________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧૦.શિવકુમારના ઉપવાસ |
આજે મારે ઉપવાસ છે અને મૌન છે.”
સવારે ઊઠીને કુમારે કોશલાને કહ્યું. રાત્રે તે જમીન ઉપર સૂઈ ગયો હતો. રાત્રે જ તેણે કોશલાને કહી દીધું હતું : “હવેથી હું ભૂમિશયન કરીશ.” કોશલા પણ જમીન ઉપર સૂઈ ગઈ હતી.
કોશલાએ રડતી આંખે યશોદાને કહ્યું : “આજે એમણે ઉપવાસ કર્યો છે ને મૌનવ્રત ધારણ કર્યું છે.' યશોદાનું હૈયું ભરાઈ આવ્યુંતે રડી પડી.
બેટા, તું અહીં બેસ, હું મહારાજા પાસે જઈ આવું.' રસોઈઘરમાં કોશલાને બેસાડી યશોદા મહારાજા પદ્મરથ પાસે ગઈ. મહારાજા ગંભીર વિચારમાં ગરકાવ થયેલા હતા. યશોદા તેમની સામે જમીન પર બેસી ગઈ. યશોદાની આંખોમાં આંસુ જોઈ પારથે પૂછ્યું : “કેમ શું થયું?” કુમારે આજે ઉપવાસ કર્યો છે. મૌનવ્રત લીધું છે.' મહારાજા કાંઈ બોલ્યા નહીં. આસનેથી ઊભા થઈ ખંડમાં આંટા મારવા લાગ્યા.
શું તમે જઈને કુમારને ન સમજાવો?' “ના, હું એને સમજાવવા નહીં જાઉં. એ ભલે ઉપવાસ કરે.... કેટલા દિવસ ઉપવાસ કરશે? કેટલા દિવસ મૌન રહેશે? એ ગમે તે કરે, હું એને સાધુ બનવાની અનુમતિ નહીં આપી શકું.'
યશોદાએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. તે ઊભી થઈને રસોઈઘરમાં આવી. કોશલાને કહ્યું : “બેટી, આજે મારે પણ ઉપવાસ છે. રસોઈ મહારાજા માટે અને તારા માટે બનાવજે.” “મા, મારે પણ ઉપવાસ છે. હું માત્ર પિતાજી માટે રસોઈ બનાવું છું.” તું કુમાર પાસે બેસ, હું રસોઈ બનાવી દઉં છું.”
કોશલા પોતાના ખંડમાં પ્રવેશે છે. સ્તબ્ધ થઈ જાય છે. ખંડમાંથી બધાં જ ચિત્રો બહાર નીકળી ગયાં છે, પલંગ, ભદ્રાસનો, ગાલીચા.. બધું જ બહાર પડેલું છે. કોશલાનાં શૃંગારનાં સાધનો... વસ્ત્રોની પેટીઓ વગેરે બાજુના ખંડમાં પડેલું છે.
For Private And Personal Use Only