________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યથા હેયાની..
અચાનક પાસેના ખંડમાંથી નાગિલાની ચીસ સંભળાઈ. રેવતી ઊભી થઈને ઝડપથી નાગિલાના ખંડમાં દોડી ગઈ. નાગિલા જમીન પર પડી હતી. બે હાથે મુખને ઢાંકીને કરુણ રૂદન કરી રહી હતી. રેવતી તેની પાસે બેસી ગઈ. તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. ને તેના માથે પોતાના બન્ને હાથ ફેરવવા માંડી, નાગિલાએ પૉતાના બન્ને હાથ રેવતીની કમરે વીંટાળી દીધા... રેવતીની આંખોમાંથી મૌન આંસુઓ નાગિલાના મસ્તક પર પડવા લાગ્યાં. નાગિલા :
અચાનક તને શું થઈ ગયું? મારો ત્યાગ તું કેવી રીતે કરી શક્યો? તારો મારા તરફ કે તીવ્ર પ્રેમ હતો? મારા હૃદયના દ્વારે તેં સ્નેહનાં તોરણ બાંધ્યાં હતાં. હૃદયના આંગણે પ્રેમની રંગોળી પૂરી હતી...
મેં તારી આંખોમાં પ્રેમનો સાગર ઘૂઘવતો જોયો હતો. તું મને શણગારતો હતો.. તારી એક-એક આંગળીમાંથી અનંગનો સ્પર્શ ટપકતો હતો. તું મને કહેતો હતો – 'નાગિલા, તું મને ખૂબ ગમી ગઈ છે... તારી આંખોએ તો જાણે મારા પર કામણ કરી દીધું છે. તારી કમનીય કાયાના એક-એક અંગ-ઉપાંગની મને માયા લાગી ગઈ છે.. તું મળી ગઈ એટલે જાણે મને સ્વર્ગ મળી ગયું! પ્રિયે, આપણું જીવન પ્રેમનું સ્વર્ગ બનશે. તને હું મારા હૃદયમાં સદા માટે જકડી રાખીશ...' અરે, આવું આવે તો તેં મને કેટલું કહેલું? હું શરમની મારી તારી સામે પણ જોઈ શકતી નહતી. તું બે હાથે મારું મુખડું પકડીને ઊંચું કરતો. ને ટગર ટગર મારી આંખોમાં જોઈ રહેતો.. મારો શણગાર કરતાં કરતાં તે અટકી જતો હતો..
શું તું આ બધી વાતો ભૂલી ગયો. આટલી જલદી? ના, ના... તું મને ના ભૂલી શકે... મારા હૃદયેશ્વર..! મને વિશ્વાસ છે તારા પર... તું મને ના ભૂલી શકે. વૈરાગી ના બની શકે. એવું કાંઈ જ બન્યું નથી કે તું વૈરાગી બની જાય.
મારા નાથ! તું જલદી આવી જા મારી પાસે. તું નહીં આવે તો હું જીવી નહીં શકું. મારી વ્યથા... મારી વેદના તું કેવી રીતે જાણે? રોઈ રોઈને મારી આંખો કેવી સુજી ગઈ છે? મારું શરીર કેવું થઈ ગયું છે? તું અત્યારે આવી જાય તો.... કદાચ તું મને ઓળખી ના શકે... ઓળખે તો તારી આંખો વરસી પડે...
શું ખરેખર તું શ્રમણ બની ગયો છે? શા માટે? મને કાંઈ સમજાતું નથી.... એવા કેવા સંયોગો પેદા થઈ ગયા કે તારે શ્રમણ બની જવું પડ્યું? તું તો ભાઈ
For Private And Personal Use Only