેવ-દેવી કરતાંય વધારે સુખી છીએ. કોઈ વિઘ્ન વિના આપણે સ્વેચ્છા મુજબ સુખ ભોગવીએ છીએ.”
પરંતુ પુરુષને સ્ત્રીની વાત ન ગમી. સ્ત્રીએ એને વારંવાર વાર્યો, છતાં દેવ બનવાની તીવ્ર ઇચ્છાથી તે વૃક્ષ ઉપર ચઢીને નીચે કૂદી પડ્યો.
જેવો જમીન પર પડ્યો તેવો તે પુનઃ વાંદરો થઈ ગયો!
એ તીર્થભૂમિનો એવો પ્રભાવ હતો કે પશુ હોય તે મનુષ્ય બની જતો અને મનુષ્ય હોય તે દેવ બની જતો!
વાંદરીએ ભૂલ ના કરી. એ મનુષ્ય સ્ત્રી-રૂપે જ રહી. અલબત્ત, એને પોતાનો પતિ વાંદરો બની જવાથી ઘણું દુઃખ થયું, પરંતુ હવે બીજો ઉપાય ન હતો.
બન્ને સાથે રહે છે, સાથે હરેફરે છે.
એ અરસામાં, એ વનમાં રાજાના માણસો આવી ચડ્યા. તેમણે આ સ્ત્રીને જોઈ. સ્ત્રીનું રૂપ અદ્ભુત હતું. અને એનો કંઠ પણ મધુર હતો. રાજાના માણસો એ સ્ત્રીને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેની સાથે લગ્ન કર્યો, તેને રાણી બનાવી.
પેલા વાંદરાને એક મદારી પકડીને લઈ ગયો. વાંદરાને નાચતાં શિખવાડ્યું. વાંદરો જાત જાતનાં નૃત્ય કરે છે ને મદારીને કમાણી કરાવે છે.
એક દિવસ મદારી વાંદરાને લઈ, રાજાના રાજમહેલે આવ્યો. રાજા-રાણી વાંદરાના ખેલ જોવા ઝરૂખામાં આવ્યાં. વાંદરાએ રાણીને જોઈ.. તે રોવા માંડ્યો. રાણીએ કહ્યું : “હે વાનર! હવે તું એ વૃક્ષ ઉપરથી નીચે પડવાનું યાદ કરીને ૨૩ નહીં.'
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્રશ્રી અને પદ્મશ્રી
૧૩૩ પદ્મશ્રીએ જેબૂકુમારને કહ્યું : “હે નાથ! જે સુખો આપને મળ્યાં છે, એ સુખો છોડીને આપ જો મુક્તિનાં સુખ લેવા જશો તો આ વાંદરાની જેમ પાછળથી પસ્તાવાનો સમય આવશે. માટે મારી આપને વિનંતી છે કે આપ સંસારનાં સુખોનો ત્યાગ ન કરશો.*
જંબૂકમાર એકાગ્રતાથી પદ્મશ્રીની વાત સાંભળી રહ્યા હતા. તેમણે પદ્મશ્રીને મધુર શબ્દોમાં કહ્યું :
પાશ્રી, આત્મજ્ઞાનીને પસ્તાવાનો સમય આવતો જ નથી. હું આત્મપ્રેમથી તૃપ્ત છું. અને જેનો આત્મા આત્મપ્રેમથી તૃપ્ત હોય છે તેને દુશમનો પણ કાંઈ કરી શકતા નથી.
અધ્યાત્મદૃષ્ટિવાળા મનુષ્યો જંગલમાં પણ મંગલ મનાવે છે! અને જ્યાં સૂનકાર વ્યાપેલો હોય છે ત્યાં વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે. વિષયવાસનાથી ભરેલા મનુષ્યનાં તો તન અને મન, બન્ને બળે છે. એની વિષયતૃષ્ણા ક્યારેય શાન્ત થતી નથી. વિષયતૃષ્ણા વિષયોપભોગથી શાન્ત નથી થતી, પરંતુ જ્ઞાનરૂપી અમૃતરસના સિંચનથી શાન્ત થાય છે.
ભલે મનુષ્ય પરસનાં મધુર ભોજન કરીને તૃપ્તિ માને! એની તૃપ્તિ ક્ષણિક હોય છે. ભલે મનુષ્ય શૃંગારાદિ નવ રસોમાં લીન બને. તેની લીનતા અલ્પજીવી હોય છે. મેં એવા શાન્તરસની, અધ્યાત્મરસની તૃપ્તિ મેળવી છે કે જે ક્યારેય ચાલી જતી નથી.
દેવી, જે મેળવવા જેવું હતું તે મેં મેળવી લીધું છે. મારા ઘટમાં બધી રિદ્ધિ પ્રગટ થઈ ગઈ છે. સંસારનાં સર્વ સુખો આત્માનાં બંધન માટે છે. પરંતુ એ વૈષયિક સુખોમાં જરાય આસક્તિ નથી. એક વાત નિશ્ચિત છે કે આત્મજ્ઞાનમાં જેનું ચિત્ત સ્થિર થયેલું છે તેને કોઈ દિવસ દુઃખ આવતું નથી. દુઃખી એ થાય છે કે જે તૃષ્ણામાં જકડાયેલો છે. તૃષ્ણા જ સર્વ દુઃખોની માતા છે. પદ્મશ્રી, આ વિષયમાં તને એક બોધકથા કહું છું.
કોલસા બનાવવાનો ધંધો કરનાર એક માણસ કોલસા બનાવવા જંગલમાં ગયો. ઉનાળાના દિવસો હતા. ખૂબ તાપ પડતો હતો. તેણે પોતાની સાથે ઘણું પાણી લીધું હતું, કારણ કે તાપના કારણે તરસ ખૂબ લાગતી હતી.
તે પાણી પીતો હતો પણ તેની તરસ ભાંગતી નહીં. જેમ-જેમ આગના ભડકા વધતા જતા તેમ-તેમ તેની તરસ વધતી જતી હતી. તે પાણી પીતો જતો - હતો. પાણી ખૂટી ગયું. પાણી શોધતો એ જંગલમાં ભટકવા લાગ્યો અને ખૂબ થાકી જવાથી અડધે રસ્તે જમીન પર પડી ગયો.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૪
www.kobatirth.org
એક રાત અનેક વાત
ભાગ્યયોગે એ વૃક્ષની છાયામાં પડ્યો. ઠંડી-ઠંડી હવા હતી. એને તરત જ નિદ્રા આવી ગઈ. નિદ્રામાં તેને એક સ્વપ્ન આવ્યું :
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે એક પાણીથી છલોછલ ભરેલા સરોવર પાસે ગયો... પાણી પીવા માંડ્યો. આખું સરોવર પી ગયો, છતાં એની તરસ છીપી નહીં. તે એક વાવડી પાસે ગયો. વાવડીમાં ઊતરીને પાણી પીવા માંડ્યો. આખી વાવડી ખાલી કરી નાંખી, પછી તે એક તળાવ પાસે ગયો. તળાવ પી ગયો...! તે છતાં તેની તૃષ્ણા શાંત ન થઈ, તે એક ખાબોચિયા પાસે ગયો! ખાબોચિયામાં પાણી બહુ જ થોડું હતું... ખોબો ભરાય એટલું પણ ન હતું. તેથી તે ઊંધો પડીને પાણી ચાટવા લાગ્યો... અને એની આંખો ખૂલી ગઈ! તે તરસ્યો જ પડ્યો હતો! હવે આ ઉપનય-કથાનો ઉપનય બતાવું છું :
કોલસા બનાવનારો પુરુષ સંસારી જીવ છે.
- સ્વપ્નમાં જોયેલા સરોવર, તળાવ... વાવ. એ દેવોનાં સુખ છે. - ખાબોચિયાનું છીછરું પાણી એ મનુષ્યનાં સુખો છે.
સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કહે છે, આપણો જીવ અનંતવાર દેવલોકમાં જન્મેલો છે. અનંતવાર દેવલોકનાં દિવ્ય સુખો ભોગવેલાં છે. છતાં જીવને તૃપ્તિ નથી થઈ, તો પછી મનુષ્યનાં તુચ્છ સુખોથી કેવી રીતે તૃપ્તિ થાય? મનુષ્યનાં સુખો, ખાબોચિયાનાં છીછરાં પાણી જેવાં છે. સાચું સુખ મોક્ષમાં જ છે. ત્યાં જ આત્મા પરમ તૃપ્તિ અનુભવી શકે છે.
· સંયોગના અંતે વિયોગનું દુઃખ નિશ્ચિત હોય છે.
ગુસ્સે થયેલા સર્પની ફણા જેવાં, ભોગસુખો ચંચળ છે.
- જન્મની સાથે મૃત્યુ નિશ્ચિત છે.
- ઇન્દ્રિયોની ઉત્તેજનાના પરિતાપથી સમગ્ર જીવલોક દગ્ધ થયેલો છે.
- ક્યારેય ઇન્દ્રિયો, વૈષયિક સુખોથી તૃપ્ત થતી નથી.
પદ્મશ્રી, તું જેને સુખ માને છે, મારી દૃષ્ટિમાં તે સુખ છે જ નહીં... માત્ર સુખાભાસ છે. એવાં સુખોનો ત્યાગ કરી સાચું સુખ કે જે આત્માનું પોતાનું છે, તે મેળવવા માટે પુરુષાર્થ ક૨વો જોઈએ.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. પદ્મસેના |
પદ્મશ્રી મૌન થઈ ગઈ; પરંતુ પદ્મસેનાએ વાતનું અનુસંધાન કરતાં કહ્યું : નાથ, સુખ અને સુખના આભાસ વચ્ચેનું અંતર કોણ સમજી શકે? સુખને હું તો મનુષ્યના મનની એક કલ્પના જ માનું છું. દુ:ખ પણ મનુષ્ય મનની માત્ર કલ્પના જ છે. વાસ્તવમાં આપણું જીવન કલ્પનાની દુનિયાનું જીવન છે.
સ્વામીનાથ, એક માણસ જેમાં સુખ માને છે, બીજો માણસ એમાં દુ:ખ માને છે! આપ સંસારમાં દુઃખ માનો છો, અમે સંસારમાં સુખ માનીએ છીએ... દરેક માણસ પોતપોતાની માન્યતાને લઈને જીવન જીવ્યે જાય છે... અને તેમાં દરેક મનુષ્ય બાહ્ય-આંતરિક સંઘર્ષમાંથી પસાર થતો હોય છે.
એવા જ એક સંઘર્ષમય જીવનની વાર્તા કહું છું. આપણા આ રાજગૃહી નગરની જ આ વાર્તા છે.
આ નગરમાં દેવદત્ત નામનો સોની રહેતો હતો. તેના પુત્રનું નામ દેવદિત્ર. દેવદિત્રની પત્નીનું નામ દુલિા ... દુMિલા ચતુર હતી અને રૂપવતી હતી.
જ્યારે એ સુંદર વસ્ત્ર-અલંકારો પહેરીને નદીકિનારે પાણી ભરવા જતી ત્યારે સાક્ષાતુ જલદેવી જેવી દેખાતી. ચોરેચૌટે બેઠેલા યુવાનો અને ધારી ધારીને જોઈ રહેતા. એના રૂપ ઉપર મુગ્ધ બની જતા.
એક દિવસની વાત છે. દુલા નદીમાં સ્નાન કરતી હતી. તેની બીજી સખીઓ પણ સ્નાન કરતી હતી. “અમને અહીં કોઈ જોતું નથી.” એમ માનીને નિર્વસ્ત્ર બનીને સ્વચ્છંદપણે સ્નાન કરતી હતી.
નગરનો એક ચરિત્રહીન યુવાન એક વૃક્ષની પાછળ છુપાઈને આ સ્ત્રીઓને જોઈ રહ્યો હતો. જ્યારે સ્નાન કરીને દુગિલા નદીની બહાર આવી, વસ્ત્રો પહેરીને ગામ તરફ ચાલવા લાગી ત્યારે રસ્તામાં પેલા યુવાને તેને ઊભી રાખીને પૂછ્યું : “હે સુંદરી, આ નદી તને પૂછે છે, આ વૃક્ષો તને પૂછે છે અને હું તને પ્રેમથી પૂછું છું - શું તેં સારી રીતે સ્નાન કર્યું કે?'
દુગિલાએ એ રંગીલા યુવાન સામે જોઈ સ્મિત કર્યું અને કહ્યું : “નદીને સુખ હજો, વૃક્ષો આનંદમાં રહો... મને સ્નાન કર્યાનું પૂછનારની હું આશા પૂર્ણ કરીશ.' એમ કહીને દુલા ત્યાંથી ચાલી ગઈ. પણ પેલો યુવાન ત્યાં જ ઊભો રહ્યો. એ વિચારે છે : “આ રૂપાળી યુવતી કોણ હશે?”
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
એક રાત અનેક વાત ત્યાં તેણે એક વૃક્ષ નીચે ૨મતાં બાળકોને જોયાં. બાળકોને પૂછ્યું : “હમણાં અહીંથી ગઈ એ સ્ત્રીને તમે ઓળખો છો?' બાળકોએ કહ્યું : “હા, હા, એનું નામ દુર્મિલા છે. દેવદત્તની પુત્રવધૂ છે.”
એક બાજુ દુલા એ યુવાનને મળવા ઝંખે છે, બીજી બાજુ પેલો યુવાન દુર્ગલાને મળવા ઝંખે છે. બન્ને ઉપાય શોધે છે. ત્યાં પેલા યુવાનને એક ભટકતી તાપસી મળી ગઈ. તેને મનગમતું ભોજન કરાવીને ખુશ કરી. તાપસી ચતુર હતી. તેણે પૂછ્યું : “કહે યુવાન, તારું શું કામ કરું?'
એક જ કામ છે. દેવદત્તની પુત્રવધૂ દુર્મિલા સાથે મારો મેળાપ કરાવી આપ. સંગમની કબૂલાત તો મેં એની પાસેથી લઈ લીધેલી છે... એટલે તારે તો માત્ર સ્થાન અને સમય જ ગોઠવી આપવાનાં છે.' “યુવાન, તું નિશ્ચિત રહે, હું તરત જ તારું કામ કરી આપું છું.'
તાપસી ભિક્ષા લેવા દેવદત્તના ઘરે ગઈ. તે વખતે દુર્મિલા વાસણ માંજતી હતી અને ઘરમાં કે આસપાસ કોઈ દેખાતું ન હતું. એટલે ધીરેથી તાપસીએ દુગિલાને કહ્યું : “તને એક યુવાન ચાહે છે. તમે બન્ને રૂપ, ગુણ, ઉંમર, ચતુરાઈ વગેરેમાં સમાન છો, જે દિવસે એણે તને નદીમાં નહાતી જોઈ છે તે દિવસથી એનું મન તારામાં લાગ્યું છે. ઘરમાં... બહાર સર્વત્ર એને તારી જ લગની લાગી છે...”
દુલિાએ ભવાં ચઢાવીને કહ્યું : “હે તાપસી, તું આવી ખરાબ વાત ન કર. આવી ભૂંડી વાત અમારા કુટુંબમાં થતી નથી. તારી આવી વાત સાંભળી હું તો લાજી મરું છું. હે પારિણી, અહીંથી નીકળ બહાર, ઘરેઘરે ભીખ માંગનારી... તારું મોઢું જોવામાં પણ પાપ છે.'
પોતાનો આશય છુપાવીને તેણે તાપસીને ધમકાવી નાંખી. તાપસી જેવી પીઠ ફેરવીને ચાલવા લાગી, દુર્મિલાએ એની પીઠ પર મેંશથી ખરડાયેલા હાથથી થાપો મારી દીધો. તાપસી ખીજવાઈ ગઈ. તે સીધી પેલા યુવાન પાસે પહોંચી અને જે વાત થઈ તે કહી સંભળાવી. યુવાન હસ્યો. તેણે તાપસીની પીઠ ઉપર દુલિાના હાથનો થાપો જોયો. તે સમજી ગયો. “કાળી પાંચમનો સંકેત છે.' પણ સ્થાનનો સંકેત મળ્યો નહીં, એટલે યુવાને તાપસીને મનાવીને સમજાવીને ફરીથી દુગિલા પાસે મોકલી. | દર્શિલાએ તાપસીને ફરીથી આવેલી જોઈ, તેને ગળેથી પકડી પાછલા બારણેથી અશોકવાડીમાં થઈને બહાર કાઢી. તાપસીને પોતાનું ઘોર અપમાન
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસેના
૧૩૭. લાગ્યું. તેણે પેલા યુવાન પાસે આવીને બધી વાત કરી. યુવાને તાપસીને ખૂબ મીઠાઈ આપીને ખુશ કરી.
તેને મળવાની જગાનો સંકેત મળી ગયો. “અશોકવાડીમાં કાળી પાંચમે તે મળશે.” તેણે તાપસીની સામે દુર્શિલા પ્રત્યે નફરત વ્યક્ત કરી. તાપસી ચાલી ગઈ. યુવાન કૃષ્ણપક્ષની પાંચમની રાહ જોવા લાગ્યો.
એ દિવસ આવી ગયો. રાત્રીના સમયે તે યુવાન સુંદર વસ્ત્રો પહેરીને દુર્ગિલાની પાસે પહોંચી ગયો. દર્શિલા એની રાહ જોતી ઊભી હતી, અશોકવાડીમાં ખાટલો પાથરેલો હતો. બે પ્રહર સુધી એ બન્નેએ કામક્રીડા કરી. પછી એ જ ખાટલામાં બન્ને ઘસઘસાટ ઊંઘી ગયાં.
દુર્ચિલાનો સસરો દેવદત્ત, એ જ સમયે જંગલ જવા માટે ઊઠ્યો. તે અશોકવાડીમાં આવ્યો. તેણે ખાટલામાં દુલિાને અજાણ્યા પુરુષ સાથે સૂતેલી જોઈ. એ ક્રોધથી ધ્રુજી ઊઠ્યો. તેના મનમાં શંકા જાગી – “મારો પુત્ર તો નથી ને આ?' તે ઘરમાં ગયો. તેણે પુત્રને એકલ સુતેલો જોયો. તેને ખાતરી થઈ ગઈ કે “આ કોઈ લંપટ પુરુષ સાથે જ સૂતી છે.” “શું કરું? એણે ક્ષણભર વિચાર કર્યો. તેણે સાચવીને દુગિંલાના પગમાંથી ઝાંઝર કાઢી લીધું! સવારે આ ઝાંઝર દેવદિત્રને બતાવીને, આ કુલટાને સજા કરાવીશ.” ઝાંઝર લઈને દેવદત્ત ઘરમાં ચાલ્યો ગયો, પરંતુ દુલા જાગી ગઈ. એને ખબર પડી ગઈ કે એના પગનું ઝાંઝર એનો સસરો કાઢીને લઈ ગયો. તે ચતુર હતી. તેણે પોતાના પ્રેમીને જગાડીને રવાના કરી દીધો. જતાં જતાં એને કહ્યું : “જરૂર પડ્યે બુદ્ધિપૂર્વક મદદ કરજે.'
દુગિલા ઘરમાં આવીને પોતાના પતિની સાથે સૂઈ ગઈ. થોડીવાર પછી તેણે દેવદિત્રને કહ્યું : “અહીં મને ખૂબ ગરમી લાગે છે, ચાલોને આપણે અશોકવાડીમાં જઈને સૂઈએ!” દેવદિત્ર અને દુર્મિલા અશોકવાડીમાં જઈને એ જ ખાટલામાં સૂતાં, કે જેમાં દુગિંલા પેલા યુવાન સાથે સૂતી હતી.
દેવદિત્રને તો તરત ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, પરંતુ દુર્ગિલા જાગતી પડી હતી. થોડીવારે તે ઊઠી અને દેવદિત્રને જગાડીને બોલી : “નાથ, આ તમારા ઘરમાં આવો તે કેવો કુલાચાર છે? હું તમારી સાથે અહીં સૂતી છું ને? હમણાં જ તમારા પિતા મારા પગમાંથી ઝાંઝર કાઢીને લઈ ગયા... આવી અવસ્થામાં સૂતેલી પુત્રવધૂને અડી જ કેમ શકાય?'
દેવદિત્ર વિચારમાં પડી ગયો. તેણે કહ્યું : “હું સવારે પિતાજીને જરૂ૨ ઠપકો આપીશ. એમની સાઠે બુદ્ધિ નાઠી છે.”
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
એક રાત અનેક વાત દુગિલાએ કહ્યું : “એમ નહીં, તમે હમણા ને હમણાં જ પિતાને વાત કરો, સાચું કરાવો. સવારે તો કહેશે કે હું કોઈ બીજા સાથે સૂતી હતી.”
દેવદિત્રે કહ્યું : “તેં કહ્યું તે જ સાચું છે. હું બીજાનું કશું જ માનીશ નહીં.' દુMિલા પોતાના મનમાં રાજી થઈ.
સવારે દેવદિન્ને દેવદત્તને ઠપકો આપ્યો. દેવદત્ત જે સાચી વાત હતી તે કહી દિીધી. પરંતુ દેવદિને પિતાની વાત ન માની. દુર્મિલાએ ગુસ્સે થઈને કહ્યું : તમારા પિતાએ મારા પર કલંક મૂક્યું છે. હું એ સહન નહીં કરું. દૈવી-પ્રયોગ કરાવીને હું ખાતરી કરાવી આપીશ. ગામની બહાર શોભન યક્ષનું મંદિર છે. એ યક્ષના બે પગ વચ્ચેથી નીકળીને હું મારું શીલ સાબિત કરી આપીશ. જે દુઃશીલ હોય છે તે તેમાંથી નીકળી શકતું નથી.'
દેવદત્તે એ કબૂલ રાખ્યું.
દગિલાએ એના પ્રેમીને નદીકિનારે મળીને યોજના સમજાવી દીધી હતી. બીજે દિવસે સવારે નાહીને, શ્વેતવસ્ત્ર ધારણ કરી, ધૂપ, પુષ્પ વગેરે સામગ્રી લઈ, યક્ષની પૂજા કરવા નીકળી.
રસ્તામાં એનો પ્રેમી યુવાન ગાંડો બનીને દોડતો આવ્યો... ને બધાની વચ્ચે દુગિલાના ગળે વળગ્યો. “આ તો ગાંડો છે.” કહીને લોકોએ તેને હાંકી કાઢ્યો. - દુગિલાએ ફરી સ્નાન કર્યું અને યક્ષની પૂજા કરી. યક્ષને પ્રાર્થના કરી : “મારે એક જ ભર્તાર છે એ, અને મારે ગળે વળગેલો પેલો ગાંડો, આ બે સિવાય મારા શરીરે બીજા કોઈ પણ પુરુષે સ્પર્શ કર્યો હોય તો તે યક્ષ, તારા પગ વચ્ચે મને ભીડી રાખ. નહિ તો મને સુખરૂપ નીકળી જવા દે.'
યક્ષ વિચારમાં પડી ગયો... ત્યાં તો એક ક્ષણનોય વિલંબ કર્યા વિના દુગિલા યક્ષમૂર્તિના બે પગ વચ્ચેથી નીકળી ગઈ. લોકોએ હર્ષથી પોકાર કર્યો - એ શુદ્ધ છે.. એ શુદ્ધ છે...!” રાજપુરુષોએ દુગિલાને પુષ્પમાળા પહેરાવી. વાજતે-ગાજતે દુલિા પોતાના ઘરે આવી. દેવદિન્ને ઉમળકાભેર તેને આવકારી.
દેવદત્તની ઊંઘ ઊડી ગઈ. “મારી પુત્રવધૂએ યક્ષ જેવા યક્ષને છેતર્યો? કેવું ગહન હોય છે સ્ત્રીચરિત્ર?” એને એવો ઊંડો આઘાત લાગ્યો કે આખી રાત ને રાત જાગતો જ રહેવા લાગ્યો.
નગરના રાજાને રાણીવાસની રક્ષા માટે આવા જ માણસની જરૂર હતી.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસેના
૧૩૯ રાજાને ખબર પડી કે “દેવદત્ત સોની આખી રાત જાગતો રહે છે. તેને બોલાવીને રાણીવાસના રખેવાળ તરીકે નિયુક્ત કરી દીધો.
હવે રાણીવાસની વાત કહું છું સ્વામીનાથ!' પાસેનાએ જંબૂકુમારને કહ્યું. જંબૂકમાર, પ્રભવ અને જંબૂકુમારની પત્નીઓ પદ્મસેનાની વાર્તામાં રસલીન હતો.
દેવદત્ત સોની રાણીવાસની બરાબર ચોકી કરે છે.'
એક દિવસ એક રાણી, મધ્યરાત્રિના સમયે ધીમે પગલે મહેલના ગોખ તરફ જવા લાગી. તે દેવદત્ત તરફ વારંવાર જુએ છે. “આ ઊંઘે છે કે જાગે છે.” દેવદત્ત પણ ઊંઘવાનો ઢોંગ કર્યો. રાણી મહેલના ગોખમાં પહોંચી ગઈ. ગોખ (ઝરૂખો) લાકડાનો હતો. એક પાટિયું કાઢીને રાણી ગોખની બહાર નીકળી, ત્યાં હાથીની સૂંઢ ઉપર આવી. હાથીએ રાણીને પોતાની સૂંઢમાં પકડીને નીચે ઉતારી.
રાણી હાથીના મહાવત સાથે પ્રેમમાં હતી. મહાવતે હાથીને આ રીતે રાણીને પકડીને નીચે ઉતારવાની તાલીમ આપેલી હતી.
દેવદત્ત પણ ધીરે ધીરે એ ગોખમાં જઈને બેસી ગયો અને નીચે શું ચાલે છે, તે જોવા લાગ્યો.
રાણી જેવી મહાવત પાસે ગઈ કે મહાવત ગુસ્સે થઈને બોલ્યો : “આજે કેમ મોડી આવી?' ને લોખંડની સાંકળ રાણીના બરડામાં ફટકારી. રાણીએ કહ્યું : મારે તો વહેલા આવવું હતું પણ નવો રખેવાળ રાત્રે ઊંઘતો જ નથી. પણ એને જેવું ઝોકું આવ્યું કે હું તે તક ઝડપીને અહીં આવી છું.' - પછી એ રાણી અને મહાવત કામક્રીડામાં લીન થઈ ગયાં. - પાછલી રાતે રાણી હાથી દ્વારા મહેલમાં આવી ગઈ. - દેવદત્ત વિચારવા લાગ્યો : “ખરેખર, વિધાતા પણ સમજી ન શકે તેવું સ્ત્રીચરિત્ર હોય છે. રાજાની રાણી તો સૂર્ય પણ જોઈ શકતી નથી. છતાં જો આવી વ્યભિચારિણી હોય તો પછી બીજી સ્ત્રીઓ તો પાણી ભરવા અને બીજા ઘણાં કામે ઘરની બહાર જાય છે, તેમનું શીલ શી રીતે ટકે? મારી પુત્રવધૂનો પણ શો વાંક? સ્ત્રીઓ ખરેખર, ચંચળ ચિત્તની હોય છે...”
દેવદત્તનું મન હલકું થઈ ગયું. તેને ઊંઘ આવી ગઈ. સવાર પડી છતાં તે ઊઠ્યો નહીં. દાસીએ તેને જગાડવા પ્રયત્ન કર્યો, છતાં તે જાગ્યો નહીં. દાસીએ
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪o.
એક રાત અનેક વાત જઈને રાજાને વાત કરી. રાજાએ કહ્યું : “એને ઊંઘવા દે. જ્યારે તે જાગે ત્યારે તેને મારી પાસે લઈ આવજે.’ - દેવદત્ત સોની સાત દિવસ ને રાત ઘસઘસાટ ઊંધ્યો. જ્યારે તે જાગ્યો, તે રાજા પાસે ગયો. રાજાએ તેને કહ્યું : “હું તને અભયદાન આપું છું. તને આવી ઊંઘ કેમ આવી ગઈ?' તેં જે કંઈ જોયું હોય કે જાણ્યું હોય, તે કહી દે.”
દેવદત્તે રાણી અને મહાવતના પ્રેમની વાત કહી દીધી. રાજાએ દેવદત્તને ખૂબ ધન આપીને નોકરીમાંથી છૂટો કર્યો. તે પોતાના ઘરે જઈને રહ્યો.
0 0 0. રાજાને એ ખબર ન પડી કે કઈ રાણી મહાવતના પ્રેમમાં છે એટલે રાણીઓના ચરિત્રની પરીક્ષા કરવાનો તેણે નિર્ણય કર્યો.
રાજાએ લાકડાનો એક સુંદર હાથી બનાવરાવ્યો. તે પછી તેણે પોતાની આઠેય રાણીઓને બોલાવીને કહ્યું : “આજે મને એવું સ્વપ્ન આવ્યું કે મારી બધી રાણીઓ નગ્ન થઈને લાકડાના હાથી પર બેઠી છે! માટે હું એ સ્વપ્ન સાર્થક કરવા ઇચ્છું છું. મેં એકાંતમાં લાકડાનો હાથી ઊભો રાખ્યો છે. તમે નગ્ન થઈને એના પર બેસો.'
સાત રાણીઓ તો નગ્ન થઈને હાથી પર બેસી ગઈ; પરંતુ એક રાણી બોલી: “મને તો હાથીનો ડર લાગે છે... હું નહીં બેસું.” એટલે રાજાએ તેના ઉપર કમળનાં ફૂલોથી પ્રહાર કર્યો... એટલે એ રાણી મૂચ્છિત થઈને જમીન પર પડી ગઈ!
રાજા સમજી ગયો કે “આ જ રાણી મહાવત સાથે પ્રેમમાં છે.” તરત જ રાજાએ એ રાણીની પીઠ જોઈ... તો લોખંડની સાંકળના પ્રહારનાં ચિહૂનો હતાં. રાજાએ તે રાણીને કહ્યું : “રે દુરાચારિણી, ઉન્મત્ત હાથી પર ચઢી શકે છે ને લાકડાના હાથીથી ડરે છે? સાંકળના મારથી હરખાય છે ને કમળના પ્રહારથી મૂર્છા આવી જાય છે? હે દુષ્ટા, જે હાથી દ્વારા તું તારા પ્રેમી પાસે જાય છે તે હાથી અને પ્રેમી સાથે તારે યમલોકમાં જવાનું છે.'
રાજાએ મહાવતને બોલાવ્યો ને સજા ફરમાવી : “હાથી ઉપર બેસીને તમે બન્ને પહાડ ઉપર જાઓ. ને પહાડના શિખર પરથી તમે ત્રણેય નીચે પડો.” ત્રણેય પહાડ પર ચઢ્યાં.
લોકોએ જ્યારે આ વાત સાંભળી, રાજાને વિનંતી કરી : “મહારાજા, હસ્તીરત્નનો નાશ ન કરો.”
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
પાસેના
રાજાએ મહાવતને કહેવરાવ્યું : “તું અને રાણી, શિખર પરથી કૂદી પડો. હાથીને જીવતો નીચે ઉતાર.”
મહાવતે કહ્યું : “અમને બન્નેને અભયદાન મળે.. તો જ હું હાથીને પહાડથી નીચે ઉતારું.'
રાજાએ મહાવતને અને રાણીને દેશનિકાલની સજા કરી. હાથીને જીવતો રાખ્યો.
0 0 0 રાણી અને મહાવત ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં રાત પડી. તેઓ બીજા કોઈ ગામના પાદરે પહોંચી ગયાં હતાં. ગામની બહાર એક જૂનું શિવાલય હતું. બન્ને શિવાલયમાં જઈને સૂઈ ગયાં.
લગભગ અડધી રાત વીતી હશે. ગામમાંથી ચોરી કરીને એક ચોર ભાગ્યો. નગરરક્ષકો તેની પાછળ પડ્યા. પેલો ચોર આ શિવાલયમાં ઘૂસી ગયો. નગરરક્ષકોએ શિવાલયને ઘેરી લીધું.
શિવાલયમાં ઘોર અંધકાર હતો. જ્યાં રાણી અને મહાવત સૂતેલાં હતાં, ત્યાં ચોર આવ્યો.
મહાવત ઘસઘસાટ ઊંઘતો હતો... રાણી જાગતી હતી... ચોરે અંધારામાં • રાણીને સ્પર્શ કર્યો. રાણીએ ચોરનો હાથ પકડી એના કાનમાં કહ્યું :
જો તું મારી સાથે ભોગ ભોગવે તો “તું મારી પતિ છે,' એમ નગરરક્ષકોને કહીને તને બચાવી લઈશ.”
ચોરે હા પાડી. તેને તો ભાવતું'તું ને વૈદે બતાવ્યું,' એના જેવું થયું. એટલામાં હાથમાં મશાલ લઈ નગરરક્ષકો મંદિરમાં આવ્યા. તેમણે આ ત્રણેયને જોયા. પૂછ્યું : “તમે કોણ છો?”
રાણએ ચોરને બતાવીને કહ્યું : “આ મારા પતિ છે. અમે બીજે ગામ જતાં અહીં રાતવાસો રહ્યાં છીએ.”
નગરરક્ષકોએ વિચાર્યું : “જેની આવી લક્ષ્મી જેવી સારી પત્ની હોય તે તો ચોરી ન જ કરે. માટે આ સૂવાનો ઢોંગ કરે છે, તે જ ચોર હોવો જોઈએ.”
નગરરક્ષકોએ મહાવતને ચોર તરીકે પકડ્યો. મહાવતે રાણી સામે જોયું. પરંતુ રાણી તો એના નવા પ્રેમીની સાથે શિવજીની મૂર્તિ સામે આંખો બંધ કરીને બે હાથ જોડીને ઊભી હતી!
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
એક રાત અનેક વાત નગરરક્ષકો મહાવતને પકડીને લઈ ગયા. તેને રાજાએ શૂળી પર ચઢાવવાની શિક્ષા કરી. બીજા દિવસે સવારે તેને શૂળી પર ચઢાવ્યો. મહાવતને ખૂબ તરસ લાગી હતી. જતાં આવતાં લોકો પાસે તે પાણી માગતો હતો. પરંતુ કોઈ એને પાણી આપતું ન હતું.
ત્યાં જિનદાસ નામનો એક શ્રાવક ત્યાંથી પસાર થતો હતો, તેણે કહ્યું : ‘ભાઈ, હું તને પાણી લાવી આપું છું, ત્યાં સુધી તું “નમો રિહંત' બોલ્યા કર.'
જિનદાસ પાણી લઈને આવે, તે પહેલાં જ “નમો અર્દિતા'નો જાપ કરતો મહાવત મૃત્યુ પામ્યો. મરીને દેવ થયો.
૦ ૦ ૦ પેલી કુલટાએ ચોર સાથે મંદિરમાં ભોગ ભોગવ્યા. સવારે બન્ને ચાલી નીકળ્યાં. રસ્તામાં નદી આવી.
ચોરે રસ્તામાં જ વિચાર કર્યો હતો : “જે સ્ત્રીએ એના પહેલા પ્રેમી સાથે દગો કર્યો, તે મારી સાથે દગો કેમ નહીં કરે?'
નદીકિનારે ચોરે રાણીને કહ્યું : “તારાં વસ્ત્ર અને ઘરેણાં ભારે છે. એની સાથે તને ઉપાડીને હું સામે કિનારે ન પહોંચાડી શકે. એટલે પહેલાં તું મને તારાં વસ્ત્ર અને ઘરેણાં આપી દે, તે હું સામે કિનારે મૂકીને આવું. ત્યાં સુધી તું આ વૃક્ષઘટામાં સંતાઈને બેસજે. ગભરાઈશ નહીં હું આવીને તને નદી પાર કરાવીશ.”
રાણીએ એને પોતાનાં વસ્ત્ર અને ઘરેણાં આપી દીધાં. ચોર તે લઈને નદીના સામા કિનારે પહોંચી ગયો.... અને એ બધું લઈને ભાગવા માંડ્યો. રાણીએ તેને ભાગતો જોયો... તે નગ્ન અવસ્થામાં એકદમ નદીના પાણી પાસે આવી બૂમો પાડવા લાગી : “અરે, તું મને એકલી છોડીને કેમ ભાગી જાય છે?'
ચોરે કહ્યું : “આ અવસ્થામાં તું મને રાક્ષસી જેવી લાગે છે.. તું મને ખાઈ જાય તો. મને ડર લાગે છે...!' એમ કહીને તે ભાગી ગયો. રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
ત્યાં અચાનક એક શિયાળ આવ્યું. તેના મુખમાં માંસનો ટુકડો હતો. તે માંસનો ટુકડો નદીના કિનારે મૂકીને તે પાણીમાં રહેલી માછલી ખાવા દોડ્યું.
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
પવસેના પરંતુ માછલી પાણીમાં ઊંડે ચાલી ગઈ અને માંસનો ટુકડો એક પક્ષી ઉપાડી ગયું!
રાણી આ જોઈ રહી હતી. તેણે શિયાળને કહ્યું : “હે શિયાળ, તારાં માંસ અને માછલી બન્ને ગયાં!”
શિયાળ મનુષ્ય-વાણીમાં બોલ્યું : “તે પતિને છોડી પ્રેમીને મેળવવા ગઈ, તો બન્નેને ખોયા. તું નગ્ન બનીને આમતેમ શું જોયા કરે છે? રે ચારિત્રભ્રષ્ટ, તારા મોંઢા પર થું...” રાણી શિયાળની વાણી સાંભળીને ધ્રુજી ગઈ. તેણે પૂછ્યું : ‘તમે કોણ છો?” શિયાળે પોતાનું દૈવી રૂપ પ્રગટ કરીને કહ્યું : “હું તારો પ્રેમી મહાવત છું. શ્રી નવકાર મંત્રના પ્રભાવથી હું મરીને દેવ થયો છું. માટે તે પણ તારાં પાપ ધોવા ધર્મના માર્ગે ચાલ.'
એ દેવે, રાણીને સાધ્વીજી પાસે લઈ જઈ દીક્ષા અપાવી. તેને સાધ્વી બનાવી મોક્ષમાર્ગે વાળી.
૦ ૦ ૦. પદ્મસેનાએ જંબૂકુમારને કહ્યું : “હે નાથ, મારી આ વાર્તામાંથી જે સાર ગ્રહણ કરવો હોય તે કરો. મારે તો એક જ વાત કહેવી છે કે જે મળ્યું નથી તે મેળવવાની લાલચે, તમને જે મળ્યું છે તે છોડી ન દો.”
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. કનકસેના અને નભણેના
પાસેના, તારી કહેલી વાર્તા ઉપર તું બીજી દૃષ્ટિથી વિચાર કર. દુગિલાનું અધ:પતન શાથી થયું? રાણીના વ્યભિચારનું મૂળ કારણ શું હતું? એક માત્ર વિષયવાસના. વૈષયિક-દૈહિક સુખની તીવ્ર ઇચ્છા.
પરંતુ, તારી એ દુMિલા અને પેલી રાણી, એ તો સામાન્ય સ્ત્રીઓ હતી, હું તને એક વિદ્યાધર પુરુષની વાર્તા કહું છું. વિદ્યાધર જેવો વિદ્યાધર પુરુષ પણ જો વૈષયિક સુખમાં લપટાઈ જાય છે તો એનુંય કેવું ઘોર પતન થાય છે, એ સાંભળ. વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોની દુનિયા છે. ત્યાં ગગનવલ્લભ નામનું નગર છે.
એ નગરમાં બે યુવાન વિદ્યાધરો રહેતા હતા. એકનું નામ મેઘરથ અને બીજાનું નામ વિઘુનાલી. એક દિવસ મેઘરથે વિદ્યુમ્ભાલીને કહ્યું : “જો આપણે વિશિષ્ટ વિદ્યાસાધના કરવી હોય તો મનુષ્યોની દુનિયામાં જવું જોઈએ. ત્યાં આપણે નીચ કુળની કન્યાને પરણીને એક વરસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો તારી ઇચ્છા હોય તો આપણે જઈએ.” વિદ્યુમ્ભાલી તૈયાર થઈ ગયો. બન્ને મિત્રો આ જ ભારતના વસંતપુર નગરમાં ગયા.
તેમણે નીચ કુળની કન્યાઓ સાથે લગ્ન કરવાનાં હતાં ને! એટલે તે બન્ને ચાંડાલોના વાસમાં જઈને રહ્યા. આવા સારા ઘરના અને રૂપવાન યુવાનોને ચાંડાલોએ પોતાના વાસમાં રહેલા જોઈને પૂછ્યું :
તમે અમારા વાસમાં કેમ આવીને રહ્યા છો?' શું કરીએ, અમારા માતા-પિતાએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે.' “ચાંડાલોએ કહ્યું : “તો ભલે અહીં રહો, અમારા જેવું કામ કરો. અમે તમને અમારી કન્યાઓ પરણાવીશું. તમને કોઈ કાંઈ કહેશે નહીં.”
બન્ને વિદ્યાધર યુવાનો ચાંડાલોના વાસમાં રહ્યા. મેઘરથને ચાંડાલોએ એક કાણી કન્યા પરણાવી. વિદ્યુમ્ભાલીને એક મોટા દાંતવાળી ચાંડાલ કન્યા પરણાવી.
મેઘરથે તો પરણીને પોતાની પત્નીને કહ્યું : “એક વર્ષ સુધી તારે મને અડવાનું નથી. હું વિદ્યાસાધના કરીશ. પછી તને ખૂબ સુખ આપીશ.’ આ રીતે
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકસેના અને નભસેના.
૧૪૫ મેઘરથે તો વિદ્યા સિદ્ધ કરી લીધી. પરંતુ વિદ્યુમ્ભાલી ચાંડાલ કન્યામાં આસક્ત બન્યો. તે બ્રહ્મચર્ય ન પાળી શક્યો. તેની પત્ની ગર્ભવતી બની.
મેઘરથે વર્ષના અંતે વિદ્યુમ્નાલીને કહ્યું : “ચાલો, હવે આપણે આપણી વિદ્યાધર દુનિયામાં જઈએ. મારે વિદ્યા સિદ્ધ થઈ ગઈ... તારે ?”
વિદ્યુમ્માલી શરમાઈ ગયો. તેણે પોતાની વાત કહી દીધી. મેઘરથે એને ઠપકો આપ્યો. વિદ્યુમ્ભાલીએ કહ્યું : “હવે એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને વિદ્યાસાધના કરીશ. તું એક વર્ષ પછી મને લેવા આવજે.'
મેઘરથ પોતાના ગગનવલ્લભ નગરમાં પહોંચી ગયો. વિદ્યુમ્ભાલીની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. વિદ્યુમ્ભાલી ખુશ થઈ ગયો. બ્રહ્મચર્ય પાળવાનું ભૂલી ગયો. ફરીથી તેની પત્ની ગર્ભવતી બની.
વર્ષના અંતે મેઘરથ તેની પાસે આવ્યો. વિદ્યુમ્માલીની વિષયાસક્તિ જોઈ તેણે કહ્યું : “મિત્ર, જો વૈષયિક સુખ ભોગવવાં હતાં તો આપણી વિદ્યાધરોની દુનિયામાં શ્રેષ્ઠ સુખો રહેલાં છે. આવી ચાંડાલ સ્ત્રીમાં તું શું જોઈને મોહિત થયો છે?' પરંતુ વિદ્યુમ્માલીના મન પર કોઈ અસર ન થઈ. એ તો પત્રના મૂત્રને સુગંધી જલ માનતો હતો અને ચાંડાલ પત્ની અને મારતી તો પણ એ એને ચાહતો હતો!
આ વિઘન્માલી હવે વિદ્યાધર દુનિયામાં નહીં આવે. એને આ નરક જેવી દુનિયા ગમી ગઈ છે.' એમ સમજીને મેઘરથ પોતાના નગરમાં ચાલ્યો ગયો.
તે રાજકુમાર હતો. તેના પિતાએ તેનો રાજ્યાભિષેક કરી દીક્ષા લીધી. મેઘરથ રાજા બની, રાજ્યનું દીર્ધકાળ પાલન કરી છેવટે દીક્ષા લીધી અને આત્મકલ્યાણ સાધ્યું.
વિદ્યુમ્નાલી મોહના અંધકારમાં અટવાઈને ઘણા ભવોમાં ભટક્યો. હે પદ્મસેના, મોહાસક્તિ ભયાનક છે. ઝેર ખાવું સારું, પણ વિષયવાસનામાં લપટાવું ખોટું. ઝેરથી એક વાર મૃત્યુ થાય, જ્યારે વિષયવાસનાથી અનેકવાર મૃત્યુ થાય છે.”
૦ ૦ ૦. જંબૂકમારની ધીર-ગંભીર વાણીએ સહુને વિચાર કરતા કરી મૂક્યા. ક્ષણભર ખંડમાં સન્નાટો છવાઈ ગયો. જાણે કે વૈરાગ્યનું ઘનઘોર વાદળ ઘેરાઈ આવ્યું. પરંતુ બીજી જ ક્ષણે કનકસેના નામની સ્ત્રીએ ચર્ચામાં પ્રવેશ કરતાં કહ્યું : સ્વામીનાથ, “ત્તિ સર્વત્ર વર્જયતે' કોઈ પણ વાત “અતિ સારી નહીં.
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
એક રાત અનેક વાત સંસારમાં રહીને શું ત્યાગ ન કરી શકાય? સર્વત્યાગ કરવો જ શું જરૂરી છે? અમે આપની પત્નીઓ આટ-આટલો આગ્રહ કરીએ છીએ છતાં આપનું જ ગાણું ગાયા કરો છો તે મને યોગ્ય લાગતું નથી. મધ્યમ માર્ગે ચાલવામાં શાણપણ છે.
નહીંતર પછી પેલા ખેતરક્ષક ખેડૂતની જેમ છેવટે પસ્તાવાનો સમય આવશે. સાંભળો એ વાર્તા.
શાલિગ્રામમાં એક ખેડૂત રહેતો હતો. “શંખનાદ” એનું નામ હતું.
રોજ રાત્રે શંખ વગાડીને પોતાના ખેતરની રખેવાળી કરતો હતો. માંચડા પર ચઢીને તે શંખ ફૂંકતો, પશુઓ ભાગી જતાં.
એક દિવસ કેટલાક ચોરો ગામમાંથી ગાયોની ચોરી કરી, શંખનાદના ખેતરની પાસે ઊભા હતા. રાત્રિનો સમય હતો. શંખનાદે શંખ ફૂંકવો શરૂ કર્યો. પેલા ચોર ગભરાયા. તેમણે વિચાર્યું : “ગ્રામરક્ષકોએ ગાયોને બચાવવા શંખ ફૂંક્યો લાગે છે... હમણાં રક્ષકો આવશે...' તેઓ ગાયોને ત્યાં જ મૂકી ભાગી ગયા.
સવારે ગાયો ચરતી ચરતી શંખનાદના ખેતરની સામે આવી ગઈ. શંખનાદે તે ગાયો ગામના લોકોને સોંપી દીધી. ગામલોકોએ શંખનાદની પ્રશંસા કરી, તેને ધન્યવાદ આપ્યા.
શંખનાદને શૂરાતન ચઢયું. હવે તે વધારે જોરથી શંખ ફૂંકવા માંડ્યો. એક દિવસ ફરીથી ચોરો ગાયોને પકડી લાવ્યા. ત્યાં તેમણે શંખનો નાદ સાંભળ્યો. તે ચોરોએ વિચાર્યું : “નક્કી કોઈ ખેડૂત ખેતરની રખેવાળી કરવા શંખ વગાડતો લાગે છે. ખરેખર, આપણે પહેલાં છેતરાયા હતા. આ તો એનો એ જ અવાજ
રાત્રિના અંધારામાં તેઓ ધીરે ધીરે શંખનાદના ખેતરમાં ઘૂસ્યા. તેઓ ખૂબ ક્રોધે ભરાયેલા હતા.
રૂની વાટ કરતા હોય તેમ હાથ ઘસતા-ઘસતા, વાછરડાં જેમ ગાયના આંચળને દબાવે તેમ હોઠ અને દાંત દબાવતા દબાવતા, હાથી જેમ સૂંઢ પછાડે તેમ લાકડીઓ પછાડતા-પછાડતા અને બળદની જેમ ધાન્યના છોડવાઓને પાડતા-કચડતા તે ચોરો ખેતરમાં દાખલ થયા.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકસેના અને નભસેના
૧૪૭ પછી એ ચોરોએ તે ખેડૂતને લાકડીઓથી ખૂબ માર્યો. તેનાં કપડાં ઉતારી લીધાં અને દોરડાથી કચકચાવીને બાંધ્યો.
સવારે બીજા ગોવાળો ત્યાં આવ્યા. તેમણે ખેડૂતને આવું બનવાનું કારણ પૂછુયું. ખેડૂતે કહ્યું : “શંખ ફૂકો, ભલે ફૂંકો, પણ વધારે ન ફૂકવો. કારણ કે વધારે ફૂંકવાથી કામ બગડે છે. પહેલી વખત શંખ ફૂંકવાથી મેં જે મેળવ્યું હતું તે વધારે કવાથી ચાલ્યું ગયું. માટે કોઈ કામ ‘અતિ’ ન કરવું.'
હે નાથ, શંખનાદ ખેડૂતને જેમ ભાન થયું તેમ તમારે પણ “અતિ' નો આગ્રહ છોડી, મધ્યમ માર્ગે ચાલવું જોઈએ. ગૃહવાસમાં રહી મોક્ષમાર્ગની આરાધના કરવી, તે મધ્યમ માર્ગ છે.'
૦ ૦ ૦ જંબૂકુમારે ચંદન જેવી શીતલ વાણીમાં કહ્યું : “કનકસેના, તું કર્મબંધનની દૃષ્ટિથી વિચારીશ તો ગૃહવાસમાં રહેવાનો આગ્રહ છોડી દઈશ. હું ‘કર્મબંધના સિદ્ધાંતને જાણું છું. જેઓ આ સિદ્ધાંતને નથી સમજતા તેઓ અજ્ઞાનવશ અને રાગ-દ્વેષ પરવશ બની કેવાં ચીકણાં પાપકર્મ બાંધે છે, અને એ પાપકર્મો જીવને દુર્ગતિઓમાં લઈ જઈ કેવાં ઘોર દુઃખ આપે છે એ વાતો તું સાંભળીશ... તો તું પણ મારી સાથે દીક્ષા લેવા તૈયાર થઈ જઈશ. તમે સહુ જે ગૃહવાસમાં રહેવા મને સમજાવવા પ્રયત્ન કરો છો એ ગૃહવાસમાં જીવને કેવાં કેવા પાપ કરવાં પડે છે અને એ વાસનામાં જકડાતો જાય છે, તે સમજાવવા એક ઉપનય-કથા કહું છું.
વિંધ્યાચલમાં એક મહાકાય વાંદરો રહેતો હતો. જાણે એ પોતાને વિધ્યાચલકુમાર ન માનતો હોય! હમેશાં એ વાંદરીઓના જૂથે સાથે જંગલોમાં વિચરણ કરતો.
વર્ષો વીત્યાં, વાંદરો ઘરડો થયો. તે છતાં એ બીજા કોઈ વાંદરાને જૂથપતિ બનવા દેતો ન હતો. પરંતુ એક જવાન વાંદરાએ પેલા ઘરડા વાંદરાની પરવા કર્યા વિના, વાંદરીઓ સાથે ફરવા માંડ્યું અને કામક્રીડા કરવા માંડી. તે જોઈને ઘરડા વાંદરાએ જવાન વાંદરા પર હુમલો કર્યો. બન્ને વચ્ચે ભયાનક ઝપાઝપી થઈ. જવાન વાંદરાએ એક પથ્થર ઘરડા વાંદરાના માથે મારી, તેનું માથું ફોડી
નાંખ્યું.
ઘરડો વાંદરો ત્યાંથી ભાગ્યો. દોડતાં. દોડતાં એ થાકી ગયો. તે એક ઝાડ નીચે બેઠો. એને ખૂબ તરસ
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
એક રાત અનેક વાત
લાગી હતી. તેણે આસપાસ જોયું... દૂર કંઈક ચમતું દેખાયું, તેણે માન્યું કે ત્યાં પાણી છે. તે દોડ્યો. જ્યાં પાણી પીવા મોઢું નાંખ્યું... મોઢું ચોંટી ગયું! કારણ કે એ પાણી ન હતું, પરંતુ શિલાજિત હતું. શિલાજિત ખૂબ જ ચીકણું હોય છે.
મોઢું છુઠ્ઠું કરવા માટે તેણે હાથ-પગ શિલાજિતમાં મૂકી જોર કરવા માંડ્યું. તેના હાથ-પગ પણ ચોંટી ગયા! પરિણામે ભૂખ્યો ને તરસ્યો એ ઘરડો વાંદરો મૃત્યુ પામ્યો. હા, જો એણે હાથ-પગ શિલાજિતમાં મૂક્યા વગર મોઢું છોડાવવાની મહેનત કરી હોત, તો કદાચ બચી જાત.
હે કનકસેના, સ્ત્રીની વાસના શિલાજિત જેવી છે. તેમાં ચોંટ્યા પછી ઊખડવું ઘણું મુશ્કેલ હોય છે. દુનિયામાં આ રીતે સ્ત્રી-વાસનામાં ચોંટી ગયેલા અસંખ્ય જીવો દેખાય છે... તેમનાં દુ:ખ... ત્રાસ અને વેદના જોઈને, મેં તો બ્રહ્મચર્ય પાળવાની દૃઢ પ્રતિજ્ઞા કરી લીધી છે.
કનકસેનાએ પોતાની પાસે બેઠેલી નભસેના સામે જોયું. નભસેના જંબૂકુમાર સામે એકાગ્રતાથી જોઈ રહી હતી. કનકસેનાએ સાચવીને એના હાથને સ્પર્શ કર્યો. નભસેનાએ કનકસેના સામે જોયું. તેના મુખ પર સ્મિત તરી આવ્યું. તે કનકસેનાનો ઇશારો સમજી ગઈ.
વાતનું અનુસંધાન કરતી નભસેના બોલી :
‘હે પ્રાણનાથ, મારી સ્પષ્ટ વાત કદાચ કડવી લાગે તો મને ક્ષમા કરજો, પરંતુ હું સ્પષ્ટ વાત જ કરીશ. મેં આપની વાત ધ્યાનપૂર્વક સાંભળી છે. આપે કહ્યું કે ‘જો તે વાંદરાએ શિલાજિતમાં પોતાના હાથ-પગ ન મૂક્યા હોત તો એ મુક્ત થઈ શકત.’
શિલાજિત સમાન સ્ત્રીઓનો સંગ કરીને, વૈયિક સુખો ભોગવીને શું મહાપુરુષોએ અને એ મહાન સ્ત્રીઓએ દીક્ષા લીધાનાં દૃષ્ટાંતો નથી મળતાં? શ્રી નેમનાથ અને શ્રી મલ્લિનાથ સિવાયના બાવીશ તીર્થંકરોએ શું લગ્ન નહોતાં કર્યાં? શું તેમણે સંસારસુખ નહોતાં ભોગવ્યાં? પછી તેઓ સંસારત્યાગ નહોતા કરી શક્યા? એવી રીતે ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી વગેરેએ સંસારસુખો ભોગવીને ચારિત્ર નહોતું લીધું? તેવી રીતે આપ પણ અમારી સાથે મનગમતાં સંસારસુખ ભોગવીને પછી દીક્ષા ન લઈ શકો? પછી બ્રહ્મચર્ય ન પાળી શકો? ખરું કહું? સંસારનાં સુખ ભોગવ્યા વિના બ્રહ્મચર્ય પાળવામાં કોઈ મજા જ નથી.
બીજી વાત, માણસે સુખી થવું હોય તો જે મળ્યું હોય તેમાં સંતોષ રાખવો
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકસેના અને નભસેના
૧૪૯ જોઈએ. આપને જે અપાર વૈષયિક સુખો મળ્યાં છે, તેમાં સંતોષ રાખો. આ સુખોથી ચઢિયાતાં મોક્ષનાં સુખો મેળવતા જતાં, મળેલાં સુખો છોડી દેવાની ભૂલ કરશો તો પસ્તાવાના દિવસો આવશે.
બહુ ઉતાવળા ન થાઓ. જેમ સંસારનાં સુખો વગર મહેનતે આ જન્મમાં મળ્યાં ને? તેવી રીતે મોક્ષનાં સુખો પણ સહજતાથી મળશે! ભોગવો ત્યારે મોક્ષનાં સુખ. અત્યારે, આ જન્મમાં જે સુખ મળ્યાં છે તે ભોગવો.
કદાચ, આપે મોક્ષસુખ મેળવવા અધીર થયેલા લોકોને સંસારના સુખો છોડી સાધુ થયેલા જોયા હશે... ને તેમને જોઈને આપને પણ એ મોક્ષસુખ મેળવવાનો લોભ જાગ્યો હશે... પરંતુ એ લોભ સારો નથી. જુઓ, લોભી ડોસીઓની એક વાર્તા કહું છું.
એક ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની બે વૃદ્ધ સ્ત્રીઓ રહેતી હતી. બન્ને એકલી-એકલી હતી. પોતપોતાની ઝૂંપડીમાં રહેતી હતી અને ગરીબીમાં જીવતી હતી.
એક દિવસ બુદ્ધિ ડોસીના દ્વારે એક સંન્યાસી આવ્યો. તેણે બુદ્ધિને કહ્યું : ‘ગામની બહાર જે ભોતક યક્ષનું મંદિર છે, ત્યાં જઈ ત્રણ ઉપવાસ કરી યક્ષની આરાધના કર. યક્ષ તારું દુઃખ દૂર કરશે. તને સુખી કરી દેશે.”
બુદ્ધિ તો ગઈ પક્ષના મંદિરે. ત્રણ ઉપવાસ કરીને યક્ષની આરાધના કરી. યક્ષ પ્રસન્ન થયો. ડોસીને પૂછ્યું :
તારે શું જોઈએ છે?' એવું આપો કે જેનાથી હું સુખમાં જીવું.” ડોસીએ કહ્યું.
મારા પગ પાસેથી તને રોજ એક સોનાનો સિક્કો મળશે, તે તું રોજ લઈ જજે.” ડોસી બોલી : “આપની મારા પર મહાન કૃપા થઈ.
બુદ્ધિને રોજ એક સોનાનો સિક્કો મળવા લાગ્યો. થોડા દિવસમાં તેની રહેણી-કરણી બદલાવા લાગી. - મોટું સુંદર ઘર બની ગયું. - ઘરમાં ચાંદીનાં વાસણ આવી ગયાં. - એક હજાર ગાયોનું ગોકુળ વસાવ્યું. - બુદ્ધિ સુંદર વસ્ત્રો અને અલંકારો પહેરવા લાગી.
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫o
એક રાત અનેક વાત લોકોને ઘણું આશ્ચર્ય થવા લાગ્યું. પરંતુ સહુથી વધારે આશ્ચર્ય તો સિદ્ધિને થયું. તે ઘણીવાર બુદ્ધિને પૂછે છે, પણ બુદ્ધિ અને રહસ્ય કહેતી નથી. પરંતુ બંને સખીઓ હતી ને એટલે એક દિવસ બુદ્ધિએ સિદ્ધિને રહસ્ય બતાવી દીધું.
સિદ્ધિએ પણ ત્રણ ઉપવાસ કરી યક્ષની આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ તેને પૂછ્યું :
‘કહે, તારે શું જોઈએ? સિદ્ધિને બુદ્ધિની ઈર્ષ્યા હતી, એટલે સિદ્ધિએ કહ્યું : ‘તમે જેટલું બુદ્ધિને આપો છો તેનાથી બમણું મને આપો.' ‘તથાસ્તુ' કહીને યક્ષ અદશ્ય થઈ ગયો.
સિદ્ધિને બુદ્ધિ કરતાં બમણી ધન-દોલત મળવા લાગી, એ જોઈને બુદ્ધિને ઈર્ષ્યા થવા લાગી. તેણે ફરીથી યક્ષની આરાધના કરી. યક્ષ પ્રસન્ન થયો. બુદ્ધિએ સિદ્ધિ કરતાં બમણી સંપત્તિ માગી. તેને મળવા લાગી. તેથી સિદ્ધિને ઈર્ષ્યા થવા લાગી. તેણે પણ યક્ષની ફરીથી આરાધના કરી. બુદ્ધિ કરતાં બમણી સંપત્તિ માંગી. આ રીતે સ્પર્ધા ચાલતી રહી. છતાં બેમાંથી કોઈનેય તૃપ્તિ ન થઈ... ઈર્ષ્યા વધતી ગઈ.
સિદ્ધિએ વિચાર્યું : “યક્ષ પાસે જેટલું હું માનું છું, એનાથી બમણું બુદ્ધિ માગે છે... ભલે, હવે તો હું એવું માનું કે બુદ્ધિ માંગવાની કુટેવ જ છોડી દે.
તેણે યક્ષને પ્રસન્ન કરીને કહ્યું : “મારી એક આંખ ફોડી નાંખો.. તેની એક ફૂટી ગઈ. આ વાતની ખબર બુદ્ધિને ન પડી. એટલે બુદ્ધિએ યક્ષને પ્રસન્ન કરીને કહ્યું : “જે સિદ્ધિને આપ્યું, તેનાથી બમણું મને આપો!' એટલે તરત જ તેની બન્ને આંખો ફૂટી ગઈ! તે દુ:ખી દુ:ખી થઈ ગઈ.
યક્ષે વિચાર્યું કે “આ બન્ને એકબીજાની ઈર્ષ્યા કરે છે.” એટલે તેણે બન્નેની બધી જ સંપત્તિ લઈ લીધી. પાછી એ બન્ને પહેલાં જેવી નિર્ધન બની ગઈ. એક કાણી અને બીજી આંધળી!
હે નાથ, એટલા માટે કહું છું કે મોક્ષસુખનો લોભ છોડીને, જે સુખ સંસારનાં મળ્યાં છે, તે ભોગવીને સંતોષ માનો.' નભસેનાએ પોતાની વાર્તા પૂરી કરી.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫. કનુકશ્રી અને કમળવતી)
નભસેના, તારી સ્પષ્ટ વાત સાંભળીને હું રાજી થયો છું. હવે તું પણ મારી સ્પષ્ટ વાત સાંભળ. તમે સહુ ખૂબ પ્રેમથી સાંભળજો.
પહેલી વાત તો એ છે કે હું સંસારના સુખો પ્રત્યે વિરક્ત બન્યો છું. મારા મનમાં એક માત્ર મોક્ષસુખની ઝંખના છે. સંસારના સુખો મને કેમ નીરસ... તુચ્છ લાગ્યાં છે, તે તમને સમજાવું.
જે માણસને ફાંસીની સજા થઈ હોય, તેને રસભરપૂર ભોજન આપવામાં આવે, સુંદર વસ્ત્ર અને કિંમતી અલંકાર આપવામાં આવે.... શું એ માણસને ગમશે? એ ભોજનમાં... વસ્ત્રમાં... અલંકારોમાં સુખ માનશે? નહીં ને? તેમ મને “મૃત્યુ” સામે ભાસે છે... અનિશ્ચિત મૃત્યુ ગમે ત્યારે ભરખી જનારું મૃત્યુ કહો, પછી આ બધાં ભોગસુખો ગમે ખરો?
બીજી તરફ ગણધર ભગવંતશ્રી સુધર્મા સ્વામીના ઉપદેશથી મેં આત્માને જાણ્યો અને મોક્ષને જાણ્યો. મોક્ષસુખને જાણ્યું ને જાણ્યા પછી તો... મને સંસારનાં સુખ, સાચે જ તુચ્છ લાગી ગયાં.
નભસેના, જેણે ઘીને જોયું ન હોય તેને તેલ જ ભાવે, તેમ જેને મોક્ષસુખનું જ્ઞાન ન હોય તેને સંસારનાં વિષયસુખ ગમે. સંસારના અજ્ઞાની જીવો દુઃખથી તો દૂર ભાગે છે, પરંતુ સુજ્ઞ પુરુષો સંસારનાં વૈષયિક સુખોથી પણ દૂર ભાગે છે.
“વૈષયિક સુખોનો ઉપભોગ દુ:ખોને નોતરે છે.” આ વાત જાણ્યા પછી એ સુખોને ભોગવવા મન કેવી રીતે રાજી થાય? માટે હું ત્યાગના સીધા રસ્તે ચાલવા ઇચ્છું છું. ભોગના આડા રસ્તે મારું મન ચાલવા નથી ઇચ્છતું. સીધા રસ્તે ચાલનાર સુખી થાય છે. આડા રસ્તે ચાલનાર દુઃખી થાય છે.
એક ઘોડાની વાર્તા દ્વારા તને આ વાત સમજાવું છું. વસંતપુર નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. એક દિવસ જિતશત્રુ રાજા પાસે અશ્વપાલ કેટલાક ઘોડા લઈ આવ્યો. રાજાને શ્રેષ્ઠ ઘોડો લેવો હતો. તેણે પોતાના વિશ્વાસપાત્ર અશ્વપરીક્ષકને બોલાવીને કહ્યું : “સર્વશ્રેષ્ઠ લક્ષણવાળો અશ્વ બતાવો.'
અશ્વપરીક્ષકે એવો એક શ્રેષ્ઠ અશ્વ બતાવ્યો. રાજાએ એની પૂજા કરી, એની સાર-સંભાળ રાખવા, એ અશ્વ નગરશ્રેષ્ઠી જિનદાસને સોંપ્યો. રાજાને જિનદાસ શેઠ ઉપર ખૂબ વિશ્વાસ હતો.
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પર.
એક રાત અનેક વાત જિનદાસ ઘોડાની સાર-સંભાળ રાખે છે. તેને સરોવરે સ્નાન કરાવવા લઈ જાય છે. રસ્તામાં એક જિનમંદિર આવતું, તેની ત્રણ પ્રદક્ષિણા કરાવતો, અને ત્યાંથી એને ઘરે લઈ આવતો.
શેઠે ઘોડાને એવી ટેવ પાડી દીધી કે ઘર, સરોવર અને જિનમંદિર આ ત્રણ સ્થળ સિવાય એ બીજે ક્યાંય જાય જ નહીં.
આવા શુભ લક્ષણોવાળા ઘોડાના નિમિત્તે રાજાની સંપત્તિ દિન-પ્રતિદિન વધતી ચાલી. બીજા રાજાઓ એને વશ થવા માંડ્યાં,
એક શત્રુરાજાએ જાણ્યું કે “જિતશત્રુ રાજાની ઉન્નતિ એના લક્ષણવંતા ઘોડાના કારણે થઈ રહી છે. માટે કોઈ પણ ઉપાય કરીને એ ઘોડાનું અપહરણ કરૂં અથવા એને મારી નાખું...” આ કામ એણે પોતાના વિશ્વાસુ મંત્રીને સોંપ્યું.
મંત્રી વસંતપુર આવ્યો. તેણે જિનમંદિરમાં જઈ પરમાત્માનાં દર્શન કર્યા. ત્યાંથી ગુરુદેવ પાસે જઈ ગુરુવંદન કર્યું અને તે જિનદાસ શ્રાવકને ઘેર પહોંચ્યો. જિનદાસે તેની આગતા-સ્વાગતા કરીને પૂછ્યું : “તમે ક્યાંથી આવો છો અને અહીં આવવાનું પ્રયોજન શું છે?'
મંત્રીએ કહ્યું : “હું સંસારથી વિરક્ત થયો છું. તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. તીર્થયાત્રાઓ કરીને પછી હું ગુરુદેવ પાસે દીક્ષા લઈશ.'
જિનદાસે એ કપટી મંત્રીના કપટને ન જાણ્યું. તેણે મંત્રીને પોતાના ઘરમાં રાખ્યો. મંત્રી બુદ્ધિશાળી હતો. તેણે રોજ જિનદાસને સુંદર ધર્મકથા કહેવાની શરૂ કરી. જિનદાસને ખૂબ આનંદ થવા લાગ્યો.
એક દિવસ જિનદાસના એક સ્નેહી પુરૂષે આવીને કહ્યું : “જિનદાસ, અમારે ઘરે એક દિવસનો ઉત્સવ છે, એટલે હું તમને નિમંત્રણ આપવા આવ્યો છું. આપ અમારે ત્યાં પધારો.'
જિનદાસે કપટી મંત્રીને પૂછુયું : “જો તમે આ ઘર અને આ ઘોડાને ચોવીસ કલાક સંભાળો તો આ મારા સ્નેહીના ઘરે જઈ શકું.”
કપટી મંત્રીએ હા પાડી. જિનદાસ સ્નેહીના ઘરે ગયો. મધ્યરાત્રિના સમયે કપટી મંત્રીએ ઘોડાને લીધો, એના પર સવારી કરી અને નગરની બહાર દોડાવી મૂક્યો.
પરત ઘોડો તો એની ટેવ મુજબ જિનમંદિરની ત્રણ પ્રદક્ષિણા દઈ સરોવર ગયો અને સરોવરથી ઘર તરફ દોડવા લાગ્યો. પેલો મંત્રી એને રોકવા પ્રયત્ન કરે છે... મારે છે. પણ ઘોડો તો પોતાની ટેવ મુજબ જ ઘર-જિનમંદિરસરોવર આ ત્રણ સ્થાન સિવાય બીજા કોઈ રસ્તે જતો નથી.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકશ્રી અને કમળવતી
૧૫૩ આખી રાત ઘોડાએ આ રીતે.... માર ખાધા કર્યો અને ઘર-જિનમંદિર અને સરોવરના ફેરા કર્યા. પ્રભાત થયું. ત્યારે છેવટે કંટાળીને ઘોડાને છોડી મંત્રી ભાગી ગયો.
સવારે જિનદાસ ઘરે આવ્યો. આજુબાજુના લોકોએ કહ્યું : “તમારા મહેમાને આખી રાત બિચારા ઘોડાને ખૂબ માર્યો છે... ને દોડાવ્યા કર્યો છે...'
જિનદાસે મહેમાનની તપાસ કરી. તે ભાગી ગયો હતો. તેના મનમાં ખૂબ દુઃખ થયું. એણે મને ધર્મના બહાને છેતર્યો..' આ વાતનો એને વિષાદ થયો. જ્યારે દુ:ખ પડવા છતાં ધોડાએ આડો રસ્તો ન લીધો... બીજા રસ્તે ન ગર્યો, એ વાતનો ખૂબ હર્ષ થયો. તેનો ઘોડા ઉપર પ્રેમ વધી ગયો.
જે મનુષ્ય દુઃખ સહીને પણ, ખોટા રસ્તે નથી જતો, એ દુનિયામાં વિશેષ પ્રેમ અને આદર પામે છે. જિનદાસના ઘોડાની જેમ વિશેષ આદરણીય બને છે.
નભસેના, પેલો ઘોડો જેમ ઉન્માર્ગે ગયો નહીં તેમ હું પણ ઉન્માર્ગે જઈશ નહીં. મોક્ષનું પરમ સુખ આપનાર જે માર્ગ મેં જોયો છે તે હું હવે છોડવાનો નથી. સગુરુની પરમ કૃપાથી મને આવો શ્રેષ્ઠ માર્ગ જાણવા મળ્યો છે, એ માર્ગ છોડીને હું અજાણ્યા માર્ગે શા માટે જાઉં?” | નભસેનાએ પોતાની મોટી-મોટી આંખો જમીન પર ઢાળી દીધી. રાત્રિનો બીજો પ્રહર ઢળી ગયો હતો. વાર્તાનો દોર કનકશ્રીએ પકડી લીધો હતો. મધુર સ્વરે તેણે કહ્યું :
“હે નાથ, મારું મન તમારામાં જ લીન છે. તમારાં લટકાળાં નયન પર મારું મન મોહી પડેલું છે... હે ભોગી ભ્રમર! તમારી મદમાતી યુવાની મને પાગલ બનાવી રહી છે. આપ આપનો આગ્રહ છોડીને મને યૌવનરસના પ્યાલા ભરી-ભરીને પાઓ. મને આવી બધી ચર્ચાઓમાં રસ નથી, ને આજની રાત વળી હે સજન, યૌવનરસ માણવા માટે હોય છે...
હે પ્રીતમ, આટલી સજ્જડ પકડ સારી નહીં. યુવાન સ્ત્રીઓ જ્યારે સામે હોય ત્યારે આટલો બધો દુરાગ્રહ રાખી અળગા રહેવું વાજબી નથી. થોડા વ્યાવહારિક બનવું જોઈએ. નહીંતર પેલા ગામમુખીના પુત્ર જટાધરની જેમ દુઃખી થવું પડશે.
એક ગામનો મુખી મરણપથારીએ પડ્યો હતો. તેનો એકનો એક પુત્ર જટાધર તેની પાસે બેઠો હતો. તેને મુખીએ કહ્યું :
બેટા, મારી એક અંતિમ શિખામણ માનીશ?” જરૂર માનીશ પિતાજી.”
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
એક રાત અનેક વાત ‘તો, જે પકડવું તે છોડવું નહીં!' “ભલે પિતાજી!' ને ગામમુખી મરી ગયો. એક દિવસની વાત છે.
ગામના કુંભારનો માતેલો ગધેડો બંધન તોડી નાઠો. કુંભાર એની પાછળ દોડ્યો, પણ ગધેડો પકડાયો નહીં. આગળ જટાધર ઊભો હતો; તેણે દોડતા જતા ગધેડાનું પૂછડું પકડી લીધું. પેલા કુંભારે તે જોઈને કહ્યું : “જટાધર, પકડી. રાખજે, છોડીશ નહીં.”
જટાધર ગધેડાનું પૂંછ્યું પકડી ઘસડાવા માંડ્યો. ગધેડો લાતો મારવા લાગ્યો. લોકોએ બૂમો પાડીને કહ્યું : “જટાધર છોડી દે ગધેડાને...' જટાધર કહે છે : “નહીં છોડું, મારા બાપે કહ્યું છે... જે પકડવું તે છોડવું નહીં...'
જટાધર લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો. તેના પ્રાણ નીકળી ગયા. ખોટી હઠ પકડવાનું આ ફળ છે, માટે હે નાથ, આપ પણ આપની હઠ છોડીને સંસારનાં સુખ ભોગવો.”
કનકશ્રીની વાર્તા સાંભળી જંબૂકુમાર સહિત સહુના મુખ પર હાસ્ય છવાઈ ગયું. જંબૂકુમારે કનકશ્રીની વાતને હળવાશથી લઈને કહ્યું :
કનકશ્રી, વિવેક વિનાની હઠનું પરિણામ, તેં કહ્યું તેવું જ આવે. મારી હઠ, મારો આગ્રહ વિવેકપૂર્ણ છે. મનુષ્ય જે કોઈ સત્કાર્ય કરવાનું નક્કી કર્યું હોય, તે કાર્ય કરવા માટે તેનો દઢ સંકલ્પ હોવો જ જોઈએ.
દઢ મનોબળથી જ મહાન કાર્યો સિદ્ધ થઈ શકે છે. શું તું દૃઢ મનોબળને “ખોટી હઠ' કહીને ઉપેક્ષા કરવાનું કહે છે?
મોક્ષપ્રાપ્તિના પુરુષાર્થને હું સારું કામ માનું છું. એ કરવા હું સજ્જ થયેલો છું. મને ભોગાસક્તિ પ્રત્યે ધૃણા છે. હું જાણું છું ભોગાસક્ત મનુષ્યની કેવી દુર્ગતિ થાય છે તે સાંભળ એક વાર્તા. આ વાર્તા કલ્પિત નથી. જ્ઞાની ગુરુદેવના મુખે સાંભળેલી છે.
એક નાનકડા શહેરના કોટવાળની આ વાર્તા છે.
કોટવાળ પાસે એક ઘોડી હતી. કોટવાળ ઘોડીને પોતાની પુત્રીની જેમ ચાહતો હતો. તેની સાર-સંભાળ લેવાનું કામ તેણે “શલ્યક’ નામના નોકરને સોંપ્યું હતું.
કોટવાળ, ઘોડી માટે જે સારો ખોરાક શલ્યકને આપતો, તે ખોરાક મોટાભાગે શલ્યક પોતે ખાઈ જતો અને થોડો ખોરાક ઘોડીને આપતો.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકશ્રી અને કમળવતી
૧૫૫ આવું કપટ કરવાથી શલ્ય કે પશુયોનિમાં જવાનાં કર્મ બાંધ્યાં. તે મરીને પશુયોનિમાં જન્મ્યો. ધણાં જન્મ-મરણ તેણે પશુયોનિમાં કર્યો... એમ કરતાં કરતાં એનો જન્મ ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરમાં સોમદત્ત બ્રાહ્મણના ઘરમાં થયો. તેનું નામ હરિદત્ત પાડવામાં આવ્યું.
પેલી ઘોડી પણ મરીને ઘણા ભવ સંસારમાં ભટકી, કાળક્રમે એનો જન્મ પણ ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં “કામ પતાકા” નામની વેશ્યાના ઘરમાં થયો. તેનું નામ “માલતી” રાખવામાં આવ્યું. જ્યારે માલતી ભરયૌવનમાં આવી ત્યારે તેની આસપાસ નગરના અનેક યુવાનો ફરવા લાગ્યા.
એક દિવસ પેલા હરિદત્ત પણ માલતીને જોઈ. હરિદત્ત માલતીમાં મોહિત થઈ ગયો. પણ તે દરિદ્ર હતો, નિર્ધન હતો. એટલે માલતીનું દેહસુખ એને મળે એમ ન હતું. તે માલતીના ઘરે નોકર રહ્યો. પાણી ભરવા લાગ્યો. અનાજ દળવા માંડ્યો... અને બીજાં જે કામ કરવા પડે તે કરતો. માલતી એના પર ગુસ્સો કરતી... એને મારતી... ભૂખ્યો રાખતી... છતાં એ જતો ન હતો. એની કામાસક્તિ એવી પ્રબળ હતી.
હે કનકશ્રી, હું એ હરિદત્ત જેવો સ્ત્રીલંપટ નથી; ભોગાસક્ત નથી. અને આ ભવમાં એવાં કર્મ પણ બાંધવાં નથી કે આવતા જન્મમાં પણ આવી ભોગાસક્તિ મળે. મારે તો પૂર્ણ અવિકારી બનવું છે.'
જ્યાં જંબૂકુમારે વાત પૂરી કરી, તરત જ કમળવતીએ બે હાથ જોડી, મસ્તક નમાવી વિનયથી કહ્યું : “હે પ્રાણનાથ, મારા બોલવામાં અવિનય લાગે તો ક્ષમા કરજો; પરંતુ આપની બધી વાતો સાંભળતાં એમ લાગે છે કે આપની કથની અને કરણીમાં બહુ અંતર છે! એક બાજુ આપ સુખો છોડવાની વાતો કરો છો, બીજી બાજુ સુખોની પાછળ દોડવા તૈયાર થયા છો! પેલા “માં સાહસ' પક્ષીની વાર્તા આપ જાણતા હશો, છતાં કહું છું.
એક મજૂર માણસ લાકડાં કાપીને લાવવા જંગલમાં ગયો હતો. તે એક પહાડની ગુફા પાસે ગયો. ત્યાં ગુફામાં તેણે વાઘને સૂતેલો જોયો.
વાઘનું મોઢું ખુલ્યું હતું. તેના દાંતમાં માંસના કકડાઓ ચોંટેલા હતા. ત્યાં એક પક્ષી આવ્યું “મા સાહસ” એમ બોલ્યું અને વાઘના દાંતમાંથી માંસનો એક કકડો લઈને પાસેના વૃક્ષ પર જઈને બેઠું. બીજી વાર તે વાઘની પાસે આવ્યું.
મા સાહસ' એમ બોલ્યું, વાધના દાંતમાંથી માંસનો એક કકડો લીધો અને ઊંડીને ઝાડ પર જઈ બેઠું. આ રીતે “સાહસ ન કરો', એમ બોલતું ગયું અને
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
એક રાત અનેક વાત પોતે સાહસ કરતું ગયું! આ જોઈને પેલો મજૂર બોલી ઊઠ્યો- “અરે પક્ષી, આ તે તારી કેવી કથની અને કેવી કરણી? સાહસ નહીં કરવાનું બોલે છે... ને તું સાહસ કરીને વાઘના મુખમાં પેસે છે!'
હે નાથ, તમે પ્રત્યક્ષ સુખને છોડવાની વાત કરો છો, અને પરોક્ષ સુખ લેવા દોડી રહ્યા છો...! આવું કથની-કરણીનું અંતર તમારા જેવા શ્રેષ્ઠ પુરુષને શોભતું નથી.'
જંબૂકુમારે કહ્યું : “કમળવતી, તું મારી વાતનું તાત્પર્ય સમજીશ તો તને મારી કથની-કરણીમાં અંતર નહીં લાગે.
હું અનિત્ય, પરાધીન અને ભયભરેલાં સુખોને ધિક્કારું છું. નિત્ય, સ્વાધીન અને નિર્ભય સુખોને આવકારું છું. એવાં શાશ્વતું સુખ ધર્મપુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ ધર્મ જ સાચો મિત્ર છે. સાચા મિત્રને સહુ લોકો ઓળખી શકતા નથી. અવસર આવ્યે જ સાચો મિત્ર ઓળખાય છે.
હે કમળ, હું ત્રણ મિત્રોની એક વાર્તા કહું છું. ક્ષિતપ્રતિષ્ઠિત નામનું એક નગર હતું. તેના રાજાનું નામ હતું જિતશત્રુ; અને રાજાના પુરોહિતનું નામ હતું સોમદત.
સોમદત્તના ત્રણ મિત્રો હતાં. નિત્યમિત્ર, પર્વમિત્ર અને પ્રણામમિત્ર. નિયમિત્ર ખાવા-પીવામાં અને હરવા-ફરવામાં સદા સોમદત્તની સાથે રહેતો. પર્વમિત્ર ઉત્સવોના દિવસોમાં સાથે રહેતો અને પ્રણામ-મિત્ર રસ્તામાં મળતા ત્યારે માત્ર હસીને પ્રણામ કરતો.
એક દિવસ પુરોહિત સોમદત્ત, રાજાના કોઈ અપરાધમાં ફસાયો. સોમદત્ત ગભરાયો. એને લાગ્યું કે “રાજા મને ફાંસી પર લટકાવશે.' તે રાત્રિના સમયે નિત્યમિત્રના ઘેર ગયો. “તું મને તારા ઘરમાં સંતાડી રાખ. નહીંતર રાજા મને ફાંસીએ લટકાવશે.”
નિત્યમિત્રે કહ્યું : “જો ભાઈ સોમદત્ત, મૈત્રી એ તો શેરડીનાં ફૂલ જેવી છે. જેમ શેરડીનાં ફૂલનાં વખાણ કરવાં ખોટાં છે તેમ રાજભય આવે ત્યારે મૈત્રીનાં વખાણ કરવાં ખોટાં છે. મિત્રભાવે કશું મેળવવાની આશા રાખવી, એ નિરર્થક છે. મૈત્રીનું ફળ તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં રહેલું છે. સ્વાર્થનો ત્યાગ કરી ભોગ આપવા કયો દુબુદ્ધિવાળો તત્પર થવાનો હતો? તારી ખાતર હું મારા કુટુંબને પાયમાલ કરું? ના ભાઈ ના, તને મારા ઘરમાં છુપાવી ન શકું... અરે, તે જલદી મારા ઘરેથી ચાલ્યો જા.'
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કનશ્રી અને કમળવતી
૧૫૭
નિરાશ થઈને સોમદત્ત નિત્યમિત્રના ધરમાંથી જેવો બહાર નીકળ્યો કે તરત જ નિત્યમિત્રે ધડાક કરીને દરવાજો બંધ કરી દીધો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદત્ત પર્વમિત્રના ઘેર ગયો. પર્વમિત્રે તેને આદર આપ્યો. પ્રેમથી બોલાવ્યો ને સારા આસને બેસાડ્યો. સોમદત્તે તેને પોતાની બધી વાત કરી. તેની વાત સાંભળીને પર્વમિત્રે કહ્યું : ‘સોમદત્ત, અનેક પર્વ-ઉત્સવમાં તેં મારા પ્રત્યે અપાર સ્નેહ બતાવીને મને વશ કરી લીધો છે; માટે હું તારા દુઃખમાં ભાગ ન લઉં તો મારા કુળને કલંક લાગે. તારે ખાતર હું દુ:ખ સહન કરવા તૈયાર છું, પરંતુ આ છે રાજભયનો મામલો! તને આશ્રય આપતાં મારો પરિવાર પાયમાલ થઈ જાય. એક બાજુ તું મને વહાલો છે, બીજી બાજુ મારૂં કુટુંબ પણ મને વહાલું છે. એક બાજુ વાઘ છે... તો બીજી બાજુ ઊંડી ખાઈ છે... માટે હે મિત્ર, મારા કુટુંબ પ્રત્યે દયા રાખ અને તું આશ્રય લેવા બીજે જા. તારૂં કલ્યાણ થાઓ..' એમ કહી પર્વમિત્ર સોમદત્તને ઘરના આંગણા સુધી વળાવીને પાછો ગયો.
સોમદત્ત નિરાશ... વ્યાકુળ અને વ્યથિત થઈ ગર્યા. છેવટે તે પ્રણામમિત્રના ઘેર પહોંચ્યો, પ્રણામિત્રે તેને આવકાર આપ્યો. સોમદત્તે પોતાની સાચી પરિસ્થિતિ કહી સંભળાવી, અને કહ્યું : ‘મારી ઇચ્છા રાજાના રાજ્યની હદ બહાર નીકળી જવાની છે, તમે મને મદદ કરી શકશો?
પ્રણામમિત્રે કહ્યું : ‘હે મિત્ર, મદદ કરવા માટે બહુ ગાઢ મૈત્રીની જરૂર નથી. સંતપુરુષોને સાત ડગલાં સાથે ચાલતાં મૈત્રી થાય છે.’ આપણી મૈત્રી સાચી મૈત્રી જ છે. તમને મદદ કરી, એ મૈત્રીને હું પવિત્ર કરવા અને કાયમ રાખવા માગું છું. તમે ભય ન રાખો. હું તમારી રક્ષા કરવા તમારી સાથે આવું છું.
પ્રણામમિત્ર, ધનુષ્ય અને બાણ લઈને સોમદત્તની સાથે ચાલ્યો અને એને સલામત સ્થળે પહોંચાડી આવ્યો.
હે કમલ, આ વાર્તાનું રહસ્ય હવે તને સમજાવું છું.
– સોમદત્ત આપણો જીવ છે.
- નિત્યમિત્ર આપણું શરીર છે. રોજ સાથે રહેવા છતાં મૃત્યુ થતાં તે સાથે આવતું નથી.
- પર્વમિત્ર આપણા સગા-સંબંધીઓ છે. તેઓ સ્મશાન સુધી વળાવવા આવે છે. - પ્રણામમિત્ર ધર્મ છે. તે મૃત્યુ પછી પણ જીવ સાથે આવે છે ને કલ્યાણ કરે છે. ‘માટે હું ધર્મપુરુષાર્થ ક૨વા કટિબદ્ધ થયો છું.'
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨. જયશ્રી
આઠમી પત્ની હતી જયશ્રી.
રાત્રિનો ત્રીજો પ્રહર પૂર થવામાં હતો. જયશ્રીએ કોઈ તત્ત્વચર્ચા ન કરતાં સીધી જ વાત શરૂ કરી
હે પ્રાણનાથ, તમે પેલી નાગશ્રીની જેમ ખોટી-ખોટી વાર્તાઓ શા માટે કહો છો? શા માટે સમયને વ્યર્થ ગુમાવો છો? આવો, યૌવનરસનો લહાવો લઈએ. પ્રેમરસનું અમૃત પીને આ જીવન સાર્થક કરીએ.
શું તમને નાગશ્રીની ખોટી વાર્તા સંભળાવું? સાંભળો ત્યારે. રમણીય નામનું નગર હતું. તે નગરમાં કથાપ્રિય નામનો રાજા હતો. તેને નવી-નવી વાર્તાઓ સાંભળવાનો ખૂબ રસ હતો. પ્રજાજનો પાસેથી તે રોજ નવી-નવી વાર્તા સાંભળતો.
તે નગરમાં રુદ્ર નામનો એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે અજ્ઞાની હતો. અને બોલતાં એની જીભ અચકાતી હતી. રાજસભામાં વાર્તા કહેવા જવાનો એનો વારો આવ્યો.
રુદ્રની પત્નીનું નામ સોમશ્રી હતું. તેને એક પુત્રી હતી. તેનું નામ હતું નાગશ્રી. નાગશ્રી ચતુર હતી. રૂપવતી હતી.
ઢે નાગશ્રીને કહ્યું : “બેટી, આવતી કાલે રાજસભામાં જવાનો મારો વારો છે.. ન મને તો કાંઈ વાર્તા-બાર્તા આવડતી નથી....'
નાગશ્રીએ કહ્યું : “પિતાજી, આપ ચિંતા ન કરો. રાજસભામાં હું જઈશ ને મહારાજાને વાર્તા સંભળાવીશ.”
બીજા દિવસે સવારે નાહી-ધોઈને સ્વચ્છ, સાદાં વસ્ત્ર પહેરીને નાગશ્રી રાજસભામાં ગઈ. રાજાને પ્રણામ કરી તેણે કહ્યું.
મહારાજા, મારા પિતાજીના બદલે વાર્તા કહેવા હું આવી છું. મારા પિતા રુદ્રશર્મા અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. તેમની હું નાગશ્રી નામની પુત્રી છું.
મારાં માતા-પિતાએ ચટ્ટ નામના એક યુવાન બ્રાહ્મણ સાથે મારી સગાઈ કરી. એક દિવસ મારા માતા-પિતા કોઈ કારણથી બીજે ગામ ગયાં હતાં ત્યારે પેલો ચટ્ટ-મારો ભાવિ પતિ મારા ઘેર આવ્યો. તે વખતે હું ઘરમાં એકલી હતી. એની આગતા-સ્વાગતા કરવા માટે ઘરમાં પૂરતી સામગ્રી ન હતી. તેણે સ્નાન
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયશ્રી
૧૫૯ કરી લીધું. મેં ભોજન કરાવ્યું, પછી સૂવા માટે ઘરમાં જે એકનો એક ખાટલો હતો તે આપ્યો.
ઘરમાં સાપ બહુ નીકળતા, તેથી હું જમીન પર કેવી રીતે સૂઈ શકું? તેથી મન મક્કમ કરીને હું તેની સાથે ખાટલામાં સૂતી... તેથી તે યુવાનમાં કામવિકાર જાગ્યો... પણ શરમથી તે બોલી શક્યો નહીં. બહુ જ મુશ્કેલીથી તેણે કામવિકારો રોક્યા... તેથી તેને શૂળ ઊપડ્યું અને તે મરી ગયો.
મને લાગ્યું કે “મારી ભૂલથી જ તેનું મૃત્યુ થયું છે. પણ આ વાત હું કોને કહું? “મેં ઘરમાં જ ખાડો ખોદ્યો, શબના ટુકડા કર્યા. ખાડામાં દાટીને ઉપર માટી નાંખી, જમીન સરખી કરી ઉપર ધૂપ કર્યો અને ફૂલ પાથર્યાં
રાજાએ પૂછયું : “હે કુમારિકા, તેં આ કથા કહી તે જૂઠી છે કે સાચી?' નાગશ્રીએ કહ્યું : “મહારાજા, આપ જેમ બીજી કથાઓ સાંભળો છો, તેમ આ પણ એક કથા છે. તે કથાઓ જો અસત્ય હોય તો આ પણ અસત્ય સમજવ!'
જયશ્રીએ જંબૂકુમારને કહ્યું : “હે નાથ, આપ પણ બનાવટી વાર્તાઓ કહીને અમને શા માટે છેતરો છો?'
જંબૂકુમારે કહ્યું : “જયશ્રી, દુનિયામાં કોઈ કથા બનાવટી કે કાલ્પનિક નથી હોતી. આપણે અજ્ઞાનવશ જેને કાલ્પનિક કથા કહીએ છીએ, તે પણ વીતેલા અનંતકાળમાં સત્ય ઘટના રૂપે રહેલી હોય છે.
વળી, મારે તો તમને મારો સાચો અભિગમ સમજાવવો છે. તે સમજાવવા માટે મેં રૂપક કથાઓનો આશ્રય પણ લીધો છે. ખેર, જયશ્રી, તને એક સાચી કથા કહું છું, તે તું સાંભળ.
વસંતપુર નામનું નગર હતું. તે નગરના રાજાનું નામ હતું શતાયુધ અને રાણીનું નામ હતું લલિતાદેવી. એ રાણી એટલી સુંદર હતી કે જો એ હજાર આંખવાળા ઇન્દ્ર સામે નયનકટાક્ષ કરે તો એનું મન પણ હરી લે. તે ચોસઠ કળાઓમાં નિપુણ હતી. જાણે કે બધી જ કળાઓ એના દેહમાં આવીને વસી હતી.
ભલે તેનામાં રૂપ હતું અને કળાઓ હતી, છતાં તે ચારિત્રહીન હતી. રાજા શતાયુધથી તેને સંતોષ ન હતો... તેનામાં તીવ્ર કામાગ્નિ ધધકતો હતો.
એક દિવસ મહેલના ઝરૂખામાં બેઠી બેઠી તે રાજમાર્ગ પર જોઈ રહી હતી. તેની નજર માર્ગ પરથી પસાર થતા એક ખૂબસુંદર યુવાન પર પડી.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
એક રાત અનેક વાત
તે યુવાનનાં રૂપ અને યૌવન રાણીના મનમાં વસી ગયાં, યુવાન તો ચાલ્યો ગયો, પરંતુ રાણી એની પાછળ કામિવળ બની ગઈ... મોહપાશમાં જકડાઈ ગઈ.
રાણીની એક દાસી રાણીની એક-એક ક્રિયાની નોંધ કરી રહી હતી. એ રાણીના મનના ભાવ સમજી ગઈ. તે ધીરેથી રાણી પાસે આવીને ઊભી રહી. રાણીએ એ દાસીને પૂછ્યું :
‘હમણાં એક સુંદર વસ્ત્ર પહેરેલો. રૂપવાન યુવાન માર્ગ ઉપરથી ગયો, તે કોણ છે, તેની છૂપી રીતે તપાસ કરી લાવ.' એમ કહી રાણીએ દાસીને પોતાની વીંટી ભેટ આપી. દાસી રાજી થઈ ગઈ. તે તરત જ એ યુવાન અંગે જાણકારી મેળવવા ચાલી ગઈ. એક કલાકમાં તે પાછી આવી. રાણી ખૂબ આતુરતાથી એની રાહ જોતી હતી.
‘મહારાણી, એ ફૂટડો યુવાન, નગરશ્રેષ્ઠી સમુદ્રપ્રિયનો પુત્ર છે. બોતેર કળાઓમાં નિપુણ છે. તેનું નામ લલિતાંગ છે... હવે આપ કહો તેમ કરૂં.' દાસીએ ખૂબ ધીમા સ્વરે રાણીના કાનમાં કહ્યું.
‘એ મને એકાંતમાં અહીં મળી શકે, એમ કરી શકીશ?'
‘હા, હા, જરૂ૨ એનો મેળાપ કરાવી આપીશ. પરંતુ એ પહેલાં આપ એના પ૨ આમંત્રણ-પત્ર લખી આપો. હું એને આપી આવીશ... પછી બધું હું ગોઠવી દઈશ.'
રાણીએ લલિતાંગ ઉપર પ્રેમ-પત્ર લખીને દાસીને આપ્યો. દાસીએ જઈને લલિતાંગને આપ્યો. લલિતાંગ, રાણીનો પ્રેમપત્ર વાંચીને આભો જ થઈ ગયો! તેણે દાસીને કહ્યું : ‘ક્યાં તે અંતેપુરમાં રહેનારી રાણી અને ક્યાં હું એક વણિકપુત્ર! અમારો મેળાપ અશક્ય છે.'
દાસીએ કહ્યું : ‘અશક્ય કાંઈ નથી કુમાર, હું શક્ય બનાવી આપીશ. તમે તૈયાર છો ને?' લલિતાંગે હા પાડી, દાસીએ અવસર આવે મળવાનું કહ્યું. તે ચાલી ગઈ.
હવે લલિતાંગ દિવસમાં ત્રણ વાર રાણીના મહેલની આગળથી પસાર થાય છે... ને રાણી તેને જુએ છે... બન્નેની દૃષ્ટિ મળે છે... બન્નેનાં મુખ મલકે છે... ને મૌન પ્રેમાલાપ થાય છે. એકબીજાને મળવા બન્ને આતુર બની જાય છે.
નગરમાં કૌમુદી મહોત્સવના દિવસો આવ્યા.
રાજાએ રાણીને કહ્યું : 'ચાલો આપણે જંગલમાં શિકાર માટે જઈએ.’
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયશ્રી
૧૩૧
રાણીએ શારીરિક અસ્વસ્થતાનું બહાનું કાઢ્યું. રાજા શિકાર કરવા એકલો ગર્યા. રાણી મહેલમાં રહી. તેણે દાસીને આ અવસરનો લાભ લેવા ઇશારો કર્યો.
અંતઃપુરના દ્વારે સશસ્ત્ર સૈનિકો ચોવીસ કલાક ઊભા રહેતા હતા. રાજા સિવાય કોઈ પુરુષ અંતઃપુરમાં પ્રવેશ કરી શકતો ન હતો. દાસીએ લલિતાંગને અંતઃપુરમાં લઈ જવાની યોજના બનાવી,
નગરની બહાર બગીચામાં એક પાલખી લઈ ગઈ. તેણે અંતઃપુરના રક્ષકને કહ્યું : ‘મહારાણીના આનંદપ્રમોદ માટે એક યક્ષની મૂર્તિ લેવા જાઉં છું. હમણાં તે લઈને આવીશ... પરંતુ એ મૂર્તિ, મહારાણીજી સિવાય કોઈએ જોવાની નથી. બંધ પાલખીમાં લાવીશ.’
તેણે પાલખીમાં લલિતાંગને બેસાડી દીધો. તેના ઉપર લાલ વસ્ત્ર ઓઢાડી દીધું. પાલખીની ચારે બાજુ પડદા પાડી દીધા અને માણસો પાસે ઉપડાવી તે મહેલમાં લઈ આવી. ન તેને કોઈએ રોકી, ન કોઈએ તેને કાંઈ પૂછ્યું.
રાણી અને લલિતાંગ મળ્યાં. બન્નેને જાણે સ્વર્ગ મળ્યા જેટલો આનંદ થયો. બન્ને યથેચ્છ કામક્રીડામાં લીન બની ગયાં. દાસી શયનખંડની બહાર, મહેલના પ્રવેશદ્વાર તરફ નજર રાખીને ઊભી રહી.
વૈયિક સુખમાં લીન બનેલી લલિતા રાણીને સમયનું ભાન રહ્યું નહીં... દિવસનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો અને શિકારે ગયેલો રાજા પાછો આવી ગયો.
બીજી બાજુ, અંતઃપુરના રક્ષકને રાણીની દાસીની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. ‘યક્ષની મૂર્તિને લાલ કપડાથી ઢાંકીને શા માટે લઈ જવામાં આવી? શા માટે દાસી રાણીવાસના દ્વારે ક્યારની એકલી બેઠી છે...?'
જ્યારે રાજા આવ્યો ત્યારે રક્ષકે રાજાને યક્ષની મૂર્તિની વાત કરી અને સાથે સાથે પોતાની શંકા પણ વ્યક્ત કરી. રાજાએ કહ્યું : 'હું હમણાં જ રાણીવાસમાં જાઉં છું.’
દાસી ચતુર હતી. તેણે મહેલના દ્વારે મહારાજાના ઘોડાને જોઈ લીધો. રક્ષકને મહારાજા સાથે મસલત કરતો જોયો... મહારાજાને ઘોડા પરથી નીચે ઊતરી, બૂટ કાઢી ધીમે પગલે રાણીવાસ તરફ આવતા જોયા ...
દાસીએ શયનખંડનું દ્વાર ખખડાવ્યું. રાણીએ પોતાનાં વસ્ત્રો ઠીક કરીને દ્વાર ખોલ્યું. દાસીના મુખ પર ગભરાટ હતો. ‘મહારાજા આવી રહ્યા છે...’ રાણી અને લલિતાંગ ગભરાયાં. લલિતાંગે રાણીને કહ્યું : મને છુપાવી દે...'
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
એક રાત અનેક વાત રાણીએ કહ્યું : “અહીં ક્યાં છુપાવું? પકડાઈ જઈશ. તો રાજા તને મારી નાંખશે...' લલિતાંગ ખૂબ ગભરાઈ ગયો.
વિચારવાનો વધુ સમય ન હતો. રાણીએ અને દાસીએ લલિતાંગને ઉપાડીને રાણીવાસના પાછળના ભાગમાં અવાવરુ કૂવામાં ફેંકી દીધો!
રાણી દાસી સામે જોઈને હસી. જાણે કે કેરીનો રસ ચૂસી, ગોટલો બહાર ફેંકી દે તેમ લલિતાંગને કૂવામાં ફેંકી દઈ... રાણી તૃપ્ત થઈ હતી.
ત્યાં રાજાએ રાણીવાસમાં પ્રવેશ કર્યો. રાણીએ ખૂબ જ સ્વાભાવિકતાથી રાજાનું સ્વાગત કર્યું. દાસી શયનખંડમાંથી બહાર નીકળી ગઈ. રાજાએ શયનખંડમાં ચારેકોર જોયું... કોઈ દેખાયું નહીં.
પેલી યક્ષની મૂર્તિ ક્યાં છે?' “જે આજે સવારે અહીં લાવી હતી એ?' “હા.'
“એ મૂર્તિ તો પાછી મોકલી દીધી!' રાણીએ ખૂબ હાવભાવ બતાવી રાજાને બીજી વાતમાં ચઢાવી દીધો. - લલિતાગ જે કૂવામાં પડ્યો હતો તે કૂવો બહુ ઊંડો તો ન હતો, પરંતુ ગંદકીથી ભરેલો હતો. કૂવામાં પડ્યો પડ્યો લલિતાંગ ધ્રૂજી રહ્યો હતો. રાજા તપાસ કરતો કરતો અહીં આવી ચઢશે ને મને જોઈ જશે તો?' પરંતુ જ્યારે એક... બે.... ત્રણ કલાક વીતી ગયા. ત્યારે તે નિર્ભય બન્યો, અને તેને રાણી યાદ આવી. “રાણીએ મને ઉપાડીને અહીં કેમ ફેંકી દીધો? કેવી એ સ્વાર્થી.... કુલટા સ્ત્રી છે? મારી સાથે મનમાન્યાં સુખ ભોગવ્યાં.... કેવી પ્રેમચેષ્ટાઓ કરી. ને જ્યાં એનો સ્વાર્થ ઘવાતો લાગ્યો. એણે મારી આ દુર્દશા કરી? અહીં હું કેવી રીતે જીવીશ? હવે. જો હું આ કૂવામાંથી બહાર નીકળું તો ક્યારેય આ રીતે પરસ્ત્રીનો સંગ નહીં કરૂં... ક્યારેય પરસ્ત્રી સાથે પ્રેમ નહીં કરૂં ...”
બીજા દિવસે સવારે રાણીની દાસીએ એ કૂવામાં, ભોજનની પોટલી બાંધી કૂવામાં નાંખી. લલિતાંગે પોટલી ખોલી ભોજન કર્યું... ખૂબ ભૂખ લાગી હતી... તે બધું જ ખાઈ ગયો.. ને કૂવાનું ગંદું પાણી પીધું... બીજું શું કરે?
એમ કરતાં દિવસો વીત્યા ને મહિના વીત્યા. વરસાદના દિવસો આવ્યા. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ખાડા અને કૂવા પાણીથી ઊભરાવા લાગ્યાં. લલિતાંગ પાણીના પ્રવાહમાં તણાતો નગરના કિલ્લાની બહાર ખાઈમાં તણાઈ
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયશ્રી
૧૬૩ આવ્યો. તણાતો-તણાતો તે ખાઈના કિનારે ફેંકાઈ ગયો. તે મૂચ્છિત થઈને કિનારે પડ્યો હતો, ત્યાં તેને એની જ ધાવમાતાએ જોયો. તેને ઓળખ્યો. તેણે તરત ઘેર જઈને શ્રેષ્ઠી સમુદ્રપ્રિયને વાત કરી. રાત્રિના સમયે લલિતાંગને ગાડીમાં નાંખી ઘેર લાવવામાં આવ્યો. વૈદ્યોને બોલાવીને લલિતાંગની સારવાર શરૂ કરાવી. છ મહિનાની સારવાર પછી લલિતાંગ સ્વસ્થ બન્યો.
કહે જયશ્રી, હવે ફરીથી પેલી લલિતારાણી લલિતાંગને બોલાવે તો લલિતાંગ એની પાસે જાય ખરો? વિષયસુખોના ઉપભોગનાં આવાં માઠાં પરિણામ જાણ્યા પછી એ વિષયસુખોમાં હું લલચાઉ ખરો? જે માણસો, વૈષયિક સુખોના ભયાનક વિપાક જાણીને સંયમ ધર્મનું પાલન કરે છે, વૈરાગ્ય ધારણ કરે છે, તેઓ જ ખરેખર સાચો યશ પ્રાપ્ત કરે છે.
જયશ્રી, હવે તને હું આ કથાનું રહસ્ય બતાવું છું -
સંસારમાં જન્મ-મૃત્યુ પામનારા સર્વ મનુષ્યો લલિતાંગની જેમ કામભોગમાં રચ્યાપચ્યા રહે છે. વિષયસુખ તે લલિતારાણીના ઉપભોગ જેવું સમજવું. આ વિષયસુખ આરંભ મધુર છે પણ અંતે ઘણું જ ભયંકર છે. લલિતાંગને અશુચિથી ભરેલા કૂવામાં રહેવું પડ્યું તે ગર્ભાવાસ સમજવો. ગર્ભમાં રહેલા જીવને માતાનો એઠો આહાર લેવો પડે છે, જેમ લલિતાંગને દાસીનો એઠો આહાર લેવો પડતો હતો. ગંદકીના કૂવામાંથી ખાળમાં આવવું તે ગર્ભમાંથી યોનિ વાટે બહાર આવવા જેવું સમજવું, ખાઈમાં પડવું તે પ્રતિકાગૃહમાં પડવા જેવું છે. ખાઈના કિનારે મૂચ્છ ખાઈને પડવું તે યોનિમાં બહાર આવેલા જીવની મૂચ્છ જેવું સમજવું.. આ રીતે, આ કથા આપણા સહુની છે!”
૦ ૦ ૦ ચોથો પ્રહર પૂરો થવાની તૈયારી હતી. જંબૂકમારે આઠેય પત્નીઓ સામે જોયું. જાણે કે એ પૂછવા માગતા હોય કે- “બોલો, હવે તમારે શું કરવું છે? મેં મારો નિર્ણય તો સ્પષ્ટ બતાવી દીધો છે.'
આઠેય સ્ત્રીઓ પણ સમજી ગઈ : “અમારા નાથ ખરેખર સાચા વૈરાગી છે. એમનો વૈરાગ્ય જ્ઞાનમૂલક છે. તેમની ઇન્દ્રિયો શાન્ત છે. જાણે કે એમની જનમ-જનમની સાધના ચાલી આવતી ના હોય! આઠેય સ્ત્રીઓએ એક-બીજીના સામે જોયું. પ્રત્યુત્તર આપવાની જવાબદારી સમુદ્રશ્રી ઉપર નાંખવામાં આવી.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| 3. દીક્ષા...દીક્ષા... દીક્ષા...!
પ્રાણનાથ, આખી રાત આપણો જે વાર્તાલાપ ચાલ્યો, તેનો નિષ્કર્ષ અમને સહુને એક જ સમજાયો કે આપ ગૃહવાસ ત્યજી ચારિત્ર ધર્મ જ અંગીકાર કરવાના છો. નાથ, અમારો પણ એ જ નિર્ણય છે. આપના પગલે-પગલે અમે પણ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીશું.” બોલતાં બોલતાં સમુદ્રશ્રીની આંખો ભીની થઈ ગઈ.
તો શું તમારો વૈષયિક સુખો પ્રત્યેનો રાગ ઓસરી ગયો છે? ખરેખર, શું તમે વૈરાગી બન્યાં છો?”
ના, અમારા હૃદયમાં આપના પ્રત્યેનો રાગ એવો જ છે. રાગનો સાગર ઘૂઘવી રહ્યો છે.'
તો પછી તમે ચારિત્ર ધર્મ કેવી રીતે સ્વીકારી શકશો?' “કારણ કે આપના વિના અમે ગૃહવાસમાં રહી શકીએ એમ નથી, અને આપ ગૃહવાસમાં રહેતા નથી.”
પરંતુ ચારિત્ર ધર્મનું પાલન વૈરાગ્ય વિના કેવી રીતે કરી શકશો? “બરાબર કરીશું. વૈરાગી ઉપરનો રાગ, ચારિત્ર ધર્મના પાલનમાં બાધક નહીં બને એમ મને લાગે છે. આપ વૈરાગી છો, અમે આપના રાગી છીએ!'
હે સુશીલે, વિરતિ ધર્મનું પાલન તો કદાચ તમે કરી શકશો. ભગવાન સુધર્માસ્વામી પાસે મેં સાંભળ્યું છે કે વિરતિ ધર્મનું પાલન તો રાગી જીવ પણ કરી શકે પરંતુ વૈરાગ્ય પ્રાપ્ત કરવો ઘણો દુષ્કર છે.”
નાથ, વીતરાગ પ્રત્યેનો રાગ જેમ જીવને વીતરાગતા તરફ લઈ જાય છે તેમ વૈરાગી પ્રત્યેનો રાગ જીવને વૈરાગ્ય તરફ નહીં લઈ જાય?'
શક્યતા ખરી, નિર્ણય નહીં.'
આત્મસાક્ષીએ અમારો નિર્ણય છે કે આપના પ્રત્યેનો રાગ અમને વૈરાગી બનાવશે જ. કારણ કે દુનિયામાં સાચે જ, આપના સિવાય કોઈ પુરુષ પ્રત્યે અમારા મનમાં આકર્ષણ જાગ્યું જ નથી. માટે જ જાણવા છતાં કે “લગ્ન કર્યા પછી અમારા નાથ તરત જ ચારિત્ર ધર્મ સ્વીકારવાના છે, અમે લગ્ન કરવાની હઠ કરી હતી. અમારા માતા-પિતાઓને લાગ્યું હતું કે “આ છોકરીઓ ખોટી હઠ કરે છે. નક્કી થયેલી સગાઈ તો તૂટી શકે છે. એમાં સમાજને કોઈ વાંધો
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિશા.. દીક્ષા... દીક્ષા...
૧૬૫ કે વિરોધ હોતો નથી. જંબૂકમાર ભલે દીક્ષા લે, બીજા ઘણા શ્રેષ્ઠીપુત્રો મળશે.” અમને એમણે કહેલું પણ ખરું. પરંતુ અમે શું કરીએ? આપના સિવાય બીજા કોઈ પુરુષ પ્રત્યે મનમાં જરાય આકર્ષણ જ જાગતું ન હતું. પછી બીજાને પરણીને શું કરવાનું હતું?”
બીજાને નહીં પરણવું એક વાત છે, દીક્ષા લેવી બીજી વાત છે.”
નાથ, અમે લગ્ન કરતાં પહેલાં જ નિર્ણય કરી લીધો હતો કે જો આપ દીક્ષા લેશો તો અમે પણ દીક્ષા લઈશું.’
એ નિર્ણય ભાવાવેશનો હશે, લાગણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈને કરેલો હશે.. તો દીક્ષા લીધા પછી સંભવ છે કે પસ્તાવો થાય! કારણ કે જીવન પરિવર્તનનો નિર્ણય ભાવાવેશમાં કરવાનો નથી હોતો. આ નિર્ણય શાંત મનથી અને સ્વસ્થતાથી કરવાનો હોય છે.
મનના ભાવ સ્થિર નથી હોતા. ક્યારેક એ ભાવો વર્ધમાન હોય છે.... એટલે કે ચઢતા ભાવ. ક્યારેક મનોભાવ હીયમાન હોય છે, એટલે કે પડતા ભાવ. અને ક્યારેક મનોભાવ અવસ્થિત હોય છે, એટલે કે એક સરખા.
અત્યારે તમારા મનોભાવ ચઢતા છે, પરંતુ એ મનોભાવને જો વૈરાગ્યનો આધાર નહીં હોય તો એ મનોભાવ અધોગામી બની જશે ને પશ્ચાત્તાપ કરાવશે- “આપણે દીક્ષા ન લીધી હોત તો સારું થાત.. નકામાં આપણે ભાવાવેશમાં તણાઈ ગયાં. સાધ્વીજીવનનાં આવાં કષ્ટો આપણાથી સહન નથી થતાં...' આવા-આવા વિચારો આવી શકે.
એટલે, ત્યાગના વિચારોને વૈરાગ્યની ભૂમિકા મળવી જોઈએ. વૈરાગ્યની ભૂમિકા પર જાગેલા ત્યાગના વિચારો દઢ રહે છે, દીર્ઘકાળ ટકે છે...”
“હે પ્રીતમ, અત્યારે તો કોઈ પણ સંયોગોમાં અમે આપના પ્રત્યે વૈરાગી બની શકીએ એમ નથી. આપના સિવાય, સમગ્ર સંસાર પ્રત્યે અમે વૈરાગી છીએ આપના પ્રત્યે રાગ છે... ને કદાચ રહેશે પણ ખરો.. અને સંભવ છે કે જ્ઞાનની, આત્મજ્ઞાનની પરિણતિ વધતી જશે તો આપના પ્રત્યેનો રાગ પણ દૂર થઈ જાય!'
“મને એક સંશય છે. મારા ઉપરનો રાગ, શું આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક તો નહીં બને ને?”
નહીં બને નાથ, આપનું વિરક્ત વ્યક્તિત્વ અમને ઊર્ધ્વગામી બનવાની પ્રેરણા આપશે. આપના પ્રત્યેનો રાગ અમને વૈરાગ્યના સાગરમાં લઈ જશે. આત્મજ્ઞાનની પુનિત ગંગામાં સ્નાન કરાવશે.”
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
એક રાત અનેક વાત ઘણા સમયથી મૌન બેઠેલા પ્રભવની ચેતના સળવળી ઊઠી. “કુમાર, તમારી વાતમાં વચ્ચે બોલું તો અવિનય કહેવાશે, છતાં જો અનુજ્ઞા આપો તો એક વાત કહું.' “કહે પ્રભવ! તું બોલીશ તે અવિનય નહીં કહેવાય.”
કુમાર, શું તમે એમ ઇચ્છો છો કે આ સ્ત્રીઓ અને હું - અમે તમારા પ્રત્યે પણ વૈરાગી બની જઈએ? જો તમારા પ્રત્યે વૈરાગી બનીશું તો દુનિયા પ્રત્યે રાગી બની જઈશું. કહો, શું પસંદ છે તમને?'જંબૂકુમારના મુખ પર સ્મિત છવાઈ ગયું. આઠ સ્ત્રીઓને પણ પ્રભવનો તર્ક ગમી ગયો. પ્રભવે કહ્યું : - “આ આઠ મહાસતી છે. તેઓ તો કદાચ દુનિયા પ્રત્યે રાગી ન બને, પણ મારા જેવો ડાકુ ને આ મારા સાથીઓ... અમને જો તમે તમારા રાગી બનવાની ના પાડશો તો અમે ક્યાં જઈશું? શું અમને પ્રપંચથી ભરેલી દુનિયાના જ રાગી રાખવા છે? કુમાર, આ આઠ સ્ત્રીઓ તો તમારા પ્રત્યેના રાગથી જ તમને પરણીને આવી છે, પરંતુ અમે કંઈ રાગથી ખેંચાઈને અહીં નહોતા આવ્યા. અમે તો તમારા નવ્વાણું ક્રોડ સોનૈયા ઉઠાવી જવા આવ્યા હતા... તમારા દુમન બનીને આવ્યા હતા, પરંતુ જેમ જેમ તમારી વાતો અમે સાંભળતા ગયા તેમ તેમ અમે તમારા અનુરાગી બની ગયાં છીએ. હું પણ કુમાર, તમારા પગલે-પગલે ચારિત્રનો જ માર્ગ ગ્રહણ કરીશ.' પ્રભવની આ વાત સાંભળીને જંબૂકુમાર પલંગમાંથી ઊભા થઈ ગયા ને પ્રભાવને પોતાના બાહુપાશમાં જકડી લીધો.
આ અદ્ભુત દૃશ્યને જોઈ આઠેય સ્ત્રીઓ હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ. તેમની આંખો હર્ષના આંસુથી ઊભરાઈ ગઈ.
પ્રભવ, ખરેખર તે અદ્દભુત નિર્ણય કર્યો છે.”
કુમાર, મારો નિર્ણય વૈરાગ્ય પર આધારિત નથી, રાગ પર આધારિત છે. તમારા પ્રત્યે જાણે... જનમ-જનમનો રાગ હોય. તેમ હૃદય રાગથી ઊભરાઈ રહ્યું છે...'
સમુદ્રશ્રીએ પૂછ્યું : “નાથ, અમારા સહુનો આપના પ્રત્યેનો આ રાગ પ્રશસ્ત ખરો ને?'
હું અપ્રશસ્ત નહીં કહું.' “જે રાગ મનુષ્યને... જીવમાત્રને ત્યાગ અને વૈરાગ્યના માર્ગે લઈ જતો હોય તે રાગ વાસ્તવમાં રાગ જ નથી, પરંતુ પ્રશસ્ત પ્રેમ છે અને તે ઉપાદેય જ હોય.'
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા... દીક્ષા... દીક્ષા... ‘તારી વાત ખોટી નથી સમુદ્રશ્રી!
નાથ, તો પછી અમને આપની સાથે જ ચારિત્ર ધર્મ સ્વીકારવાની અનુમતિ આપો.'
તમારાં માતા-પિતા માનશે?”
જરૂર માનશે; કદાચ નહીં માને તો પણ હવે તેમની આજ્ઞા અમને બંધનરૂપ નથી. લગ્ન પછી સ્ત્રી માટે પતિની આજ્ઞા જ બંધનરૂપ હોય છે. આપની આજ્ઞા અમને મળી ગઈ છે.. બસ, હવે અમે માતાજી પાસે જઈએ. તેઓ અમારી રાહ જોતા હશે...'
“હા, હા, “મારા બેટાને રાગી બનાવીને હમણાં મારી પુત્રવધૂઓ મારી પાસે આવશે!” એમ જ ને?” જંબૂકુમારે હસતાં હસતાં કહ્યું.
“મા તો એવી જ આશા રાખે ને?' એમ કહીને સમુદ્રશ્રી અને બીજી સ્ત્રીઓ ઊભી થઈ. મસ્તકે અંજલિ જોડી જંબૂકુમારને પ્રણામ કર્યા અને ધારિણીના ખંડ તરફ ચાલી ગઈ.
0 0 0 પ્રણામ માતાજી!” કહીને એક પછી એક સ્ત્રીએ ધારિણીના ખંડમાં પ્રવેશ કર્યો. દરેકે ધારિણીનાં ચરણોમાં પ્રણામ કર્યા. ધારિણીએ ખૂબ વાત્સલ્યથી દરેક પુત્રવધૂના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
ધારિણીએ આઠ પુત્રવધૂઓ માટે આઠ આસન ગોઠવાવી રાખેલાં હતાં. આઠ સ્ત્રીઓ એ આસનો પર વિનયથી બેસી ગઈ. સમુદ્રશ્રીએ ધારિણીની કુશળપૃચ્છા કરી : “માતાજી, શું આપની રાત્રિ સુખપૂર્વક પસાર થઈ?”
બેટી, જ્યાં સુધી તમારા મુખે હું શુભ સમાચાર ન સાંભળું ત્યાં સુધી મને સુખ ક્યાંથી હોય?” ધારિણીની આંખો આમેય ઉજાગરાથી થોડી ભારેભારે તો હતી જ. બોલતાં બોલતાં આંખો ભીની થઈ ગઈ,
માતાજી, તમારા પુત્ર તો ખરેખર વૈરાગી છે! એમને વૈરાગ્ય દઢ છે, પરિપક્વ છે.'
એટલે?”
આખી રાત તેમને સમજાવવા અમે આઠેયે પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ રાગી ન બન્યા...”
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
એક રાત અનેક વાત ખરેખર?”
હા માતાજી, અમારાં રૂપ એમને આકર્ષી ન શક્યાં. અમારા નયનકટાક્ષો તેમના હૃદયને ભેદી ન શક્યા. અમારાં મીઠાં વચનો તેમને સમજાવી ન શક્યાં...”
“પછી?'
“તેમણે અમને સમજાવી દીધી! તેમનાં સાચાં ને મીઠાં વચનોએ અમને મૌન કરી દીધી. તેમના નિર્વિકારી વ્યક્તિત્વે અમારાં મન મોહી લીધાં. તેમના અવિચલ સંકલ્પબળે અમને આકર્ષી લીધાં...”
એટલે તમે એની વાત માની લીધી?” “હા માતાજી, અમે પણ તેમની સાથે જ દીક્ષા લઈશું!” “શું કહો છો તમે?' ધારિણી ભદ્રાસન ઉપરથી ઊભી થઈ ગઈ. એક પછી એક સ્ત્રીના ચહેરા જોવા લાગી. આઠેય સ્ત્રીઓના ચહેરા પ્રફુલ્લિત હતા. “શું તમે આઠેય દીક્ષા લેવાની છો?' “હા માતાજી.’ મેં આવું નહોતું ધાર્યું...”
કોઈ જ આવું ન ધારી શકે માતાજી, દુનિયામાં લોકો એવું જ ધારતા હોય છે કે સ્ત્રી આગ છે ને પુરુષ મણ છે. આગના સંપર્કમાં આવતાં જ મીણ પીગળી જાય છે. અમે પણ પહેલાં તો આપના પુત્રને મીણ જેવા માન્યા હતા! પરંતુ તેઓ તો આગને બુઝાવનારા પાણીના ધોધ જેવા નીકળ્યા, માતાજી!”
ધારિણી સમુદ્રશ્રીની વાત સાંભળતી રહી. સમુદ્રશ્રી બોલતી રહી – “માતાજી, આપ બીજી એક વાત સાંભળશો ત્યારે આપના રોમે રોમે ફૂલ ખીલી ઊઠશે!'
એવી બીજી શી ઘટના બની રાત્રે, બેટી?”
ચોરો ચોરી કરવા આવ્યા હતા. ચોરોનો સરદાર વિદ્યાધર હતો. વિદ્યાબળથી તેણે તાળાં તોડી નાખ્યાં હતાં અને હવેલીમાં સહુને વિદ્યાબળથી ઊંઘાડી દીધા હતા! એક માત્ર આપના પુત્ર ઉપર એની વિદ્યા ન ચાલી, તેઓ જાગતા રહ્યા! એટલું જ નહીં, એ ચોરોના સરદારને પણ બોધ આપી સન્માર્ગે લાવી દીધો! એણે કહ્યું : “હું પણ દીક્ષા લઈશ!”
શું વાત કરે છે બેટી?’
સાચી વાત છે માતાજી, હજુ એ સરદાર અને એના સાથી બેઠા છે તમારા પુત્ર પાસે...!”
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા... દીક્ષા... દીક્ષા...
૧૭૯
‘બેટી, આ બધું શું બની રહ્યું છે... મને તો કાંઈ સમજાતું નથી. જ્યારથી જંબૂ વૈરાગી બન્યો છે... મારી તો બુદ્ધિ જ કામ કરતી નથી. આટલાં બધાં સુખ છે... કોઈ દુઃખ નથી, કોઈ અશાન્તિ નથી... છતાં કેમ બધું છોડીને દીક્ષા લેવાની એ વાત કરે છે... અને અધૂરામાં પૂરું ... તમને આઠેયને પણ વૈરાગી બનાવી દીધી!'
‘ના, ના, માતાજી, અમે વૈરાગી નથી બન્યાં. અમને એમના ઉપર એવો ને એવો જ રાગ છે... પરંતુ હવે તેઓ સંસારમાં રહેવાના નથી, સંસારનાં સુખ ભોગવવાના નથી, તો પછી અમે સંસારમાં શા માટે રહીએ?’
‘મારી પાસે રહેજો બેટી, ભલે કુમાર દીક્ષા લે, તમને હું સારી રીતે રાખીશ. કોઈ વાતે તમને ઓછું નહીં આવવા દઉં... તમારે શા માટે દીક્ષા લેવી જોઈએ?’
એટલા માટે માતાજી, કે અમે એમના વિના સંસારમાં નહીં રહેવાનો સંકલ્પ કરેલો છે, એ જે સુખો ન ભોગવે, તે સુખો અમારે નહીં ભોગવવાનાં.' ‘એટલે તમે પણ દીક્ષા લેવાનાં જ...'
‘હા, માતાજી...'
‘પ્રભવ, આ છે મારાં માતાજી!' ધારિણીના ખંડમાં પ્રવેશ કરતાં જંબૂકુમારે પ્રભવને ધારિણીની ઓળખાણ આપી, પ્રભવ ધારિણીના પગમાં પડી ગયો. પ્રભવના સાથીદારોએ પણ એક પછી એક ધારિણીનાં ચરણોમાં પ્રણામ કર્યા.
‘મા, આ છે વિંધ્યરાજનો જ્યેષ્ઠ પુત્ર પ્રભવ...'
‘માતાજી, એક વખતે રાજકુમાર હતો, અત્યારે તો ડાકુ છું...'
વાર્તાલાપ ચાલતો હતો ત્યાં શ્રેષ્ઠી ઋષભદત્તે પ્રવેશ કર્યો. આઠેય પુત્રવધૂઓ ત્યાંથી પોતાના ખંડમાં ચાલી ગઈ. જંબૂકુમારે ઋષભદત્તને પ્રભવનો પરિચય કરાવ્યો. પ્રભવે કહ્યું :
‘કુમારનો સંસારત્યાગ કરવાનો નિર્ણય ખરેખર, અદ્ભુત છે. આ નિર્ણયની સત્યાસત્યતા અંગે આખી રાત અમારી ચર્ચા ચાલી... ખરેખર, આપની આઠ પુત્રવધૂઓ પણ વિચક્ષણ છે, અનોખી બુદ્ધિપ્રતિભા ધરાવે છે. કેવા સુંદર તર્ક કર્યા તેમણે! પરંતુ કુમારે તેમના બધા તર્કના સુંદર પ્રત્યુત્તરો આપ્યા... મારી જિજ્ઞાસાઓ પણ સંતોષી...'
આટલું બોલી તેણે જંબૂકુમાર સામે જોયું. જંબૂકુમારે કહ્યું : ‘પિતાજી, પ્રભવ પણ સંસારત્યાગ કરશે... ને ચારિત્ર ધર્મ અંગીકાર કરશે... હમણાં તે વિંધ્યરાજ પાસે જશે...’
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
એક રાત અનેક વાત ઋષભદત્તની આંખો વરસી પડી. તેમણે પ્રભવને પોતાની છાતીએ લગાડીને ખૂબ વાત્સલ્ય વરસાવ્યું. જંબૂકમારે પ્રભવનો પરિચય આપ્યો. શા માટે તે આવ્યો હતો, તે વૃત્તાંત કહ્યો. એ બધું જાણીને ઋષભદત્તે કહ્યું : “પ્રભવ, તારા પૂર્વજન્મના કોઈ પુણ્ય કર્મના પ્રતાપે જ તને જંબૂનો સંપર્ક થયો છે. જીવન પરિવર્તનનો તેં શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે.'
આઠ સ્ત્રીઓ, ધારિણીની અનુજ્ઞા લઈ પોત-પોતાનાં માતા-પિતાને મળવા અને “જંબૂકુમાર સાથે અમે પણ દીક્ષા લેવાનાં છીએ” એ નિર્ણય જણાવવા, રથમાં બેસીને ચાલી ગઈ.
જંબૂકુમાર પ્રભવ અને એના સાથીઓનું ઉચિત આતિથ્ય કરવા, તેમને લઈને રસોઈગૃહમાં ગયો.
ખંડમાં રહી ગયાં ધારિણી અને ઋષભદત્ત.
ધારિણીએ ઋષભદત્તની સામે જોયું. ઋષભદત્ત ગંભીર હતા. ઊંડા ચિંતનમાં ડૂબેલા હતા. ધારિણીએ ધીમા સ્વરે પૂછ્યું :
સ્વામીનાથ, આપે જાણ્યું ને? આઠેય પુત્રવધૂઓ જંબૂની સાથે દીક્ષા લેવાની છે.” “હા.' “પછી?' આપણે પણ દીક્ષા લઈએ દેવી!” આપણે?”
હા, પુત્ર વિના આપણે આ ઘરમાં. સંસારમાં નહીં રહી શકીએ. માટે પુત્રની સાથે જ આપણે ચારિત્ર ધર્મ અંગીકાર કરી લઈએ.”
સાચી વાત છે આપની. પુત્ર અને પુત્રવધૂઓ વિના મને તો એક ક્ષણ પણ નહીં ગમે...'
પણ દેવી, તમારાથી સાધુજીવનનાં કષ્ટો સહી શકાશે?'
કેમ નહીં? જો આઠ-આઠ પુત્રવધૂઓ ચારિત્ર-ધર્મ પાળી શકશે તો હું કેમ નહીં પાળી શકું?'
ઋષભદત્તની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ. ગઈ. તેઓ ત્યાંથી પોતાના ખંડમાં ગયા. મુનીમને બોલાવી, રાજગૃહી સંઘના અગ્રણી શ્રાવકોને બોલાવી લાવવા રવાના કર્યા.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. સાથી પ્રીત
સમુદ્રપ્રિય, સમુદ્રદત્ત વગેરે શ્રેષ્ઠીઓના દ્વારે પ્રભાતના સમયે રથોમાંથી કન્યાઓ ઊતરી. નક્કી કર્યા મુજબ દરેક કન્યાએ પોત-પોતાનાં માતા-પિતાને શ્રેષ્ઠી સમુદ્રપ્રિયની હવેલીમાં ભેગાં થવાની વાત કરી. આવેલા રથમાં જ તે તે શ્રેષ્ઠીઓ પત્ની અને પુત્રી સાથે સવાર થયા અને સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની હવેલીએ પહોંચ્યા.
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ સહુનું ભાવભીનું સ્વાગત કર્યું.
હવેલીના મધ્ય ભાગમાં એક વિશાળ સુશોભિત ખંડ હતો. એ ખંડમાં એક બાજુ આઠ શ્રેષ્ઠીઓ પંક્તિબદ્ધ ગોઠવાયા, બીજી બાજુ શ્રેષ્ઠીપત્નીઓ પણ એ જ રીતે બેસી ગઈ અને તેમની સામે આઠ કન્યાઓ બેસી ગઈ.
વાતાવરણમાં ગંભીરતા હતી. કાંઈક વિષાદ હતો અને આછો આછો ભય પણ તરવરતો હતો. ત્યાં સમુદ્રશ્રીએ ઊભા થઈ, સર્વ વડીલોને પ્રણામ કરી વાતનો આરંભ કર્યો :
‘અમારાં ઉપકારી માત-તાત, આપ જરાય આશ્ચર્ય પામ્યા વિના અમારાં સહુની વાત સાંભળશો.
અમે ધાર્યું હતું કે લગ્ન કરીને અમે પહેલી જ રાતે કુમા૨ને મનાવી લઈશું એમના શુષ્ક-વૈરાગી હૃદયને રાગના નીરથી ભરી દઈશું, તેઓ દીક્ષાની વાત ભૂલી જશે. આપ સહુએ પણ એમ જ ધાર્યું હશે. અમારાં સાસુ-સસરાએ પણ એમ જ ધાર્યું હતું. સાસુએ તો અમને શયનખંડમાં જવા પૂર્વે કહ્યું હતું : ‘મને વિશ્વાસ છે કે મારા પુત્રને તમે આઠેય મળીને રાગી બનાવી દેશો.'
પરંતુ વાત એનાથી ઊલટી જ બની ગઈ છે. અમે તેમને રાગી બનાવી શક્યાં નથી. આખી રાત અમારો વાર્તાલાપ થતો રહ્યો. અમે આઠેયે સંસારપક્ષની અનેક તર્કયુક્ત વાતો કરી, દૃષ્ટાંતો આપ્યાં, એની સામે એમણે પણ વૈરાગ્ય પક્ષનાં સચોટ તર્ક અને દૃષ્ટાંતો આપ્યાં.
પરંતુ હૃદય-પરિવર્તન માત્ર તર્ક અને દૃષ્ટાંતોથી થોડું જ થાય છે? ખરેખર, તેઓ નહોતા બોલતા, તેમનું વિરક્ત હૃદય બોલતું હતું. ભલે, એમની વાતોએ અમને વિરક્ત ન બનાવ્યાં, પરંતુ એમના પ્રત્યે વિશેષ અનુરાગી તો અવશ્ય બનાવી દીધાં છે. તેમના પ્રત્યે અમારો આદર... અમારો પ્રેમ અનહદ વધી ગયો છે.
તેઓ આજે જ ગણધર ભગવંત સુધર્મા સ્વામીનાં ચરણોમાં ચારિત્ર ધર્મ અંગીકાર કરવા કૃતનિશ્ચયી છે. તેઓ આજે, જેમ સર્પ પળવારમાં કાંચળી ઉતારી નાખે તેમ ગૃહવાસને ત્યજી અણગાર બની જશે.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
એક રાત અનેક વાત હે અમારાં માતા-પિતાઓ, અમે પણ એમની સાથે જ આ સંસારનો ત્યાગ કરી સાધ્વી બની જવાનો નિર્ણય કરી લીધો છે. એમના વિનાની આ દુનિયા તરફ અમે પણ વૈરાગી જ છીએ.”
આઠ માતાઓ અને પિતાની આંખો સમુદ્રશ્રીની વાત સાંભળીને ભીની થઈ ગઈ. સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ કહ્યું :
બેટી, લગ્ન પૂર્વે તમે કરેલા સંકલ્પ મુજબ તમારો નિર્ણય સર્વથા ઉચિત છે, પરંતુ યૌવનકાળમાં જ્યારે ઇન્દ્રિયો ઉન્મત્ત હોય છે ત્યારે મહાવ્રતોનું પાલન દુષ્કર જ નહીં, અતિ દુષ્કર હોય છે. મહાવ્રતો ગ્રહણ કરવાં સહેલાં હોય છે, પાલન કરવું ઘણું દુષ્કર હોય છે.
બેટી, જંબૂકમારનો વૈરાગ્ય સહજ છે, તમે વૈરાગ્યથી પ્રેરિત થઈ દીક્ષા લેવા તૈયાર નથી થયાં પરંતુ જંબૂકમાર પ્રત્યેના તીવ્ર અનુરાગથી પ્રેરિત થઈને દીક્ષા લેવા તૈયાર થયાં છો.”
સમુદ્રશ્રીએ કહ્યું : “પિતાજી, જેમ વિરાગી સર્વસ્વનો ત્યાગ કરી શકે છે... અને ભયંકર કષ્ટોને સહી શકે છે, તેમ અનુરાગી પણ પોતાના પ્રિય પાત્રની ખાતર સર્વસ્વનો ત્યાગ કરી શકે છે ને સળગતી આગમાં કૂદી શકે છે. અમે કઠોર મહાવ્રતોનું પણ પાલન કરી શકીશું. અમે પૂર્ણ વિચાર કરી લીધો છે.”
સમુદ્રશ્રીની માતા પદ્માવતીએ કહ્યું : “દીકરીઓએ તો વિચાર કરી જ લીધો છે. જમાઈ અને દીકરીઓ તો દીક્ષા લેશે જ, મને તો ત્યારે જ લાગેલું... જ્યારે લગ્ન પૂર્વે દીકરીઓએ વાત કરી હતી. વિચાર તો હવે આપણે કરવાનો છે અને સમય આપણી પાસે થોડો છે.'
પદ્મશ્રીની માતા કનકમાલાએ કહ્યું, “સાચી વાત છે, જો જમાઈ અને પુત્રીઓ આજે જ સંસારત્યાગ કરવાનાં હોય તો આપણે નકામી ચર્ચામાં ન પડવું જોઈએ. જુઓ સાંભળો, હું તો જમાઈ અને પુત્રીની સાથે દીક્ષા લઈશ... જો આ લોકો ભરજોબનમાં સંસારત્યાગ કરી શકે છે તો શું આપણે હવે આ ઉમરમાં સંસારત્યાગ ન કરી શકીએ?'
તો હું પણ દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કરૂં છું.' સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. પદ્મશ્રી આનંદ-વિભોર થઈ ગઈ, તેણે ઊભા થઈ પોતાનાં માતા-પિતાના ચરણે પ્રણામ કર્યા.
પદ્મસેનાના પિતા સાગરદત્ત પાસેનાને કહ્યું : “બેટી, હું અને તારી માતાઅમે બન્ને તારી સાથે જ સંસારત્યાગ કરી મોક્ષ માર્ગે ચાલી નીકળીશું.' પદ્મસેનાએ માતા-પિતાનાં ચરણે બહુમાનપૂર્વક વંદના કરી.
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી પ્રીત
૧૭૩ કનકસેનાના પિતા કુબેરદત્ત શ્રેષ્ઠીએ કહ્યું : આપણી પુત્રીઓને હું ક્રોડકોડ અભિનંદન આપું છું. યૌવનકાળમાં વ્રતોનું પાલન દુષ્કર હોય છે એવું દુષ્કર કાર્ય આપણી પુત્રીઓ કરી રહી છે... બેટી કનકસેના, હું અને તારી માતા - અમે બન્ને તારી સાથે જ દીક્ષા લઈશું.” કનકસેના હર્ષથી નાચી ઊઠી, તેણે માતા-પિતાનાં ચરણને આંસુથી ભીના કરી દીધાં.
નભસેનાની માતા કનકવતીએ કહ્યું : “બેટી નભસેના, જો તારા પિતા દીક્ષા માટે મને સંમતિ આપે તો તારી સાથે હું પણ દીક્ષા લઉં.' કનકવતીએ શ્રેષ્ઠી કનકસેન તરફ જોયું. કનકસેનની આંખો ભીની હતી. પુત્રી તરફ અતિ રાગ ધરાવતા કનકસેને કહ્યું : “બેટી, અમે બન્ને આજે તારી સાથે જ દીક્ષા લઈશું.” નભસેનાએ માતા-પિતાનો આદર કર્યો ને તેમનો ઉપકાર માન્યો.
કનકશ્રીના પિતા શ્રમણદત્તે શ્રીષેણાની સંમતિ ઇશારાથી લઈ જ લીધી હતી. તેમણે કહ્યું : “બેટી કનકશ્રી, તમે આઠેય પુત્રીઓએ અમારી સાત પેઢીને તારી નાંખવાનું પુણ્યકાર્ય કર્યું છે. અમે બન્ને પણ તમારી સાથે સંસારત્યાગ કરીશું.' કનકશ્રીએ હર્ષવિભોર બની માતા-પિતાનાં ચરણે પ્રણામ કર્યા.
કનકવતીના પિતા વસુષેણે, પોતાની ધર્મપત્ની વીરમતીની સંમતિ જાણીને કહ્યું : “બેટી કનકવતી, અમે બન્ને તમારી સાથે ચારિત્ર ધર્મ અંગીકાર કરીશું.” કનકવતીએ આનંદિત થઈને માતા-પિતાને વંદના કરી,
જયશ્રીના પિતા વસુપાલિતે કહ્યું : “બેટી, અમે બન્ને પણ તારી સાથે જ દીક્ષા લઈશું.” જયશ્રી પુલકિત બની ગઈ. તેણે માતા-પિતાને આદરથી પ્રણામ કર્યા.
સમુદ્રશ્રીનાં માતા-પિતાએ પણ સમુદ્રશ્રીની સાથે દીક્ષા લેવાની જાહેરાત કરી દીધી. આ રીતે આઠેય કન્યાઓના માતા-પિતા દીક્ષા લેવા તત્પર બન્યાં.
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ અન્ય શ્રેષ્ઠીઓને કહ્યું : “હવે એક પળનોય પ્રમાદ કર્યા વિના આપણે જલદીથી તૈયાર થઈ શ્રેષ્ઠીશ્રી ઋષભદત્તની હવેલીએ પહોંચવું જોઈએ.' સહુ શ્રેષ્ઠીઓ પોત-પોતાના નિવાસે પહોંચ્યા અને આવશ્યક કાર્યોને પતાવવા લાગ્યા.
૦ ૦ ૦ પ્રભવ, તું અવશ્ય વિંધ્યરાજ પાસે જજે, તેમની અનુમતિ લેજે. અપરાધોની ક્ષમા માંગજે. નાના ભાઈ પ્રભુ સાથે પણ ક્ષમાપના કરી લેજે.
ચારિત્ર ધર્મ અંગીકાર કરવા પૂર્વે, સર્વ વેર-વિરોધોને ઉપશમાવવા જોઈએ. કોઈનાય પ્રત્યે આપણા હૃદયમાં વેર-વિરોધ ન જોઈએ. કોઈનાય દિલમાં આપણા પ્રત્યે વેર-વિરોધ ન જોઈએ.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
એક રાત અનેક વાત - “હે કુમાર, આપની આજ્ઞા મને શિરોધાર્ય છે... પરંતુ મેં તો ધણાં ઘોર પાપ કર્યા છે, ધણા મનુષ્યોનો વધ કર્યો છે. ઘણા મનુષ્યોને લૂંટટ્યા છે... પીડ્યા. છે... ઘણા જીવોનાં ઘર સળગાવી દીધાં છે...'
“પ્રભવ, એ બધાં પાપોનું પ્રાયશ્ચિત્ત ચારિત્ર ધર્મ છે. ચારિત્ર ધર્મ અંગીકાર કરતાં, એ બધાં પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. માટે જ ચારિત્ર ધર્મ, પાપોના મહાસાગરથી તારનારું જહાજ છે.
છે મિત્ર. તું ઘરે જાય છે... તારી પત્નીને જ્યારે તું આ વાત કરીશ... કે “હું દીક્ષા લઈશ, સાધુ બનીશ.' એ બેબાકળી બની જશે, કલ્પાંત કરશે. એ વખતે તું અધીર ન બનીશ. તું સ્નેહવિવશ ન બનીશ.
આ સંસારમાં જીવાત્મા, સ્નેહ-અનુરાગના કારણે જ દુઃખી થાય છે. રાગ કરીને અંતે ઝૂરી-ઝૂરીને જ મરવાનું છે. જેમ તેલની નિગ્ધતાથી તલ પિસાય છે તેવી રીતે રાગની નિગ્ધતાથી જીવ આ સંસારમાં પિસાય છે. પ્રભવ, તારો આત્મા જાગ્યો છે, તું જાગ્રત બન્યો છે. હવે તું ભ્રમિત નહીં બને; છતાં આ સંસાર વિષમ છે એટલે તને સાવધાન કરું છું.
સંસારના સર્વ સંબંધો મિથ્યા છે. એ સંબંધોનાં બંધન તોડી નાંખવાનાં છે. એ મિથ્યા સંબંધોથી જ જીવ સંસારમાં જન્મ-મરણ કરતો રહ્યો છે.
સાચો સંબંધ સાધુપુરુષનો છે. સાધુપુરુષો સાથે બાંધેલો સંબંધ આત્માને નિબંધન બનાવે છે.
હે પ્રભવ, તારે તારા સાથીદારોને પણ સાથે લાવવાના છે. તેમને પણ પ્રતિબોધ પમાડવાનો છે. કામ મોટું છે...' બૂકુમાર અવિરતપણે બોલી રહ્યા હતા. પ્રભવ એકાગ્ર બનીને સાંભળી રહ્યો હતો. પ્રભવે કહ્યું :
કુમાર, તમારી વાત સાચી છે. મારી સાથે રહેલા.. મારા આધારે રહેલા. સેંકડો પરિવારોને મારે સમજાવવા પડશે.”
જંબૂકુમારે કહ્યું : “પ્રભવ, મને લાગે છે કે તારે એમને બહુ નહીં સમજાવવા પડે. તારા ઉપરનો અનુરાગ જ તેમને ત્યાગના માર્ગે ચાલવા પ્રેરિત કરશે.'
સાચી વાત છે કુમાર, એ લોકોનો મારા પર અગાધ પ્રેમ છે! ભલે તેઓ ચોરી અને લૂંટફાટનાં ખોટાં કામ કરે છે, પરંતુ તેઓ સરળ પ્રકૃતિના લોકો છે. તેમને કોઈ સાચો માર્ગ સુઝાડનાર જોઈએ, તેમને સન્માર્ગે ચાલતાં વાર નહીં લાગે.”
“પ્રભવ, હું તો આજે જ શ્રી સુધમા સ્વામીનાં ચરણોમાં મારું જીવન સમર્પિત કરીશ... તું પાછો આવવામાં વિલંબ ના કરીશ...'
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી પ્રીત
૧૭૫ કુમાર, શું તમે આજે જ સાધુ બની જ શો? આઠ પત્નીઓનું શું?” તેઓ તેમના પિતૃગૃહે ગઈ છે. આવી જવી જોઈએ...”
એટલે શું તેઓ તમારી સાથે જ દીક્ષા લેશે? ‘હા’ અને માતા-પિતા? પ્રભવ, અમે પણ આજે જ જંબૂની સાથે દીક્ષા લઈશું.'
ઋષભદત્ત અને ધારિણીએ જંબુકમારના ખંડમાં પ્રવેશ કર્યો... તેવો જ પ્રભવનો પ્રશ્ન તેમણે સાંભળ્યો ને ઋષભદત્તે જવાબ આપ્યો.
માતા-પિતાને આવેલાં જોઈ જંબૂકમાર પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. પ્રભવ પણ ઊભો થઈ ગયો, બન્નેએ ધારિણી-ઋષભદત્તનાં ચરણોમાં પ્રણામ કર્યા. ધારિણીએ જંબૂકુમારને પોતાની પાસે બેસાડી, તેના માથે હાથ મૂકી કહ્યું :
વત્સ, મેં અને તારા પિતાએ પણ આજે તારી સાથે જ ચારિત્ર ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો છે...'
જંબૂકુમાર માતાની સામે જોઈ રહ્યા. માતાના મુખ પર ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની દઢતા હતી. આંખોમાં નિર્ણયાત્મક તેજ હતું. ઋષભદત્તની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તેઓ ગંભીર હતા. ધીરેધીરે તેમણે પોતાની દૃષ્ટિ જંબૂકુમાર પર સ્થિર કરી. પિતા-પુત્રની આંખો મળી.
બેટા, તારો અને પુત્રવધૂઓનો નિર્ણય સાચો છે. જ્યારથી મેં શ્રી સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળ્યો છે ત્યારથી મારા મનમાં મંથન તો ચાલતું જ હતું. આત્મા... કર્મ... મોક્ષ જેવાં તત્ત્વો અંગે મેં ઘણી રાત્રીઓ ચિંતન કર્યું હતું. ક્યારેક હું મારી જાતને નિર્વિકાર અનુભવ કરતો હતો. ક્યારેક આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ આકર્ષિત કરતું હતું.
પરંતુ એ ક્ષણો વીતી જતી હતી... અને તારો સુકમાળ સુંદર ચહેરો મારી સામે તરવરતો હતો... પુનઃ સ્નેહના પ્રવાહમાં તણાતો હતો. તારા પ્રત્યેનો અવિહડ રાગ... તારી માતા પ્રત્યેનો અગાધ પ્રેમ... મારા વૈરાગ્ય માર્ગમાં બાધક બનતાં હતાં.
વત્સ, પ્રબળ રાગનું બંધન આજે સરળતાથી તૂટી ગયું છે. સંસારના સંબંધોની નિઃસારતા પ્રતીત થઈ છે. આત્માને કર્મનાં બંધનોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરી લેવાનો પુણ્ય સંકલ્પ થયો છે. બેટા, આ બધું શુભ અને સુંદર થવામાં તું જ નિમિત્ત બન્યો છે. મારી આઠ પુત્રવધૂઓ નિમિત્ત બની છે.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
એક રાત અનેક વાત બેટા, હવે આપણે ઉદ્યાનમાં ગુરુદેવશ્રી સુધર્માસ્વામી પાસે જવાની તૈયારી કરીએ.”
ધારિણીએ પૂછ્યું : “શું આપણી સ્થાવર-જંગમ સંપત્તિની વ્યવસ્થા થઈ ગઈ?' “હા, રાજગૃહીના અગ્રણી શ્રાવકોને બધી સંપત્તિ સોંપી દીધી છે. આ સંપત્તિનો ઉપયોગ જિનમંદિરના નિર્માણમાં થશે. દુઃખી સાધર્મિકોના ઉદ્ધારમાં થશે; અને ગરીબોને અનુકંપા-દાન અપાશે.”
બહુ સારી વ્યવસ્થા થઈ ગઈ!' ધારિણીએ આનંદ વ્યક્ત કર્યો. ‘હવે તમે જંબૂની સ્નાનવિધિ કરો. એને શણગારો. હું ભવ્ય વરઘોડાની તૈયારી કરાવું છું.'
‘શ્રેષ્ઠીવર્ય, વરઘોડાની તૈયારી માત્ર તમારા પુત્ર અને પુત્રવધૂઓની જ નથી કરવાની, અમારા સહુની પણ કરવાની છે!' સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ ખંડમાં પ્રવેશતાં જ ઉલ્લાસથી ઋષભદત્તને ભેટતાં કહ્યું.
“એટલે?” “અમે, આઠેય કન્યાઓનાં માતા-પિતા પણ તેમની સાથે જ દીક્ષા લઈશું!' “ધન્ય છે તમને સહુને! તમે અદ્ભુત નિર્ણય કર્યો ઋષભદત્ત અને ધારિણીની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ઊઠી.
પ્રભવે કહ્યું : “હે શ્રેષ્ઠીવર્યો, કમરનાં માતા-પિતાએ પણ એ જ નિર્ણય કર્યો છે.. પુત્ર અને પુત્રવધૂઓ સાથે દીક્ષા લેવાનો!'
હેં?' આઠેય શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠીપત્નીઓ આશ્ચર્યથી અને ઉલ્લાસથી ઝૂમી ઊઠ્યાં.
હે શ્રેષ્ઠીરત્ન, આપનો નિર્ણય ખરેખર અભિનંદનીય છે.” શ્રેષ્ઠી સમુદ્રદત્તે હાર્દિક અનુમોદન કરતાં કહ્યું.
આપણે સહુએ અહીંથી જ પ્રયાણ કરવાનું છે. પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો છે. બીજા પ્રહરના મધ્ય સમયે અહીંથી નીકળવાનું છે. એ રીતે સહુ નાહીને, વસ્ત્રાભૂષણ ધારણ કરીને તૈયાર થઈએ.”
ઋષભદત્તે સહુને તૈયાર થવાનું કહ્યું અને સ્વયં દીક્ષાના વરઘોડાની તૈયારી કરાવવા પોતાના ખંડમાં ચાલ્યા ગયા.
સમગ્ર રાજગૃહીમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે જંબૂકમાર સહિત ૨૭ સ્વજનો આજે સંસારત્યાગ કરી સાધુજીવન સ્વીકારશે.
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. પ્રભવ જયપુરમાં
વિંધ્યાચલના કોતરોમાંથી પ્રભવ અને એના પાંચ સાથીઓ અશ્વારોહી બની પસાર થઈ રહ્યા હતા. બધા મૌન હતા. અશ્વો સહજ ગતિથી ચાલી રહ્યા હતા. જયપુરનો રસ્તો તેમનો પરિચિત હતો.
વર્ષોથી પ્રજ્વલિત રોષાગ્નિ બુઝાઈ ગયો હતો. તે ભાઈ અને પિતા પાસે ક્ષમાયાચના કરવા જઈ રહ્યો હતો. એને પિતા વિંધ્યરાજ અન્યાયી લાગ્યા હતા. નાના ભાઈ પ્રભુ પ્રત્યે તેના મનમાં ઘોર રોષ ભરેલો હતો... તે અશાન્ત હતો, સંતપ્ત હતો. પરંતુ એક જ રાતમાં એ દ્રષ, એ રોષ. બધું જ ધોવાઈ ગયું હતું.
પ્રભવના મનમાં નિરંતર જંબૂકુમારના વિચારો ચાલી રહ્યા હતા. એની કલ્પનામાં જંબૂકુમાર... જંબૂકુમારની આઠ પત્નીઓ.. જંબૂકુમારનાં માતાપિતા.. એમની વિશાળ હવેલી... અપાર વૈભવ... આ બધું ઘુમરાતું હતું.... - જંબૂકુમારની દઢ અનાસક્તિ.. તીવ્ર વૈરાગ્ય અને સ્વાભાવિક ત્યાગવૃત્તિએ પ્રભવને હચમચાવી મૂક્યો હતો. એના હૃદયમાં જંબૂકુમાર પ્રત્યે પ્રેમ જાગી ગયો હતો.
જ્યાં જયપુરની હદમાં પ્રભવે પ્રવેશ કર્યો, તરત જ શસ્ત્રધારી સૈનિકોએ પ્રભવ અને એના સાથીઓને ઘેરી લીધા.
પ્રભવ અને એના સાથી સાદાં વસ્ત્રોમાં હતા. તેમણે એક પણ શસ્ત્ર રાખ્યું ન હતું. મોઢા પર બુકાની પણ નહોતી બાંધી. સૈનિકો પ્રભાવને ઓળખી ન શક્યા. સૈનિકોના નાયકે પૂછ્યું :
કોણ છો? ક્યાં જાઓ છો?” મારું નામ પ્રભવ...”
પ્રભવ?' જાણે ઝેરી વીંછીના ડંખ લાગ્યો હોય, તેમ સૈનિકો હેબતાઈ ગયાં. બે ડગલાં પાછા હટી ગયા. મ્યાનમાંથી તલવારો ખેંચી કાઢી.
હા, મારું નામ પ્રભવ છે, ને હું જયપુર જાઉં છું, મારા ભાઈને અને મારા પિતાજીને મળવા.' પ્રભવે સહજતાથી કહ્યું. સૈનિકો એક-બીજા સામે જોવા લાગ્યા. નાયકે પૂછ્યું :
“શસ્ત્રો ક્યાં છુપાવ્યાં છે?” “શસ્ત્રો છોડી દીધાં છે...'
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
એક રાત અનેક વાત
‘એ શક્ય નથી. સાચું બોલ, નહીંતર...' નાયકે પ્રભવના ઘોડાની લગામ પકડી લીધી હતી. પ્રભવ ઘોડા પરથી નીચે ઊતરી ગયો હતો. પ્રભવના સાથીઓ પણ ઘોડાઓ પરથી નીચે ઊતરી ગયા હતા.
'હું સાચું જ બોલું છું, પરંતુ તમને મારી વાત ૫૨ વિશ્વાસ નહીં બેસે. ભલે, તમે ચાલો અમારી સાથે.’
અનેક ગામોને સળગાવી દેનાર, સેંકડો માણસોને મોતને ઘાટ ઉતારનાર, અનેક જાનોને લૂંટી લેનાર... ખરા બપોરે, ભરબજારે ગામોમાં જઈ... છડેચોક લૂંટ કરનાર... એવા પ્રભવને નિઃશસ્ત્ર જોઈને... નિર્લેપભાવે ચાલ્યો જતો જોઈને સૈનિકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાયકે પ્રભવનાં અને એના સાથીઓનાં વસ્ત્ર તપાસી લીધાં. ‘આવો ખૂંખાર ડાકુ શસ્ત્ર વિના આ પ્રદેશમાં ન આવે!' આવી ધારણાથી સૈનિકોએ એમને તપાસ્યા. એક પણ શસ્ત્ર ન મળ્યું.
સૈનિકોના ચાંપતા પહેરા નીચે પ્રભવ અને એના સાથીઓ જયપુર તરફ
આગળ વધ્યા.
રાજમહેલના દ્વારે પહોંચ્યા.
પ્રભવે રાજમહેલના દ્વારે ઊભેલા રક્ષકને કહ્યું :
‘મારે પિતાજી વિંધ્યરાજને મળવું છે. તેમને કહો કે પ્રભવ આપને મળવા આવ્યો છે...' દ્વારરક્ષક પ્રભવનું નામ સાંભળતાં થથરી ગયો... એની આંખો પહોળી થઈ ગઈ. સાથેના સૈનિકોએ કહ્યું : ‘અમે અહીં ઊભા છીએ. તું જઈને મહારાજાને સમાચાર આપ.'
દ્વાર૨ક્ષક ઉતાવળા પગલે રાજમહેલમાં દોડ્યો. તે પહેલાં પ્રભુ પાસે ગયો, ધ્રૂજતા શરીરે તેણે પ્રભુને કહ્યું : ‘મહારાજા, મહેલના દ્વારે પ્રભવ આવીને ઊભા છે, ને પિતાજીને મળવા ઇચ્છે છે.'
‘પ્રભવ એકલો છે?’
‘ના જી, એની સાથે પાંચ સાથીઓ છે... પરંતુ આપણા સૈનિકોએ તેમને ઘેરેલા છે...'
‘એટલે?’
‘મહારાજા, પ્રભવ અને એમના સાથીઓ પાસે કોઈ શસ્ત્ર નથી!'
‘એમ?’ પ્રભુને આશ્ચર્ય થયું. ‘શસ્ત્ર વિના પ્રભવ અહીં આવે ખરો? શું એનું કોઈ કાવતરું તો નહીં હોય? હું જ મહેલના દ્વારે જઈને એને મળું...!'
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ જયપુરમાં
૧૭૯ પ્રભુ હાથમાં ખુલ્લી તલવાર લઈ મહેલના દ્વારે પહોંચ્યો. તેણે પ્રભવને જોયો. પ્રભવની આંખોમાં તેણે રોષ ન જોયો. બન્ને ભાઈઓની આંખો મળી. પ્રભવે બે હાથ જોડી પ્રભુને પ્રણામ કર્યા. કે પ્રભુના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. તેણે પણ પ્રભાવને પ્રણામ કર્યા.
પ્રભુ, પહેલાં મારે પિતાજીને મળવું છે.. પછી આપણે મળીશું...' પ્રભવને અને એના સાથીઓને લઈ પ્રભુ મહેલમાં આવ્યો. પ્રભવે પોતાના સાથીઓને મહેલના એક ખંડમાં બેસવાનું કહ્યું. “મોટાભાઈ ?' “પ્રભુ!'
એક પ્રશ્ન પૂછું?” “જેટલા પૂછવા હોય એટલા પૂછ...' “પિતાજીને શા માટે મળવું છે?' મારે મારા અપરાધોની ક્ષમા માંગવી છે...' આ કોણ બોલે છે?” પ્રભવ...!' “મોટાભાઈ, મને સમજાતી નથી તમારી વાત...'
કોઈને પણ ન સમજાય એવી આ વાત છે... પણ પ્રભુ, એક રાજકુમાર ડાકુ બની શકે છે, ને એ વાત દુનિયાને સમજાય છે, તેમ એક ડાકુ સાધુ બની શકે છે – શું એ વાત દુનિયાને ન સમજાય એવી છે?'
બન્ને ભાઈ ચાલતાં ચાલતાં એક ભવ્ય ખંડના દ્વારે આવી ઊભા. આ ખંડ વયોવૃદ્ધ રાજા વિંધ્યરાજનો હતો. ખંડના દ્વારે ઊભેલા પરિચારકે ખંડમાં જઈ મહારાજાને પ્રભુના આગમનના સમાચાર આપ્યા.
પ્રભુએ પ્રભવની સાથે ખંડમાં પ્રવેશ કર્યો. વિંધ્યરાજની ઉંમર એક સો ને પાંચ વર્ષની થઈ ગઈ હતી. આંખે ઓછું દેખાતું હતું. કાને ઓછું સંભળાતું હતું. છતાં તેમની માનસિક સ્થિતિ સારી હતી. આરોગ્ય પણ સારું હતું.
પ્રભુએ વિંધ્યરાજનાં ચરણે પ્રણામ કર્યા અને કહ્યું : “પિતાજી, જરા ધારીને જુઓ તો, આ કોણ આવ્યું છે?
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦.
એક રાત અનેક વાત પ્રભવ વિંધ્યરાજને પ્રણામ કરી, એમની પાસે ઊભો. વિંધ્યરાજે પ્રભવના મસ્તકને બે હાથે પકડી... એના મોઢાને જોવા પ્રયત્ન કર્યો...
પિતાના કોમળ અને વાત્સલ્યભર્યા હાથનો સ્પર્શ થતાં જ પ્રભવની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. વિધ્યરાજ પ્રભવને ઓળખી શક્યા નહીં. તેમણે પૂછ્યું: 'કોણ છે ભાઈ?' પ્રભવ જવાબ ન આપી શક્યો. પ્રભુએ કહ્યું : મારા મોટાભાઈ છે, પિતાજી!” કોણ પ્રભવ?” “હા, પિતાજી!”
ભલે આવ્યો બેટા!' પ્રભવના માથે પોતાના બે હાથ ફેરવતાં વિંધ્યરાજ ગળગળા થઈ ગયા. પ્રભુ તો ક્યારનોય રડી રહ્યો હતો.
ખંડમાં મૌન છવાયું. ત્રણેનાં હૈયાં હળવાં થયાં. પ્રભવે મૌન તોડ્યું : “પિતાજી, બે કામ માટે અહીં આવ્યો છું, તેમાં પહેલું કામ છે – મારા બધા જ અપરાધોની ક્ષમાયાચના કરવાનું. મેં આપના હૃદયને ખૂબ જ દુઃખ આપ્યું છે. આપને રંજાડ્યા છે... હેરાન કર્યા છે... આપ મને ક્ષમા આપો.. અને હવેથી આપનો જ નહીં, કોઈ જીવનો પણ અપરાધ નહીં કરૂં.' પ્રભવની આંખો સજળ બની ગઈ. તેનો કંઠ ગળગળો બની ગયો.
“વત્સ, હું પણ સરળ હૃદયે તને ક્ષમા આપું છું... અને ક્ષમા માગું છું. રાગદ્વેષથી મેં પણ તારા પ્રત્યે અપરાધ કર્યો છે...”
પિતાજી, આપનો કોઈ જ અપરાધ નથી. આપે પ્રભુને રાજ્ય આપીને યોગ્ય જ કર્યું છે. રાજસિંહાસન પર બેસીને રાજ્ય કરવા માટેના તમામ ગુણો એનામાં છે.. એ સુયોગ્ય છે. હું અહંકારથી અને ઈર્ષ્યાથી બળ્યો. ઘણા અનર્થો કર્યા...”
પ્રભવ, આજે તને તારી ભૂલ સમજાઈ, તે સારું થયું.. તારા વિચારોમાં આવું સુંદર પરિવર્તન આવ્યું, તેથી મને ઘણો આનંદ થયો છે... હવે તમે બન્ને ભાઈ ખૂબ પ્રેમથી રહો... એમ હું ઇચ્છું છું...'
પિતાજી, હવે સમગ્ર જીવસૃષ્ટિ સાથે મૈત્રીભાવથી જીવવું છે, અને એટલે આપની અનુમતિ લેવા આવ્યો છું...”
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ જયપુરમાં
શાની અનુમતિ બેટા?' ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની...” એટલે?' “પિતાજી, હું શ્રી સુધર્મા સ્વામીનાં ચરણે મારું જીવન સમર્પિત કરીશ. મારા શિરછત્ર બનશે જંબૂકુમાર મુનિ!'
“કોણ બૂકુમાર?'
“રાજગૃહીના નગરશ્રેષ્ઠી ઋષભદત્તના પુત્ર! તેમના જ સંપર્કથી. ઉપદેશથી મારૂં જીવન... મારું મન બદલાયું છે... એ મારા પરમ ઉપકારી છે...”
પ્રભવે વિંધ્યરાજને જંબૂકમારનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળતાં સાંભળતાં વિંધ્યરાજની આંખો ભીની થઈ ગઈ. પ્રભુ સ્તબ્ધ બની ગયો. પ્રભુએ કહ્યું :
“મોટાભાઈ, આ રાજ્ય હું આપના ચરણે સમર્પ છું. આપ રાજસિંહાસન પર આરૂઢ થાઓ. હું આપના ચરણોનો સેવક બનીને રહીશ, પરંતુ આપ દીક્ષા ન લો...'
પ્રભુએ પ્રભવના પગ પકડી લીધા. તે રડી પડ્યો. પ્રભવે પ્રભુના માથે હાથ ફેરવતાં કહ્યું :
પ્રભુ, રડ નહીં, આ રાજ્ય.... આ વૈભવ.. આ સંબંધો. બધું જ ક્ષણિક ભાસે છે. કાંઈ જ શાશ્વતું નથી... કે જેના માટે આજ દિન સુધી હું ગાંડો બનીને ભટકતો રહ્યો. પરંતુ એ જંબૂકુમારના પ્રતાપે મને મારી ભૂલ સમજાઈ... ને આ બાહ્ય જગતનાં સુખોનો મોહ દૂર થયો. અનંત ભ્રમણાઓમાંથી બહાર નીકળ્યો... અને એ મહાપુરુષની પ્રેરણાથી જ અહીં હું પિતાજીની અનુમતિ લેવા આવ્યો છું. મને એ મહાપુરુષે કહ્યું છે : “પ્રભવ, વિલંબ ના કરીશ, અનુમતિ લઈને જલદી આવી જજે !” એટલે, પિતાજી મને આશીર્વાદ આપો... બસ, માનવજીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ કરી લઉં!'
વિંધ્યરાજે કહ્યું : “વત્સ, તારો ચારિ ધર્મ સ્વીકારવાનો નિર્ણય સારો છે, સાચો છે.. પરંતુ.”
“પિતાજી, મેં કરેલાં ઘોર પાપોનું પ્રાયશ્ચિત્ત પણ સાધુ બન્યા વિના હું નહીં કરી શકું અને પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ મૃત્યુ થઈ જાય તો જીવની અધોગતિ જ થાય. અનંત ભવિષ્યકાળ દુઃખમય બની જાય.”
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
એક રાત અનેક વાત ભલે વત્સ, હું તારા માર્ગમાં અવરોધ નહીં કરું, પરંતુ તે અહીં આવ્યો છે, તો થોડા દિવસો અહીં રહે, પછી રાજગૃહી જજે...”
“પિતાજી, મારે જલદીથી જલદી ગુરુદેવ પાસે જવું જરૂરી છે. તેમાંય હજુ મારે મારી પલ્લીમાં જવાનું છે. મારા ૫૦૦ સાથી પણ મારી સાથે જ દીક્ષા. લેવા તૈયાર થયા છે. મારે તેમના પરિવારોને સમજાવવા પડશે. તે પરિવારોના જીવનનિર્વાહની વ્યવસ્થા કરવી પડશે... એમાં પણ મારો સમય જવાનો.... માટે મને આપ આશીર્વાદ આપો એટલે હું અહીંથી રવાના થાઉં.'
“શું તારા પ૦૦ સાથી પણ સાધુ બની જશે?” વિધ્યરાજ આશ્ચર્યચકિત થઈ ગયા.
હા જી, એમાંના જેટલા મારી સાથે જંબૂકમારની હવેલીમાં હતા, તેમણે તો ત્યાં જ મારી સાથે દીક્ષા લેવાનો સંકલ્પ જંબૂકુમારની સામે જાહેર કર્યો હતો, અને તેઓ અહીં મારી સાથે આવેલા છે. એ સિવાયના મારા સાથીઓએ, જ્યારે હું પલ્લીમાં ગયો ત્યારે પોતપોતાનો નિર્ણય જાહેર કર્યો...'
વિધ્યરાજે પ્રભુને કહ્યું : “બેટા, પ્રભવની સાથે આવેલા એના સાથીઓને આદરપૂર્વક અહીં બોલાવી લાવ અને એમનું ઉચિત સન્માન કર... એમનો ભવ્ય સત્કાર કર.'
પ્રભુ ખંડની બહાર ગયો. પ્રભવના સાથીઓને પ્રેમથી પોતાની સાથે લઈને ખંડમાં આવ્યો. પ્રભવના એ સાથીઓએ વિંધ્યરાજને પ્રણામ કર્યા. વિંધ્યરાજે કહ્યું :
ભાઈઓ, શું તમે પણ પ્રભવની સાથે જ સંસારનો ત્યાગ કરી ચારિત્ર ધર્મ સ્વીકારવાના છો?”
હા જી, મહારાજા, અમારા નાથ જો સંસારમાં ન રહે, તો અમારાથી સંસારમાં કેમ રહેવાય? અમે સહુ એમની સાથે જ સાધુ બની જઈશું.” ‘તમે સાધુ બનીને શું કરશો?' અમારા આ નાથ (પ્રભાવ) જે કહેશે તે કરીશું.” તમારા પરિવારનું શું થશે?' “એમના ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા અમારા આ નાયક કરી દેશે. અમારી ચિંતા પણ એ જ કરે છે!”
પ્રભુ, પ્રભવના સાથી ડાકુઓની સીધી સરળ વાતો સાંભળીને દિંગ થઈ
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ જયપુરમાં
૧૮૩
ગયો. ડાકુઓનો પ્રભવ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ જોઈને તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
પ્રભુએ પ્રભવને કહ્યું : ‘મોટાભાઈ, આપની સાથે આપના બધા સાથી પુરુષો દીક્ષા લે, તો એમના પરિવારોની જવાબદારી હું લઈશ... હું એ પરિવારોને સંભાળીશ. આટલી સેવા કરવાની મને તક આપો...’
‘પ્રભુ, તેં આ જવાબદારી માથે લઈને, મારા માથેથી ચિંતાનો ભાર ઉતારી નાંખ્યો! આ મારા સાથીઓનો માર્ગ સરળ કરી દીધો ભાઈ!'
પ્રભવના પાંચ સાથીઓએ કૃતજ્ઞભાવે પ્રભુ સામે જોયું. પ્રભુએ પ્રભવને કહ્યું:
‘મોટાભાઈ, મારા પર કરુણાં કરી થોડા દિવસો અહીં રોકાઈ જાઓ... મને આપની સેવા કરવાનો અવસર આપો...'
‘પ્રભુ, તારો આગ્રહ છે તો આજનો દિવસ અમે અહીં રોકાઈ જઈશું. આવતી કાલે પ્રભાતે અહીંથી પ્રયાણ કરીશું, પલ્લીમાં જઈને પરિવારોને સમજાવીને એક-બે દિવસમાં જ રાજગૃહી પહોંચી જઈશું.'
'હું આપની સાથે પલ્લીમાં આવીશ, જેથી એ લોકોને આશ્વાસન મળે અને મને એમનો પરિચય થાય.’
‘બહુ સારૂં પ્રભુ! તું અમારી સાથે આવીશ... તેથી સહુને આનંદ થશે.’ મહારાજા વિંધ્યરાજે કહ્યું : ‘પ્રભુ, હવે આ આપણા અતિથિઓને ભોજન કરાવો પછી તેઓ વિશ્રામ કરે... ચોથા પ્રહરમાં ફરી આપણે ભેગા થઈને વાતો કરીશું.’
સહુએ વિંધ્યરાજને પ્રણામ કર્યા અને ખંડમાંથી બહાર નીકળ્યા. પ્રભુએ એક અનુચર દ્વારા મંત્રીમંડળને અને નગરના પ્રમુખ શ્રેષ્ઠીઓને ચોથા પ્રહરમાં મહેલમાં આવી જવા આમંત્રણ મોકલી આપ્યાં.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
. -
-
-
| 9.પ્રભુ સાથે પક્ષીમાં
પ્રભુ, ખરેખર તેં મને મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ લાવી દીધો. મારી પલ્લીના પરિવારોનું તું પાલન સારી રીતે કરીશ, એ વાતની મને શ્રદ્ધા છે. હવે પલ્લીના મારા સાથીદારો નિશ્ચિત બનીને મારી સાથે દીક્ષા લેશે.”
પિતાના આશીર્વાદ લઈને પ્રભવે પ્રભુની સાથે જયપુરથી પ્રયાણ કરી દીધું. એનું મન ખૂબ હળવાશ અનુભવતું હતું. પિતા અને ભાઈ પાસે તેણે ખુલ્લા હૃદયે ક્ષમાયાચના કરીને પોતાના હૃદયને હળવું કરી દીધું હતું.
બન્ને ભાઈઓના અશ્વો સાથે ચાલી રહ્યા હતા. પાછળ પ્રભુના અંગરક્ષકોના અને પ્રભવના સાથીઓના અશ્વો ચાલી રહ્યા હતા. જ્યારે પ્રભવે પ્રભુને ઉપરની વાત કરી, પ્રભુની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. તે કાંઈ બોલ્યો નહીં. પ્રભવે એની સામે જોયું. “પ્રભુ, સ્વસ્થ બન. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા સંસારનું ચિંતન કર, આસક્તિનાં બંધન તો જ તૂટશે.”
પ્રભુ કાંઈ જ બોલતો નથી. પ્રભવ પણ જંબૂકુમારના વિચારમાં પરોવાયો. બધાં મૌનપણે પલ્લી સુધી પહોંચી ગયાં.
પલ્લીનાં સ્ત્રી-પુરુષોએ પોતાના સરદારનું ભાવભીનું સ્વાગત કર્યું. પ્રભવે પ્રભુનો પરિચય આપ્યો. સહુએ બે હાથ જોડી પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુએ પણ સહુનું અભિવાદન કર્યું.
સંધ્યાનો સમય થઈ ગયો હતો. સહુ લોકો પોત-પોતાના ઘરમાં ચાલ્યા ગયા. પ્રભુને લઈ પ્રભવ પોતાના વિશાળ મકાનમાં ગયો. બન્ને ભાઈઓએ મોડી રાત સુધી ઘણી વાતો કરી અને નિદ્રાધીન થયા.
સૂર્યોદય પહેલાં જ પલ્લીવાસીઓની પ્રવૃત્તિથી પલ્લી ધમધમી ઊઠી હતી. પ્રભુ અને પ્રભવ પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થયા. પ્રભવની આજ્ઞા મુજબ સર્વે પલ્લીવાસીઓ પ્રભવના ઘરની બહાર વિશાળ મેદાનમાં ભેગા થયા હતા. પ્રભુ અને પ્રભાવ તેમની વચ્ચે જઈને એક ઊંચા આસન પર બેઠા. પ્રભવે સહુના ઉપર એક પ્રેમાળ દૃષ્ટિ નાંખી.
સહુ શાન્ત હતાં. પરંતુ પોતાના સરદારની વાત સાંભળવા એટલાં જ ઉત્સુક હતાં. પ્રભવે પોતાની વાત કહેવી શરૂ કરી.
‘તમે સહુ જાણો છો કે અમે રાજગૃહી ગયા હતા. ગયા હતા શા માટે અને બની શું ગયું.. એ વાત મારે તમને કહેવી છે.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ સાથે પલ્લીમાં
૧૮૫ નવ્વાણુ ક્રોડ રૂપિયા લેવા માટે અમે રાત્રિના સમયે જંબૂકુમારની હવેલીમાં પ્રવેશ્યા. ત્યાં અમે જંબૂકુમાર અને એની નવોઢા આઠ પત્નીઓને જોઈ. મારી વિદ્યાશક્તિથી બધાને મેં મૂચ્છિત કરી દીધા હતા... એક માત્ર જંબૂકમાર ઉપર મારી વિદ્યા અસર ન કરી શકી. તે જાગતા રહ્યા.... અને તેમણે અમને પણ જગાડી દીધા!
તમને સહુને જાણીને આશ્ચર્ય થશે. લગ્નપૂર્વે જ જંબૂકુમારે સાધુ બની જવાનો સંકલ્પ કર્યો હતો! રંભા અને ઉર્વશી જેવી આઠ પત્નીઓ અને નવ્વાણુ ક્રોડ રૂપિયાનો ત્યાગ કરવાનો તેણે નિર્ણય કરી લીધો હતો!
તો તમે પૂછવાના કે એવો જ નિર્ણય હતો તો પછી લગ્ન શા માટે કર્યો? મારા ભાઈઓ, દુનિયામાં બે વ્યક્તિ એવી છે કે જેની ખાતર માણસને પોતાનો સંકલ્પ થોડો હળવો કરવો પડે છે, આગ્રહ છોડવો પડે છે. એ બે વ્યક્તિ છેમાતા અને પિતા!
માતા-પિતાના આગ્રહથી તેમણે લગ્ન કર્યા પરંતુ જે આઠ કન્યા સાથે લગ્ન થવાનાં હતાં તે આઠેય કન્યાઓનાં માતા-પિતાને તેમણે પહેલાં જ જણાવી દીધું હતું. ‘લગ્ન પછી બીજા જ દિવસે હું સાધુ બની જઈશ!'
છતાં આઠ કન્યાઓ જંબૂકુમારને જ પરણી અને તેમની સાથે જ દીક્ષા લઈ લીધી! આખી રાત અમે એમની વાતો સાંભળી. મારા પ્રિય સાથીઓ, એ બધી વાતો સાંભળતાં સાંભળતાં.. અમે પણ ગંભીર વિચારમાં ડૂબી ગયા. અમારો સંસારનો મોહ નાશ પામ્યો ને અમે પણ દીક્ષા લેવાનું નક્કી કરી દીધું. મેં મારો નિર્ણય જંબૂકુમારને જણાવી દીધો.. એની સાથે જ મારી સાથેના સાથીઓએ પણ પોતાનો નિર્ણય જણાવી દીધો.
જંબૂકમારે મને કહ્યું : “જાઓ, તમે તમારાં માતા-પિતાની આજ્ઞા લઈને આવો. એમના આશીર્વાદ લઈને આવો.. પછી દીક્ષા લેવાની.” એટલે અમે જયપુર ગયા. પિતાજીને મળી, મારા આ લઘુભ્રાતાને મળી... ક્ષમાયાચના કરી. પિતાજીની અનુમતિ લીઘી... અને અમે અહીં આવ્યા છીએ.
અહીંથી હવે જલદી રાજગૃહી જવું છે. ભગવાન સુધર્માસ્વામી ત્યાં બિરાજમાન છે. જેબૂકમાર, એમના માતા-પિતા અને પત્ની, પત્નીઓનાં માતા-પિતા.. એમ ૨૭ સ્ત્રી-પુરુષની દીક્ષા થઈ ગઈ હશે! તેઓ અમારી રાહ જોતાં હશે... માટે અમને રજા આપો.... પ્રેમથી રજા આપો... અને હા, આટલાં વર્ષ આપણે સાથે રહ્યા, જાણતાં-અજાણતાં મારાથી તમારો કોઈ અપરાધ થયો હોય...
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
એક રાત અનેક વાત તમારાં દિલ દુભાયાં હોય... તો હું તમારા સહુની ક્ષમા માગું છું. તમે સહુ મને ક્ષમા કરજો...'
ત્યાં બેઠેલાં તમામ પલ્લીવાસીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પ્રભુની આંખો પણ ભીની થઈ ગઈ.
અમે આપના વિના નહીં રહી શકીએ.' એક સાથી ઊભો થઈ... પ્રભવના, પગમાં પડી ગયો.
અમે આપના વિના જીવી નહીં શકીએ.” બીજો એક સાથી રડતાં રડતાં બોલી ઊઠ્યો.
તમે ચિંતા ના કરો. તમારી સંપૂર્ણ જવાબદારી પ્રભુ લઈ લે છે... પ્રભુ તમને સંભાળશે..'
નાથ, હું તો આપની સાથે જ દીક્ષા લઈશ.” પ્રભવની પત્નીએ પોતાનો. નિર્ણય જાહેર કર્યો. એ નિર્ણય જાહેર થતાં જ પુરુષો અને સ્ત્રીઓમાં ગણગણાટ ચાલુ થઈ ગયો.
પાંચ પુરુષોએ ઊભા થઈ જાહેર કર્યું : “અમે આપની સાથે જ દીક્ષા લઈશું.”
બસ, પછી તો એક પછી એક ઊભા થઈને જાહેર કરતા ચાલ્યા : “અમે - તમારી સાથે જ દીક્ષા લઈશું...'
પલ્લીનાં ૪૯૯ સ્ત્રી-પુરુષો દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં. પ્રભુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ વિચારતો રહ્યો : “ડાકુઓમાં આવો પ્રેમ? આવું સમર્પણ? નથી સમજાતું આ બધું.” તેણે પ્રભવની સામે જોયું. પ્રભવ આંખો બંધ કરીને ગહન વિચારમાં ડૂબી ગયો હતો. થોડીવારે આંખો ખોલી. પ્રભુ સામે જોયું.
મોટાભાઈ, આ બધું નથી સમજાતું.” પ્રભુ, આ બધા પૂર્વજન્મના મૈત્રીભર્યા સંબંધોનું પરિણામ છે.” એટલે?'
પૂર્વજન્મમાં આ બધા જીવો સાથે મારો કોઈ સંબંધ હશે. એ વિના આટલાં બધાં લોકો મારી ખાતર સંસાર છોડી સાધુ બનવા તૈયાર ન થાય...”
પરંતુ આ લોકો સાધુપણું પાળશે કેવી રીતે? એ કાંઈ જ જાણતા નથી..”
પ્રભુ, એ ઘણું જાણે છે! એમનામાં જે સમર્પણભાવ છે, એ જ એમના જ્ઞાનનું મૂળ છે. “અમારા સરદાર કહે તેમ કરવાનું...” બસ, સાધુજીવનમાં આટલું જ જ્ઞાન જોઈએ છે. “જેમ ગુરુદેવ કહે તેમ કરવાનું
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ સાથે પલ્લીમાં
હું એ લોકોને પૂછું?' જરૂર! પૂછી જો.” પ્રભુએ એક જુવાનજોધ યુવકને ઇશારાથી પોતાની પાસે બોલાવ્યો. તે યુવકે આવી પ્રભુને પ્રણામ કર્યા.
જુવાન, તું પણ શું પ્રભવની સાથે દીક્ષા લઈશ? શું સાધુ થઈ જઈશ?' “હા.' સાધુ થઈને શું કરીશ?” જે સરદાર કહેશે તે!' તું ઉપવાસ કરી શકીશ?” હા.' “તું ભિક્ષા માંગી શકીશ?”
હા.”
તું ધર્મનું જ્ઞાન મેળવીશ?' “હા.” “તને નાહ્યા વગર ચાલશે?” “ચાલશે!' પ્રભુએ પ્રભવ સામે જોયું. તેના મુખ પર સ્મિત રેલાઈ ગયું. પ્રભવે કહ્યું :
હજુ તારે બીજાને બોલાવીને પૂછવું હોય તો પૂછ. આ લોકો મને પૂર્ણ વફાદાર છે. મારા માટે પ્રાણ આપી દેવાની તેમની તૈયારી છે... પછી શું જોઈએ?
“સાચો પ્રેમ છે!' પ્રભુએ પેલા યુવકને નમન કર્યું. યુવકે પણ નમન કર્યું, તે ચાલ્યો ગયો.
પ્રભુએ પ્રભવને પૂછ્યું :
મોટાભાઈ, ૪૯૯ સ્ત્રી-પુરુષો આપની સાથે દીક્ષા લેશે, પછી બહુ થોડા જ લોકો, કે જેઓ વૃદ્ધ છે, અપંગ છે, નાનાં બાળકો છે, તે જ રહેવાનાં. તેઓને અહીં રાખવાં છે કે જયપુર લઈ જાઉ?'
આપણે તેમને જ પૂછીએ. જો તેઓ જયપુર આવવા રાજી થાય તો ઘણું સારું. તો તને પણ એમની સંભાળ લેવી ફાવે.”
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
એક રાત અનેક વાત તરત જ પ્રભવે એ લોકોને ભેગા કર્યા. તેમને પૂછ્યું. તમારે અહીં રહેવું છે કે જયપુર જવું છે?'
સરદાર, જેમ આપ કહો તેમ કરીએ... આપ તો અમને છોડીને જવાના...” અને વૃદ્ધ સ્ત્રી-પુરુષો રડી પડ્યાં.
મને એમ લાગે છે કે તમે જયપુર જાઓ તો સારું. ત્યાં આ મારો નાનો ભાઈ તમારી સંભાળ રાખશે.”
“અમે જયપુર જઈશું.” સહુએ હા પાડી. પ્રભુને આનંદ થયો. પ્રભાવે પ્રભુને કહ્યું :
આ કુખ્યાત પલ્લી જ અહીંથી ઊઠી જશે... લોકો નિર્ભય બની જશે.' લોકોના આશ્ચર્યનો પાર નહીં રહે મોટાભાઈ!'
પહેલાં તો લોકો માનશે જ નહીં કે પ્રભવ અને એના ૪૯૯ સાથી સાધુ બને છે! ક્યાંથી માને? ડાકુ સાધુ બને-એ વાત સેંકડો વર્ષોમાં એકાદ વાર બનતી હશે...”
બન્ને ભાઈ મૌન થઈ ગયા. પ્રભુ વિંધ્યાચલની તળેટીમાં વસેલી પલ્લીને જોઈ રહ્યો. એ પ્રદેશને જોઈ રહ્યો.
“કેટલો સુંદર પ્રદેશ છે આ! આ પહાડી પ્રદેશ... આ વૃક્ષઘટાઓ... આ વહેતાં ઝરણાં.. મુક્ત મને વિહાર કરતાં પશુઓ.. હવે આ પલ્લી ઊઠી જશે... પરંતુ પલ્લીનો રોમાંચક ઇતિહાસ જળવાઈ રહેવો જોઈએ. અહીં એવું કાંઈક બનવું જોઈએ કે જે પ૦૦ ડાકુઓના અપૂર્વ જીવન પરિવર્તનની સાક્ષી બની રહે. ઉન્માર્ગે ગયેલાઓને સન્માર્ગે આવવાની પ્રેરણા મળે.' “પ્રભુ!”
જી, મોટાભાઈ...” કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો! “હા... આ પ્રદેશ મને ખૂબ ગમી ગયો. અહીં કાંઈક કરવાનો વિચાર આવી ગયો.'
શું કરવું છે?' “ભવ્ય સ્મારક!” કોનું?”
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
પ્રભુ સાથે પલ્લીમાં
ડાકુઓના ભવ્ય જીવન પરિવર્તનનું પ્રભવ હસી પડ્યો. પ્રભુએ કહ્યું :
આ દેશની પ્રજાને સેંકડો-હજારો વર્ષ સુધી પ્રેરણા મળતી રહે. કે એક સાથે પ૦૦ ડાકુઓએ અભુત પરાક્રમ કર્યું હતું. તેઓ જિનમતના સાધુઓ બની ગયા હતા! આ કોઈ નાની-સૂની ઘટના નથી. જેવી અદ્ભુત ઘટના જંબૂકમાર અને એમના પરિવારની બની છે, એટલી જ અદ્દભુત ઘટના આ બનવાની છે. હજારો વર્ષ સુધી આ ભવ્ય ઘટનાઓ દુનિયા ભૂલી નહીં શકે.”
પ્રભવ વિંધ્યરાજ પ્રભુના તેજસ્વી મુખને જોઈ રહ્યો. “પ્રભુ જે ધારશે તે કરશે જ.' પ્રભવને વિશ્વાસ હતો, પણ તેને મન સ્મારકની વાત મહત્ત્વની ન હતી. તેના માટે મહત્ત્વની વાત હતી જલદી રાજગૃહી પહોંચવાની!
પ્રભુ, અમે કાલે સવારે અહીંથી રાજગૃહી તરફ પ્રયાણ કરીશું. તું પાછળનું બધું કામ સંભાળી લેજે.”
મોટાભાઈ, હું આપની સાથે રાજગૃહી આવીશ. મારા માણસો પાછળની વ્યવસ્થા સંભાળી લેશે.' “શું તું રાજગૃહી આવીશ? શું પિતાજી ચિંતા નહીં કરે?'
મેં પિતાજીને કહેલું જ છે. તેઓ ચિંતા નહીં કરે. મારે ગણધર ભગવંત શ્રી સુધમાં સ્વામીનાં દર્શન કરવાં છે. મારે મહાન વૈરાગી જંબૂકુમારનાં દર્શન કરવાં છે... એમને જન્મ આપનારાં માતા-પિતાનાં દર્શન કરવાં છે. એમની પરમ તપસ્વિની પત્નીઓનાં દર્શન કરવાં છે. મોટાભાઈ, આવા ઉત્તમ આત્માઓનાં દર્શન કરવા માત્રથી મનુષ્ય પુણ્યશાળી બની જાય... અને જ્યારે આપ. મારા મોટાભાઈ ત્યાગના માર્ગે જાય છે.. ત્યારે વિદાય તો...”
પ્રભુ રડી પડ્યો. પ્રભવની છાતીમાં પોતાનું મુખ છુપાવીને રડી પડ્યો. પ્રભાવ પ્રભુના મસ્તકે પોતાનો હાથ ફેરવતો રહ્યો.
“હું ઇચ્છતો જ હતો કે તું રાજગૃહી આવે. મહાપુરૂષ જંબૂકમારનાં દર્શન કરે! કેવી ભરયુવાનીમાં તેમણે સુખવૈભવભર્યા સંસારનો ત્યાગ કર્યો છે! અને એ આઠ કન્યાઓ? એમના ત્યાગ અને સમર્પણનો વિચાર કરું છું. ને મન સુબ્ધ બની જાય છે... કાંઈ જ સમજાતું નથી. કેવા એ સરળ, નિષ્પાપ અને બુદ્ધિનધાન આત્માઓ છે! કેવા નિર્વિકાર.. નિરાશસ.. ને નિરહંકારી એ આત્માઓ છે! પ્રભુ, ખરેખર તો મને એ મહાત્માઓનું સાંનિધ્ય ગમી ગયું.. સમગ્ર જીવન.. શેષ જીવન આવા મહાત્માઓની સેવામાં વ્યતીત કરવાનું મન થયું.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯o.
એક રાત અનેક વાત “મોટાભાઈ, આ બધું સાંભળતાં સાંભળતાં મારી રોમરાજી વિકસ્વર થઈ જાય છે, તો. એમનાં પ્રત્યક્ષ દર્શનથી શું થશે? પાછા જયપુર પહોંચવું મુશ્કેલ બની જશે.” પ્રભવ મૌન રહ્યો. પ્રભુએ કહ્યું :
જો મારા પર આ બેવડી જવાબદારી ન હોત... પિતાજીની અને રાજ્યની, તો હું પણ આપની સાથે જ સાધુ બની જાત. પરંતુ એ માટે ભાગ્ય જોઈએ...”
પ્રભુ, જ્યારે તું તારી જવાબદારીઓથી મુક્ત થઈશ ત્યારે જરૂર આ માર્ગે વળજે... બાકી સંસારમાં તો પાણીને વલોવવા જેવું છે...”
અવશ્ય મોટાભાઈ, જવાબદારીઓને સંભાળનાર તૈયાર થઈ જતાં હું આપનાં ચરણોમાં આવી જઈશ. આપ જ્યાં હશો ત્યાં આવી જઈશ... ત્યાં સુધીમાં, આ પલ્લીને એક ભવ્ય તીર્થધામ બનાવી દઈશ.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું ભવ્ય જિનાલય બનાવીશ. તેમાં ભગવાન મહાવીર સ્વામીની રત્નમય પ્રતિમા સ્થાપિત કરીશ. અને મંદિરની ભીંતોમાં એક તરફ મહાત્મા જેબૂકુમારના મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને શિલ્પમાં ઉતારશ, બીજી બાજુ આપના મહાન ત્યાગના પ્રસંગોને શિલ્પોમાં કંડારીશ. શિલ્પીઓને હું કલ્પનાચિત્ર આપીશ.
મંદિરની પાસે જ પથિકાશ્રમની સ્થાપના કરીશ. જે રસ્તેથી પસાર થનારા પથિકોનું કાંઈ જ સલામત નહોતું રહેતું, એ જગામાં પથિકોને પૂર્ણ વિશ્રામ મળશે, પાણી મળશે ને ભોજન મળશે.
ચારે બાજુ નંદનવન જેવું ઉઘાન બનાવીશ. વિંધ્યપ્રદેશનું આ એક પરમ આફ્લાદક તીર્થ બનાવીશ.. ભલે જમીન ઉપરથી આ પલ્લી ઊઠી જાય, હું એને શિલ્પમાં જીવંત રાખીશ.”
પ્રભવે પ્રભુની આ વાતનો માત્ર સ્મિતથી પ્રતિભાવ આપ્યો. અને કહ્યું : પ્રભુ, કાલે પ્રભાતે આપણે અહીંથી પ્રયાણ કરવાનું છે. હવે અહીંનાં કેટલાંક કામ પતાવવાનાં છે, તે હું પતાવી દઉં... તું વિશ્રામ કર.'
પ્રભવ ત્યાંથી પલ્લીમાં ચાલ્યો ગયો. પ્રભુ ગંભીર વિચારોમાં ખોવાઈ ગયો.
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૨૭. પ્રભવની દીક્ષા|
પ્રભવ, પ્રભુ અને પોતાના ૪૯૯ સાથીઓ સાથે રાજગૃહમાં આવ્યો. હજુ રાજગૃહના વિશાળ રાજમાર્ગો પર તોરણો બંધાયેલાં પડ્યાં હતાં, જે જે માર્ગો ઉપરથી જંબૂકુમાર અને એમના સ્વજનોની શોભાયાત્રા પસાર થઈ હતી, એ માર્ગો પર અક્ષત અને સોના-રૂપાનાં ફૂલ દૃષ્ટિગોચર થતાં હતાં.
પ્રભાતનો સમય હતો. રાજમાર્ગો પર લોકોની સામાન્ય અવર-જવર હતી... પરંતુ લોકો મૌન હતા. પ્રભવ, પ્રભુ અને ૪૯૯ સાથીઓ રાજમાર્ગો પરથી પસાર થતા હતા. તેમને રાજગૃહની બહાર ગુણશીલ ચૈત્યમાં જવું હતું. જિનધર્મ-શાસનના સુકાની ગણધર ભગવંત સુધર્માસ્વામી વિશાલ મુનિવૃંદ સાથે ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન હતા. સાત દિવસ પૂર્વે એ ગુણશીલ ચૈત્યનો સુંદર પરિસર, જંબુકમાર અને તેમના સ્વજનોના દીક્ષા મહોત્સવથી શોભી ઊઠ્યો હતો. જ્યાં રાજગૃહના નવ કરોડાધિપતિઓએ સંસારનો ત્યાગ કિરી, સાધુતા સ્વીકારી હતી. જ્યાં તેમની ધર્મપત્નીઓએ પણ પતિના માર્ગનું અનુસરણ કર્યું હતું. જંબૂકુમાર અને એમની આઠ નવોઢા પત્નીઓએ જ્યાં ગણધર ભગવંતનાં પાવન ચરણોમાં જીવન સમર્પણ કર્યું હતું, એ ગુણશીલ ચૈત્યનું ઉદ્યાન પ્રભવ અને એના સાથીઓનું જાણે સ્વાગત કરવા થનગનતું હતું.
પ્રભુ! જો આ સંગેમરમરની હવેલી! આ જંબુકમારની હવેલી હતી.” પ્રભવ અને પ્રભુ અશ્વારૂઢ હતા. પ્રભવે પોતાના અશ્વને ઊભો રાખી પ્રભુને જંબૂકમારની હવેલી દેખાડી. રાજમહેલને ઝાંખો પાડી દે તેવી એ હવેલીને જોઈને પ્રભુ આશ્ચર્યચકિત થઈ ગયો.
ખરેખર મોટાભાઈ, આની આગળ આપણો મહેલ કાંઈ નથી!” પ્રભુ, આ હવેલીમાં રહેનારાઓની આગળ આપણે કાંઈ નથી!' “તદ્ન સાચી વાત મોટાભાઈ...” બન્ને અશ્વ આગળ ચાલ્યા. ગણશીલ ચૈત્યનો પરિસર દેખાયો. પરિસરનો શણગાર હજુ જેમનો તેમ જ હતો. બન્ને ભાઈઓ અશ્વો ઉપરથી નીચે ઊતરી ગયા. સાથીઓએ અશ્વોને સંભાળી લીધા. સહુએ એ પરમપાવન પરિસરમાં પ્રવેશ કર્યો, કે જે પરિસરમાં
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
એક રાત અનેક વાત શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીએ ચાતુર્માસ વ્યતીત કર્યા હતાં. પરમાત્માના પાદસ્પર્શથી જે ભૂમિનો કણ-કણ પવિત્ર બનેલો હતો, એક-એક પરમાણુ જીવંત બનેલો હતો.
એક ઊંચા કાષ્ઠાસન ઉપર આરૂઢ થયેલા ગણધરશ્રી સુધર્માસ્વામી દૃષ્ટિગોચર થતાં જ પ્રભવનું મસ્તક નમી પડયું. બે હાથની અંજલિ મસ્તકે અડી, તેના મુખમાંથી ‘ગુરુદેવનો જય હો!” શબ્દો સરી પડ્યા. તે બે ક્ષણ ઊભો રહી ગયો. તેની સાથે પ્રભુ અને બીજા સાથીઓ પણ નતમસ્તક બન્યા. ગુણશીલ ચૈત્યના એ પરિસરમાં એક હજારથી પણ વધારે સાધુપુરુષો બિરાજમાન હતા. સહુ પોત-પોતાની સાધના-આરાધનામાં લીન હતા. નિસર્ગની અદ્ભુત છટા હતી. કોઈ સાધુઓ કાર્યોત્સર્ગ ધ્યાનમાં મગ્ન હતા. કોઈ સાધુઓ શાસ્ત્રસ્વાધ્યાયમાં મગ્ન હતા. કોઈ સાધુઓ બીમાર શ્રમણોની સેવા કરતા હતા, તો કોઈ સાધુઓ પોત-પોતાની આવશ્યક ધર્મક્રિયાઓમાં તત્પર હતા. સર્વત્ર શાન્તિ હતી, પ્રસન્નતા હતી, પવિત્રતા હતી.
પ્રભવની આંખો, શ્રમણ બની ગયેલા જંબૂકુમારને શોધતી હતી. ત્યાં તો ગણધર ભગવંતનો મેઘગંભીર ધ્વનિ કાને પડ્યો : “ધર્મલાભ!' પ્રભવ હર્ષવિભોર બની ગયો. ગણધર ભગવંતના ચરણોમાં પડી ગયો. ત્યાં એના કાને પરિચિત ધ્વનિ અથડાયો : “મહાનુભાવ! તું આવી ગયો!'
પ્રભવે સામે જોયું. મુનિવેશમાં જંબૂકુમારને જોયા!પ્રભવ એકીટસે જંબૂકમારને જોઈ જ રહ્યો! તેની આંખો ભીની થઈ ગઈ. તેણે જંબૂકુમારનાં ચરણ પકડી લીધાં.
પ્રભવ, તેં વચન પાળ્યું! મને સંતોષ થયો.” જંબુસ્વામી બોલ્યા. પ્રભવનો કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. એ કાંઈ ના બોલ્યો.
જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પ્રભવ અને એના સાથીદારોની વાત કરી જ હતી. સુધર્મા સ્વામીની જ્ઞાનદષ્ટિએ પ્રભવના વ્યક્તિત્વને માપી લીધું. વિના ઉપદેશે જેના પગલે-પગલે ચોરો-ડાકુઓ સાધુ બનવા થનગની રહેલા તેમણે જોયા. “પ્રભવ મહાન પુણ્યશાળી છે. આ વાતની પ્રતીતિ થઈ ગઈ. પ્રભવે જંબુસ્વામી સામે જોયું. ચાર આંખો મળી, પ્રભવ બોલ્યો :
ગુરુદેવ, આ ભવને મેં રોળી નાંખ્યો... અનેક ઘોર પાપો મેં કર્યો છે. અનેક નિરપરાધી સ્ત્રી-પુરુષોને મેં માર્યા છે. અનેક સ્ત્રી-પુરુષોને લૂંટી લીધાં છે. અનેક ઘર મેં સળગાવી દીધાં છે.
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવની દીક્ષા
૧૯૩ હે ભગવંત, મેં પશુઓના વધ કર્યા છે. માંસાહાર કર્યો છે... મદ્યપાન કર્યું છે. ડગલે ને પગલે ક્રૂરતા આચરી છે. શું થશે મારૂં? પ્રભો, શું મારે નરકમાં...' પ્રભવ રડી પડ્યો. પ્રભુ રડી પડ્યો. સાથી ડાકુઓ રડી પડ્યા. જંબૂસ્વામીની આંખો પણ સજલ બની ગઈ.
સ્વાધ્યાય કરતા શ્રમણો મૌન થઈ ગયા હતા. ગુણશીલ ચૈત્યનો પરિસર સ્તબ્ધ બની ગયો હતો. મગધનો ખૂંખાર ડાકુ પોતાનું હૈયું ખોલી રહ્યો હતો. પોતાનાં પાપો પ્રકાશી રહ્યો હતો. ભગવાન સુધર્મા સ્વામીનો કોમળ કર પ્રભવના મસ્તકે ફરી રહ્યો હતો. જંબુસ્વામી અને બીજા નૂતન શ્રમણો એકબાજુ આંખો બંધ કરીને બેસી ગયા હતા.
મહાનુભાવ!” સુધર્મા સ્વામીનો કરુણાભીનો ગંભીર ધ્વનિ પ્રભવના કાને પડ્યો.
જી, ભગવંત!' “મનુષ્ય પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી પાપમુક્ત થઈ શકે છે. તારું હૃદય પાપોનો ઘોર પશ્ચાત્તાપ કરી રહ્યું છે... અને સાધુતાનું પાલન એ તારૂં પ્રાયશ્ચિત્ત બનશે. તું અવશ્ય પાપમુક્ત બનીશ.'
પ્રભો, શું આપ મારો અને મારા આ ૪૯૯ સાથીઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરશો? શું આપનાં પાવન ચરણોમાં અમને સ્થાન આપશો?”
પ્રભવ, શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીએ બનાવેલો શ્રમણ ધર્મ તમે સહુ સ્વીકારીને તમારા આત્માનું કલ્યાણ સાધી શકશો. પાંચ મહાવ્રતમય સાધુધર્મ સ્વીકારવા માટે સર્વપ્રથમ તમારે સહુએ મન-વચન-કાયાથી પાપોનો કરણ-કરાવણ અને અનુમોદન રૂપ ત્યાગ કરવો પડશે. સર્વવિરતિરૂપ સામાયિક તમારે ગ્રહણ કરવાનું છે. પછી હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનો મન-વચન-કાયાથી ત્યાગ કરવાનો છે. તે પછી જીવનપર્યત તમારે સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાની છે. બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા કરવાની છે.” - “હે કરુણાવંત, આપનું શરણ પામીને અમે ધન્ય બની જઈશું. આપની પ્રત્યેક આજ્ઞાનું અમે પાલન કરીશું.'
ભગવાન સુધર્મા સ્વામીએ પ્રભવને અને એના ૪૯૯ સાથીઓને દીક્ષા. આપી. પ્રભવને “પ્રભવસ્વામી' નામ આપી, જંબૂ સ્વામીના શિષ્ય બનાવ્યા. ૪૯૯ મુનિઓને પ્રભવ સ્વામીના શિષ્યો બનાવવામાં આવ્યા,
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪.
એક રાત અનેક વાત જ્યારે રાજગૃહ નગરમાં આ મહાન ઘટનાના સમાચાર પહોંચ્યા ત્યારે હજાર સ્ત્રી-પુરુષો ગુણશીલ ચૈત્ય તરફ દોડવા માંડ્યાં. કુખ્યાત ડાકુઓનું થયેલું ગજબ હૃદયપરિવર્તન અને જીવનપરિવર્તન સહુને આશ્ચર્યમાં ગરકાવ કરનારું બન્યું. થોડા દિવસો પૂર્વે થયેલી જંબૂકુમાર વગેરેની દીક્ષાઓએ રાજગૃહને જ નહીં, સમગ્ર મગધ સામ્રાજ્યને હલબલાવી મૂક્યું હતું. આજે ફરીથી એવો જ જબ્બર આંચકો પ૦૦ ડાકુઓના જીવનપરિવર્તને આપ્યો હતો. અસંભવ જેવી લાગતી વાત સંભવિત બની ગઈ હતી.
પાંચસોય નૂતન મુનિવરો પંક્તિબદ્ધ બેઠા હતા. સહુના મુખ પર અપૂર્વ સમતાભાવ છલકાતો હતો. સહુની આંખોમાં સૌમ્યતા હતી. સહુ પ્રજાજનો એમનાં દર્શન કરીને ગદ્ગદ્ થઈ જાય છે. અહોભાવના ઉદ્દગાર મુખમાંથી સરી પડે છે.
શ્રીમતી શ્રમણા બની ગયા! ડાકુઓ સાધુ બની ગયા!
શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીરના ધર્મશાસનના લોકો મુક્ત કંઠે ગુણ ગાવા લાગ્યા. પેટ ભરીને પ્રશંસા કરવા લાગ્યા. ગુણશીલ ચૈત્યમાં વિરાટ માનવ મહેરામણ ઊભરાયો. આખો દિવસ લોકોની અવરજવર ચાલુ રહી.
સંધ્યા થઈ. સહુ શ્રમણોએ પ્રતિક્રમણ કર્યું. નૂતન શ્રમણોને મોટા શ્રમણોએ પ્રતિક્રમણ કરાવ્યું. તે પછી સહુ નૂતન શ્રમણો ભગવાન સુધર્માસ્વામી પાસે ભેગા થયા. સુધર્મા સ્વામીએ કહ્યું : “હે શ્રમણો, મેં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે સાંભળ્યું હતું કે સાધુજીવનનો પ્રાણ દયાધર્મ છે. માટે તમારે કોઈ પણ જીવને પીડા ન થાય, દુઃખ ન થાય એ રીતે દરેક ક્રિયા કરવાની છે. - નીચે જોઈને ચાલવાનું, કોઈ પણ જીવને પીડા ન થાય, એની કાળજી રાખીને
ચાલવાનું. - વિચારીને બોલવાનું, કોઈ પાપવચન, અસત્ય વચન ન બોલી જવાય, એની
કાળજી રાખીને બોલવાનું. - કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ વસ્તુના માલિકને પૂછીને લેવાની. ભિક્ષા
લેતી વખતે ૪૨ દોષમાંથી એકેય દોષ ન લાગે તેની કાળજી રાખવાની.
૪૨ દોષ તમને સ્થવિર મુનિઓ સમજાવશે. - કોઈ પણ વસ્તુ લેતાં-મૂકતાં કોઈ જીવની વિરાધના ન થઈ જાય, એની
કાળજી રાખવાની.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવની દીક્ષા
૧૯૫ - કોઈ પણ વસ્તુ જમીન પર નાંખવી હોય, તો પહેલાં જમીન જોઈ લેવી. કોઈ
પણ જીવ મરે નહીં, પીડા ન પામે, એની કાળજી રાખીને નાંખવાની. - મનમાં પાપના વિચારો નહીં કરવાના. - સ્વ-પરને હિતકારી અને પ્રિય વચન બોલવાનાં. - અનાવશ્યક શારીરિક ક્રિયાઓ નહીં કરવાની.
હે આયુષ્યમ– શ્રમર્ણા, આ પાપમુક્તિનો સાચો માર્ગ છે. તમે આ માર્ગે ચાલશો તો અવશ્ય મુક્તિ પામશો. તમે સિવૃત્તિથી આ શ્રમજીવન અંગીકાર કર્યું છે, સિંહવૃત્તિથી જીવનપર્યત એનું પાલન કરવાનું છે. સ્વેચ્છાથી ઉપસર્ગો - કષ્ટ સહન કરીને કર્મ નિર્જરા કરવાની છે. કષ્ટો આવે ત્યારે કાયર ન બનશો. વીર બનીને કષ્ટ સહન કરજો. સમતાભાવથી કષ્ટો સહન કરનાર મહાત્મા સિદ્ધિગતિને પામે છે.
હે આયુષ્યમનું શ્રમણો, તમે એક ક્ષણ પણ પ્રમાદ ના કરશો. આપણે પ્રતિપળ અપ્રમત્ત બનીને જીવવાનું છે. પાંચેય ઇન્દ્રિયોને વશ કરવાની છે, કષાયોનો નિગ્રહ કરવાનો છે. જો તમે સ્વાધ્યાયમાં તમારા મનને પરોવશો તો તમે સહજતાથી કષાયવિજય મેળવી શકશો.
હે આયુષ્યમનું શ્રમણો, તમારે સર્વ પ્રકારનાં મમત્વનો ત્યાગ કરવાનો છે. નિઃસંગ બનીને જીવવાનું છે. તમારા વૈરાગ્યને સદૈવ નવપલ્લવિત રાખવાનો છે.”
ભગવાન સુધર્મા સ્વામીનાં વાત્સલ્યભય વચનોથી નૂતન સાધુઓના આંતરભાવ ઉલ્લસિત બન્યા, નિર્મળ બન્યા.
રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી, સહુ વિધિપૂર્વક નિદ્રાધીન થયા.
મન્થએ વંદામિ!' વિંધ્યરાજ પ્રભુએ પ્રભાતે ગુણશીલ ચૈત્યમાં આવીને ગણધર ભગવંતને વંદના કરી. ગણધર ભગવંતે “ધર્મલાભ'ના આશીર્વાદ આપ્યા. પ્રભુએ પછી જંબૂ સ્વામીને અને પ્રભવ સ્વામીને વંદના કરી અને ગણધર ભગવંતનાં ચરણોમાં વિનયપૂર્વક બેઠો.
પ્રભવ સ્વામીએ આવીને સુધર્મા સ્વામીને વંદન કરી કહ્યું : “ભગવંત, આ મારો લઘુભ્રાતા વિંધ્યરાજ પ્રભુ છે.” પ્રભુએ મસ્તકે અંજલિ જોડીને કહ્યું : હે કૃપાવંત, મને નિષ્પાપ શ્રમણજીવન ગમ્યું છે, પરંતુ આજે હું એ ગ્રહણ
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬.
એક રાત અનેક વાત કરવા શક્તિમાનું નથી, પરંતુ હું સારૂં ગૃહસ્થ જીવન જીવી શકું તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરો.”
મહાનુભાવ, તને શ્રમણજીવન ગમ્યું એ તારા આત્માની નિર્મળતા સૂચવે છે. ઘણો-ઘણો કર્મમળ નાશ પામે ત્યારે જીવાત્માને શ્રમણજીવન ગમે! તને શ્રમણજીવન ગમ્યું એટલે મોક્ષમાર્ગ ગમ્યો. મોક્ષમાર્ગ ગમ્યો એટલે મોક્ષ ગમ્યો. મહાનુભાવ, તારે પવિત્ર ગૃહસ્થ જીવન જીવવું છે, તો તારે પ્રથમ શ્રદ્ધાવાનું બનવું જોઈએ. તે પછી બાર વ્રત અંગીકાર કરવો જોઈએ.
ગણધર ભગવંતે પ્રભુને સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. પ્રભુને ગમી ગયું. તેના આત્મામાં સભ્ય – દર્શન – ગુણ પ્રગટી ગયો. તે પછી ગણધર ભગવંતે તેને બાર વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું. પ્રભુએ બાર વ્રતોને સમજી લીધાં અને સ્વીકારી લીધાં.
હે કરુણાવંત, હું આપને મારા વિંધ્યાચલના રાજ્યમાં પધારવા વિનંતી કરું છું. આપ જયપુર પધારો. અમારું નગર પાવન કરો. આહંદુ ધર્મનો ઉપદેશ આપી હજારો સ્ત્રી-પુરૂષોને સન્માર્ગ બતાવો.” પ્રભુએ ગણધર ભગવંતને વિનંતી કરી,
જેવી ક્ષેત્રસ્પર્શના પ્રભુ!” ગણધર ભગવંતે પ્રત્યુત્તર આપ્યો. પ્રભુએ વંદના કરી અને તે જંબૂસ્વામી પાસે ગયો. જંબૂ સ્વામીને વંદના કરી એમની પાસે વિનયપૂર્વક બેઠો. જંબૂસ્વામીએ તેને “ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા.
હે કૃપાનિધિ, અનુજ્ઞા આપો. આજે હું જયપુર તરફ રવાના થવા ઇચ્છું છું. આપનાં દર્શન કરી હું ધન્ય બની ગયો. ક્યારે આપનાં ચરણોમાં જીવન સમર્પિત કરી ધન્યાતિધન્ય બનીશ..? હે કૃપાળુ, ક્યારેક જયપુરને પાવન કરજો. મારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા પણ પધારજો.” પ્રભુ રડી પડ્યો. તેણે ઊભા થઈ, બાજુમાં જ બેઠેલા પ્રભવ સ્વામીને વંદના કરી. અને તે ગુણશીલ ચૈત્યમાંથી બહાર નીકળી, પોતાના અશ્વ પર આરૂઢ થયો.
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮. જબૂસ્વામીનું નિર્વાણ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ થઈ ગયા પછી, ભગવાને જ સ્વયં જેમને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા તે ગણધર શ્રી સુધર્મા સ્વામીએ ધર્મશાસનનું સુકાન સંભાળી લીધું હતું. અલબત્ત, ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી તે કાળે વિદ્યમાન હતા, પરંતુ તેઓ સર્વજ્ઞ-સર્વદર્શી બની ગયા હતા. શાસનનું સુકાન સર્વજ્ઞ-વીતરાગ મહાપુરુષ ન સંભાળી શકે. અનુશાસન માટે રાગ-દ્વેષ આવશ્યક હોય છે. સર્વજ્ઞ-વીતરાગી મહાપુરુષ રાગ-દ્વેષ રહિત હોય છે. એટલે શાસનનું સુકાન પાંચમાં ગણધર શ્રી સુધર્મા સ્વામીને સોંપવામાં આવ્યું હતું.
સુધર્મા સ્વામીએ પચાસ વર્ષની ઉંમરે સાધુતા સ્વીકારી હતી. ત્રીસ વર્ષ સુધી તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચરણસેવા કરી. ભગવાનનું નિર્વાણ થયા પછી પણ તેઓ બાર વર્ષ સુધી છદ્મસ્થ રહ્યા. એ અરસામાં શ્રી જંબૂસ્વામી અને પ્રભવ સ્વામીની દીક્ષાઓ થઈ. બાણું વર્ષની ઉંમરે શ્રી સુધર્મા સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ વીતરાગસર્વજ્ઞ બની ગયા. તેમણે પોતાના ઉત્તરાધિકારી શ્રી જંબૂ સ્વામીને ઘોષિત કર્યા હતા. એટલે તત્કાલીન જિનશાસનના તેઓ સુકાની બન્યા.
સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સુધર્માસ્વામી નિર્વાણ પામ્યા. સમગ્ર ભારતમાં શોક છવાઈ ગયો. મગધ દેશ તો શોકસાગરમાં ડૂબી ગયો. અનેક શ્રમણોએ અને શ્રમણીઓએ અનશન કરી દીધાં. અનેક શ્રાવક-શ્રાવિકાઓએ સંસારવાસ ત્યજી દઈ શ્રમણજીવન અંગીકાર કર્યું.
સૌથી વધારે વેદના અનુભવી શ્રી જંબુસ્વામીએ. ગુરુદેવના વિરહથી તેઓ ખૂબ વ્યાકુળ બની ગયા. અત્યંત વ્યથિત થઈ ગયા. પરંતુ શ્રી પ્રભવ સ્વામીએ તેમને જ્ઞાનગર્ભિત આશ્વાસન આપી ધીરે ધીરે સ્વસ્થ કર્યા.
હજારો સાધુ-સાધ્વીઓના યોગક્ષેમની મોટી જવાબદારી શ્રી જંબૂ સ્વામીના શિરે આવી. લાખો-કરોડો જૈનોના તેઓ શ્રદ્ધેય બન્યા. તેઓ વિશિષ્ટ જ્ઞાની હતા. મહાનૂ પુણયબળના સ્વામી હતા. સમગ્ર ચતુર્વિધ સંઘે તેમને પોતાના શિરચ્છત્ર માન્યા હતા.
તેમને પ્રભવસ્વામી જેવા સમર્પિત મેધાવી શિષ્ય મળ્યા હતા. પ્રભવ સ્વામીને શ્રી જંબૂસ્વામી પ્રત્યે અગાધ પ્રેમ હતો. પહેલી જ મુલાકાતમાં એ બન્ને વચ્ચે
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
એક રાત અનેક વાત પ્રીતિનાં પોયણાં ખીલી ગયાં હતાં. તે પછી દિન-પ્રતિદિન એ પ્રીત પ્રગાઢ બનતી જતી હતી. પરંતુ એ પ્રીતિ બે જ્ઞાની પુરુષો વચ્ચેની હતી. એક આત્માની બીજા આત્મા સાથેની પ્રીતિ હતી. એ પ્રીતિનાં માધ્યમ જડ ન હતાં, પૌગલિક ન હતાં. એમાં રૂપ-સૌન્દર્યનું આકર્ષણ ન હતું. એ દિવ્ય પ્રીતિ હતી. એ બંધનમાં જ કડનારી પ્રીતિ ન હતી. બંધનમાંથી મુક્ત કરનારી પ્રીતિ હતી.
એક દિવસની વાત છે.
શ્રી જંબૂ સ્વામીની પાસે પ્રભવસ્વામી બેઠા હતા. પાસે ત્રીજી કોઈ વ્યક્તિ ન હતી. સહુ શ્રમણો થોડે દૂર પોતપોતાના સંયમયોગોમાં લીન હતા. વાતાવરણ ખુશનુમા હતું. ત્યાં પ્રભવ સ્વામીના મનમાં કેટલાય દિવસોથી સૂતેલી જિજ્ઞાસા જાગી ગઈ અને તેઓ બોલ્યા :
ભગવંત, એક જિજ્ઞાસા છે.” પૂછો...”
કેટલાય દિવસોથી મનમાં એક પ્રશન ઘોળાયા કરે છે. આપના પ્રત્યે મને પ્રથમ દર્શને જ પ્રગાઢ પ્રેમ કેમ થય? તે પછી નિરંતર એ પ્રેમ વધતો કેમ જાય છે? અને ક્યારેક ક્યારે આપના વિરહની કલ્પના આવે છે ત્યારે તો હૃદય અકથ્ય વેદના અનુભવે છે...”
જંબૂ સ્વામીના મુખ પર સ્મિત રમી ગયું. જાણે કે આ પ્રશ્નનો ઉત્તર એમની પાસે તૈયાર હોય-એવું પ્રભવ સ્વામીને લાગ્યું.
“પ્રભવ, આ પ્રશ્ન તેં આજે પૂછ્યું, મેં આ પ્રશ્ન પૂજ્ય ગુરુદેવને પહેલાં પૂછી લીધો હતો!
હું?' પ્રભવસ્વામીએ જંબૂ સ્વામીનાં બે ચરણ પકડી લીધાં. “ગુરુ ભગવંતે શું કહ્યું?' ‘તાર-મારો ત્રણ જન્મોનો સંબંધ છે પ્રભવ!' ત્રણ જન્મોનો?” “હા...” જંબૂસ્વામીએ આંખો બંધ કરી, અને અતીતમાં ડૂબકી મારી. તેમના મુખમાંથી મધુર વાણી વહેવા લાગી.
આ જ મગધમાં, સુગ્રામ નામના ગામમાં, “રાષ્ટ્રકૂટ' નામના ધનપતિનો હું પુત્ર હતો. મારું નામ ભવદેવ હતું. તું મારી પત્ની હતી. તારું નામ નાગિલા' હતું. પરંતુ આપણાં બસ લગ્ન જ થયાં હતાં. તારૂં ને મારું બ્રહ્મચર્ય
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબુસ્વામીનું નિર્વાણ
૧૯૯ અખંડ રહ્યું. કારણ કે લગ્ન કરીને ઘેર આવ્યા પછી.. એ જ દિવસે હું સાધુ બની ગયો હતો! તું બાર-બાર વર્ષ સુધી ઘરમાં સાધ્વીની જેમ રહી તપ કરતી રહી... પછી મને સંયમ ધર્મમાં સ્થિર કરીને તેં દીક્ષા લીધી... છતાં આપણો આંતરિક પ્રેમ કાયમ રહ્યો. બન્ને દેવલોકમાં ગયાં.
ત્યાંથી મારો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં થયો. વીતશોકા નગરીના રાજા પધરથને ત્યાં રાજકુમાર થયો. મારું નામ શિવકુમાર. અને એ જ નગરીમાં તું સાર્થવાહના પુત્રરૂપે જન્મ્યો. તારું નામ “દૃઢધર્મા' હતું. હું તને ધર્મેશ કહેતો. તારી મારી ગાઢ દોસ્તી થઈ. હું વૈરાગી બન્યો, પણ માતા-પિતાએ મને દીક્ષા ન લેવા દીધી. ઘરમાં રહીને ભાવસાધુતાનું પાલન કરવામાં તે મને સહાય કરી. મારા માટે તેં તારાં ભોગસુખોનો ત્યાગ કર્યો. તારો-મારો આંતરસંબંધ પ્રગાઢ બન્યો.
આયુષ્ય પૂર્ણ થતાં આપણે બન્ને દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મારું ચ્યવન થયું, મારો જન્મ રાજગૃહમાં થયો અને તારો જન્મ જયપુરના રાજ કુલમાં થયો. તે પછીની વાત બધી તું જાણે છે.”
પ્રભવસ્વામી સ્તબ્ધ બની ગયા. આ ત્રણ ભવોની રોમાંચક વાતો સાંભળીને. તેમનું હૃદય ગદ્ થઈ ગયું. તેમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેમણે પૂછુયું :
ભગવંત, હજુ કેટલા ભવ સુધી આપણો સંબંધ ચાલશે?' “પ્રભવ, આ મારો છેલ્લો ભવ છે... તારા હજુ બે ભવ બાકી છે. મને કૈવલ્યની પ્રાપ્તિ થશે. સર્વ કર્મોની નિર્જરા થઈ જશે અને હું મુક્તિને પામીશ. તારે હજુ દેવલોકમાં જવું પડશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં જન્મ લઈશ. આ સંસારમાં એ તારો છેલ્લો જન્મ હશે. ત્યાં તું દીક્ષા લઈશ, સર્વ કર્મોનો નાશ કરી મુક્તિ પામીશ!' પ્રભવસ્વામી ઊંડા વિચારમાં પડી ગયા. ત્યાં જંબુસ્વામીએ કહ્યું :
તારા પ્રશ્નનું સમાધાન સાંભળી લે! તું એમ વિચારે છે ને કે પહેલાં મારી મુક્તિ થશે કે પહેલાં તારું આયુષ્ય પૂર્ણ થશે?'
આપે મારા મનના ભાવ જાણી લીધા ગુરુદેવ!' પ્રભવ, પહેલાં મારી મુક્તિ થશે!'
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦.
એક રાત અનેક વાત તો પછી મારું શું થશે?' પ્રભવ સ્વામીની આંખો ભીની થઈ ગઈ. સ્વર તરડાઈ ગયો. તેમણે જંબૂ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું.
“પછી તારા રાગનું બંધન તૂટી જશે, પ્રભવ! અને તારે પરમ ગુરૂદેવ શ્રમણ ભગવાન મહાવીર દેવના ધર્મશાસનનું નેતૃત્વ કરવું પડશે. સમગ્ર ચતુર્વિધ સંઘનું યોગક્ષેમ કરવું પડશે.'
પ્રભો, એ માટે શું હું યોગ્ય છું? મને મારામાં એ યોગ્યતા નથી દેખાતી.” “તને તારામાં ભલે યોગ્યતા ન દેખાય, મને દેખાય છે. હજારો શ્રમણોમાં તું જ એક માત્ર એવી યોગ્યતા ધરાવે છે! શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘના નેતા બનવાની સમગ્ર યોગ્યતા તારામાં જ છે. પ્રભવ, આ પ્રભુનો ચતુર્વિધ સંઘ એ જ ધર્મતીર્થ છે. એ ધર્મતીર્થનું જતન કરવું છે. સમગ્ર ભરતક્ષેત્રમાં, ભવસાગર તરનારાઓ માટે એક માત્ર આ ધર્મતીર્થ સહારો છે, આશરો છે, શરણ છે. માટે એનું જતન ખૂબ કાળજીપૂર્વક કરવાનું છે.' પ્રભવસ્વામી એકાગ્ર ચિત્તે જંબુ સ્વામીની વાણીનું પાન કરતા રહ્યા.
અને એક અગત્યની વાત કહી દઉં. આ ભરતક્ષેત્રમાં હવે પછી કોઈ જીવાત્મા મુક્તિ નહીં પામે, મારી મુક્તિ અંતિમ છે.” “એવું કેમ ભગવંત?” પ્રભવસ્વામીએ પૂછયું.
મુક્તિ પામવા સર્વ કર્મોનો નાશ થવો જોઈએ. સર્વ કર્મોનો નાશ કરવા શુક્લધ્યાન જોઈએ. હવે જીવો શુક્લધ્યાન નહીં કરી શકે. કારણ કે તેમનાં મન તે ધ્યાન કરવા માટે યોગ્ય નહીં હોય.
પ્રભાવ, સર્વ કર્મોનો ક્ષય કરવા માટે શરીરબળ અને મનોબળ અપેક્ષિત હોય છે. હવે પછી હજારો-લાખો વર્ષ સુધી આ ભરતક્ષેત્રમાં જન્મ લેનારા મનુષ્યોને એવું શરીરબળ અને મનોબળ પ્રાપ્ત નહીં થાય કે જેના દ્વારા તેઓ શુક્લધ્યાન કરી શકે. શુક્લધ્યાન વિના સર્વ કર્મોનો નાશ ન જ થાય. “પ્રભો, ધર્મધ્યાન તો જીવો કરી શકશે ને?'
હા, કરી શકશે, પરંતુ પ્રમાદની પ્રબળતા વધતી જવાની. તેથી ધર્મધ્યાનનું પ્રમાણ ઘટવાનું, આર્તધ્યાન વધવાનું તે છતાં એટલું ધર્મધ્યાન તો કરી શકશે કે જેના પરિણામે જીવો દેવ ગતિનું આયુષ્ય બાંધી શકશે! ઉચ્ચ કોટિની મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધી શકશે.' આવશ્યક ધર્મક્રિયાઓનો સમય થઈ ગયો હતો. વાર્તાલાપ પૂર્ણ થયો.
૦ ૦ ૦
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબુસ્વામીનું નિર્વાણ
૨૦૧ જેમ-જેમ નિર્વાણનો સમય નિકટ આવતો ગયો તેમ-તેમ શ્રી જંબુસ્વામી, પ્રભવ સ્વામીને જિનશાસનનાં ગહન રહસ્યો આપતા ગયા. જિનશાસનની રક્ષાના, આરાધનાના ઉપાયો બતાવતા ગયા. પ્રભવ સ્વામીના હૃદયમાં જિનશાસનની સ્થિર પ્રતિષ્ઠા કરી દીધી. ચતુર્વિધ સંઘમાં પણ પ્રભવ સ્વામીના તેજસ્વી વ્યક્તિત્વને પ્રસ્થાપિત કર્યું. મારા પછી તમારા સહુના નેતા પ્રભવસ્વામી બનશે. એમની પ્રત્યેક આજ્ઞાનું તમારે સહુએ સહર્ષ પાલન કરવાનું છે. આ વાત અવસર-અવસરે કહેતા રહ્યા.
શ્રી જંબુસ્વામીએ ગામેગામ અને નગર-નગરમાં વિહાર કરી લાખો લોકોને જિનશાસન પ્રત્યે શ્રદ્ધાવાનું બનાવ્યા, જ્ઞાનવાનું બનાવ્યા અને ચારિત્રવાનું બનાવ્યા. હજારો સ્ત્રી-પુરુષોએ એમના ઉપદેશો સાંભળી ઘરબાર છોડ્યાં, સાધુજીવન સ્વીકાર્યું. ભગવાન મહાવીર દેવના ધર્મશાસનને શોભાવ્યું. ધર્મશાસનના તેજ વિસ્તાર્યું.
ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણને ૬૦ વર્ષ વીતી ગયાં હતાં. એક શુભ દિવસે શ્રી જંબુસ્વામીએ, પ્રભવ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી, જિનશાસનનું નેતૃત્વ સોંપી દીધું અને પોતે એકાંતવાસ સ્વીકારી લીધો. વિશિષ્ટ ધ્યાનમાં લીન બન્યા.
એક શુભ દિવસે તેમનો શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ ગયો. ચાર ઘાતી કર્મોનો નાશ થઈ ગયો, (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય) અને તેઓ વીતરાગ-સર્વજ્ઞ બની ગયા.
દેવ-દેવેન્દ્રો નીચે ઊતરી આવ્યા. સર્વજ્ઞવીતરાગ શ્રી જે બે સ્વામીને વંદના કરી. સુવર્ણ કમળની રચના કરી. તેના પર જંબુસ્વામી આરૂઢ થયા અને ધર્મદેશના આપી. દેવોએ ગીત-ગાન અને નૃત્યો કર્યા. ભવ્ય મહોત્સવ કર્યો.
પ્રભવસ્વામી આનંદવિભોર બની ગયા. સર્વજ્ઞ બનેલા પોતાના ગુરૂદેવને અનેક શંકાઓ, પ્રશ્નો પૂછી મનનું સમાધાન કર્યું. અનેક શ્રમણો અને શ્રમણીઓએ પણ પોતાની જિજ્ઞાસા સંતોષી.
૦ ૦ ૦ કેટલાંક વર્ષો સુધી કેવળજ્ઞાની બની તેઓ મગધ દેશમાં વિચર્યા, એક દિવસે પુનઃ શુક્લધ્યાન લાધ્યું. ચાર અઘાતી કર્મોનો નાશ થઈ ગયો. (આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય) અને તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની ગયા.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
એક રાત અનેક વાત - જંબૂસ્વામીનો મોક્ષ થયો. - તેમનો આત્મા અજર, અમર, અક્ષય બની ગયો. - હવે તેઓ ક્યારેય સંસારમાં જન્મ નહીં લે. - અનંત કાળ... પૂર્ણ સુખ અને પૂર્ણાનંદ અનુભવતા રહેશે.
૦ ૦ ૦ જંબુસ્વામીના નિર્વાણ સાથે કેવળજ્ઞાનીનો યુગ સમાપ્ત થઈ ગયો. જિનશાસનની, અધ્યાત્મ માર્ગની સંપૂર્ણ જવાબદારી પ્રભવસ્વામીએ ઉઠાવી લીધી.
જંબૂ સ્વામીના વિરહની પાર વિનાની પીડા ધીરે-ધીરે ઘટતી ચાલી. રાગનાં બંધન ઢીલાં પડતાં ગયાં. અનેક કર્તવ્યોના પાલનમાં તેમનું મન પરોવવા લાગ્યું.
જંબૂ સ્વામીનું નિર્વાણ સાંભળીને વિંધ્યરાજ પ્રભુ ક્ષણનો ય વિલંબ કર્યા વિના પ્રભવસ્વામી પાસે આવી પહોંચ્યો. ‘ભગવંત, જયપુરને પાવન કરો.” પ્રયોજન શું છે પ્રભુ?”
આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરવાનું પ્રયોજન છે. આપ જયપુર તરફ વિહાર કરો એટલે હું રાજકુમારનો રાજ્યાભિષેક કરી મારી જવાબદારીથી, મુક્ત થાઉં. આપ ત્યાં પધારો એટલે આપનાં ચરણોમાં જીવન સમર્પિત કરું.”
“તારો નિર્ણય ઉચિત છે પ્રભુ, અમે આવતી કાલે જયપુર તરફ વિહાર કરીશું.'
પ્રભુએ પ્રભવ સ્વામીનાં ચરણોમાં ભાવપૂર્વક વંદના કરી, અને તે જયપુર તરફ ઊપડી ગયો.
પ્રભવસ્વામીએ શ્રમણ સમુદાય સાથે વિધ્યપ્રદેશ તરફ વિહાર કર્યો. વિહાર કરતા કરતા તેઓ વિંધ્યાચલની એ તળેટીમાં પહોંચ્યા કે જ્યાં પ૦૦ ડાકુઓની પલ્લી વસેલી હતી. આજે ત્યાં ભવ્ય અને સુંદર જિનમંદિર બની ગયું હતું. પથિકાશ્રમ બની ગયો હતો. નંદનવન જેવું ઉદ્યાન બની ગયું હતું. જિનમંદિરના બાહ્ય પરિસરની એક ભીંત ઉપર બૂસ્વામી અને એમની આઠ પત્નીઓનું મહાભિનિષ્ક્રમણ કંડારાયેલું હતું, તો એની સામેની ભીંત ઉપર પ્રભાવ અને એમના સાથીઓના ભવ્ય ત્યાગનું શિલ્પમાં આલેખન થયેલું હતું. તાદશ પલ્લીનું ચિત્ર અને પ00 ડાકુઓના જીવન પરિવર્તનનું જીવંત દૃશ્ય!
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
જંબુસ્વામીનું નિર્વાણ
એક રાતનો ત્યાં વિશ્રામ કરી જયપુર તરફ પ્રયાણ કર્યું. રાજા પ્રજાજનોએ પ્રભવ સ્વામીનું જયપુરમાં ભવ્ય સ્વાગત કર્યું.
જયપુરે ક્યારેય જે શણગાર નહોતા સજ્યા, તેવા શણગાર એ દિવસે સજ્યા હતાં, “અમારા રાજા સાધુજીવન સ્વીકારવાના છે, આ વાત સમગ્ર વિધ્યપ્રદેશમાં પ્રસરી ગઈ હતી, તેથી હજારો સ્ત્રી-પુરૂષો જયપુર ઊમટી પડ્યા હતા.
પ્રભુની સાથે સેંકડો સ્ત્રી-પુરુષોએ પણ સંસારત્યાગ કરી પ્રભવ સ્વામીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. કેટલાક દિવસ જયપુરમાં સ્થિરતા કરી પ્રભવસ્વામીએ મગધપ્રદેશ તરફ વિહાર કર્યો.
ચિરકાળપર્યત પ્રભવસ્વામીએ જિનશાસનનું સફળ નેતૃત્વ કર્યું. પોતાના ઉત્તરાધિકારી શ્રી સ્વયંભવસૂરિને બનાવ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી થયા.
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर। कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (Guj.) INDIA Website : www.kobatirth.org E-mail : gyanmandir@kobatirth.org ISBN: 978-81-89177-09-6 For Private And Personal Use Only