________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમાર
- પપ રાજમહેલની સામે નગરશ્રેષ્ઠી “કામસમૃદ્ધની ભવ્ય હવેલી હતી. રાજમહેલની અગાસીમાંથી હવેલીનો મધ્યભાગ જોઈ શકાતો હતો. મધ્યભાગમાં રસોઈઘર હતું.
શિવકુમાર મહેલની અગાસીના અગ્રભાગમાં રહેલા ઝરૂખામાં ઊભો હતો. નગરના રાજમાર્ગો પર ચાલી રહેલી ચહલપહલને જોઈ રહ્યો હતો.
તેણે એક કૃશકાય તપસ્વી મુનિરાજને નગરશ્રેષ્ઠીની હવેલીમાં ભિક્ષા માટે પ્રવેશતા જોયા. કુમાર મુનિરાજનાં પ્રથમ દર્શને જ પ્રભાવિત થઈ ગયો.
મુનિરાજ હવેલીના મધ્યભાગમાં જઈને ઊભા શ્રેષ્ઠી અને શ્રેષ્ઠીના પરિવારે ભાવપૂર્વક મુનિરાજ નું સ્વાગત કર્યું, વંદના કરી અને અપૂર્વ હર્ષથી ભિક્ષા આપી.
એ જ વખતે આકાશમાંથી હવેલીના મધ્યભાગમાં સોનામહોરોની વૃષ્ટિ થઈ. સોનામહોરોનો ઢગલો થઈ ગયો. - શિવકુમાર અનિમેષ નયને આ બધું જોઈ રહ્યો છે. તેનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. તે તરત જ મહેલમાંથી નીચે ઊતરી આવ્યો અને સીધો જ શ્રેષ્ઠીની હવેલીમાં પહોંચ્યો. તેણે મુનિરાજને ભાવપૂર્વક વંદના કરી. મુનિરાજે કુમારને જોયો. તેમના શરીરે રોમાંચ થયો. કુમારનાં હૃદયમાં મુનિરાજ તરફ અપૂર્વ સ્નેહભાવ ઉલ્લસિત થયો. કુમારે પૂછ્યું : “હે મહાત્મનું, આપે કયા સ્થાનને પાવન કર્યું છે?’
કુમાર, અમે નગરની બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરેલી છે.” કુમાર રાજમહેલમાં આવ્યો. તેણે માતા-પિતા અને પત્નીને કહ્યું : “આપણે નગરના બાહ્ય ઉદ્યાનમાં બિરાજેલા તપસ્વી મુનિરાજનાં દર્શન કરવા અને ધર્મોપદેશ શ્રવણ કરવા જવાનું છે.” રથ તૈયાર થયા. કુમાર પરિવાર સહિત રથમાં બેસીને ઉદ્યાનમાં પહોંચ્યો.
મુનિરાજે મહિનાના ઉપવાસનું પારણું કરી લીધું હતું. તેઓ સ્વસ્થ હતા. રાજપરિવારે ભાવપૂર્વક મુનિરાજને વંદના કરી અને વિવેકપૂર્વક સહુ મુનિરાજની સામે બેસી ગયાં.
મુનિરાજે “ધર્મલાભનો મધુર આશીર્વાદ આપીને ધર્મોપદેશ શરૂ કર્યો. તેમણે મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી. આત્માનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ સમજાવ્યું. સંસારનાં વૈષયિક સુખોની નિઃસારતા બતાવી, સંયમધર્મની ઉપાદેયતા સમજાવી.
શિવકુમારને તો મુનિરાજ જ ગમી ગયા હતા! એમનો ઉપદેશ એના હૃદયમાં ઊતરી ગયો. ઉપદેશ પૂર્ણ થયા પછી કુમારે વિનયપૂર્વક પૂછ્યું :
For Private And Personal Use Only